હનુમાનજીના  ગુણ

૧. નામપર દૃઢ શ્રદ્ધા : ‘નામ જ બધુ કરે છે’, હનુમાનજીની એવી દૃઢ શ્રદ્ધા છે. વિશ્વામિત્રઋષિનું આજ્ઞાપાલન કરવા માટે શ્રીરામજીએ હનુમાન સાથે યુદ્ધ કર્યું. શ્રીરામજીએ તેમના પર અનેક બાણ છોડ્યા; પણ રામનામની ભક્તિને કારણે તેમને એકપણ બાણ ન લાગ્યો. નામ પર શ્રદ્ધા હોવાથી જ તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચી ગયા. ૨. સગુણમાં ન અટકવું : … Read more

અખાત્રીજ (અક્ષય તૃતીયા)

   ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે. આ દિવસથી એક ક્લેશદાયક કાળનો અંત અને બીજા યુગના સત્યયુગનો આરંભ, આવો અવસર સાધ્ય થતો હોવાથી આ સંપૂર્ણ દિવસને … Read more

હનુમાન જયંતી

       બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ … Read more

રામનવમી

આદર્શ અવતારી પુરુષ   પ્રજાનું જીવન સુખી-સંતોષી અને વૈભવસંપન્‍ન કરનારા; ગુનેગારી, ભ્રષ્‍ટાચાર, રોગચાળો, મુશ્‍કેલીઓ ઇત્‍યાદિને નામશેષ કરેલા, એવા રાજ્‍યના નિર્માતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ અર્થાત્ બધી જ રીતે આદર્શ એવા અવતારી પુરુષ ! માતા-પિતાનું આજ્ઞાપાલન કરવા માટે વનવાસ ભોગનારા આદર્શ પુત્ર, એકપત્નીવ્રતી આદર્શ પતિ, રાજધર્મનું પાલન કરવા માટે ધર્મપત્નીનો ત્‍યાગ કરનારા આદર્શ રાજા એટલું જ … Read more

ભગવાન સ્વામીનારાયણ જયંતી (તિથિ : ચૈત્ર સુદ પક્ષ નવમી)

ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા. તેમનું બાલ્યાવસ્થાનું નામ ઘનશ્યામ હતું. તેમનાં માતાનું નામ ભક્તિદેવી અને પિતાનું નામ ધર્મદેવ હતું. તેમણે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. તેમના ગુરુદેવે તેમનું મહાસામર્થ્ય જાણી લઈને … Read more

હોળી

પ્રસ્તાવના :  શ્રીવિષ્ણુ તત્ત્વને પ્રગટ કરવા માટે, સ્વપ્નદૃષ્ટાંત દ્વારા મળેલી પ્રેરણાથી ઋષિમુનિઓ દ્વારા સૌથી પહેલા ત્રેતાયુગમાં કરવામાં આવેલો મહાયજ્ઞ એટલે  ‘હોળી’. આ વર્ષે હોલિકા દહન ફાગણ સુદ ચૌદસ/ફાગણ પૂર્ણિમા (૨૦ માર્ચ), ધુળેટી-ધુલિવંદન ફાગણ વદ પક્ષ ૧ (૨૧ માર્ચ) તેમજ રંગપંચમી ફાગણ વદ પક્ષ પાંચમ (૨૫ માર્ચ) ના દિવસે છે. આ નિમિત્તે પ્રસ્તુત કરી રહ્યા છીએ, … Read more

ગૂડીપડવા નિમિત્તે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો સંદેશ

ગૂડીપડવાને દિવસે ધર્મસંસ્‍થાપનાનું ઐતિહાસિક કાર્ય કરવાનો સંકલ્‍પ કરો ! ‘ગૂડી પડવો સનાતન ધર્મમાંનો સાડાત્રણ મુહૂર્તોમાંથી એક મુહૂર્ત છે. આ દિવસે શુભસંકલ્‍પો કરવામાં આવે છે. વર્તમાનનાં ધર્મગ્‍લાનિના કાળમાં ધર્મની પુનર્સ્‍થાપના થવા માટે પ્રયત્નો કરવા, એ જ સાચો શુભસંકલ્‍પ પુરવાર થાય છે. વર્તમાન કાળમાં ધર્મસંસ્‍થાપના અર્થાત્ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કાર્ય કરવું. આ કાર્ય ભવિષ્‍યની દૃષ્‍ટિએ ઐતિહાસિક … Read more

રંગપાંચમ

ફાગણ વદ પાંચમને દિવસે રંગપાંચમ ઊજવવામાં આવે છે. (આજકાલ અનેક ઠેકાણે હોળીના બીજા દિવસે રંગપાંચમ ઊજવવામાં આવે છે.) આ દિવસે ગુલાલ, રંગબેરંગી પાણી ઇત્યાદિ અન્યો પર છાંટવામાં આવે છે. ત્રેતાયુગ સુધી આ ઉત્સવને કોઈ વિશેષ મહત્ત્વ નહોતું. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા રંગપાંચમ ઊજવવામાં આવી, ત્યારથી તેને મહત્ત્વ પ્રાપ્ત થયું. પ્રત્યક્ષમાં ઈશ્વરે ઊજવેલો આ એકમાત્ર ઉત્સવ … Read more

હોળી રમતી વેળાએ આ સાવચેતી રાખો !

૧. રંગ રમતી વેળાએ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપો ! : પ્રાચીન કાળમાં રંગ રમતી વેળાએ કેવળ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગુલાલ, અબીલ ગુલાલ અને કેસૂડાંના ફૂલમાંથી બનાવેલો રંગ એવા વિવિધ પ્રકારના સુરક્ષિત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ રંગોને બદલે આધુનિક રંગો આવ્યા છે. આ રંગોમાં વિવિધ પ્રકારના રાસાયણિક … Read more

વસંત પંચમી

મહા સુદ પક્ષ પાંચમ ‘વસંત પંચમી’ નામથી પ્રસિદ્ધ છે. આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. એવી માન્યતા છે કે કામદેવ મદનનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. દાંપત્ય જીવન સુખથી વીતે, આ ઉદ્દેશ્યથી લોકો રતિ-મદનની પૂજા અને પ્રાર્થના કરે છે. આ દિવસે નવા ફાલનાં કુંડલ કરીને ઘરના દેવતાઓને અર્પણ કરીને નવાન્ન ભક્ષણ કરે … Read more