અખાત્રીજ (અક્ષય તૃતીયા)

   ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે. આ દિવસથી એક ક્લેશદાયક કાળનો અંત અને બીજા યુગના સત્યયુગનો આરંભ, આવો અવસર સાધ્ય થતો હોવાથી આ સંપૂર્ણ દિવસને … Read more

હનુમાન જયંતી

       બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ … Read more

શ્રી મહાવીર જયંતી

ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈનોના ૨૪મા તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો. ત્રીસ વર્ષની વયે સંસારનો ત્યાગ કરીને શાશ્વત સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. આત્મદર્શન માટે અગમ્ય જંગલોમાં ઘોર તપ સાધના કરી. અનેક પ્રકારની વેદનાઓ, અડચણોનો સામનો કર્યો. તેમને સાડા બાર … Read more

પરશુરામ જયંતી

ક્ષાત્રતેજના સાક્ષાત પ્રતીક ભગવાન પરશુરામ   પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ ત્રીજના દિવસે પરશુરામ જયંતી આવે છે. આ ઉપલક્ષ્યમાં ભગવાન પરશુરામ સાથે સંબંધિત જાણકારી પ્રસ્તુત કરી રહ્યા છીએ. ભગવાન પરશુરામની કથાઓ રામાયણ, મહાભારત અને અન્ય પુરાણોમાં મળી આવે છે. પહેલાંના અવતારોની જેમ … Read more

રામનવમી

આદર્શ અવતારી પુરુષ   પ્રજાનું જીવન સુખી-સંતોષી અને વૈભવસંપન્‍ન કરનારા; ગુનેગારી, ભ્રષ્‍ટાચાર, રોગચાળો, મુશ્‍કેલીઓ ઇત્‍યાદિને નામશેષ કરેલા, એવા રાજ્‍યના નિર્માતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ અર્થાત્ બધી જ રીતે આદર્શ એવા અવતારી પુરુષ ! માતા-પિતાનું આજ્ઞાપાલન કરવા માટે વનવાસ ભોગનારા આદર્શ પુત્ર, એકપત્નીવ્રતી આદર્શ પતિ, રાજધર્મનું પાલન કરવા માટે ધર્મપત્નીનો ત્‍યાગ કરનારા આદર્શ રાજા એટલું જ … Read more

ભગવાન સ્વામીનારાયણ જયંતી (તિથિ : ચૈત્ર સુદ પક્ષ નવમી)

ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા. તેમનું બાલ્યાવસ્થાનું નામ ઘનશ્યામ હતું. તેમનાં માતાનું નામ ભક્તિદેવી અને પિતાનું નામ ધર્મદેવ હતું. તેમણે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. તેમના ગુરુદેવે તેમનું મહાસામર્થ્ય જાણી લઈને … Read more

સદ્‌ગુરુદ્વયીએ પાદુકા પ્રતિષ્‍ઠાપના સમારંભ પહેલાં માતાજીનો ખોળો ભર્યો અને લીધા ભાવભીના દર્શન !

રામનાથી (ગોવા) – અહીં રથસપ્‍તમીના શુભદિને ‘શ્રી ગુરુપાદુકા પ્રતિષ્‍ઠાપના’નો દૈવી સમારંભ થવાનો હતો. તે પહેલાં ‘શ્રી મહાલક્ષ્મીદેવી અને રામનાથીનાં ગ્રામદેવતા શ્રી વાઘજાઈદેવીનાં આશીર્વાદ લેવા’, એવો વિચાર સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળને ઈશ્‍વરે આપ્‍યો. તે અનુસાર એક દિવસ પહેલાં (૧૧ ફેબ્રુઆરીના દિવસે) સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળ અને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે શ્રી મહાલક્ષ્મીદેવી અને શ્રી વાઘજાઈદેવીનો ખોળો … Read more

દત્તજયંતી

માગસર પૂર્ણિમાને દિવસે શ્રી દત્તજયંતી છે. આ દિવસે દત્તાત્રેય ભગવાનનું તત્ત્વ, અન્ય દિવસોની તુલનામાં, એક સહસ્ર ગણું કાર્યરત હોય છે.  પિતરોના કષ્ટ સામે મુક્તિ પ્રદાન કરનારા શ્રી દત્તાત્રેય દેવતાનો આ દિવસે વધારેમાં વધારે નામજપ અને ઉપાસના કરવાથી તેમના તત્ત્વનો લાભ વધારે મળે છે. દત્તભગવાનનાં નામજપનું મહત્ત્વ અને ઉદ્દેશ શું છે ? વિશિષ્ટ ઉદ્દેશ માટે વિશિષ્ટ … Read more

નવેમ્બર મહિનાના દિનવિશેષ

સંત ભક્તરાજ મહારાજજીનો મહાનિર્વાણોત્સવ (કારતક વદ પક્ષ ૯) સંત ભક્તરાજ મહારાજજી (પ.પૂ. બાબા) દ્વારા શિષ્ય ડૉ. આઠવલેજી અને સનાતનનાં સાધકોને સગુણથી નિર્ગુણ ભણી લઈ જવા ૧. પ્રચાર કરો : ૧૯૮૯ થી ૧૯૯૩ના સમયગાળામાં વર્ષમાં ૬ વાર હું પ.પૂ. બાબાના પ્રત્યેક ભંડારામાં અને ઉત્સવમાં જતો હતો. પ્રત્યેક વેળાએ ઉત્સવની તૈયારી માટે હું ૫-૬ દિવસ પહેલા જતો … Read more

અંબાજીનો મેળો (૨૫ સપ્ટેમ્બર) (તિથિ : ભાદરવી પૂનમ)

લગભગ પ્રત્યેક પૂર્ણિમાએ માતા અંબાજીનો મેળો ભરાય છે, પરંતુ તેમાં પણ આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે. અહીં આ કાળમાં ભક્તગણ દર્શન, હોમ-હવન અને ગરબાનો લાભ લે છે. ગુજરાતનું લોકનૃત્ય ભવાઈ પણ ભજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં યાત્રાધામ તરીકે મશહુર એવું … Read more