‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’નાં ઉત્‍પાદનોનો બહિષ્‍કાર કરવાનું હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા આવાહન !

‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’ આસ્‍થાપનાના સંચાલકોના વિરોધમાં
પાળધી (જલગાંવ, મહારાષ્‍ટ્ર)માં પોલીસમાં અપરાધ પ્રવિષ્‍ટ અને ધુળે (મહારાષ્‍ટ્ર)માં આંદોલન !

‘સર્ફ એક્સેલ’ના ઉત્‍પાદનની જાહેરખબર દ્વારા હોળીનું અપમાન !

  રંગપંચમી નિમિત્તે ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’એ તેમનાં ઉત્‍પાદન ‘સર્ફ એક્સેલ’ની જાહેરખબર પ્રસારિત કરી. તેમાં હિંદુઓના તહેવારનું નિમિત્ત કરીને ફરી એકવાર જાણીજોઈને હિંદુઓનું અપમાન કરવામાં આવ્‍યું છે. આ પહેલાં પણ કંપનીની અનેક જાહેરખબરોમાં હિંદુઓનું, તેમનાં શ્રદ્ધાસ્‍થાનોનું અપમાન કરવામાં આવ્‍યું છે. તેથી આ કંપનીના સંચાલકો પર ભા.દં.સંવિધાનની કલમ ૨૯૫ અ અને ૧૫૩ અનુસાર ગુનો દાખલ કરવામાં આવે, પુનઃ જાહેરખબરોના માધ્‍યમ દ્વારા ધાર્મિક ભેદભાવ કરવામાં નહીં આવે, કઠોર કાર્યવાહી કરવામાં આવે અને સંબંધિત જાહેરખબરો પર ત્‍વરિત પ્રતિબંધ મૂકવામાં આવે, એવી માગણી કરીને આ કંપનીના કાર્યકારી સંચાલકોના વિરોધમાં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી ગોવામાં પોલીસ ફરિયાદ કરી છે.

આ જાહેરાતમાં ‘હોળીના દિવસે છોકરાઓ રંગથી રમતાં હોય છે ત્‍યારે એક હિંદુ છોકરી સાયકલ ચલાવતી ત્‍યાં આવે છે અને છોકરાઓને રંગ ફેંકવાનું આવાહન કરે છે. છોકરાઓના રંગ અને પાણીના ફુગ્‍ગા ખલાસ થઈ ગયા પછી તે છોકરી એક ઘરની સામે જાય છે. એ ઘરમાંથી ધોળું પહેરણ અને લેંઘો પહેરેલો નાનો મુસલમાન છોકરો બહાર આવે છે. આ છોકરી તેને ‘રંગ ખલાસ થઈ ગયા છે. તું બહાર આવી શકે છે’, એમ કહીને સાયકલ પર બેસાડીને મસ્‍જિદમાં મૂકી જાય છે. ત્‍યારે તે છોકરો કહે છે, ‘‘હું નમાજપઠણ કરીને પાછો આવું છું’, ત્‍યારે તે છોકરી કહે છે, ‘પછી રંગ ફેંકવામાં આવશે.’ ત્‍યારે એક સંદેશો આપવામાં આવે છે કે, ‘આપણા લોકોની સહાયતા કરતી વેળાએ જો ડાઘ લાગે તો ડાઘ સારા છે !’ (હોળીનાં પવિત્ર રંગને ‘ડાઘ’ કહેનારી કંપની – તંત્રી)
હોળીના પવિત્ર રંગોને ‘ડાઘ’ કહેનારાં ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’ને મોહરમને સમયે પસરેલું લોહી દેખાતું નથી શું ? શું આ વિષય પર તેઓ કોઈ જાહેરખબર બનાવવાનું સાહસ ખેડશે ખરાં ? – તંત્રી)
સોશલ મીડિયાના માધ્‍યમ દ્વારા મોટા પ્રમાણમાં એનો વિરોધ થયો હોવાં છતાં પણ કંપની દ્વારા કોઈ પણ પ્રતિસાદ મળ્યો નહીં. એનાથી એ સ્‍પષ્‍ટ થાય છે કે આ કંપનીને હિંદુઓની ધર્મભાવનાઓની કેટલી કિમંત છે.

‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’ની જાહેરખબરોમાં જણાતો હિદુદ્વેષ !

૧. તેના દ્વારા અન્‍ય ધર્મીઓ માટે હિંદુઓના પવિત્ર રંગોનો ઉલ્‍લેખ ‘ડાઘ’ તરીકે કરવામાં આવ્‍યો છે.
૨. મુસલમાનોની નમાજ હિંદુઓ કરતાં વધારે પવિત્ર હોવાનું કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્‍યો છે.
૩. ‘હિંદુઓ હોળીના દિવસે મુસલમાનો પર જાણીજોઈને રંગ ફેંકે છે’, એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્‍યો છે.
૪. ‘મુસલમાનોને રંગ ન લાગે, તે માટે પોતાને રંગ લાગશે, તો પણ ચાલશે’ આવો સંદેશ આ જાહેરખબર દ્વારા આપવામાં આવી રહ્યો છે.

‘રેડ લેબલ’ ચા દ્વારા અપમાન

  ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’નું આ કાંઈ પહેલું જ વિવાદિત વિજ્ઞાપન નથી. આ પહેલાં પણ એક જાહેરખબરમાં એક યુવક કુંભમેળામાં પોતાના વૃદ્ધ મા-બાપને ત્‍યજી દેવા આવે છે, આ હેતુની ‘રેડ લેબલ’ ચા ની જાહેરખબર હાલમાં જ પ્રસારિત કરી હતી. તે પહેલાં ગણેશચતુર્થીના સમયગાળામાં મુસલમાન ગણેશમૂર્તિ વેચનારો અને મૂર્તિ લેવા માટે આવેલી હિંદુ વ્‍યક્તિની વિવાદિત જાહેરખબર પ્રસારિત કરી હતી. ટૂંકમાં એમ લાગી રહ્યું છે કે ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હરે’ હિંદુવિરોધી જાહેરખબરોની માલિકા જ ચલાવી છે. હવે હિંદુઓ આ બાબત સહન કરશે નહીં. તેના વિરોધમાં ‘હિંદુસ્‍થાન યુનિલિવ્‍હર’ના ઉત્‍પાદનોનો બહિષ્‍કાર કરવાનું આવાહન કરીને આંદોલન ઉપાડવામાં આવશે, એવું પણ હિંદુ જનજાગૃતિ સમિતિએ સૂચિત કર્યું છે.