‘સુરુચિ મસાલા’ આસ્‍થાપના દ્વારા મહાભારતના પાંડવો, દ્રૌપદી અને ગાંધારીનું ઘોર વિડંબન !

  મુંબઈ (મહારાષ્‍ટ્ર) – નાગપૂરની ‘સુરુચિ મસાલા’ કંપની વિવિધ મસલાઓનું ઉત્‍પાદન કરીને તેનું બજારમાં વેચાણ કરે છે. આ મસાલાનો સમાજમાં પ્રચાર કરવા માટે ‘સુરુચિ મસાલા’ કંપનીએ એક જાહેરખબર દ્વારા મહાભારતના પાંડવો, દ્રૌપદી અને ગાંધારીનું વિડંબન કર્યું છે. આ જાહેરાત ‘યૂ-ટ્યુબ’ પર અપલોડ કરવામાં આવી છે. ‘આ જાહેરાતનો હિંદુત્‍વનિષ્‍ઠોએ વૈધ માર્ગથી વિરોધ કરવો’, એવું આવાહન હિંદુ જનજાગૃતિ સમિતિએ કર્યું છે.

સદર જાહેરાતમાં કંપનીએ મહાભારતમાંનું એક દૃશ્‍ય બતાવ્‍યું છે. ૫ પાંડવોને વિવિધ રુચિની વાનગીઓ જોઈતી હોય છે. તે બનાવતા આવડતી ન હોવાથી ભોજન બનાવનારી દ્રૌપદી નારાજ થઈ હોય છે. ત્‍યારે ગાંધારી ત્‍યાં આવીને કહે છે, ‘‘હું તો ૧૦૦ લોકો માટે (કૌરવો માટે) પકવાન બનાવું છું અને મને કોઈ ચિંતા હોતી નથી.’’ ત્‍યારે દ્રૌપદી પૂછે છે, ‘‘તમે કયો મસાલો વાપરો છો ? ગાંધારી કહે છે, સુરુચિ મસાલાનું આ આશ્‍ચર્ય છે.’’ જાહેરાતમાં આ સર્વ દૃશ્‍યોને કાવ્‍યાત્‍મક પદ્ધતિથી પ્રસ્‍તુત કરીને દ્રૌપદી, પાંડવો નાચતા હોવાનું બતાવવામાં આવ્‍યું છે. (‘મહાભારત’ હિંદુઓ માટે પવિત્ર ગ્રંથ છે અને તેમાંના પાંડવો, દ્રૌપદી હિંદુઓ માટે વંદનીય છે. તેમના મોઢે આ રીતે સંવાદ આપ્‍યા હોવાથી કરોડો હિંદુઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. – તંત્રી)

તેથી ‘સુરુચિ મસાલા’ કંપની ક્ષમાયાચના કરે તે માટે સદર જાહેરખબરનો વૈધ માર્ગથી વિરોધ કરવો, એવું આવાહન હિંદુ જનજાગૃતિ સમિતિએ કર્યું છે.
ધર્માભિમાની હિંદુઓ આગળ જણાવેલા સંપર્ક પર નિષેધ નોંધણી કરી રહ્યા છે.
સુરૂચિ મસાલા, નાગપૂર
ઇ-મેલ – [email protected] <mailto:[email protected]>
સંપર્ક ક્રમાંક – ૭૧૦૯૨૭૮૩૭૧, ૭૧૦૯૨૭૮૬૬૬
(૧૦.૩.૨૦૧૯)