શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજજીના સનાતનના કાર્યને આશીર્વાદ !

  ગિરનાર (જૂનાગઢ, ગુજરાત) – અહીંના પંચદશનામ જૂના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર શ્રી મહેંદ્રાનંદગીરીજી મહારાજની હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત સમન્વયક શ્રી. સંતોષ આળશી તેમજ સમિતિના અન્ય કાર્યકર્તાઓ શ્રી. સુહાસ ગરુડ અને શ્રી. ગજાનન નાગપુરેએ ચરણ વંદના કરી. મહારાજે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યને આશીર્વાદ આપ્યા. મહારાજે સનાતન પ્રભાતનું વાચન કર્યું તેમજ કાર્ય માટે આશીર્વાદ આપ્યા.

મહારાજજી દ્વારા સનાતન સંસ્થાના કાર્યને સહાયતા !

 

૧. મહારાજજીને ‘સનાતન પ્રભાત’ બતાવતી વેળાએ શ્રી. સંતોષ આળશી અને બાજુમાં શ્રી. સુહાસ ગરુડ

૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચના સમયગાળામાં મહાશિવરાત્રિ નિમિત્તે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા શ્રી ભવનાથ મહાદેવનો અર્ધ કુંભ નિમિત્તે મેળો ભરાયો હતો. આ સમયે સંપૂર્ણ ગુજરાતના લાખો ભક્તો આ મેળાનો લાભ લેતા હોય છે. ગિરનાર ખાતેની સુપ્રસિદ્ધ મુચકુંદ ગુફામાં મહારાજનો આશ્રમ છે. સદર મેળામાં સનાતનનું ગ્રંથપ્રદર્શન લગાડવાની મહારાજ પાસે અનુમતિ માંગી, તે સમયે મહારાજ ભ્રમણ કરી રહ્યા હતા, છતાં પણ દૂરભાષ પરથી જ મહારાજે સાધકોની નિવાસ, ભોજન ઇત્યાદિ સર્વ વ્યવસ્થા આશ્રમમાં જ કરી આપી.
આ પ્રદર્શનની અનેક જિજ્ઞાસુઓએ મુલાકાત લઈને આધ્યાત્મિક માહિતી, આધ્યાત્મિક ગ્રંથ અને સાહિત્યનો લાભ લીધો.
આ પ્રદર્શન માટે કર્ણાવતી, વડોદરા, નવસારી અને વાપીથી સાધકો સેવા કરવા માટે આવ્યા હતા.

૨. પ્રદર્શનનો લાભ લેતી વેળાએ જિજ્ઞાસુઓ