હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત રાજ્ય સમન્વયક શ્રી.મનોજ ખાડ્યેનું ગુજરાત રાજ્ય ભ્રમણ !

હિંદુ રાષ્ટ્ર સંપર્ક અભિયાન અંતર્ગત હિંદુ જનજાગૃતિ સમિતિના પશ્ચિમ મહારાષ્ટ્ર, કોકણ અને ગુજરાત રાજ્યના સમન્વયક શ્રી.મનોજ ખાડ્યેનું ગુજરાત રાજ્ય ભ્રમણ સંપન્ન થયુ. આ ભ્રમણ વિશેનું વિવરણ નીચે આપી રહ્યા છીએ.

૧. કર્ણાવતી

અ. નરોડાના સ્વામી નારાયણ મંદિરના આચાર્ય હેમેન્દ્ર પ્રસાદજી જાતે મળવા આવ્યા અને સમાજને કેવી રીતે સાધના જણાવવી એ વિષે જાણી લીધું. તેમજ હિદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય હિંદૂ અધિવેશનમાં સહભાગી થવાની સિદ્ધતા બતાવી.
આ. ઈસનપૂરના ઈશ્વરભાઈ ઠાકુરે કહ્યું, ‘હિંદુઓ પર થઈ રહેલા વિવિધ અન્યાયો સામે લડવા અમે એકત્રીકરણ કરીશું,
ઇ. શ્રી.મનોજ ખાડયેએ ખેડા જિલ્લામાં આવતા સુપ્રસિદ્ધ શ્રીઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના શ્રી. અનિરુદ્ધ ગિરી મહારાજના દર્શન લીધા અને ત્યાંની પ્રવૃત્તિ વિષે જાણી લીધુ.

૨. વડોદરા

અ. વડોદરા હિંદુ યુવા વાહિનીના સર્વશ્રી. કાર્તિક જોશી અને પ્રજ્ઞેશ જૈને કહ્યું, ‘હિંદુઓ પર થનારા અન્યાયો માટે અમે હાલમાં આંદોલનો કરવા, નિવેદનો આપવા એ કરી જ રહ્યા છીએ. આ કાર્યમાં હજી વધારે જોડાવવાનો પ્રયત્ન કરીશું.’
આ. ભારતમાતા મંદિરમાં શ્રી.મનોજ ખાડ્યેએ વિવિધ વિષયો પર ચર્ચા કરી. આ સમયે ધર્મપ્રેમીઓએ રાષ્ટ્રીય હિંદૂ આંદોલનમાં સહભાગી થઈશું એમ કહ્યું.
ઇ. કરણીસેનાના મધ્ય ગુજરાતના અધ્યક્ષ શ્રી. રવિરાજ સિંહ સોલંકી તથા તેમના કાર્યકર્તાઓ સર્વશ્રી. નટવરભાઈ દરબાર, જયેન્દ્રભાઈ ઝાલા ઇત્યાદિએ ‘હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યમાં સહકાર્ય કરીશું અને સમાજના યુવકોનો હિંદુ જનજાગૃતિ સમિતિ સાથે સમન્વય કરાવવો, તેમનો સંપર્ક કરવો તેમજ તેઓ કૃતિપ્રવણ બને તે માટે અમે આગેવાની પણ લઈશું,’ એમ કહ્યું.
ઈ. વડોદરાના વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી પ.પૂ શ્રી પંકજકુમાર મહારાજજીને મળ્યા પછી તેમની પાસેથી ગોરક્ષા વિશેની ઘણી જાણકારી મળી તેમજ શાળાના વિદ્યાર્થીઓને સંસ્કાર આપવા માટે વિવિધ પ્રકારના ઉપક્રમો કરવાનું મહત્ત્વ પણ મહારાજશ્રીએ જણાવ્યું.

૩. સુરત

અ. રાષ્ટ્રીય અધિવેશનમાં સહભાગી થવા માટે સાધ્વી પ્રજ્ઞાસિંહના કટ્ટર સમર્થક અને તેમના સંબંધી શ્રી. ભગવાનભાઈ ઝાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો.
આ. સુરતના ડો. જયેશ શાહે વૈદિક અને મહાન હિંદુ ધર્મના સંશોધન કાર્ય વિષે જણાવ્યું.
ઇ. અંકલેશ્વરના ઉદ્યોગપતિ શ્રી. સુનિલ શાહે ‘આ કાર્યમાં અમે સહકાર્ય કરીશું અને અન્ય ઉદ્યોગપતિઓને પણ તેમાં જોડવાનો પ્રયત્ન કરીશું’, એમ જણાવ્યું
ઈ. બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી. રાજ શિરોમણી તિવારીએ કાર્ય જાણી લઈને રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેવાની સિદ્ધતા દર્શાવી.

૪. ઉમરગામ

અ. પૂજ્ય ચંદુભાઈ શુક્લ તથા આચાર્ય પંકજ જોશીએ ‘આ કાર્યમાં અમે કથા તેમજ ધર્મશિક્ષણ વર્ગના માધ્યમ દ્વારા પ્રસાર કરીશું’, એમ જણાવ્યું.
આ. ગાંધીવાડીના સર્વશ્રી. મનોજ ઝા અને લક્ષ્મણગોમતીવાલેએ ‘આ કાર્યમાં યોગદાન આપીશું’, એમ જણાવ્યું.
ઇ. અનેક ધર્મપ્રેમીઓએ સમિતિના કાર્યકર્તાઓ સાથે ધર્મપ્રસાર કાર્યમાં સહભાગી થવાની તેમજ આગામી રાષ્ટ્રીય હિંદૂ આંદોલનમાં સક્રિય સહભાગ લેવાની સિદ્ધતા બતાવી.

૫. વાપી

અ. ઉદ્યોજક શ્રી. રાજનારાયણ તિવારી, શ્રી. સુનિલ તલેસરા તથા શ્રી. ઉદયસિંહ ઘોરપડેએ આ કાર્યમાં બને તેટલું સહકાર્ય કરીશું એમ જણાવ્યું
આ. ઉદ્યોજક શ્રી.બ્રહ્માનંદ દધીચ સનાતન નિર્મિત પંચાંગ સમાજમાંના લોકોમાં વિતરિત કરવા માટે પ્રયત્નરત છે તેમજ ઉદ્યોજક શિબિરમાં સહભાગી થવા માટે પણ તેમણે રુચિ બતાવી.