ધર્મપરિવર્તન અટકાવવાના ઉપાયો

૧. હિંદુઓને ધર્મશિક્ષણ આપવું

હિંદુઓનું ધર્મપરિવર્તન થવાનું મુખ્‍ય કારણ તેમનું ધર્મ પ્રત્‍યે અજ્ઞાન છે. આ અજ્ઞાન દૂર કરવા માટે સર્વ હિંદુઓને ધર્મશિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા પ્રત્‍યેક શહેર, દેવાલય અને વિદ્યાલયમાં કરવી જોઈએ. ધર્મશિક્ષણ મળવાથી હિંદુઓ સ્‍વધર્મ અનુસાર આચરણ કરશે અને તેમને સ્‍વધર્મની શ્રેષ્‍ઠતાની અનુભૂતિ થશે. આવી અનુભૂતિ થવાથી ધર્માભિમાની બનેલા હિંદુઓ ધર્મપરિવર્તનના બલિ ચડશે નહીં.

૨. બાળકો પર નાનપણથી જ ધાર્મિક સંસ્‍કાર કેળવવા

આચારપાલન સાથે સંબંધિત શ્‍લોક શીખવવા, ધર્મગ્રંથોમાંના પ્રસંગો કહીને તેમને ધર્મપ્રેમી બનાવવા જોઈએ. સ્‍વાભિમાન કેળવનારા સંસ્‍કાર નાનપણથી જ જો ન કેળવાય, તો ધર્માંતર કરવું સહેલું થઈ પડે છે.

૩. પૂરતા પ્રમાણમાં હિંદુજાગૃતિ કરવી

ગેરહિંદુઓના સાંસ્‍કૃતિક અને ધાર્મિક આક્રમણોનો વિકૃત ઇતિહાસ, ધર્માંતર કરનારની થોડા કાળ પછી થનારી દુર્દશા અને ધર્માંતરને કારણે સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મની થનારી હાનિ ઇત્‍યાદિ સૂત્રો વિશે હિંદુ સમાજમાં વ્‍યાપક પ્રમાણમાં જાગૃતિ કરવી એ પણ ધર્મપરિવર્તન અટકાવવાનો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. હિંદુજાગૃતિનું કાર્ય નીચે જણાવ્‍યા પ્રમાણે કરી શકો છો –
અ. સમાચારપત્રોમાં ધર્માંતરને કારણે થઈ રહેલી હાનિ વિશે પત્રલેખન કરવું, લેખ લખવા ઇત્‍યાદિ માધ્‍યમો દ્વારા જાગૃતિ કરવી
આ. વિદ્યાલયો, મહાવિદ્યાલયો, કાર્યાલયો, મહિલા મંડળો, જાતિસંસ્‍થા, વ્‍યવસાયિક કેંદ્રો, ધાર્મિક ઉત્‍સવ ઇત્‍યાદિ સ્‍થાનોએ કાર્યક્રમ, જાગૃતિપર પત્રકો, પુસ્‍તિકાઓ, ભીંતપત્રકો ઇત્‍યાદિના માધ્‍યમ દ્વારા આ સંકટ વિશે જાગૃતિ કરવી.
ઇ. ધર્મપરિવર્તનના ઉદ્દેશથી આયોજિત ‘પ્રાર્થના સભા’ ઇત્‍યાદિ કાર્યક્રમોમાં સહભાગી ન થવા વિશે હિંદુઓને જાગૃત કરવા
ઈ. ધર્માંતર કરવા માટે ઇચ્‍છુક હિંદુઓને પ્રત્‍યક્ષ મળીને ધર્મપરિવર્તન ન કરવા બાબતે તેમનું પ્રબોધન કરવું

૪. ધર્માંતરના ઉદ્દેશથી આયોજિત કાર્યક્રમોનો વૈધાનિક માર્ગથી વિરોધ કરવો !

અ. હિંદુઓનું ધર્માંતર કરવાના ઉદ્દેશથી ગેરહિંદુઓ દ્વારા ‘પ્રાર્થના સભા’ ઇત્‍યાદિ કાર્યક્રમોમાં ધર્માંતરની સંભાવના હોય, તો તે વિશે પોલીસમાં ફરિયાદ પ્રવિષ્‍ટ કરવી, વૈધાનિક માર્ગથી આંદોલન કરવું.
આ. ખ્રિસ્‍તી ધર્મપ્રસારકોનો જરા જેટલો પગરવ સંભળાય કે, હિંદુઓએ સંગઠિત થઈને તેમની ધર્માંતર કરવાની કૂટનીતિઓ પર ધ્‍યાન રાખવું. તેમના દ્વારા જો ધર્માંતરનો પ્રયત્ન થાય, તો સંગઠિત થઈને તેમને ફટકારવા.
ઇ. ફસાવીને, લાલચ બતાવીને અથવા બળજબરાઈથી હિંદુઓનું ધર્માંતર કરનારાઓના વિરોધમાં પોલીસ થાણામાં ફરિયાદ કરો.

૫. કૉન્‍વ્‍હેંટ વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં મોટા પ્રમાણમાં ધર્માંતર થતું હોવાથી
વાલીઓએ આવા વિદ્યાલયોનો બહિષ્‍કાર કરીને પોતાના બાળકોને અન્‍ય વિદ્યાલયોમાં ભણાવવા.

૬. શુદ્ધિકરણ અભિયાન કાર્યાન્‍વિત કરવું.

૭. હિંદુઓનું ધર્માંતર ન કરવા વિશે ગેરહિંદુઓમાં ભય ઉત્‍પન્‍ન કરવો

દ્રૂત ગતિથી થઈ રહેલા હિંદુઓના ધર્માંતરને અટકાવા માટે ધર્માંતર કરેલા લોકોનું શુદ્ધિકરણ કરવાનો એક ઉપાય તો છે જ, એ સાથે જ હિંદુઓનું ધર્માંતર કરનારાઓમાં ભયની લાગણી ઉત્‍પન્‍ન થવા માટે હિંદુઓએ સંગઠિત થવું એ પણ આ સમસ્‍યા પર એક પ્રભાવી ઉપાય છે.’ – ડૉ. જયંત બાળાજી આઠવલે, સંસ્‍થાપક, સનાતન સંસ્‍થા. (૨.૪.૨૦૦૭)

૮. કેંદ્રસરકાર દ્વારા કરી શકાય તેવા ઉપાયો !

‘વર્ષ ૧૯૫૬માં મધ્‍યપ્રદેશ સરકારે ખ્રિસ્‍તી મિશનરીઓની કાર્યવાહીઓની પૂછપરછ માટે ન્‍યાયમૂર્તિ ભવાનીશંકર નિયોગીની અધ્‍યક્ષતા હેઠળ એક સમિતિ સ્‍થાપન કરી હતી. સમગ્ર દેશમાં આ સમિતિ દ્વારા નીચે જણાવેલી કૃતિઓ વિશે કાર્યવાહી કરવામાં આવે.
અ. મિશનરીઓનો ઉદ્દેશ ધર્મપરિવર્તનનો જ હોવાથી તેમને આશ્રય આપવો નહીં.
આ. હિંદુસ્‍થાનમાંની ખ્રિસ્‍તી સંસ્‍થાઓએ તેમના વિદેશ સાથે રહેલા સંબંધો તોડી નાખવા.
ઇ. ધર્માંતર માટે સહાયક કોઈપણ સેવાકાર્ય પાદરીઓને કરવા દેવામાં ન આવે.
ઈ. ખ્રિસ્‍તીઓને અનાથાશ્રમ ચલાવવા માટે પ્રતિબંધિત કરવામાં આવે.
ઉ. ખ્રિસ્‍તીઓએ તેમની સર્વોચ્‍ચ સંસ્‍થા નિશ્‍ચિત કરવી. આ સંસ્‍થાએ ‘ધર્મપ્રસાર માટે ખ્રિસ્‍તીઓ શું કરવાના છે’, આ બાબત સરકારને પહેલાં જ સૂચિત કરવી. સદર ધર્મપ્રસાર ભારતીય ભાવજગત્‌ના પ્રતિકૂળ હોવો જોઈએ નહીં.
ઊ. ધર્મપ્રસારનો અધિકાર કેવળ ભારતીય વંશના નાગરિકોને મળે.
એ. સર્વ આધુનિક ચિકિત્‍સકો અને પારિચારિકાઓને ધર્મપ્રસાર કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવે.
ઐ. સરકારી અનુમતિ સિવાય ધર્મપ્રસારની સામગ્રીને વહેંચી શકાય નહીં.
ઓ. વનવાસી વિસ્‍તારમાં ખ્રિસ્‍તીઓને કોઈપણ સેવાકાર્ય કરવા વિશે પ્રતિબંધિત કરવામાં આવે.
ઔ. ખ્રિસ્‍તી મિશનરીઓ તેમને આપવામાં આવેલી સ્‍વતંત્રતાનો ગેરલાભ ન લે, તેના પર ધ્‍યાન રાખનારો સ્‍વતંત્ર શાસકીય વિભાગ નિયુક્ત કરવામાં આવે. – શ્રી. અરવિંદ વિઠ્ઠલ કુળકર્ણી, વરિષ્‍ઠ પત્રકાર, મુંબઈ.
૯. કેંદ્રિય સ્‍તર પર ક્‍ઠોર ધર્માંતર પ્રતિબંધક કાયદો થવો આવશ્‍યક
અન્‍ય દેશોમાં ત્‍યાંના લઘુમતિ ધરાવનારા બહુમતિ ધરાવનારાઓનું ધર્માંતર કરી શકતા નથી. તેનાથી ઊલટી સ્‍થિતિ હિંદુસ્‍થાનમાં છે. હિંદુસ્‍થાનના મધ્‍યપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાત રાજ્‍યોને છોડતાં અન્‍ય રાજ્‍યોમાં ધર્મપરિવર્તનનો વિરોધ કરનારો કાયદો જ નથી. હિંદુસ્‍થાનમાં સર્વત્રના હિંદુઓના ધર્માંતરની વધતી ઝડપ જોઈને કેંદ્રસરકારે સક્ષમ ધર્માંતર પ્રતિબંધક કાયદો તત્‍કાલ બનાવવાની આવશ્‍યકતા છે.
૧૦. કેંદ્ર સરકારે ધર્મપરિવર્તનના વિરોધમાં કઠોર કાર્યવાહી કરનારા રાષ્‍ટ્રો પાસેથી બોધ લેવો !
– શ્રીલંકા, ચીન, જાપાન, ઇઝરાયલ ઇત્‍યાદિ દેશોએ કઠોર ધોરણો અપનાવ્‍યા છે. પરિણામે ધર્મપરિવર્તનના પ્રયત્નો થોભી ગયા છે.

ધર્માંતર કરેલા લોકોનું શુદ્ધિકરણ કરો !
હિંદુ ધર્મએ પ્રત્‍યેક જીવનું શુદ્ધિકરણ અને
તેને હિંદુ ધર્મમાં પુનઃપ્રવેશ આપવાની તક આપી છે !

ધર્માંતર કરનારાઓને જો પસ્‍તાવો થાય અને તેને ફરીવાર હિંદુ ધર્મમાં પ્રવેશ કરવાની ઇચ્‍છા હોય તેમજ તેમાં કાંઈ અડચણો હોવાથી તે હિંદુ ધર્મમાં પ્રવેશ કરી શક્યો ન હોય અને વ્‍યક્તિએ જો ઘણા વર્ષો સુધી અન્‍ય પંથીય તરીકે જીવન વ્‍યતિત કર્યું હોય, તો પણ પુનઃ હિંદુ ધર્મમાં પ્રવેશ કરવા માટે કોઈ વાંધો નથી. ધર્મએ પ્રત્‍યેક જીવને શુદ્ધિકરણ અને પુનઃપ્રવેશની તક તેના છેલ્‍લા શ્‍વાસ સુધી ઉપલબ્‍ધ કરાવી છે. આના દ્વારા હિંદુ ધર્મની વિશાળતા અને વ્‍યાપકતા ધ્‍યાનમાં આવે છે. ‘દેવલસ્‍મૃતિ’માં મુસલમાનો દ્વારા વટલાવેલા હિંદુઓને ફરીવાર હિંદુ ધર્મમાં પ્રવેશ કરવાની વિધિ બતાવી છે. ‘કરપાત્રસ્‍વામીજીએ ધર્મપરિવર્તન કરેલા લોકોને શુદ્ધ થવા માટે વિષ્‍ણુસહસ્રનામ, શ્રીમદ્‌ભગવદ્‌ગીતાનો ૧૨મો અધ્‍યાય અને શ્રીરામના ત્રયોક્ષરી જપની સાધના કહીને તુલસીદળ અને તીર્થ આપ્‍યું. આ રીતે સાધના કરનારા હિંદુ ધર્મમાં પાછા ફર્યા.’