ધર્માંતરિત થવાથી તેમજ ધર્માંતર કરવાથી લાગનારું પાપ !

અ. ધર્મથી અળગા રહેવું એક મહાપાપ ! : ધર્મ સાથે છેડો ફાડવો અથવા તેનાથી અળગું રહેવું મહાપાપ છે. તેની ગણના દુષ્‍કર્મોમાં કરવામાં આવે છે.
આ. ધર્માંતરિત વ્‍યક્તિને ૬ઠ્ઠા નરકનો દંડ : ધર્માંતરિત થઈને ઈશ્‍વરના સાકાર રૂપને અસ્‍વીકાર કરવા જેવો અન્‍ય કોઈ ગુનો નથી. તે માટે ૬ઠ્ઠા નરકનો દંડ કહ્યો છે.
ઇ. સર્વોચ્‍ચ ગુનો ! : ધર્મબીજનું અપમાન કરવું એની ગણના સર્વોચ્‍ચ અપરાધોમાં કરવામાં આવે છે. ધર્માંતરિત થનારો, તેમ કરવા માટે પ્રેરણા આપનારો, તે સાથે જ અન્‍યોનું ધર્માંતર કરનારો આ બધા જ જીવો સમાનરૂપથી દોષી છે. આ સર્વેને સરખું પાપ લાગે છે. આ પાપ માટે ક્ષમા નથી.
ઈ. આ પાપના ક્ષાલન માટે તીવ્ર સાધનાની આવશ્‍યકતા ! : આ પાપનું ક્ષાલન કરવા માટે તીવ્ર સાધના કરીને ઈશ્‍વરરૂપી ધર્મબીજના મનને જીતવું પડે છે, ત્‍યારે જ પાપમુક્તિ સંભવ છે.
ધર્માંતર કરીને માનવીની માનવતા જ લોપ પામે છે, તેની સાત્ત્વિક વૃત્તિને બળ આપવાને બદલે તેને પીડિત કરવા જેવું અન્‍ય કોઈ મહાપાપ નથી; તેથી ધર્માંતરનો સખત વિરોધ કરીને પોતાના ધર્મકર્તવ્‍યનું પાલન કરવું જોઈએ. તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીએ ધર્મજાગૃતિના કાર્યનો આરંભ કર્યો છે.
– એક વિદ્વાન (સદ્‌ગુરુ સૌ. અંજલી ગાડગીળ ‘એક વિદ્વાન’ના ઉપનામથી ભાષ્‍ય કરે છે.)

ખ્રિસ્‍તીઓ દ્વારા વર્ષ ૨૦૧૫માં ધર્માંતર માટે
કરવામાં આવેલા નિયોજનના ચોંકાવનારા આંકડા !

હિંદુઓ, શું તમે ખ્રિસ્‍તીઓના આક્રમણોનો સામનો કરી શકો છો ?

અ. જગત્‌માં ૪૦ લાખ ખ્રિસ્‍તી ધર્મપ્રસારકો પૂર્ણકાલીન કાર્યરત છે.
આ. ખ્રિસ્‍તી ધર્મોપદેશકો માટે પ્રતિવર્ષ ૧૪૫ ‘બિલિયન ડૉલર્સ’ ખર્ચ કરવામાં આવે છે.
ઇ. ખ્રિસ્‍તી મિશનરીઓના પ્રશિક્ષણ માટે ૪૦૦ મહાવિદ્યાલયોની જોગવાઈ કરવામાં આવી છે.
ઈ. ખ્રિસ્‍તી મિશનરીઓ માટે ૧ સહસ્ર ૮૯૦ દૂરચિત્રવાહિનીઓ કાર્યરત છે.
ઉ. ખ્રિસ્‍તી મિશનરીઓ માટે ૨ સહસ્ર નિયતકાલિકો અને ૧૩ સહસ્ર ગ્રંથાલયો છે.
ઊ. ભારતમાં ૧ લાખ પાદરીઓ અને મિશનરીઓ કાર્યરત છે. તેમાંના ૬૦ ટકા પાદરી, ૬૯ ટકા માદરી અને ૬૯ ટકા બ્રધર્સ દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કાર્યરત છે.
એ. ખ્રિસ્‍તી મિશનરીઓની તામિલનાડુ ખાતે ૧ સહસ્ર ચર્ચ બનાવવાની યોજના છે.
ઐ. ‘હિંદુસ્‍થાનના ૭૫ સહસ્ર ‘પિન કોડ’ સ્‍થાનોએ ખ્રિસ્‍તીઓએ ધ્‍યાન કેંદ્રિત કર્યું છે.’ – ફાધર જૉન્‍સન, અમેરિકા
– શ્રી. રાધાકૃષ્‍ણન્ ગોપાલકૃષ્‍ણન્
તામિલનાડુ.
(તૃતીય અખિલ ભારતીય અધિવેશનમાં કહેલા ભાષણનાં સૂત્રો, દૈ.સ.પ્ર. (૨૨.૫.૨૦૧૫)

હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનો દ્વારા આવાહન !

૧. ગેરહિંદુ ધર્મપ્રસારકોનો અભ્‍યાસપૂર્વક વિરોધ કરો !

  ગેરહિંદુ ધર્મપ્રસારકોને વિદેશમાંથી મોટા પાયે પૈસો આવે છે. હિંદુત્‍વનિષ્‍ઠ કાર્યકર્તાઓએ પોતે જ આ ધર્મપ્રસારકોનું નિયોજન, દૂરદૃષ્‍ટિ, કેવી રીતે બખેડો કર્યાવિના સંયમથી ધર્માંતર કરાવી લેવાની કુશળતા, હિંદુ ધર્મગ્રંથોનું સામાન્‍ય જ્ઞાન ઇત્‍યાદિ સૂત્રોનો અભ્‍યાસ અને નિરીક્ષણ કરીને તેમનો વિરોધ કરવાની ટેવ પાડવી પડશે.

૨. ધર્માંતરના વિરોધમાં અભ્‍યાસપૂર્વક સંઘર્ષ કરો !

  આ વિશે હિંદુ સંગઠનો દ્વારા ભાવનિક સ્‍તર પર હોબાળો મચાવીને અથવા તત્‍કાલીન દિશાવિહીન વિદ્રોહ કરવામાં આવે છે; પરંતુ આ સમસ્‍યાનો શાશ્‍વત રીતે કોઈ ઉકેલ કાઢવામાં આવતો નથી. તેથી હિંદુ સંગઠનોએ મૂળ પ્રશ્‍નનો અભ્‍યાસ કરવો, સત્તાધારીઓ પર દબાણ કરીને ખ્રિસ્‍તી મિશનરીઓને મળતી વિદેશી આર્થિક સહાયતા રોકવી, ધર્માંતર વિશે અન્‍ય રાષ્‍ટ્રો દ્વારા અપનાવવામાં આવેલા ધોરણોનો અભ્‍યાસ કરવો અને મતોની ગણતરી કરીને ધર્માંતર રોકવું ઇત્‍યાદિ બાબતો અપેક્ષિત છે.

૩. ધર્માંતર વિશે પરસ્‍પર સહયોગથી ન્‍યાયાલય અથવા જિલ્‍લાધિકારી પાસે પરિવાદ કરો !

જ્‍યાં ધર્માંતર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે અથવા વાસ્‍તવિક રીતે ધર્માંતર થાય છે, ત્‍યાંના હિંદુત્‍વનિષ્‍ઠ કાર્યકર્તાઓએ નિર્ભયતાથી ન્‍યાયાલય અથવા જિલ્‍લાધિકારી પાસે પરિવાદ કરવો જોઈએ. કેટલાંક તાંત્રિક સૂત્રોને કારણે ધર્માંતર વિશેના પ્રવિષ્‍ટ કરેલા પરિવાદ જિલ્‍લાધિકારી અથવા ન્‍યાયાલયમાં ટકી રહેવાનું કપરું હોય છે. આવા સમયે સ્‍વયંસેવી હિંદુ સંગઠન, ધારાશાસ્‍ત્રી અથવા સમાજસેવકોએ પરિવાદ દાખલ કરેલા હિંદુઓની સ્‍વયંસ્‍ફૂર્તિથી સહાયતા કરવી જોઈએ.’
– શ્રી. સંજય મૂળ્યે, રત્નાગિરી.

સોનિયા ગાંધી જ્યારે રાજકારણમાં સર્વોચ્‍ચ પદ પર
બિરાજમાન હતાં ત્યારે ધર્માંતરનું કાર્ય વધારે ઝડપી બનવું !

* ‘ખ્રિસ્‍તી સોનિયા ગાંધી જ્યારે રાજકારણમાં સર્વોચ્‍ચ પદ પર બિરાજમાન હતાં ત્યારે હિંદુસ્‍થાનમાં હિંદુઓનું ધર્માંતર કોઈ મોટા અભિયાનની જેમ ચાલી રહ્યું હતુ. તેમાં વિવિધ રાજ્‍યોમાં ૪ સહસ્ર કરતાં પણ વધારે ખ્રિસ્‍તી મિશનરીઓ સક્રિય હતા.’
– ફ્રાન્‍સુઆ ગોતીએ, ફ્રેંચ પત્રકાર
પોપ જૉન પૉલ દ્વિતીય
* ‘પ્રથમ સહસ્રકમાં યુરોપ ખાતે ખ્રિસ્‍તી પંથ પ્રસ્‍થાપિત થયો. બીજા સહસ્રકમાં તે અમેરિકા અને આફ્રિકાના મહાખંડોમાં સ્‍થાપિત થયો. હવે ત્રીજા સહસ્રકમાં તે બાકીના જગત્‌માં તેમજ હિંદુસ્‍થાનમાં સ્‍થાપિત થાય’, તે માટે આપણે પ્રાર્થના કરીશું.’ – પોપ જૉન પૉલ દ્વિતીય (વર્ષ ૧૯૯૯માં પોતાના ભારત પ્રવાસ સમયે કરેલું કથન)

(કહે છે) ‘જો તોગાડિયા ૫૦ લાખ ખ્રિસ્‍તીઓની ‘ઘરવાપસી’ કરવાના છે,
તો આપણે તેના કરતાં પણ વધારે ધર્માંતર કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ !’
– ‘કૅથૉલિક બિશપ્‍સ ઑફ ઇંડિયા’ના પ્રવક્તા દ્વારા હિંદુઓને છડેચોક પડકાર !

‘ધર્માંતર એ જ રાષ્‍ટ્રાંતર છે’ – વીર સાવરકર
‘આજે મેઘાલય, જેવા ઉત્તર-પૂર્વ વિસ્‍તારોમાં ધર્માંતરિત જનજાતિઓમાં રાષ્‍ટ્રવિરોધી ભાવનાઓ જોવા મળે છે.’ વીર સાવરકરએ ‘ધર્માંતર એ જ રાષ્‍ટ્રાંતર છે’ની ચેતવણી આપીને અનેક વર્ષો સુધી જનજાગૃતિ કરી છે. આ ચેતવણી કેટલી અચૂક હતી, આ વાત નીચે લખેલાં સૂત્રો દ્વારા ધ્‍યાનમાં આવશે.

ખ્રિસ્‍તીઓ દ્વારા સંપૂર્ણ દેશમાં કરવામાં આવેલું ધર્માંતર

૧. નાગાલૅંડ : અ. ખ્રિસ્‍તી ધર્મમાં ધર્માંતરિત થયેલા વિદ્રોહીઓને કારણે નાગાલૅંડ (રાજ્‍ય) બની ગયું. ‘હિંદુસ્‍થાનને સ્‍વાધીનતા મળ્‍યા પછી તરત જ અંગામી જાપો ફિજો નામક ખ્રિસ્‍તીના નેતૃત્‍વ હેઠળ નાગા વિદ્રોહીઓએ સશસ્‍ત્ર વિદ્રોહ કર્યો. ‘નાગાલૅંડ ફૉર ક્રાઈસ્‍ટ’, આ તેમની ધર્માંધ યુદ્ધઘોષણા હતી. ખ્રિસ્‍તી મિશનરી માઈકલ સ્‍કૉયએ આ નાગા વિદ્રોહીઓને શસ્‍ત્ર અને અનેક પ્રકારની સહાયતા આપવાનું દુષ્‍કર્મ આચર્યું. ભારતની નિધર્મી સરકારે બાપ્‍ટિસ્‍ટ મિશનરીઓથી પ્રભાવિત થઈને આ વિભાજનકારીઓની સર્વ માગણીઓ માન્‍ય કરી અને નાગાલૅંડ રાજ્‍ય બની ગયું.’ – શ્રી. વિરાગ શ્રીકૃષ્‍ણ પાચપોર
આ. ‘અહીં અનેક સ્‍થાનો પર ‘નાગાલૅંડ ઈસા મસીહની ભૂમિ છે. મૂર્ખ ભારતીય કૂતરાંઓ, અહીંથી ચાલતી પકડો !’ની ઘોષણાઓ લખેલી છે.’
ઇ. ‘સ્‍વતંત્ર ખ્રિસ્‍તી રાજ્‍ય મળ્યા પછી વિભાજનકારી ખ્રિસ્‍તીઓએ સ્‍વતંત્ર નાગાલૅંડની માગણી માટે દેશના વિરોધમાં સશસ્‍ત્ર વિદ્રોહની લગત ઉપાડી.’- ડૉ. ની.ર. વરહાડપાંડે (દૈ. ‘તરુણ ભારત’, ૧૫.૬.૨૦૦૮)
૨. મિઝોરમ : ખ્રિસ્‍તી મિશનરીઓના આક્રમક ધર્મપ્રચારને કારણે મિઝોરમ રાજ્‍યનો ૯૦ ટકા કરતાં વધારે સમાજ ખ્રિસ્‍તી બની ગયો છે.
૩. મેઘાલય : વર્ષ ૨૦૦૧ની જનગણના અનુસાર ત્‍યાંની જનસંખ્‍યામાં ખ્રિસ્‍તીઓની સંખ્‍યા ૭૦.૩ ટકા છે. ત્‍યાં હિંદુઓની જનસંખ્‍યા હવે કેવળ ૧૩.૩ ટકા જ રહી ગઈ છે. મેઘાલયની પણ સરકારી સમાજકલ્‍યાણ યોજનાઓ ખ્રિસ્‍તી સંગઠનોના માધ્‍યમ દ્વારા ચલાવવામાં આવે છે.
૪. મણીપૂર : ખ્રિસ્‍તીઓએ અહીં મોટા પ્રમાણમાં ખ્રિસ્‍તી વિદ્યાલયો ખોલ્‍યા, જેથી ૩૪ ટકા લોકો ખ્રિસ્‍તી બની ગયા છે. મણિપુરી ભાષાના સાહિત્‍યમાં કેવળ બાયબલ અને ખ્રિસ્‍તી સાથે સંબંધિત પુસ્‍તકો છે.
૫. ઓડિશા : આજે ૬ લાખ ૪૭ સહસ્ર જનસંખ્‍યા ધરાવનારા વનવાસી બહુસંખ્‍યક કંધમલમાં ખ્રિસ્‍તીઓની સંખ્‍યા ૧ લાખ ૫૦ સહસ્ર કરતાં પણ વધારે છે. વર્ષ ૧૯૭૧માં કેવળ ૬ ટકા જનસંખ્‍યા ધરાવનારા ખ્રિસ્‍તીઓ હવે ૨૭ ટકા થઈ ગયા છે. આ નવેસરથી ખ્રિસ્‍તી બનેલા સંપૂર્ણ તાકાતથી બાકીના વનવાસીઓ પર આક્રમણ કરે છે. ધર્માંતરિત ‘પાના’ સમુદાય, તો આ કાર્ય માટે માઓવાદીઓની પણ સહાયતા લે છે.’
૬. ગોવા : ‘બિલિવર્સ’ સંગઠન દ્વારા સહસ્રો હિંદુઓનું ધર્માંતર થયું છે. નવેસરથી ધર્માંતરિત થયેલા હિંદુઓને પ્રતિમાસ ૧ સહસ્ર ૩૭૫ રૂપિયા આપવામાં આવે છે.
૭. આંધ્રપ્રદેશ : પ્રતિમાસ ઓછામાં ઓછા ૧૦ સહસ્ર લોકોનું ધર્માંતર કરવામાં આવે છે. હવે તેમણે પ્રતિદિન ૫ સહસ્ર હિંદુઓના ધર્માંતરનું લક્ષ્ય રાખ્‍યું છે. હવે તિરુપતિની પાસે પણ ચર્ચ બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.’ – ફાધર જૉન્‍સન, અમેરિકા
૮. કેરળ : કેરળ ખાતે હિંદુઓ નામશેષ થવાની સ્‍થિતિમાં ! : ‘કેરળ ખાતે વર્ષ ૧૯૦૧માં ૬૮.૩૬ ટકા રહેલી હિંદુ જનસંખ્‍યા ૨૦૦૧માં ૫૬.૨૦ ટકા થઈ ગઈ, મુસલમાનોની જનસંખ્‍યા વર્ષ ૨૦૦૧માં ૭.૪૨ ટકાથી વધી. ખ્રિસ્‍તીઓની જનસંખ્‍યા ૫.૨૮ ટકાથી વધી.’ ગત ૧૦ વર્ષોથી આ સ્‍થિતિ વધારે ભયાવહ બની ગઈ છે.
૯. તામિલનાડુ : ખ્રિસ્‍તી સંગઠનો દ્વારા અમેરિકાથી આવી રહેલા ધનના બળ પર ૯૭ સહસ્ર નિર્ધન હિંદુઓનું ધર્માંતર કરવામાં આવ્‍યું. વર્ષ ૨૦૧૦ સુધી ૯૭ સહસ્ર હિંદુઓને ખ્રિસ્‍તી બનાવવામાં આવ્‍યા.’
૧૦. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ : અહીંના સહસ્રો આદિવાસીઓનું ધર્માંતર થયું છે. પ્રત્‍યેક દ્વીપસમૂહ પર ૮ અથવા ૧૦ ખ્રિસ્‍તી નન્‍સનો સમૂહ જોવા મળે છે. આજની સ્‍થિતિમાં નિકોબાર દ્વીપસમૂહ સંપૂર્ણ રીતે ખ્રિસ્‍તી બની ગયો છે તેમજ નિકોબારી જાતિ સાથે જ અનેક અન્‍ય જનજાતિઓ ખ્રિસ્‍તી બની ગઈ છે.’ – શ્રી. ભાસ્‍કર નાગરે, નવી મુંબઈ.

ઉલ્‍હાસનગર ખાતે થઈ રહેલા ધર્માંતર વિશે સંત અને માન્‍યવરોના અભિમત

જો કોઈ પોતાનો ધર્મ બદલે, તો તેને સ્‍વયં ભગવાન દંડ આપે છે ! –
પૂ. સંત ડૉ. યુધિષ્‍ઠિરલાલજી મહારાજ, શદાની દરબાર, રાયપૂર, છત્તીસગઢ

  ગત ૩ વર્ષથી છત્તીસગઢ રાજ્‍ય હોય, મહારાષ્‍ટ્ર હોય કે ઝારખંડ હોય, ઘણાં સ્‍થાનોએ હિંદુઓનું ધર્માંતર કરીને તેમને ખ્રિસ્‍તી બનાવવામાં આવી રહ્યા છે. મેં સાંભળ્યું છે કે મહારાષ્‍ટ્રના થાણા જિલ્‍લાના ઉલ્‍હાસનગર શહેરમાં અમારા સિંધી સમાજના કુટુંબોના કુટુંબો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. સિંધી સમાજની સર્વ માતા-બહેનો બાંધવોને કહેવું છે કે ઝૂલેલાલાય ભગવાન શદાની મહારાજજી આપણને સહુકોઈને આશીર્વાદ આપે છે. આપણા સમાજના સર્વ કુટુંબોને સંપન્‍નતા આપી રહ્યા છે.

કોઈપણ કારણસર આપણા પૂર્વજોના વખતથી ચાલી આવેલા ધર્મનો ત્‍યાગ કરશો નહીં. પોતાનો ધર્મ બદલવો એટલે ધર્મપરિવર્તનનું આ મહાપાપ છે અને એમ પણ ધ્‍યાનમાં લો કે જો કોઈ જાતિ બદલે, તો તેને સમાજ દંડ આપે છે અને જો કોઈ પોતાનો ધર્મ બદલે છે, તો તેને સ્‍વયં ભગવાન દંડ આપે છે. આ વાત ભણી ધ્‍યાન આપીને આપણા સમાજનું ગૌરવ વધારવું આવશ્‍યક છે.
ઇતિહાસ સાક્ષી છે કે કેવળ ધર્મ બચાવવા માટે અમે પાકિસ્‍તાન પણ છોડી દીધો પણ અમારો ધર્મ પાલટ્યો નહીં. તો પછી નાની-મોટી વાતોને લઈને ખ્રિસ્‍તીઓની લાલચમાં આવીને આ ષડ્‌યંત્રની બલિ ચડશો નહીં અને પોતાનો ધર્મ પાલટશો નહીં. ધર્મ ઘણા ગૌરવની વાત છે. સહુકોઈને ફરીથી નમ્ર વિનંતિ કરું છું કે તમારા ધર્મને બચાવો, ધર્મએ આપેલી સંસ્‍કૃતિ અને વારસાને બચાવો.
ધર્માચરણ કરવું, ધર્મશિક્ષણ લેવું અને ભગવાનના આશીર્વાદ પામવા આવશ્‍યક છે. શદાની મહારાજજીના આશીર્વાદ, ઝુલેલાલ ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને આ આશીર્વાદથી જ કેવળ છત્તીસગઢ જ નહીં, જ્‍યારે સંપૂર્ણ દેશમાં ધર્મ પરિવર્તન પ્રતિબંધક કાયદાની માગણી આપણે બધાયે મળીને સરકાર પાસે કરી રહ્યા છીએ. જય શદાની !

ઉલ્‍હાસનગરના સિંધી સમાજનું ધર્માંતર રોકવા માટે સંગઠિત પ્રયત્નો થવા આવશ્‍યક !
– શ્રી. રાજેંદ્ર ચૌધરી, શિવસેના શહેરપ્રમુખ, ઉલ્‍હાસનગર

ઉલ્‍હાસનગર અને તેના વિસ્‍તારમાં ખ્રિસ્‍તી લોકો ધર્માંતરનું કાર્ય ઘણી ઝડપથી કરી રહ્યા છે, તે રોકવું જોઈએ. હિંદુ ધર્મનું અંગ રહેલો સિંધી સમાજ જો લાલચમાં ફસાઈને ધર્માંતરિત થઈ જાય, તો તેને ધર્મશિક્ષણની આવશ્‍યકતા છે. ધનવાન સિંધી સમાજના લોકો ધર્મશિક્ષણના અભાવથી ધર્માંતર કરી રહ્યા છે. જો સારી આર્થિક સ્‍થિતિ ધરાવનારો સિંધી સમાજ ખ્રિસ્‍તી મિશનરીઓની લાલચમાં આવીને ખ્રિસ્‍તી પંથ અપનાવી રહ્યો હોય, તો આ ઘણું દુઃખદ દૃશ્‍ય આજે ઉલ્‍હાસનગર શહેરમાં જોવા મળી રહ્યું છે. સિંધી સમાજને હિંદુ ધર્મનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તે માટે સંગઠિત પ્રયત્નો થવા આવશ્‍યક છે. સમિતિ અહીં ઘણું સારું કાર્ય કરી રહી છે. શિવસેના પક્ષ અને અમે તે માટે આવશ્‍યક સર્વ પ્રકારની સહાયતા કરવા માટે તત્‍પર છીએ.

આપણો હિંદુ ધર્મ ત્‍યાગશો નહીં. –
શ્રી. મહેશ સુખરમાની, નગરસેવક, ઉલ્‍હાસનગર મહાનગરપાલિકા, પૂર્વ શહેર ભાજપા અધ્‍યક્ષ, ઉલ્‍હાસનગર

ઉલ્‍હાસનગરવાસીઓને ખાસ કરીને આપણા સિંધી ભાઈઓને આવાહન કરવા ઇચ્‍છુ છું કે તેમણે પોતાનો હિંદુ ધર્મ છોડવો નહીં. આજકાલ ખ્રિસ્‍તી મિશનરીઓ આપણને ભ્રમિત કરીને, આપણા મનમાં આપણા હિંદુ ધર્મ પ્રત્‍યે ઘૃણા અને દ્વેષ ઉત્‍પન્‍ન કરીને, ધર્મ પરિવર્તનની લાલચ બતાવી રહ્યા છે. તમને સાવચેત રહેવાનું આવાહન કરું છું. આ ઇતિહાસ છે કે વિભાજન સમયે અખંડ ભારતમાંથી પાકિસ્‍તાનની નિર્મિતિ થઈ. તે સમયે અમે સિંધપ્રાંત સ્‍થિત અમારા ગામ, ઘર-બારનો ત્‍યાગ કર્યો હતો. તેનું એકજ કારણ હતું કે અમે અમારો ધર્મ બચાવવા માગતા હતા. ધર્મ માટે થઈને આપણા વાડ-વડિલોએ કેટલો ત્‍યાગ કર્યો હતો ! પોતાનું સર્વસ્‍વ છોડી દીધું. ઘર, કુટુંબ, ખેતી, સંપત્તિનો ત્‍યાગ કર્યો. અહીં આવીને રસ્‍તા પર રહીને, તંબુમાં રહીને, ગરીબીમાં બિસ્‍કિટ વેચ્‍યા, રેલ્‍વે ગાડીમાં ટૉફી વેચી. મહેનત-મજુરી કરીને અહીં પોતાનું ઘર વસાવ્‍યું. આ આપણા પૂર્વજોના મહાન ત્‍યાગનું ફળ છે, તેના પર તમે પાણી ફેરવશો નહીં. હિંદુ ધર્મ અપનાવીને જ જીવો. આપણા હિંદુ ધર્મમાં ઘણી મોટી તાકાત છે. આપણા ધર્મ પ્રત્‍યે સમગ્ર જગત્‌માં આજે પણ ઘણું આકર્ષણ છે. આપણા હિંદુ ધર્મ સાથે જોડાવા માટે ઘણા લોકોનું મન કરે છે. આપણા ધર્મની એક પરંપરા રહી છે કે આપણે કોઈ સાથે બળજબરાઈ કરતા નથી. હું સર્વ શહેરવાસીઓને ખાસ કરીને સિંધી ભાઈઓ અને બહેનોને આવાહન કરું છું કે તમે આવી ખરાબ તાકતો સામે પોતાને બચાવી રાખો અને જો તમને એમ લાગતું હોય, કે તમારી સાથે બળજોરી થઈ રહી છે, તો અમને સંપર્ક કરી શકો છો. ધન્‍યવાદ.

વેંગુર્લે શહેરમાં હિંદુઓનું ધર્માંતર કરવાનો ખ્રિસ્‍તી મિશનરીઓનો પ્રયત્ન

વેંગુર્લે (સિંધુદુર્ગ) – અહીં ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા પ્રાર્થનાના નામ હેઠળ હિંદુઓનું ધર્માંતર કરવાનો પ્રકાર ગત અનેક દિવસોથી ચાલુ છે. કેટલાક લોકો પ્રાર્થનાના નામ હેઠળ હિંદુઓને જાળામાં ખેંચી લઈને ધર્માંતર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવી ચર્ચા શહેરમાં ચાલુ હતી. તેના વિરોધમાં ભાજપના તાલુકાધ્‍યક્ષ પ્રસન્‍ના દેસાઈએ આક્રમક ભૂમિકા લીધી છે અને સંબંધિતોના વિરોધમાં પાલીસ થાણામાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. આ પાર્શ્‍વભૂમિ પર ૧૦ માર્ચના દિવસે સવારે ૧૧ કલાકે સર્વપક્ષીય હિંદુઓએ પોલીસ થાણામાં ઉપસ્‍થિત રહેવું, એવું આવાહન શ્રી. દેસાઈએ કર્યું. (૧૦.૩.૨૦૧૯)