શું છત્તીસગઢ રાજ્‍ય ખ્રિસ્‍તી ધર્મ-પરિવર્તનનું કેંદ્ર બની રહ્યું છે ?

લાખો હિંદુઓનું થઈ રહેલું ધર્મ-પરિવર્તન કોણ રોકશે ?

  ‘છત્તીસગઢ સૌથી ધનવાન’ અથવા છત્તીસગઢનો અર્થ છે ‘ધાનનો વાડકો !’, આ રીતે ઓળખાણ ધરાવતું છત્તીસગઢ રાજ્‍ય જ હવે ખ્રિસ્‍તીઓનું ધર્મ-પરિવર્તનનું મોટું કેંદ્ર બની રહ્યું છે. ગત ૧૦ વર્ષમાં ત્‍યાંના બનાવોનો અભ્‍યાસ કરવામાં આવે, તો રાજ્‍યમાં લાખો આદિવાસી હિંદુઓ ધર્મ-પરિવર્તન કરી રહ્યા છે. આ સત્‍ય ફરીફરીને ઉજાગર થઈ રહ્યું છે. એમ હોવા છતાં પણ સરકારે જેટલી ગંભીરતાથી આ સમસ્‍યા ભણી ધ્‍યાન દેવું જોઈએ, તેટલી ગંભીરતાથી દીધું નથી. સરકારે ખ્રિસ્‍તીઓને તે માટે મોકળું મેદાન જ ઉપલબ્‍ધ કરાવી આપ્‍યું છે. તેથી જેમને કોઈ ધાર્મિક વારસો નથી, જેઓ આદિવાસી વસ્‍તીઓમાં રહેનારા છે, ડુંગરા-ખીણોમાં રહેનારા છે અને ગ્રામીણ વિસ્‍તારમાં રહેનારા છે એવા આદિવાસીઓનું ધર્મ-પરિવર્તન થઈ રહ્યું છે. સ્‍થાનિક સૂત્રો દ્વારા મળેલી જાણકારીથી આ વાત ધ્‍યાનમાં આવી છે. આ

વિશે એક દૃષ્‍ટિક્ષેપ…

જશપુરા જિલ્‍લો સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્ર

જગત્‌માં ક્યાંય નહીં હોય, તેટલું મોટું ચર્ચ ભારતના છત્તીસગઢ રાજ્‍યના જશપુરા જિલ્‍લાના કુણકૂર ગામમાં છે. આ જિલ્‍લામાં અનેક હિંદુઓનું, કોઈને છેતરીને, કોઈ સાથે બળજબરાઈથી જ્‍યારે કોઈને લાલચ આપીને ધર્મ-પરિવર્તન કરવામાં આવ્‍યું છે. અહીં બ્રાહ્મણ સમુદાયના ઘણાં કુટુંબો ધર્માંતરિત થયા છે. સ્‍થાનિક લોકોએ આપેલી અધિકૃત જાણકારી અનુસાર ૨૦ સહસ્ર કરતાં પણ વધારે નાના-મોટા અને સૌથી નાના-નાના ઘરોમાં પણ અવૈધ ચર્ચો બનાવવામાં આવ્‍યા છે. ધર્માંતર કરનારા ખ્રિસ્‍તીપ્રચારકો આદિવાસી વિસ્‍તારોમાં જઈને હિંદુ ધર્મનો ગેરપ્રચાર કરીને તેમનું ધર્માંતર કરી રહ્યા છે. ‘ઈશુ ખ્રિસ્‍ત જ સર્વેસર્વા છે અને તે જ તમને રોગમુક્ત કરશે. ‘તે આરોગ્‍ય પ્રદાન કરનારા અને તમારા કુટુંબની ચિંતા વહોરનારા છે’, એમ કહીને લોકોમાં ભ્રમ ઉત્‍પન્‍ન કરીને ખ્રિસ્‍તી બનાવવામાં આવી રહ્યા છે.

સરગુજા જિલ્‍લામાં મોટી સંખ્‍યામાં હિંદુઓનું ધર્માંતર

રાજ્‍યના જિલ્‍લાઓના ગામેગામના હિંદુઓના ઘેર-ઘેર ખ્રિસ્‍તી ધર્મપ્રચારકો જઈને લોકોની ગરીબાઈ અને કૌટુંબિક દુઃસ્‍થિતિનો ગેરલાભ લઈને મોટી સંખ્‍યામાં તેમનું ધર્માંતર કરી રહ્યા છે. આ વિસ્‍તારના આદિવાસીઓના ગૌંડ તેમજ ઉરાવ સમુદાયના ૮૦ ટકા કરતાં પણ વધારે આદિવાસીઓ, સતનામી સંપ્રદાય, સાહૂ સમુદાયના કબીર પંથી લોકો તેમજ મૂર્તિપૂજા ન માનનારા અન્‍ય હિંદુઓ સહસ્રોની સંખ્‍યામાં ધર્માંતરિત બની ગયા છે.

કૉંગ્રેસ કાર્યકાળમાં અજિત જોગી મુખ્‍યમંત્રી હતા તે સમયે ખ્રિસ્‍તીઓનો ધમધમાટ !

વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૩ના સમયગાળામાં છત્તીસગઢમાં કૉંગ્રેસના મુખ્‍યમંત્રી અજિત જોગીની સરકાર હતી, તે સમયગાળામાં ઘણાં ચર્ચોને વૈધ પ્રમાણિત કરવામાં આવ્‍યાં. કેવળ અર્ધા કલાકના અંતર પર પણ ચર્ચ બાંધવામાં આવ્‍યું. તે સમયે ખ્રિસ્‍તી ધર્મપ્રચારકોના વિરોધમાં કામ કરનારા અનેક હિંદુત્‍વનિષ્‍ઠોના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી. તેથી ત્‍યાં ખ્રિસ્‍તીઓને ખુલ્‍લી છૂટ મળી ગઈ. ટૂંકમાં કહીએ, તો ‘ધર્માંતર રોકનારાઓ માટે કાયદો અને ખ્રિસ્‍તીઓને છૂટ’ આ સમીકરણ બની ગયું હતું. આ પહેલાં ઇતિહાસમાં જેટલું નહીં કર્યું હોય, એટલું ધાર્મંતર આ ૩-૪ વર્ષોના સમયગાળામાં કરવામાં આવ્‍યું.

ગેરપ્રચાર કરવાથી અનેક અદિવાસીઓ હિંદુ ધર્મથી દૂર ગયા !

જ્‍યાં અવર-જવરની કોઈ સગવડ ન હોય, એવા દુર્ગમ અને ડુંગરાળ પ્રદેશોમાં રહેનારા આદિવાસી લોકોમાં જઈને ત્‍યાંના લોકોની દયનીય સ્‍થિતિ, હિંદુ ધર્મ પ્રત્‍યે તેમનું અજ્ઞાન અને ગરીબાઈનો ગેરલાભ લઈને ખ્રિસ્‍તી ધર્મપ્રચારકોએ આ લોકોમાં ‘ખ્રિસ્‍તી પંથ અને તેમની મધર શ્રેષ્‍ઠ છે’, ‘તમારા દેવતાઓ તમારી સહાયતા કરતા નથી અને આશીર્વાદ આપતા નથી’, આ રીતની અયોગ્‍ય કલ્‍પનાઓ ફેલાવી. ખ્રિસ્‍તીઓએ અનેક આદિવાસી ભાઈઓને પૂજાઘરમાં સ્‍થાપન કરેલા દેવતાઓની મૂર્તિઓને કૂવામાં અને તળાવમાં વિસર્જન કરવાની ફરજ તો પાડી જ, તે ઉપરાંત અનેક વિસ્‍તારોમાં મંદિરોને પણ તાળાં લગાડવાની અને મંદિરોમાં સ્‍થિત દેવતાઓની મૂર્તિઓને કપડામાં બાંધીને વિસર્જિત કરવાની ફરજ પાડી.

આદિવાસીઓને હિંદુ ધર્મથી દૂર કરીને
ધર્મ-પરિવર્તન માટે મોકળું મેદાન સિદ્ધ કરનારાં હિંદુ ધર્મદ્રોહી સંગઠનો !

છત્તીસગઢ રાજ્‍યના અનેક વિસ્‍તાર આદિવાસી છે. ખ્રિસ્‍તી ધર્મપ્રચારકો તેમજ બામસેફ જેવું હિંદુ ધર્મદ્રોહી સંગઠન હિંદુઓમાં, ઊંચ-નીચ જાતિ, બ્રાહ્મણ-બ્રાહ્મણેતર, હિંદુ-આદિવાસી આ રીતના ટંટા ઊભા કરીને તેમને ભ્રમિત કરી રહ્યા છે. તેઓ આદિવાસીઓમાં ‘‘તમે જ મૂળ વતની છો, તમે હિંદુ નથી, તમારી ઉપાસ્‍ય દેવતા જુદી જ છે.’’, આ રીતે ગેરપ્રચાર કરીને આદિવાસીઓના ખાસ કરીને ગૌંડ અને ઉરાવ સમુદાયોમાં હિંદુ ધર્મ, હિંદુ દેવતા, સંતો તેમજ બ્રાહ્મણ સમુદાય પ્રત્‍યે દ્વેષ ફેલાવી રહ્યા છે અને હિંદુ ધર્મ પ્રત્‍યેની લાગણીને પગ નીચે કચડીને જાતિ-જાતિમાં ભંગાણ પાડી રહ્યા છે. આ એક રીતે ખ્રિસ્‍તીઓના પંથને શ્રેષ્‍ઠ બતાવીને આ સમુદાયોને હિંદુ ધર્મથી તોડવાનું ષડ્‌યંત્ર ચાલી રહ્યું છે અને આદિવાસીઓનું ધર્માંતર કરવું ખ્રિસ્‍તીઓ માટે સહેલું બની ગયું છે.

સગવડોની લાલચ બતાવીને છેતરવા !

ધર્મ-પરિવર્તનના આ ષડ્‌યંત્ર હેઠળ વિદ્યાલયો, મિશન ચિકિત્‍સાલયો, છોકરાઓના છાત્રાવાસ (હોસ્‍ટેલ્‍સ), પ્રાથમિક આરોગ્‍ય કેંદ્ર ઇત્‍યાદિ ધર્માંતરના મુખ્‍ય કેંદ્રો બની ગયા છે. હિંદુઓને તેમના બાળકોના ભણતર માટે કૉન્‍વ્‍હેંટ વિદ્યાલયોમાં લાખો રૂપિયા ભરવાની લાલચ બતાવીને, કોઈ હિંદુના મોટા દવાખાનાની લોન ભરવાના બહાના હેઠળ, શિક્ષણ માટે છાત્રાવાસમાં રહેનારા વિદ્યાર્થીઓની ‘ફી’ ભરવાનું બહાનું કરીને, ગરીબ લોકોને દવા આપીને, જ્‍યાં અવર-જવરની સુવિધા નથી, એવા વિસ્‍તારોમાં સાયકલ અને દ્વિચક્રી વાહનોના વિતરણનું બહાનું કરીને અને આવા દાવપેચ રમીને હિંદુઓનું ધર્માંતર કરવામાં આવી રહ્યું છે.

મંત્ર-તંત્ર અને હોલી વૉટરના નામથી હિંદુઓને ભ્રમિત કરીને ધર્માંતર કરવું !

છત્તીસગઢના મોટાભાગના વિસ્‍તારો ગ્રામીણ અને આદિવાસી હતા. ત્‍યાંના ભોળા લોકોની શ્રદ્ધાનો ગેરલાભ લઈને તેમને ઔષધિઓમાં ‘હોલી વૉટર’ ભેળવીને આપવામાં આવતું હતું. જગદલપુર અને કાંકેર વિસ્‍તારોમાં તો ડેવિડ નામક ખ્રિસ્‍તી ધર્મપ્રચારક મંત્ર-તંત્રનો ઉપયોગ કરીને હોલી વૉટર આપીને ઘણાં હિંદુઓનું ધર્માંતર કરી રહ્યો છે. આ બધું જાણતા હોવા છતાં પણ અંધવિશ્‍વાસ ફેલાવનારી આ વ્‍યક્તિ માટે રાજનેતાઓથી માંડીને પોલીસ પ્રશાસને પણ આંખ આડા કાન કર્યા છે. ઊલટું હિંદુત્‍વનિષ્‍ઠો દ્વારા તેના વિરોધમાં દાવો કર્યા પછી દબાણતંત્રનો ઉપયોગ કરીને હંદુઓના વિરોધમાં જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચંગાઈ સભા, આશીર્વાદ સભા અને પ્રાર્થના
સભાના માધ્‍યમ દ્વારા કરવામાં આવતું ધર્માંતર !

આ રીતની સભાઓ તો ખ્રિસ્‍તી પ્રચારકો માટે ધર્માંતરનું છડેચોક માધ્‍યમ છે. અનેક ઠેકાણે વિના અનુમતિ આવી સભાઓ લેવામાં આવે છે. આજના વિજ્ઞાનયુગમાં પણ આવી ચંગાઈ સભાઓમાં ‘મૂંગો બોલવા લાગે છે, બહેરો સાંભળવા લાગે છે, આંધળો જોવા લાગે છે, લંગડો ચાલવા લાગે છે…’ જેવા ચમત્‍કાર બતાવીને લોકોને છેતરવામાં આવે છે. તે સાથે જ આ સભાઓમાં આવવા માટે એક કિલો ચોખાની લાલચ આપવામાં આવે છે. છત્તીસગઢ રાજ્‍યમાં આજકાલ આવી સભાઓનું આયોજન ઘણું વધી ગયું છે.

ધર્માંતરિત સરકારી અધિકારીઓ દ્વારા પણ સહાયતા કરવામાં આવવી !

બાળકોને નાનપણથી જ તેમની વિદ્યાલયનું શુલ્‍ક (ફી) આપવું, વિદ્યાલયમાં પ્રવેશ અપાવવો, દેશમાં ઉચ્‍ચ શ્રેણીમાં ગણના થનારી શિક્ષણસંસ્‍થાઓમાં ધર્માંતરિત વિદ્યાર્થીઓ માટે આરક્ષણ કરવા જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાથી વિદ્યાર્થીઓથી માંડીને ભારતીય સરકારી અધિકારીઓ સુધી (IAS, IPS) સહુકોઈની માનસિકતા ખ્રિસ્‍તી વિચારસરણીની બની ગઈ છે. આ અધિકારીઓ લોકોને કહે છે, ‘‘જ્‍યારે અમે ગરીબ હતા તેમજ આર્થિક દૃષ્‍ટિએ દુર્બળ હતા ત્‍યારે અમારી સહાયતા કરવા માટે અન્‍ય કોઈ આગળ આવ્‍યું નહોતું, તે સમયે આ લોકોએ અમારી સહાયતા કરી છે.’’ આના દ્વારા ધ્‍યાનમાં આવે છે કે જાણે કેમ તેઓ કેવળ ‘ખ્રિસ્‍તીઓના ઉપકારોનું સ્‍મરણ રાખે છે.’ આવા અનેક સરકારી અધિકારીઓ સરકારી કાર્યાલયોમાં કાર્યરત છે. તેમાંના ઘણા પોલીસ અધીક્ષક પણ છે. તેને કારણે અહીં બળજબરાઈથી ધર્મ-પરિવર્તનના દાવા પ્રવિષ્‍ટ કરવા છતાં પણ આ ખ્રિસ્‍તી પ્રચારકોના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી. તેનાથી ઊલટું હિંદુત્‍વનિષ્‍ઠોને જ ત્રાસ આપવાનું જોવા મળી રહ્યું છે. સરગુજા જિલ્‍લાના કેટલાક વિસ્‍તારોમાં કાર્યરત અધિકારીઓ તેમના ચતુર્થવર્ગ સહયોગી કર્મચારીઓનું ધર્માંતર કરી રહ્યા છે.

વિદેશથી કરોડો રૂપિયાની આર્થિક સહાયતા !

આ ધર્માંતરના કાર્ય માટે નૉર્વે, નેધરલૅંડ સહિત અન્‍ય યુરોપીયન દેશો તેમજ અન્‍ય કેટલાક દેશોમાંથી કરોડો રૂપિયાની આર્થિક સહાયતા ભારત ખાતે મોકલવામાં આવે છે. આ બધું જાણતાં હોવા છતાં પણ તેના વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્‍થાનિક સૂત્રોએ કહેલી જાણકારી અનુસાર હિંદુઓના ધર્મ-પરિવર્તન માટે અનેક ખ્રિસ્‍તી પ્રચારકોને પ્રતિમાસ ૧૫ સહસ્ર રૂપિયા આપવામાં આવે છે. તેને કારણે જ ખ્રિસ્‍તી પ્રચારકો સંપૂર્ણ તાકાતથી હિંદુઓનું ધર્માંતર કરી રહ્યા છે.

નક્સલી અને ખ્રિસ્‍તી પ્રચારકોનું અભદ્ર અને જોખમી ગઠબંધન !

છત્તીસગઢ રાજ્‍યનો મોટાભાગનો ભૂભાગ નક્સલગ્રસ્‍ત છે. એમ હોવા છતાં પણ અનેક નક્સલી વિસ્‍તારોમાં હિંદુ ધર્મનો પ્રસાર કરીને લોકોમાં જાગૃતિ કરવા વિશે નક્સલીઓનો અઘોષિત પ્રતિબંધ છે. ત્‍યાંના દુર્ગમ વિસ્‍તારોના જિલ્‍લાઓ સુધી જવા માટે અવર-જવરની સામાન્‍ય સગવડો પણ નથી, એવા સ્‍થાનોએ જઈને આ લોકો ચંગાઈ સભાઓ કરે છે, તો પ્રશ્‍ન થાય છે કે આ લોકોને આર્થિક સહાયતા ક્યાંથી મળે છે ? તે સાથે જ જે ગામમાં ઘરો પર ખ્રિસ્‍તી ‘ક્રૉસ’ લાગેલો છે, જેમના બારણાં પર ઈશુ ખ્રિસ્‍તનું મંદિર છે, આવા લોકો પર અથવા ત્‍યાં પ્રચાર કરનારા ખ્રિસ્‍તી પ્રચારકો પર નક્સલીઓ દ્વારા આક્રમણ થયું હોય એવી ઘટના કદી પણ સાંભળવામાં આવી નથી. આના દ્વારા ખ્રિસ્‍તી ધર્મપ્રચારકો અને નક્સલીઓ તેમજ ત્‍યાંના સરકારી અધિકારીઓમાં મિલીભગત (સાંઠગાંઠ) હોવાનું ધ્‍યાનમાં આવે છે. આવનારા સમયમાં હિંદુઓ માટે આ સાંઠગાંઠ જોખમી પુરવાર થઈ શકે છે.

ધર્મનિરપેક્ષ સરકાર પાસેથી હિંદુત્‍વનિષ્‍ઠોની અપેક્ષાઓ !

૧. છત્તીસગઢ રાજ્‍ય પણ ખ્રિસ્‍તી બહુસંખ્‍ય થવાની સ્‍થિતિમાં છે. તેથી ત્‍યાંના પ્રશાસન દ્વારા હિંદુઓનું ધર્માંતર રોકવા માટે ત્‍યાં ધર્મ-પરિવર્તન પ્રતિબંધક કાયદો લાગુ કરવામાં આવવો જોઈએ.
૨. છડેચોક ધર્માંતર કરનારા ખ્રિસ્‍તી ધર્મપ્રચારકોના વિરોધમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે.
૩. અત્‍યાર સુધી ધર્માંતરિત અનેક હિંદુ ભાઈઓને ફરીવાર હિંદુ ધર્મમાં પ્રવેશ આપીને તેમની ‘ઘરવાપસી’ માટે આર્થિક સહાયતા આપવામાં આવવી જોઈએ.
૪. હિંદુઓને ધર્મશિક્ષણ આપવા માટે વિવિધ સ્‍થાનો પર હિંદુ ધર્મશિક્ષણ કેંદ્રો બનાવવામાં આવવા જોઈએ.

પરધર્મનો સ્‍વીકાર કરવો એ મહાપાપ જ છે !

અંતમાં એકજ વાત કહેવાનું મન થાય છે – ‘स्‍वधर्मे निधनं श्रेयः । परधर्मो भयवहः । અર્થાત્ સ્‍વધર્મમાં ભલે મૃત્‍યુઆવે, તો પણ કોઈ ચિંતા નથી; પરંતુ અન્‍ય ધર્મ ન અપનાવવો જોઈએ ! આપણા પૂર્વજો કવિ કલશ, છત્રપતિ સંભાજી મહારાજ, ગુરુ ગોવિંદ સિંહ તેમજ તેમના ૪ પુત્રોએ હિંદુ ધર્મ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્‍યું; પરંતુ ઇસ્‍લામનો સ્‍વીકાર કર્યો નહીં. આ મહાપુરુષો આપણા માટે આદર્શ છે. આપણે આવા પૂર્વજોના વંશજ છીએ, આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં. હિંદુઓ, ધ્‍યાન રાખો કે જાતિ પાલટવાથી સમાજ દંડ આપે છે; પરંતુ ધર્મ પાલટવાથી ઈશ્‍વર દંડ આપે છે !

જે રીતે આ ખ્રિસ્‍તી ધર્મપ્રચારકો શહેર, ગામ, દુર્ગમ વિસ્‍તારોમાં જઈને ખ્રિસ્‍તી ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, તેવી જ રીતે હિંદુઓને હિંદુ ધર્મનું ધર્મશિક્ષણ આપવા માટે આપણા સંગઠનના અનેક હિંદુત્‍વનિષ્‍ઠોએ સિદ્ધ થવું જોઈએ. ગામોગામ જઈને ધર્મશિક્ષણ કેંદ્રો બનાવવા, ત્‍યાં હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભાઓ કરવી તેમજ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના અને ધર્મજાગૃતિ જેવા ઉપક્રમો ચાલાવવાથી જ આપણે આપણા હિંદુ ભાઈઓને અન્‍ય ધર્મમાં જવાથી રોકી શકીએ છીએ; કારણકે ‘धर्मो रक्षति रक्षितः ।’ અર્થાત્ જે ધર્મનું રક્ષણ કરે છે, તેનું રક્ષણ ઈશ્‍વર કરે છે.
– શ્રી. સુનીલ ઘનવટ, મહારાષ્‍ટ્ર અને છત્તીસગઢ રાજ્‍ય સંગઠક