ઋષિતુલ્ય પરાત્પર ગુરુ પરશરામ પાંડે મહારાજજી (૯૨ વર્ષ)નો દેહત્યાગ !

કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સંગમ,
અદ્વિતીય પરાત્પર ગુરુ પાંડે મહારાજજીનાં ચરણોમાં વંદન !

પરાત્પર ગુરુ પાંડે મહારાજજી

  દેવદ (પનવેલ) – અહીં સનાતન આશ્રમના સાધકો માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના સાક્ષાત પ્રતિરૂપ, સર્વ સાધકો પર પ્રીતિનો વર્ષાવ કરનારા, સહસ્રો સાધકોને મંત્રોચ્ચાર કહીને જીવન પ્રદાન કરનારા, જ્ઞાનયોગી અને ઋષિતુલ્ય પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ ૩ માર્ચ ૨૦૧૯ના દિવસે અહીંના સનાતન આશ્રમમાં દેહત્યાગ કર્યો. પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ અખિલ માનવજાતિ સહિત સનાતનના સાધકો પર જે કૃપા કરી છે, તે માટે સનાતનના સદગુરુ, સંત અને સાધકો દ્વારા તેમનાં પાવન ચરણોમાં અનંત કોટિ કૃતજ્ઞતા !
પરાત્પર ગુરુ પાંડે મહારાજજીનો પાર્થિવ દેહ રાખેલો પલંગ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યો હતો. શુભ્ર વસ્ત્રો પરિધાન કરાવીને પરાત્પર ગુરુ પાંડે મહારાજજીને તેમની જપમાળા પહેરાવવામાં આવી. ગ્રંથ લોકાર્પણનો ભાવપૂર્ણ સમારંભ સંપન્ન થયા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી દ્વારા શુભ હસ્તસ્પર્શ કરેલો પુષ્પહાર સનાતનના સંત પૂ. રમેશ ગડકરીએ તેમને અર્પણ કર્યો. ત્યાર પછી પરાત્પર ગુરુ પાંડે મહારાજજીના સંબંધી શ્રી. દેવગડે અને શ્રી. પાંડેએ તેમને તુલસીનો હાર અર્પણ કર્યો.

‘ભક્તિયોગમાં મીઠાશ હોય છે તેમજ જ્ઞાનયોગમાં એક પ્રકારની રુક્ષતા હોય છે. પરાત્પર ગુરુ પાંડે મહારાજજીમાં ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુંદર સંગમ હતો. આ સંગમને કારણે અર્થાત્ તેમની વાણીમાં મીઠાશ હોવાથી અને તેમના જ્ઞાન દ્વારા, એવું લાગતું હતું કે તેમની વાતો નિરંતર સાંભળતાં જ રહીએ. અમે જ્યારે દૂરભાષ પર બોલતા હતા, ત્યારે ૮૦ ટકા વાતો તેમની રહેતી હતી અને હું તેનો આનંદ માણતો રહેતો હતો. ૧૮.૨.૨૦૦૫માં અમારી પ્રથમ મુલાકાત થઈ, ત્યારથી હું આ વાત અનુભવી રહ્યો છું. તેમના લેખ કેવળ અધ્યાત્મશાસ્ત્ર સાથે સંબંધિત હોવાને બદલે સમાજ, રાષ્ટ્ર અને ધર્મ સંદર્ભમાં પણ રહેતા હતા તેમજ તેમની ભાષા સરળ અને સહુકોઈને સમજાય તેવી હતી. તેથી તે પ્રસંગો સનાતન પ્રભાતમાં નિયમિત રીતે પ્રકાશિત થતા હતા.

આધ્યાત્મિક કારણોસર દેશ-વિદેશના સાધકોને કષ્ટ થાય ત્યારે રાત્રે-અપરાત્રે પણ જો કોઈ તેમને ઉપચાર પૂછે, તો તે તત્કાલ પ્રેમથી કહેતા હતા. ત્યાર પછી સાધકના ખબર-અંતર પૂછતા હતા અર્થાત્ તેઓ અખંડ કર્મયોગી પણ હતા. તેમના દ્વારા કહેવામાં આવેલા ઉપચારો દ્વારા હજારો સાધકોને લાભ થયો છે. ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના છે કે ‘પરાત્પર ગુરુ પાંડે મહારાજજીની કૃપાષ્ટિ અમારા સહુકોઈ પર નિરંતર વરસતી રહે’.
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે

વર્ષ ૨૦૦૭માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી અને પરાત્પર ગુરુ પાંડે મહારાજજીના આનંદદાયી વાર્તાલાપની એક ક્ષણ !

મયન મહર્ષિએ પૂ. (ડૉ.) ૐ ઉલગનાથનજીના
માધ્યમ દ્વારા પરાત્પર ગુરુ પાંડે મહારાજજી વિશે આપેલો સંદેશ !

મયન મહર્ષિ

  ‘પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ દેહત્યાગ કર્યો તે
પછી પૂ. (ડૉ.) ૐ ઉલગનાથનજીનો દૂરભાષ આવ્યો. તેમણે મયન મહર્ષિનો સંદેશ આપ્યો’.

૧. પરાત્પર ગુરુ પાંડે મહારાજજીનો દેહત્યાગ તેમજ ભૂમંડળની કક્ષા ભેદીને ઊપર જવાનો સમય
‘પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ સાંજે ૫.૨૨ કલાકે દેહત્યાગ કર્યો. મયન મહર્ષિના સંદેશમાં સાંજે ૫.૩૮નો સમય બતાવ્યો છે. આ ફેરનું શાસ્ત્ર આગળ જણાવ્યું છે. પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ સાંજે ૫.૨૨ કલાકે દેહત્યાગ કર્યો અર્થાત્ તે સમયે તેમણે પૃથ્વીલોકનો ત્યાગ કર્યો. ત્યાર પછી તેમનો લિંગદેહ પૃથ્વીનું આવરણ, અર્થાત્ ભૂમંડળની કક્ષા ભેદીને સર્વ સાધકોને શક્તિ આપીને ઊપર પહોંચ્યો. તે સમય મયન મહર્ષિએ નોંધ્યો છે. આના દ્વારા શીખવા મળે છે કે દેહત્યાગ પછી પણ સંત સર્વ સાધકોના કલ્યાણ માટે કેટલી કૃપા કરે છે. – (સદગુરુ) સૌ. અંજલી ગાડગીળ (૪.૩.૨૦૧૯)
૨. ‘૧૬ મિનિટ પહેલાં દેવદ આશ્રમમાં રહેનારા વૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પરાત્પર ગુરુ પાંડે મહારાજજી (કે જે શુદ્ધ આત્મસ્વરૂપ હતા)ની આત્મજ્યોતિ પરમેશ્વરનાં ચરણોમાં વિલીન થઈ ગઈ. ગણેશજી પર તેમની વિશેષ શ્રદ્ધા હતી અને તેમણે ગણેશજી પર એક વિશેષ ગ્રંથ પણ લખ્યો છે. ( ‘આ બરાબર છે’. – સંકલનકર્તા)
૩. પરાત્પર ગુરુ પાંડે મહારાજજી માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી, સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ અને સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળના નામથી આજે બિહાર સ્થિત મધુપુરા નામક ગામના ‘શ્રૃંગેશ્વર’ (પ્રચલિત નામ – સિંહેશ્વર) મંદિરમાં એક પૂજા કરવી. (‘૩.૩.૨૦૧૯ની રાત્રે ૮.૩૦ કલાકે ત્યાં મંદિરના પૂજારીને કહીને એક પૂજા કરાવવામાં આવી. – સંકલનકર્તા)
મધુપુરા (પ્રચલિત નામ – માધેપુરા) પટનાથી ૬ કલાકના અંતર પર છે. શ્રૃંગેશ્વર શ્રૃંગી ઋષિની તપસ્યાનું સ્થાન છે. રાજા દશરથે શ્રૃંગી ઋષિની આજ્ઞાથી આ જ સ્થાન પર પુત્રપ્રાપ્તિ માટે ‘પુત્રકામેષ્ટી યજ્ઞ’ કર્યો હતો. આ સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એકત્રિત મૂર્તિ છે. આ સ્થાન પર બિરાજમાન માતાજીનું નામ સિંહેશ્વરી છે. આ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની એકત્રિત શક્તિ છે.
૪. ૧૯.૪.૨૦૧૯ના દિવસે ચૈત્ર પૂર્ણિમા પહેલાં સદગુરુ ગાડગીળે આ સ્થાન પર જઈ આવવું. (સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ એ દિવસે ત્યાં જવાનાં છે. – સંકલનકર્તા) ‘પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી પર આવેલું મૃત્યુ રૂપી મોટું સંકટ પરાત્પર ગુરુ પાંડે મહારાજજીએ પોતાના પર લીધું’.
– મયન મહર્ષિ, (પૂ. (ડૉ.) ૐ ઉલગનાથનજીના માધ્યમ દ્વારા, ૩.૩.૨૦૧૯, સાંજે ૬.૨૬)

ગ્રંથનું લોકાર્પણ કરતી સમયે સદગુરુ (કુ.) અનુરાધા વાડેકર

પરાત્પર ગુરુ પાંડે મહારાજજીના અંતિમ દર્શન સમયે
થયું તેમનાં મરાઠી ગ્રંથ ‘પંઢરીચા પહિલા વારકરી’નું લોકાર્પણ !

મરાઠી ગ્રંથ ‘પંઢરીચા પહિલા વારકરી’

  દેવદ (પનવેલ) – પરાત્પર ગુરુ પાંડે મહારાજજીના મરાઠી ગ્રંથ, ‘પંઢરીચા પહિલા વારકરી’નું લોકાર્પણ તેમનાં અંતિમ દર્શન સમયે સદગુરુ (કુ.) અનુરાધા વાડેકર દ્વારા કરવામાં આવ્યું. તે સમયે તેમણે તેમાંના કેટલાક પરિચ્છેદોનું વાચન કર્યું જે નીચે પ્રમાણે છે 

‘પુંડલિકા ભેટી । પરબ્રહ્મ આલે ગા ॥’ આ મરાઠી સંત વચન અનુસાર ભગવાન પાંડુરંગ ભક્તરાજ પુંડલિકને મળવા માટે પંઢરપુરમાં પધાર્યા હતા. પુંડલિકે પ્રાર્થના કરવાથી તેઓ ભક્તોનું કલ્યાણ કરવા માટે ત્યારથી પંઢરપુરમાં ઊભા રહીને તેમની રાહ જોઈ રહ્યા છે. ભગવાન પાંડુરંગ જ, પંઢરપુર જનારા ‘પ્રથમ વારકરી’ છે. ભાવ ના ભૂખ્યા પાંડુરંગ, ભક્તોને મળવા માટે સદૈવ આતુર રહેતા હતા. ભક્તોની ભેટ થવાથી તેઓ પ્રસન્ન થાય છે; તેમના કલ્યાણ માટે આશીર્વાદ આપતા હોય છે. ભક્તોનું કલ્યાણ કરવા માટે વ્યાકુળ બનેલા ભગવાન પાંડુરંગ, કળિયુગમાં સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના રૂપમાં આપણને મળ્યા છે; એ આપણું અહોભાગ્ય છે. ‘ભક્ત કેવો હોવો જોઈએ ?’ તેનો ઉત્તર, સ્વયં ‘પાંડુરંગ’ છે. તેથી આ પુસ્તકનું નામ ‘પંઢરીચા પહિલા વારકરી’ રાખવામાં આવ્યું છે. તેમાં ભગવાન પાંડુરંગને ‘વારકરી’ કહ્યા છે. યુગો સુધી અનેક પ્રકારની કઠોર સાધના કર્યા પછી પણ માનવીને ભગવાન મળતા નથી; પરંતુ આ ઘોર કળિયુગમાં પણ ભગવાન (પાંડુરંગ) ભક્તો માટે પ્રતીક્ષારત ઊભા છે તથા તેમને આનંદ આપવા માટે બોલાવી રહ્યા છે. કળિયુગમાં આ ઘટના સાધકો માટે વરદાન જ છે, એવું કહેવું પડશે ! સદર ગ્રંથમાં પંઢરી, પાંડુરંગ, ભક્તશિરોમણિ પુંડલિકની મહતી, વારી અને વારકરી વિશે આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન વિગતવાર આપ્યું છે. આ ગ્રંથ વાંચ્યા પછી, પંઢરપુર જનારા વારકરીઓ તેમજ અન્ય શ્રદ્ધાળુઓના મનમાં પણ ભગવાન પાંડુરંગ પ્રત્યે ભક્તિભાવ અને તેમને મળવાની ઉત્કંઠા વૃદ્ધિંગત થશે. તેમને – પંઢરપુર, ભક્તરાજ પુંડલિકની અપાર ભક્તિ તેમજ વારી (તીર્થયાત્રા)નું આધ્યાત્મિક મહત્ત્વ સમજાશે અને તેમની શ્રદ્ધા વધશે. આ ગ્રંથ લખવાનો ઉદ્દેશ એ જ છે કે પાંડુરંગ પ્રત્યે ‘શ્રદ્ધાળુઓની શ્રદ્ધા વધે, તેઓ સાધના કરે, અનુભૂતિ દ્વારા ભક્તિનો રસાસ્વાદ માણે અને તેના માધ્યમ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ કરે’. આ ગ્રંથ વાંચનારી પ્રત્યેક વ્યક્તિને પંઢરપુરની યાત્રા કરનારા યાત્રાળુઓ સાથે ચાલવાની પ્રેરણા મળે અને તેમના મનમાં ભક્તિની ગંગા અવિરત વહેતી રહે. પ્રત્યેક જીવની આધ્યાત્મિક ઉન્નતિ ઝડપથી થાય, એવી જ કામના !’ એવા આનંદકંદદાતા ભગવાન પાંડુરંગના ગુણગાન કરવાની અમૂલ્ય તક મળી, આ હું પોતાનું સૌભાગ્ય સમજું છું. હું આનંદદાતા ભગવાન પાંડુરંગનાં ચરણોમાં કોટિ-કોટિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું’.
– (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે (મહારાજ)