અંતહીન વનવાસ !

પ્રભુ શ્રીરામને રાજાજ્ઞાને કારણે ૧૪ વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું હતું. તેવી જ રીતે, કળિયુગમાં પણ તેમને રાજકીય વનવાસ ભોગવવો પડી રહ્યો છે. રામજન્મભૂમિનો પ્રશ્ન મધ્યસ્થી કરીને ઉકેલવાનો નિર્ણય, નિરર્થક લોકશાહીના ન્યાયાલયે આપ્યો છે.

રામમંદિર-નિર્માણના વિષયને લઈને ટાળાટાળ !

જે પક્ષ રામમંદિર-નિર્માણના વિષયને લઈને થોડા વર્ષ પહેલાં સત્તાસ્થાને બિરાજમાન થયો, તે હવે આ વિષયને પોતાની સગવડ અનુસાર ભૂલી ગયો છે. વિકાસ માટે કાયદો કરીને ખેડૂતોની ભૂમિ લેનારી સરકાર, રામજન્મભૂમિ પર જ રામમંદિર બને, તે માટે કાયદો કરવાને તૈયાર નથી. તે, ન્યાયાલય ભણી અંગૂલીનિર્દેંશ કરીને, તેનો નિર્ણય આવે ત્યાં સુધી હિંદુઓને રાહ જોવા માટે કહી રહી છે. હવે આ પ્રકરણની સુનાવણી જે ન્યાયમૂર્તિઓ સામે થઈ રહી છે, તે બંધારણપીઠના ૫ ન્યાયમૂર્તિ છે. તેમને હવે સમજાય છે કે આ પ્રકરણમાં મધ્યસ્થી હોવા જોઈએ. અર્થાત્ આ ૫ ન્યાયમૂર્તિઓ અને ૩ મધ્યસ્થીઓના વિચાર પ્રમાણે જ નિર્ણય થશે. મધ્યસ્થીઓના પ્રયત્નો ક્યારે પૂરા થશે ? તેમનું પ્રતિવેદન ન્યાયમૂર્તિઓના ખંડપીઠ સામે ક્યારે પહોંચશે ? ત્યાર પછી, તેઓ નિર્ણય ક્યારે આપશે ? ત્યાં સુધી આ જ બંધારણીય પીઠ રહેશે કે પછી તેના કેટલાક ન્યાયમૂર્તિઓ ‘સેવાનિવૃત્ત’ બની જશે ? જો એવું બને, તો આગળ શું થશે ? આજે આ ટાળાટાળ જોઈને હિંદુઓને ન્યાયાલયીન પ્રક્રિયા અંતહીન લાગી રહી છે.

શું મધ્યસ્થીઓનો નિર્ણય સર્વમાન્ય હશે ?

શરિયત અનુસાર મસ્જિદ અન્ય સ્થાન પર સ્થળાંતરિત કરવામાં આવી શકે છે. પ્રભુ શ્રીરામ માટે મસ્જિદના સ્થાનાંતરનો સુલેહ કરવામાં આવે, આ વિચાર ઑલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના અધ્યક્ષ મૌલાના સલમાન નદવીએ વ્યક્ત કર્યો છે. પરંતુ, આ પહેલાં નદવીએ શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થીને ટેકો પણ આપ્યો છે. પરંતુ ઓવૈસી જેવા કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો છે. તેથી, મધ્યસ્થીઓનો નિર્ણય સહુકોઈને માન્ય થશે, આ વિશે શંકા છે. આ મધ્યસ્થી સમિતિ એવો નિર્ણય આપવાનો પ્રયત્ન કરશે કે જે સહુકોઈને માન્ય હોય. તેથી, આ સમિતિને એવો નિર્ણય લેવામાં કેટલો સમય લાગશે, આ વાત કહેવી અઘરી જ છે. ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામનો વનવાસ ૧૪ વર્ષ સુધી મર્યાદિત હતો. પરંતુ, કળિયુગમાં શ્રીરામજીનો આ રાજકીય વનવાસ અનિશ્ચિત કાલીન છે !