હનુમાનજીના  ગુણ

૧. નામપર દૃઢ શ્રદ્ધા : ‘નામ જ બધુ કરે છે’, હનુમાનજીની એવી દૃઢ શ્રદ્ધા છે. વિશ્વામિત્રઋષિનું આજ્ઞાપાલન કરવા માટે શ્રીરામજીએ હનુમાન સાથે યુદ્ધ કર્યું. શ્રીરામજીએ તેમના પર અનેક બાણ છોડ્યા; પણ રામનામની ભક્તિને કારણે તેમને એકપણ બાણ ન લાગ્યો. નામ પર શ્રદ્ધા હોવાથી જ તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચી ગયા.

૨. સગુણમાં ન અટકવું : હનુમાનજીમાં સગુણ ભાવ કરતાં નિર્ગુણ ભાવ વધારે છે. તેઓ વ્યક્તિનિષ્ઠ નહીં, જ્યારે તત્ત્વનિષ્ઠ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સોંપેલી સેવા પણ હનુમાનજીએ તેટલી જ શ્રદ્ધાપૂર્વક પાર પાડી.

૩. બ્રહ્મચર્યનું કડક પાલન કરવું

૪. નિષ્કામ પ્રાર્થના કરવી : શ્રીરામ ભગવાને અંગદને ‘યુવરાજ’  પદ આપ્યું, સુગ્રીવ અને વિભીષણને રાજ્ય આપ્યું તથા અન્ય બધાયને મૂલ્યવાન ભેટવસ્તુઓ આપી. માત્ર હનુમાનજીને કાંઈ જ ન આપ્યું. શ્રીરામ ભગવાને માગી લેવા માટે કહેવાથી હનુમાનજીએ પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, મને સદૈવ આપના ચરણોમાં સ્થાન આપો. મારા હૃદયમાં સદૈવ આપનો વાસ રહે. આપની સેવા કરવા દો.’ આનાથી સ્પષ્ટ જ થાય છે કે, હનુમાનજી કેટલા નિષ્કામ છે.

૫. આસક્તિ નહીં, પણ વૈરાગ્ય હોવું : હનુમાનજીએ ધન, માન, દેહસુખ, સ્ત્રી, રાજ્ય અને પદનો ત્યાગ કર્યો. તેમને માત્ર ભગવાન જોઈતા હતા. જ્યારે સીતાજીએ હનુમાનજીને સોનાનો હાર આપ્યો, ત્યારે તેમાં ‘રામ’  ન હોવાથી તેમણે તે હારને તોડીને ફેંકી દીધો હતો. તેમને પોતાના આરાધ્ય પ્રભુ રામ સિવાય કાંઈ જ જોઈતું નહોતું.

(સંદર્ભ : સનાતન સંસ્થાનો લઘુગ્રંથ ‘મારુતિ’)

સૌજન્ય : સનાતન સંસ્થા

વધુ જાણકારી માટે : www.sanatan.org/gujarati/3432.html