સર્વોચ્‍ચ ન્‍યાયાલય દ્વારા મધ્‍યસ્‍થી સમિતિ રચવામાં આવવાને કારણે રામમંદિરનો પ્રશ્‍ન લટકી પડ્યો !

* મધ્‍યસ્‍થીનો અર્થ છે આ પ્રકરણને હજી વધારે વર્ષો સુધી લટકતું રાખવાનો પ્રયત્ન કરવો, એવી શંકા જાગે, તો તેમાં આશ્‍ચર્ય કરવા જેવું શું છે ?
* સર્વ પ્રમાણો અને ઐતિહાસિક તથ્‍યો હિંદુઓના પક્ષમાં હોવા છતાં પણ નિર્ણય લેવા માટે લાગી રહેલો સમય ભારતીય લોકશાહીની નિરર્થકતા દર્શાવી રહ્યો છે, એવું જો કોઈ કહે, તો તેમાં આશ્‍ચર્ય તે કેવું !

  નવી દેહલી – સર્વોચ્‍ચ ન્‍યાયાલયે ૮ માર્ચ ૨૦૧૯ના દિવસે કરેલી સુનાવણીમાં અયોધ્‍યા સ્‍થિત રામજન્‍મભૂમિ પર રામમંદિર બાંધવા માટેનો નિર્ણય મધ્‍યસ્‍થ સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે. તે માટે ન્‍યાયાલયે ૩ સદસ્‍યો ધરાવનારી મધ્‍યસ્‍થ સમિતિ રચી છે. તેમાં સર્વોચ્‍ચ ન્‍યાયાલયના માજી ન્‍યાયમૂર્તિ એફ.એમ. કલિફુલ્‍લા, ‘આર્ટ ઑફ લિવિંગ’ના શ્રી શ્રી રવિશંકર અને વરિષ્‍ઠ ધારાશાસ્‍ત્રી શ્રીરામ પંચૂનો સમાવેશ છે. પોતાના આ નિર્ણય વિશે ર્સ્‍વોચ્‍ચ ન્‍યાયાલયે કહ્યું છે કે આ સમિતિએ ૭ અઠવાડિયામાં મધ્‍યસ્‍થીની પ્રક્રિયા પૂર્ણ કરવી, આ સમયગાળામાં આ સમિતિમાં હજી વધારે સદસ્‍યોનો સમાવેશ કરી શકાશે, આગામી અઠવાડિયામાં મધ્‍યસ્‍થીની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે, મધ્‍યસ્‍થીની પ્રક્રિયાનો ફૈજાબાદમાં આરંભ કરવામાં આવે, પ્રસારમાધ્‍યમો આ મધ્‍યસ્‍થીનું વાર્તાંકન કરી શકશે નહીં તેમજ મધ્‍યસ્‍થી સમિતિએ ૪ અઠવાડિયા પછી ન્‍યાયાલયને સદર પ્રક્રિયાની પ્રગતિનું તારણ આપવું.

ગયા સમયની સુનાવણી સમયે ન્‍યાયાલયે મધ્‍યસ્‍થી નિયુક્તિના પેતાના નિર્ણયને સુરક્ષિત રાખ્‍યો હતો. આ પ્રકરણને મધ્‍યસ્‍થી પાસે સોંપવાની ન્‍યાયાલયની સૂચનાનો નિર્મોહી અખાડાને છોડતાં હિંદુ મહાસભા દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો, જ્‍યારે મુસલમાન પક્ષકારોએ તેને ટેકો આપ્‍યો હતો.

સર્વોચ્‍ચ ન્‍યાયાલય દ્વારા સંબંધિત પક્ષકારોને આ પ્રકરણ અંગે સર્વસંમતિથી સહમત કરવા માટે ૩ મધ્‍યસ્‍થોનાં નામો સૂચવવાના નિર્દેંશ આપવામાં આવ્‍યા હતા.

વર્ષ ૨૦૧૦માં અલાહાબાદ ઉચ્‍ચ ન્‍યાયાલયે ૪ દિવાણી ખટલાઓના અંતર્ગત અયોધ્‍યા સ્‍થિત ૨.૭૭ એકર ભૂમિને સુન્‍ની વક્‍ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલાને એક સરખી વહેંચવાનો આદેશ આપ્‍યો હતો. સર્વોચ્‍ચ ન્‍યાયાલયમાં આને પડકાર ફેંકતી ૧૪ યાચિકાઓ પ્રવિષ્‍ટ કરવામાં આવી હતી. સદર યાચિકાઓ વિશે સર્વોચ્‍ચ ન્‍યાયાલયના મુખ્‍ય ન્‍યાયમૂર્તિ રંજન ગોગાઈની અધ્‍યક્ષતા હેઠળ એકત્રિત બંધારણીય પીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. તેમાં ન્‍યાયમૂર્તિ શરદ બોબડે, ધનંજય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ. નઝીર સામેલ છે. (૧૦.૩.૨૦૧૯)