મડગાંવ વિસ્ફોટ પ્રકરણમાં સનાતનના સાધકોની નિર્દોષ મુક્તિ !

ચાર વર્ષ સુધી જૂઠા આરોપ મૂકીને, સનાતન દ્વેષી પ્રચારમાધ્યમો અને કહેવાતા પ્રગતિવાદીઓએ
સનાતન સંસ્થાની એટલી હાનિ કરી છે કે તેઓ જેટલી હાનિભરપાઈ આપે, એટલી ઓછી જ છે !

આ પ્રકરણમાં સનાતન સંસ્થા અને સાધકોની જે માનહાનિ થઈ છે, તેની પૂર્તિ કેવી રીતે થશે ? નિરપરાધ હોવા છતાં પણ આ ૬ સાધકોને ૪ વર્ષ સુધી પોલીસ કોટડીમાં જેમણે અસહનીય યાતનાઓ આપી હતી, તેમને હવે શાસને કઠોર દંડ આપવો જોઈએ ! આજે પણ ડૉ. નરેંદ્ર દાભોળકર, કૉ. ગોવિંદ પાનસરે અને કલબુર્ગી હત્યા પ્રકરણોમાં પોલીસ, તપાસના નામ હેઠળ સનાતનના સાધકો પર માત્ર અત્યાચાર કરી રહ્યા છે. અધ્યાત્મપ્રચાર કરનારી સનાતન સંસ્થાને મડગાંવ વિસ્ફોટ પ્રકરણમાં સંડોવવા માટે આકાશ-પાતાળ એક કરનારી તાત્કાલિન કૉંગ્રેસ સરકાર, હિંદુદ્વેષી પોલીસ અને સનાતન પર અર્થહીન આરોપ કરનારા ધર્મદ્રોહીઓના વિરોધમાં કાર્યવાહી થવા માટે કાયદો થવો જોઈએ !

રામનાથી (ગોવા) – દિનાંક ૧૬ ઑક્ટોબર ૨૦૦૯ની દિવાળીના એક દિવસ પહેલાં રાત્રે ૯.૩૦ કલાકે મડગાંવમાં થયેલા બૉંબસ્ફોટ પ્રકરણમાં આરોપી સનાતનના સાધકો સર્વશ્રી. વિનય તળેકર, વિનાયક પાટીલ, ધનંજય અષ્ટેકર, પ્રશાંત અષ્ટેકર, દિલીપ માણગાવકર અને પ્રશાંત જુવેકરને વિશેષ ન્યાયાલયના ન્યાયમૂર્તિ સાવઈકરે ૩૧ ડિસેંબર ૨૦૧૩ના દિવસે નિર્દોષ મુક્ત કર્યા. સરકારી પક્ષે જે પુરાવા પ્રસ્તુત કર્યા હતા, તે સાધકોને દોષી ઠરાવી શક્યા નહીં. તેથી ન્યાયમૂર્તિએ ઉપર્યુક્ત નિર્ણય આપ્યો. ત્યાર પછી, આ સાધકોનું વિજય-સરઘસ કાઢવામાં આવ્યું અને રામનાથી (ગોવા) સ્થિત સનાતનના આશ્રમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કારાગૃહમાં રહીને સાધનાના બળ પર નિરંતર ૪ વર્ષ સુધી અસહ્ય યાતના સહન કરનારા આ સાધકો નિર્દોષ મુક્ત થયા પછી, તે અવિસ્મરણીય ક્ષણોનો સચિત્ર વૃત્તાંત અત્રે આપી રહ્યા છીએ.
(સમાપ્ત)

 

આરોપી ઠેરવવામાં આવેલા નિર્દોષ સાધકોનો અભિયોગ (ખટલો)
વિનામૂલ્ય લડનારા ૬૪ ટકા આધ્યાત્મિક સ્તર ધરાવનારા ધારાશાસ્ત્રી સંજીવ પુનાળેકર !

મડગાંવ વિસ્ફોટ પ્રકરણમાં સનાતનના સાધકો નિર્દોષ છે. તેમની રાજનીતિક લાભ માટે ધરપકડ કરવામાં આવી. આ સમાચાર મળતાં જ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી (વકીલ) સંજીવ પુનાળેકર ગોવા આવ્યા અને આ સાધકોનો વકીલપત્ર લીધો. નિરંતર ૪ વર્ષ સુધી ચાલેલા આ ખટલા માટે તેમણે કાંઈપણ મહેનતાણું લીધું નહીં. આ ખટલા માટે તેમણે ઓછામાં ઓછો ૫૦ વાર ગાંઠના ખર્ચે મુંબઈ-ગોવા હવાઈ પ્રવાસ કર્યો. આ પ્રવાસ ખર્ચ પણ તેમણે કોઈ સાધકોના કુટુંબીજનો પાસેથી લીધો નહીં. ઊલટું, તેમને આર્થિક સહાયતા જ કરી. રાત-દિવસ એક કરીને ખટલાના દસ્તાવેજો બનાવ્યા અને ખટલો લગનથી લડ્યો. નિર્દોષ સાધકોને અપરાધ-મુક્ત કરાવવા માટે ધારાશાસ્ત્રી પુનાળેકરએ જે ત્યાગ કર્યો છે, તેના દ્વારા તેમની સાધના થઈ અને સાધના દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ થઈ. ધારાશાસ્ત્રી પુનાળેકરના સદર ત્યાગમય કાર્ય વિશેનું વર્ણન ઇતિહાસમાં લખવામાં આવશે. ‘સંકટ સમયે ઈશ્વર ભક્તોનું રક્ષણ કરવા માટે દોડી આવે છે’, તેનો અનુભવ સાધકોને ધારાશાસ્ત્રી પુનાળેકરના માધ્યમ દ્વારા થયો. તેમના પ્રત્યે અમે ગમે તેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, તે ઓછી જ છે. – (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે

ધર્માભિમાની હિંદુઓ સામે આદર્શ રાખનારા
મડગાંવ વિસ્ફોટ પ્રકરણમાં નિર્દોષ છૂટેલા સનાતનના સાધકો !

૧. ‘સાધકોના નિર્દોષ છૂટવાના સમાચાર મળ્યા પછી, બધા સાધકોને ઘણો આનંદ થયો. પહેલા તો મને લાગતું હતું કે હું સુખ-દુ:ખની પેલેપાર નીકળી ગયો છું. પરંતુ આ રીતે મારા દ્વારા વિચાર કરવાનું અસત્ય પુરવાર થયું. આ સમાચાર સાંભળીને મને પણ બધા સાધકોની જેમ આનંદ (સુખ) થયો ! સાધકો નિર્દોષ છૂટવાથી જો આટલો આનંદ થતો હોય, તો હિંદુ રાષ્ટ્રની સ્થાપના થયા પછી કેટલો થશે, તેની હું કલ્પના પણ કરી શકતો નથી.
૨. નિરપરાધ હોવા છતાં પણ સાધકોએ પોલીસ કોટડીમાં અસહ્ય યાતનાઓ ધીરજથી સહન કરી. કારાગૃહમાં મળેલી યાતનાઓ, એક રીતે તેમની હઠયોગ દ્વારા થયેલી સાધના હતી.
૩. કારાગૃહમાં રહેવા છતાં પણ ૪ વર્ષોનો ઉપયોગ તેમણે સાધના માટે કર્યો. પ્રતિદિન સ્વભાવદોષ અને અહં નિર્મૂલનની પ્રક્રિયા કરી, સ્વયંસૂચના સત્ર કર્યા; નામજપ, પ્રાર્થના, ઉપાય કર્યા; શીખવા મળેલાં સૂત્રો લખ્યાં, ભાવજાગૃતિના પ્રયત્નો, ગુણસંવર્ધન પ્રક્રિયા ઇત્યાદિ સારણીમાં લખ્યાં. આવા પ્રયત્નોથી પ્રત્યેકનો આધ્યાત્મિક સ્તર લગભગ ૪ ટકા વધી ગયો. તેઓ જો કારાગૃહમાં ન હોત, તો તેમનો આધ્યાત્મિક સ્તર ૨ ટકા જ વધ્યો હોત. તેમની વ્યષ્ટિ સાધનાનો પાયો હવે પાકો થઈ ગયો છે; તેથી સમષ્ટિ સાધના અને આગામી આધ્યાત્મિક પ્રગતિ દ્રૂતગતિથી થશે.
‘આ સાધકોની વ્યષ્ટિ અને હિંદુ રાષ્ટ્ર સ્થાપનાની સમષ્ટિ સાધના આ વેગથી થતી રહે અને તેમનું જીવન સાર્થક થાય, એ ભગવાન શ્રીકૃષ્ણજીને પ્રાર્થના !’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે

સંતોના આશીર્વાદથી સનાતનના સાધકો મડગાંવ વિસ્ફોટ ખટલામાં નિર્દોષ છૂટ્યા !

‘સાધકોના નિર્દોષ છૂટવામાં તેમની સાધના, ધારાશાસ્ત્રી સંજીવ પુનાળેકરનું વાક્ચાતુર્ય અને આધ્યાત્મિક સ્તરનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. તે સાથે જ, કેટલાક સંતોએ આ સાધકોને નિર્દોષ મુક્ત કરવા માટે સાધના કરી હતી, જ્યારે કેટલાકે આશીર્વાદ આપતી વેળાએ કહ્યું હતું, ‘ચિંતા કરશો નહીં; બધા નિર્દોષ છૂટશે.’
(પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે

કહેવાય છે ‘જો કૂવામાં ન હોય, તો હવેડામાં ક્યાંથી આવે ?’, તેવી રીતે જો ગુનો જ કર્યો ન હોય, તો પુરાવો કેવી રીતે આવે ? આ બાબત મડગાંવ પ્રકરણમાં સિદ્ધ થઈ ચૂકી છે અને કૉ. પાનસરે હત્યા પ્રકરણમાં પણ સિદ્ધ થશે !

પ્રથમ સૂચના પ્રતિવેદન (F.I.R.) કેવળ સનાતનને સંડોવવા માટે હતો ! – ન્યાયમૂર્તિ
ન્યાયમૂર્તિના નિર્ણય-પત્રમાંના કેટલાક મુખ્ય અંશ

૧. એમ લાગે છે કે પોલીસે પ્રથમ સૂચના પ્રતિવેદન કેવળ સનાતનને સંડોવવાના ઉદ્દેશથી બનાવ્યો હતો.
૨. સરકારી પક્ષ દ્વારા આરોપપત્રમાં સહભાગી ૧૨ પરિસ્થિતિજન્ય પુરાવા એક બીજા સાથે મેળ ધરાવતા નહોતા. આ પુરાવાઓમાં કહેવામાં આવેલી વિગતો પણ તર્કસંગત લાગતી નથી.
૩. સદર પુરાવાઓ દ્વારા ગુનો સિદ્ધ થતો નથી.
૪. આરોપી એક-બીજાના સંપર્કમાં હતા, આ વાત પણ સિદ્ધ થઈ શકી નહીં.
૫. શ્રી. વિનય તળેકર અને શ્રી. વિનાયક પાટીલ પર સાંકવાળ ગામમાં બૉંબ મૂક્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, તે વિશે કોઈ નક્કર પુરાવો મળ્યો નહીં.
૬. ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મડગાંવ, સાંકવાળ અને તળાવલી ગામોમાં મૂકવામાં આવેલા વિસ્ફોટક એક સરખા નહોતા.
(ઉપર્યુક્ત બાબતો દ્વારા સ્પષ્ટ થયું કે સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવા માટે રચવામાં આવેલું આ એક મોટું ષડ્યંત્ર હતું. – તંત્રી)