રામનાથી, ગોવા ખાતે મે-જૂન ૨૦૧૯માં સંપન્ન થનારા અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન નિમિત્તે…

ધર્માધારિત ‘હિંદુ રાષ્ટ્ર’ની સોનેરી પ્રભાત હવે દૂર નથી !

શ્રી. રમેશ શિંદે

હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના ઉદ્દેશથી હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત અખિલ ભારતીય હિંદૂ અધિવેશનનું આ આઠમું વર્ષ છે. વર્ષ ૨૦૧૨માં રામનાથી, ગોવા ખાતે સંપન્ન થયેલા પ્રથમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન દ્વારા પ્રેરણા લઈને સામાન્ય પરંતુ ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે ગર્વની લાગણી દર્શાવનારા હિંદુઓ એકત્રિત આવવા લાગ્યા. પ્રતિવર્ષ આયોજિત કરવામાં આવી રહેલા સદર અધિવેશનના માધ્યમ દ્વારા સમગ્ર દેશમાંનાં સેંકડો હિંદુત્વનિષ્ઠ સંગઠનોનું સંગઠન પણ જોત-જોતામાં થઈ ગયું. લવ-જેહાદ, હિંદુઓનું ધર્માંતર, ગોહત્યા, કાશ્મીરી હિંદુઓનું વિસ્થાપન, હિંદુ દેવી-દેવતાઓનું વિડંબન ઇત્યાદિ હિંદુઓ પરના અસંખ્ય પ્રહારોમાંથી એકાદ-બે પ્રહારોના વિરોધમાં લડનારાં સેંકડો હિંદુત્વનિષ્ઠ સંગઠનો આજે ‘હિંદુ રાષ્ટ્રની સ્થાપના’ જેવા વ્યાપક અને સર્વસમાવેશક ધ્યેયથી પ્રેરિત થયાં છે. હિંદુત્વનિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ પૂરતું જ આ સંગઠન સીમિત રહેવાને બદલે, ધર્માચાર્યો, સંત, વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ નિવૃત ન્યાયમૂર્તિ, ધારાશાસ્ત્રી (વકીલ), સંપાદક, પત્રકાર, ઉદ્યોગપતિ, વિચારવંત, ઇતિહાસતજ્જ્ઞો, ડૉક્ટર્સ, સ્વરક્ષણ પ્રશિક્ષણતજ્જ્ઞો ઇત્યાદિ લોકોનું અર્થાત્ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી જાણકાર વ્યક્તિઓનું અભેદ્ય સંગઠન નિર્માણ થયું છે. દેશના ૨૨ રાજ્યો, તેમજ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મલેશિયા ઇત્યાદિ દેશોમાંનાં સેંકડો હિંદુત્વનિષ્ઠ સંગઠનોના સંગઠનની વજ્રમુઠ્ઠી સિદ્ધ થઈ છે. આ સંગઠનાઓનું સ્વરૂપ કેવળ તાત્કાલિક અને વૈચારિક સ્તર પર જ રહેવાને બદલે સંગઠનને નિરંતરતાથી કૃતિપ્રવણતા પણ પ્રાપ્ત થઈ.

જેહાદી આતંકવાદના ભયને કારણે ૯૦ ના દસકામાં જ્યાં સેંકડો નહીં, સહસ્રો પણ નહીં જ્યારે સાડા ત્રણ લાખ કાશ્મીરી હિંદુ કુટુંબોને પોતાના ઘરબાર, ધન-દોલત, સફરજનના બગીચાઓ ઇત્યાદિ સર્વ પર તુલસીપત્ર મૂકીને નિર્વાસિત થવું પડ્યું, ત્યારે તેમને ટેકો આપનારો એકપણ રાજકીય પક્ષ નહોતો કે રાષ્ટ્રવ્યાપી તો શું એકાદ રાજ્યમાં પણ રખેને આંદોલન થયું હોય. આજનું ચિત્ર જુદું જ છે. દેશના ખૂણેખાંચરે ગમે ત્યાં રાષ્ટ્ર અને ધર્મ પર થનારા પ્રહારોના વિરોધમાં પ્રત્યેક મહિનામાં એકજ સમયે ૧૦ રાજ્યોમાંના ૫૦ શહેરોમાં હિંદૂ આંદોલનો થાય છે. આ આંદોલનોના માધ્યમ દ્વારા પોતાની જાતિ, સંપ્રદાય, સંગઠન, પ્રાંત, રાજકીય પક્ષ ઇત્યાદિ પદવીઓ નેવે મૂકીને એકત્રિત થયેલા સમગ્ર દેશમાંના હિંદુઓ અને હિંદુત્વનિષ્ઠ સંગઠનો તેમનો અવાજ ઊંચો (બુલંદ) કરીને સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. હજી સુધી થયેલા અધિવેશનોની ફળોત્પત્તિ જોયા પછી હવે આ વર્ષનું અષ્ટમ અર્થાત અખિલ ભારતીય અધિવેશનનું સ્વરૂપ આપણે જોઈશું.

૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯ સુધી થનારા અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશનમાં ૨૭ અને ૨૮ મેના દિવસોએ ધર્મપ્રેમી ધારાશાસ્ત્રી અધિવેશન થશે. હિંદુ ધર્મરક્ષણ માટે લડનારા હિંદુઓ આજે વિવિધ સ્તરો પર અન્યાય સહન કરવો પડે છે. આવા સમયે તેમને વિનામૂલ્ય વિધિક (કાયદા વિષયક) સહાયતા મળવી આવશ્યક છે. આ પાર્શ્વભૂમિ પર ગત વિવિધ ધારાશાસ્ત્રી અધિવેશનો દ્વારા સંપૂર્ણ ભારતના હિંદુત્વનિષ્ઠ ધારાશાસ્ત્રીઓનું સંગઠન બની રહ્યું છે. હવે આ અધિવેશન દ્વારા ધારાશાસ્ત્રી સંગઠન વધારે સુદૃઢ થશે. બીજી બાજુ હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના વ્યાપક ઉદ્દેશથી તત્પર હિંદુત્વનિષ્ઠોને, વૈધાનિક માર્ગથી આંદોલન કેવી રીતે કરી શકાય છે, તે માટે આવશ્યક કાયદેસર શિક્ષણ આપવું, ‘જનહિત યાચિકા કેવી રીતે પ્રવિષ્ટ કરવી જોઈએ, તેની જાણકારી આપવી’, ‘સૂચના અધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ’, એવાં સૂત્રો શીખવવાથી ધર્મપ્રસાર, હિંદુસંગઠન અને ધર્મરક્ષણ કરનારા હિંદુત્વનિષ્ઠોના કાર્યની ફળનિષ્પત્તિમાં મોટા પ્રમાણમાં વધારો થઈ શકે છે. તે સાથે જ ન્યાયવ્યવસ્થાની ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓના વિરોધમાં ન્યાયાલયીન સંઘર્ષમાં પણ સંગઠિત થઈને સહભાગી થવું, આ અધિવેશનથી સંભવ થશે.

આજે હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે અર્થાત્ ધર્મસંસ્થાપનાના કાર્યમાં વિચાર, ધન, માનવીબળ, આ રીતે પ્રત્યેક સ્તર પર યોગદાનની આવશ્યકતા છે. હિંદુ રાષ્ટ્ર સ્થાપનાના કાર્યમાં જેટલું મહત્ત્વ બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજયુક્ત યોગદાનનું છે, તેટલું જ મહત્ત્વ દાનવીરોનું પણ છે. ધર્મના ઉત્કર્ષ માટે ઉદ્યોગપતિઓનું સંગઠન વૃદ્ધિંગત થાય, તેમજ આ માધ્યમ દ્વારા તેમની સાધના થાય, આ ઉદ્દેશથી ૨૮ મે ૨૦૧૯ના દિવસે ઉદ્યોગપતિ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૯ મે થી ૪ જૂન અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન સંપન્ન થશે. સદર અધિવેશનના માધ્યમ દ્વારા દેશ-વિદેશમાં હિંદુઓ પર થનારા અન્યાય અને અત્યાચાર વિશે વિચારોનું આદાન-પ્રદાન થશે. તે સાથે જ હિંદુ ધર્મરક્ષણ અને રાષ્ટ્રરક્ષણ માટે રાષ્ટ્રીય સ્તર પર પરિણામકારી હિંદુસંગઠન વધારે શક્તિશાળી કેવી રીતે બને, તે વિશે વિચાર થશે. આ સમયે હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે આગામી વર્ષનો સમાન કૃતિ કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવશે.

‘હિંદુસંગઠન’ એ હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું મર્મ છે. આ ઉદ્દેશથી ૫ થી ૮ જૂન સુધી થનારું ચતુર્થ હિંદુ રાષ્ટ્ર સંગઠક અધિવેશન મહત્ત્વપૂર્ણ હશે. આદર્શ સંગઠકમાં કયા ગુણ હોવા આવશ્યક છે, કયા દોષ દૂર કરવાથી આપણે કુશળ સંગઠક બની શકીએ છીએ, ગુણોને સાધનાની જોડ દેવી આવશ્યક શા માટે છે, આવા વિવિધ વિષયો પર સદર અધિવેશનમાં વિચાર-વિમર્શ અને દિશાદર્શન કરવામાં આવશે. તેથી હિંદુ રાષ્ટ્રના ધ્યેયથી પ્રેરિત સંગઠક તૈયાર થશે.

રાજકીય સ્તર પર હિંદુઓનું હિત જાળવવું હવે અસંભવ છે. રાષ્ટ્ર અને હિંદુ ધર્મનું ખરું હિત જાળવવા માટે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી, આ એકમાત્ર ઉપાય છે. લોકકલ્યાણકારી હિંદુ રાષ્ટ્રના આદર્શ વસ્તુપાઠની કેળવણી કરનારા છત્રપતિ શિવાજી મહારાજજીનો ઇતિહાસ આજે પણ આપણા માટે પ્રેરણાદાયી છે જ ! ભારતમાંનો પ્રતિષ્ઠિત બુદ્ધિજીવી વર્ગ (‘ઇલીટ ક્લાસ’) ‘હિંદુ રાષ્ટ્ર’ની માગણીને અનૈસર્ગિક કહીને નિંદા કરે છે. અહીં એ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ કે, જગતના ખૂણેખાંચરે કોઈપણ દેશમાં ત્યાંના બહુમતિ ધરાવનારાઓનું અસ્તિત્વ સામાજિક અને રાજકીય સ્તર પર દૃશ્યમાન થતું ન હોય, એવું ક્યાંય પણ નથી. તેને કારણે જ જગતમાં ખ્રિસ્તીઓના ૧૫૭, મુસલમાનોના ૫૨, બૌદ્ધોના ૧૨, જ્યારે જ્યૂ (યહુદી) લોકોનું પોતાનું ૧ રાષ્ટ્ર છે; પરંતુ જગતની ૭૦૦ કરોડથી વધારે લોકસંખ્યામાંથી ૧૦૦ કરોડ હિંદુઓનું હિત જળવાઈ રહે, એવું એકપણ રાષ્ટ્ર ભૂતલ પર અસ્તિત્વમાં નથી. જગતના આ નિયમ ભણી ભારતમાં કેવળ કૉંગ્રેસને કારણે આંખ આડા કાન કરવામાં આવ્યા. આ નિયમને ધ્યાનમાં રાખીને ભારતને ‘હિંદુ રાષ્ટ્ર’ તરીકે ઘોષિત કરવા માટે વર્ષ ૨૦૧૨માં પ્રથમ જ સંપન્ન થયેલા અખિલ ભારતીય હિંદૂ અધિવેશનનો ઐરાવત હવે અષ્ટમ અધિવેશનના માધ્યમ દ્વારા હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું સ્વપ્ન યથાર્થ કરવાના અનુષંગથી હજી એક આશ્વાસક પગલું આગળ ભરશે, આ વાત સુનિશ્ચિત છે.
શ્રી. રમેશ શિંદે રાષ્ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ

અષ્ટમ ‘અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’નું સમયપત્રક

ફોંડા (ગોવા) – હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૨૭ મે થી ૮ જૂન ૨૦૧૯ના સમયગાળામાં રામનાથી, ગોવા ખાતે ‘અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં હિંદુ ધર્મ અને સમાજ પર થનારા પ્રહારોનો પ્રતિકાર અને હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે કાર્યરત રહેલી વ્યક્તિઓ (સંગઠનોના પદાધિકારી, વકીલ, સંપાદક, લેખક) સહભાગી થવાના છે. ‘હિંદુ રાષ્ટ્રની સ્થાપના’, એ આ અધિવેશનનું મુખ્ય ધ્યેય છે. અધિવેશનનું સમયપત્રક નીચે પ્રમાણે છે.
૨૭ અને ૨૮ મે ૨૦૧૯ : અધિવક્તા અધિવેશન
૨૮ મે ૨૦૧૯ : ઉદ્યોગપતિ અધિવેશન
૨૯ મે થી ૪ જૂન ૨૦૧૯ : અષ્ટમ અખિલ ભારતીય હિંદૂ અધિવેશન
૫ થી ૮ જૂન ૨૦૧૯ : ચતુર્થ હિંદુ રાષ્ટ્ર-સંગઠક પ્રશિક્ષણ અધિવેશન

અધિવેશનના આયોજન માટે ધર્મદાન કરવા વિનંતિ !

અધિવેશન માટે સભાગૃહ, નિવાસ, ભોજન, પ્રદર્શન, સ્થાનિક અવર-જવર ઇત્યાદિ માટે અંદાજે ૬૫ લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. ધર્મપ્રેમી દાનવીરોએ આ કાર્ય માટે મુક્ત હસ્તે આર્થિક સહાયતા કરવી. આ ધર્મદાન ‘આયકર કાયદો, ૧૯૬૧’ અનુસાર ‘૮૦ જી (૫) અંતર્ગત આયકરમાં છૂટ મળવા માટે પાત્ર છે. ધનાદેશ હિંદુ જનજાગૃતિ સમિતિના નામે સ્વીકારવામાં આવશે.

ધર્મદાન માટે વિગતો

બેંકનું નામ : Bank of Baroda શાખાનું નામ : મિરજ
બચત ખાતા ક્રમાંક : ૦૪૪૦૦૧૦૦૦૧૬૮૩૮
નામ : હિંદુ જનજાગૃતિ સમિતિ
આયએફએસસી ક્ર. : BARBOMIRAJX

વિશેષ સૂચના : ધર્મદાન તરીકે બેંકમાં મૂડી જમા કરાવ્યા પછી તે વિશેની વિગતવાર જાણકારી [email protected] આ ઇ-મેલ સરનામા પર મોકલવી અથવા શ્રી. સુરજીત માથુરને સંર્પક ક્ર. ૮૨૦૮૩૩૨૮૫૬ પર સૂચિત કરવા, એમ સમિતિના વતીએ કહેવામાં આવ્યું છે.