વિદેશ વાર્તા

નાનપણથી જ છોકરાઓને ખોટો ઇતિહાસ
ભણાવીને તેમના મનમાં હિંદુદ્વેષ નિર્માણ કરનારો પાકિસ્‍તાન !

‘હિંદુઓ વિશ્‍વાસઘાતકી છે. આ ઢોંગી હિંદુઓએ જ મુસલમાનોની હત્‍યા કરી અને તેમની સંપત્તિ પર નિયંત્રણ મેળવ્‍યું તેમજ મુસલમાનોને ભારતમાંથી હાંકી કાઢ્યા’, આવો ઉલ્‍લેખ પાક સ્‍થિત બલુચિસ્‍તાનના ૫ મા ધોરણના ઇતિહાસના પુસ્‍તકમાં કરવામાં આવ્‍યો છે. (આ છોકરાઓ મોટા થયા પછી આતંકવાદી બનશે જ ! આનાથી ઊલટું ભારત ખાતે હિંદુઓની હત્‍યાનો ખરો ઇતિહાસ પણ શીખવતા નથી ! – તંત્રી) (૨૮.૧.૨૦૧૯)

પાક ખાતે હજી એક સગીર હિંદુ બાળાનું
ધર્માંતર કરીને મુસલમાન સાથે વિવાહ કરાવ્‍યા !

કરાચી – પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં રહેનારી અનુષા મેઘવાર નામક ૧૬ વર્ષીય હિંદુ સગીરાનું મુસલમાનોએ બળજોરીથી અપહરણ કરીને તેનો વિવાહ એક મુસલમાન વ્‍યક્તિ સાથે કરી દીધો છે. (પાકના વખાણ કરીને ભારત અસુરક્ષિત હોવાનો ઢંઢેરો પીટનારા નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાઓ આ ઘટના બાબતે મોઢામાં મગ ભરી લેશે, આ વાત ધ્‍યાનમાં લો ! – તંત્રી) (૨૯.૧.૨૦૧૯)

મહંમદ પૈગંબર વિશે કથિત વાંધાજનક ટ્‌વીટ કરવાથી
સાઊદી અરેબિયામાં કામ કરનારા હિંદુ યુવકને ૧૦ વર્ષની શિક્ષા

થિરૂવનંતપૂરમ્ – કેરળના અલપ્‍પુઝા ખાતે રહેનારા ૨૮ વર્ષીય વિષ્‍ણુદેવ રાધાકૃષ્‍ણન્ નામક ઇજનેરને સાઊદી અરેબિયા ન્‍યાયાલયે દેશદ્રોહના આરોપસર દોષી ઠેરવીને ૧૦ વર્ષની શિક્ષા તેમજ ૨૮ લાખ ૫૦ સહસ્ર રૂપિયાનો દંડ પણ આપ્‍યો છે. વિષ્‍ણુદેવે ટ્‌વીટર પરથી ઇંગ્‍લેંડની એક મહિલા સાથે ચર્ચા કરતી સમયે મહંમદ પૈગંબર વિશે કેટલાક પ્રશ્‍નો ઉપસ્‍થિત કર્યા હતા. તેની જાણકારી વિષ્‍ણુદેવ સાઊદી અરેબિયામાં જ્‍યાં કામ કરે છે તે કંપનીએ પોલીસને આપી. ત્‍યાર પછી વિષ્‍ણુદેવની ધરપકડ કરવામાં આવી. વિષ્‍ણુદેવના પિતાજી ભારતીય વાયુદળના માજી કર્મચારી છે. આ ઘટના વિશે તેમણે સાઊદીમાંનો ભારતીય દૂતાવાસ, વિદેશમંત્રી અને સાંસદ શશી થરૂર સાથે સંપર્ક કરીને સહાયતા કરવાની માગણી કરી છે. (સાઊદી અરેબિયા એક કટ્ટર ઇસ્‍લામી દેશ છે અને ત્‍યાં હિંદુ કર્મચારી અથવા હિંદુ અધિકારી સામે એક ‘કાફીર’ તરીકે જ જોવામાં આવે છે. તે દ્વેષ પરથી જ આ યુવક પર કાર્યવાહી નહીં થઈ હોય, શાના પરથી ? – તંત્રી) (૩૦.૧.૨૦૧૯)

હિંદુઓના મંદિરમાંની મૂર્તિઓની તોડફોડ અને ધર્મગ્રંથ પણ બાળ્યો

નવી દેહલી – પાક ખાતેના ખૈરપૂર ગામના કુમ્‍બ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. આ સમયે હિંદુઓનો ધર્મગ્રંથ પણ બાળવામાં આવ્‍યો. પાકના વડાપ્રધાન ઇમ્રાન ખાને આરોપીઓના વિરોધમાં કાર્યવાહી કરવાનો આદેશ પ્રશાસનને આપ્‍યો છે. (કેવળ કાર્યવાહીનો આદેશ આપવા કરતાં હજી સુધી પાક ખાતે જેટલા મંદિરો તોડીપાડવામાં આવ્‍યાં અથવા તેમના પર અતિક્રમણ કરીને તે હડપવામાં આવ્‍યાં, તે ફરીવાર બાંધીને અથવા મુક્ત કરીને હિંદુઓને સોંપવાનું સાહસ બતાવવું ! – તંત્રી) ‘આવું કૃત્‍ય પવિત્ર કુરાનની શિખામણના વિરોધમાં છે’, એવું ટ્‌વીટ તેમણે કર્યું છે. (૭.૨.૨૦૧૯)

પાક ખાતે પહેલી જ વાર હિંદુ મહિલાની ન્‍યાયમૂર્તિ તરીકે નિમણૂક

ઇસ્‍લામાબાદ (પાકિસ્‍તાન) – ઇસ્‍લામી દેશ રહેલા પાકમાં પહેલી જ વાર સુમન કુમારી નામક હિંદુ ધારાશાસ્‍ત્રીની દિવાણી ન્‍યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ પહેલાં હિંદુધર્મી રાણા ભગવાન દાસ પાક ખાતે પ્રથમ ન્‍યાયમૂર્તિ નિયુક્ત થયા હતા.
ન્‍યા. સુમન કુમારી કમ્‍બર-શાહદતકોટ નિવાસી છે. હૈદરાબાદ અને કરાચી વિદ્યાપીઠોમાંથી સુમન કુમારીએ કાયદાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. સુમનના પિતાજી પવન કુમાર બોદન ડૉક્‍ટર છે. સુમનની બે બહેનો છે, એક ઇજનેર અને બીજા સી. એ. છે. સુમન પોતે લતા મંગેશકરનાં પ્રશંસક છે. (પાક નિર્મિતિ થઈને ૭૧ વર્ષ પછી આવો નિર્ણય લેવામાં આવે છે, તેના પરથી પાકમાં હિંદુઓને માનપદ મળતું નથી, આ વાત ભારતના પાકપ્રેમી નસીરુદ્દીન શાહ અને અન્‍ય ધ્‍યાનમાં લેશે ખરાં ? – તંત્રી) (૩૧.૧.૨૦૧૯)

બાળકોનું લૈંગિક શોષણ કરનારા ૩૦૦ પાદરીઓના નામો સાર્વજનિક કર્યા !

ટેક્સાસ (અમેરિકા) : અહીંની ૧૫ કૅથલિક ડાયોસેસન સંસ્‍થાઓ દ્વારા ૩૦૦ પાદરીઓ પર બાળકોનું લૈંગિક શોષણ કર્યું હોવાના આરોપ કરવામાં આવ્‍યા છે. અમેરિકા ખાતેના કેથલિક બિશપ કૉન્‍ફરન્‍સના અધ્‍યક્ષ કાર્ડિનલ ડેનિયલ ડિર્નાડોએ કહ્યું કે, ‘લૈંગિક શોષણ કરવાનાં આરોપ કરેલા પાદરીઓની વર્ષ ૧૯૫૦ થી તપાસ ચાલુ છે. તેમાંના કેટલાક પાદરીઓના મૃત્‍યુ પણ થયા છે. આરોપી પાદરીઓની અનેક લોકોએ સહાયતા કરી છે. આવા લોકોના નામો પણ ઉજાગર કરવામાં આવ્‍યા છે.
તેમણે ઉમેર્યું કે ‘‘અમને દુઃખ છે કે, આટલા વર્ષો સુધી છોકરાઓ પર અત્‍યાચાર થઈ રહ્યા હતા અને પાદરીઓ પોતાનો દંડ સામે બચાવ કરી રહ્યા હતા.’’ (ખ્રિસ્‍તીઓના ચર્ચમાંના પાદરીઓ દ્વારા કરવામાં આવેલા લૈંગિક શોષણ વિશે ભારતીય પ્રસારમાધ્‍યમો મોઢામાં મગ ભરી લે છે, જ્‍યારે હિંદુઓના સંતો વિશેના જૂઠ્ઠાં આરોપો પર કાદવ ફેંકીને ચર્ચાસત્રો આયોજિત કરે છે, આ બાબત ધ્‍યાનમાં લો ! – તંત્રી)

વ્‍હેટિકનમાંના પાદરીઓએ નન્‍સનું લૈંગિક શોષણ કર્યું ! – પોપ ફ્રાન્‍સિસની સ્‍વીકૃતિ

નવી દેહલી – વ્‍હેટિકન સિટી (રોમ)માંના કેટલાક પાદરીઓ અને બીશપો દ્વારા નન્‍સનું લૈંગિક શોષણ કરવામાં આવ્‍યું છે, એવી સ્‍વીકૃતિ ખ્રિસ્‍તીઓના સર્વોચ્‍ચ ધર્મગુરુ પોપ ફ્રાન્‍સિસે આપી છે. (આવા વિકૃત પાદરીઓ સદાચાર શીખવે છે, આ બાબત હાસ્‍યાસ્‍પદ છે. પાદરીઓની વાસનાંધ વિકૃતિ પર ચાંપ કેવી રીતે રાખવો, એ પણ પોપે કહેવું જોઈએ ! – તંત્રી)
વ્‍હેટિકન સિટીમાંના પાદરીઓ દ્વારા નન્‍સનું લૈંગિક શોષણ થયું હોવાના સમાચાર હાલમાં જ એક નિયતકાલિકે પ્રસિદ્ધ કર્યા હતા. સદર નન્‍સના ગર્ભપાત પણ કરવામાં આવ્‍યા. કેટલીક નન્‍સ આ સંબંધોમાંથી જન્‍મેલા બાળકોનો ઉછેર પણ કરી રહી છે, એવું પણ આ સમાચારમાં કહ્યું હતું. (૭.૨.૨૦૧૯)

દેશના રક્ષણ માટે આવો વિચાર કોઈ કરી શકે ખરું ?

ચીનની ભીંત : ‘૧૫૦૦ માઈલ અર્થાત્ પૃથ્‍વીના પરીઘનો બારમો ભાગ વ્‍યાપનારી, માનવ નિર્મિત આ સૌથી મોટી વાસ્‍તુ છે. આ ભીંતમાં ૨૪,૦૦૦ દરવાજાઓ અને મિનાર છે. ભીંતની સરેરાશ ઊંચાઈ ૨૫ ફૂટ છે અને સપાટીએ તે ૨૦ થી ૩૦ ફૂટ પહોળી છે. આ ભીંત પરથી એકજ સમયે અનેક ઘોડેસ્‍વાર તેમના ઘોડા દોડાવી શકે છે. ખ્રિસ્‍ત પૂર્વ ત્રીજા શતકમાં ચીનના રાજા શિને વ્‍હાંગ ટી એ બાંધકામનો આરંભ કરેલા સદર ભીંતનું કામ આગળ ૧૭૦૦ વર્ષો સુધી ચાલુ રહ્યું અને તેનું સમાપન મિંગ રાજઘરાણા દ્વારા (વર્ષ ૧૩૬૮-૧૩૪૪માં) કરવામાં આવ્‍યું.’ (શ્રી. ગજાનન આશિષ, જાન્‍યુઆરી ૨૦૦૨) (૩૧.૧.૨૦૧૯)