વિશેષ સંપાદકીય

હિંદુઓને દિશાદર્શન કરાવનારી દીવાદાંડી, ‘સનાતન પ્રભાત’ !

વર્તમાનમાં હિંદુઓનું મનોબળ તોડી પાડવાનું કાર્ય કથિત પ્રગતિવાદી, સુધારવાદી, બુદ્ધિવાદી, સામ્‍યવાદીઓ કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં સમાચારપત્ર ‘સનાતન પ્રભાત’ એક નીડર યોદ્ધાની જેમ આ સર્વ હિંદુદ્વેષીઓ પર શાબ્‍દિક પ્રહાર કરી રહ્યું છે. ‘શબ્‍દો કેટલાં ચમત્‍કારી હોય છે,’ આ વાત લોકમાન્‍ય તિલકના ‘કેસરી’એ બતાવી દીધી હતી. તેને જ આદર્શ માનીને, ‘સનાતન પ્રભાત’ પત્રકારત્‍વનો પ્રવાસ ખેડી રહ્યું છે. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાની દિશામાં ક્રમણ કરવું નિશ્‍ચિત રૂપથી સહેલું તો નથી જ. હજી સુધી અગણિત અડચણો અને સંકટો આવ્‍યા. પ્રતિબંધ મૂકાશે, આ વાત લગભગ નિશ્‍ચિત જ હતી, માજી સંપાદક પૂ. પૃથ્‍વીરાજ હજારેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ, હવે આ સંકટોમાંથી તરી જઈને, ‘સનાતન પ્રભાત’ પોતાના ઉદાત્ત ધ્‍યેયની દિશામાં એક એક પગલું દૃઢતાથી માંડી રહ્યું છે. રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મકાર્ય માટે ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક-સમૂહ ગત ૨૦ વર્ષોથી અવિરત પ્રયત્નરત છે. કોઈ પ્રકારનું રાજનીતિક સંરક્ષણ અને આર્થિક બળ ન હોવા છતાં પણ છાપું ચલાવવું આ કેવળ ઈશ્‍વરના આધાર અને સંતોના આશીર્વાદથી જ શક્ય બન્‍યું છે.

હિંદુત્‍વનિષ્‍ઠોનો વિશ્‍વાસ-સંપાદન !

હાલમાં જ ચિપળૂણ, રત્નાગિરી ખાતે થયેલી જનસભામાં હિંદુત્‍વનિષ્‍ઠ ધારાશાસ્‍ત્રી સમીર પટવર્ધને તેમના ભાષણમાં હિંદુઓએ ‘સનાતન પ્રભાત’ વાંચવું જોઈએ, એવું આવાહન કર્યું છે. એક હિંદુત્‍વનિષ્‍ઠને એવું શા માટે લાગે છે કે ‘સમસ્‍ત હિંદુઓએ અન્‍ય કોઈ છાપું નહીં પણ ‘સનાતન પ્રભાત’ વાંચવું જોઈએ ?’ તેમના કહેવા પ્રમાણે ‘સનાતન પ્રભાત’ વાંચવાથી જ હિંદુઓને પોતાની વર્તમાન સ્‍થિતિનું જ્ઞાન થાય છે. પ્રચારમાધ્‍યમો દ્વારા હિંદુ ધર્મ પર થયેલા પ્રહારો એક તો ઉજાગર કરવામાં આવતા નથી અથવા તે વિશે એકાંગી વૃત્તાંકન કરવામાં આવે છે. તેનાથી ઊલટું ‘સનાતન પ્રભાત’માં બંગાળ, કાશ્‍મીર, કેરળ ઇત્‍યાદિ રાજ્‍યોમાં હિંદુઓ પર થનારા અત્‍યાચાર, ‘લવ-જેહાદ’ને કારણે હિંદુ યુવતીઓનું ધર્માંતર અને તેમના પર ધર્માંધો દ્વારા કરવામાં આવી રહેલા અત્‍યાચાર, ધર્માંધો દ્વારા હિંદુત્‍વનિષ્‍ઠોની હત્‍યાઓ ઇત્‍યાદિ વિશે સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે. હિંદુઓને વિશ્‍વાસ લાગે છે કે ‘અન્‍ય છાપાઓ હિંદુઓ પર થયેલા પ્રહારો વિશેના સમાચાર નહીં છાપે, પરંતુ ‘સનાતન પ્રભાત’ તે અવશ્‍ય છાપશે જ.’
કેવળ પ્રહારોના સમાચાર છાપી દેવાથી અમારું દાયિત્‍વ પૂરું થઈ જાય છે, એવું અમે માનતા નથી. ‘સનાતન પ્રભાત’ પ્રકાશિત કરવાનો ઉદ્દેશ એમ છે કે પોતાના પર થઈ રહેલા પ્રહારો રોકવા માટે હિંદુઓએ સંગઠિત થઈને કાર્ય કરવું જોઈએ. ગોવા તેમજ મહારાષ્‍ટ્રમાં પણ, ‘સનબર્ન’ જેવા સંસ્‍કૃતિદ્રોહી કાર્યક્રમોનું આયોજન કરીને વિકૃતિ ફેલાવવાનું કાર્ય સરકારી સ્‍તર પર કરવામાં આવ્‍યું. ‘સનબર્ન’થી થનારી હાનિ, તે સમયગાળામાં થનારા નશીલા પદાર્થોનું વેચાણ અને તેનાથી યુવકોના વ્‍યસનાધીન થવા વિશે ‘સનાતન પ્રભાતે’ ઘણી ચોખવટ કરીને લેખ લખ્‍યા હતા. તેથી સમાજમાં ‘સનબર્ન’ના વિરોધમાં વાતાવરણ તૈયાર થયું. કેટલાક સ્‍થાનો પર તો તેના વિરોધમાં નાગરિકો અને સંગઠનોએ વૈધ માર્ગથી આંદોલન પણ કર્યું. તે આંદોલનનો ‘સનાતન પ્રભાતે’ ઘણો પ્રચાર કર્યો. ‘સનબર્ન’ જેવી વિકૃતિઓ રોકવા માટે સરકાર, પ્રશાસન અને પોલીસ એમ કોઈ દ્વારા પણ સહકાર્ય મળતું નથી. તેથી આવી વિકૃતિઓ રોકવા માટે સમાજે જ આગેવાની કરવી પડશે. સમાજને પણ એમ લાગે છે કે આપણે આના વિરોધમાં કાંઈક કરવું જોઈએ. પરંતુ તેમને યોગ્‍ય દિશાદર્શન કરનારું કોઈ હોતું નથી. હવે આ ઓછપ ‘સનાતન પ્રભાત’ પૂરી કરી રહ્યું છે. વૈધ માર્ગથી આંદોલન કેવી રીતે કરવું જોઈએ, પ્રશાસકીય અધિકારી જો ફરિયાદ ન સાંભળે, તો આગળ શું કરવું જોઈએ, આ વિશે ‘સનાતન પ્રભાત’ માર્ગદર્શન કરે છે.

વૈચારિક આતંકવાદ વિશેના સમાચાર !

વૈચારિક આતંકવાદ, જેહાદી આતંકવાદ જેવો જ ભયાનક છે ! આધુનિક વિચારોના નામ પર ધર્મવિરોધી વિચાર ફેલાવવા, પર્યાવરણ રક્ષણના નામ પર તહેવારો અને ઉત્‍સવો વિશે નકારાત્‍મક ભાવના ફેલાવવી અથવા તહેવારોની ધાર્મિકતા નષ્‍ટ કરીને ત્‍યાં ભોગવાદી કાર્યક્રમોનું આયોજન કરવું, આ કારણોથી પણ હિંદુઓ પોતાના ધર્મથી દૂર જઈ રહ્યા છે. નિરંતર વૈચારિક પ્રહારો કરીને હિંદુઓમાં તેમની ગૌરવશાળી પરંપરા વિશે નકારાત્‍મક ભાવના ઉત્‍પન્‍ન કરીને તેમને સ્‍વાભિમાનશૂન્‍ય બનાવવા આ વૈચારિક આતંકવાદીઓનું ષડ્‌યંત્ર છે. આતંકવાદીઓને લાગે છે કે ‘એકવાર હિંદુ જો પોતાના ધર્મ વિશે અભિમાનશૂન્‍ય અને ઉદાસીન બની જાય તો હિંદુ ધર્મ સમાપ્‍ત કરવો સહેલું થઈ જશે.’ સદર વૈચારિક આતંકવાદ નષ્‍ટ કરવા માટે તેનું અત્‍યંત નક્કર વૈચારિક ખંડન કરવું પણ આવશ્‍યક છે. તેથી, ક્યાંય પણ હિંદુ ધર્મ પર પ્રહાર થાય, તો હિંદુઓ ઘણી ઉત્‍સુકતાથી એમ વાંચવા માટે રાહ જુએ છે કે ‘સનાતન પ્રભાત’ આનું ખંડન કેવી રીતે કરે છે. સદર ખંડનયુક્ત લેખો વાંચીને હિંદુઓ પોત-પોતાના સ્‍તર પર હિંદુદ્વેષીઓનો વૈધ માર્ગથી વિરોધ કરવા લાગ્‍યા છે.
અમારા વાચકો ‘સનાતન પ્રભાત’ કેવળ વાંચીને બાજુ પર મૂકવાને બદલે તેને દૂત બનાવીને ધર્મ પર થનારા પ્રહારો પ્રત્‍યે સંવેદનશીલ રહે છે અને તેને રોકવાનો પ્રયત્ન પણ કરે છે. આવા ધર્મનિષ્‍ઠ અને ક્રિયાશીલ વાચકો મળવા એ પણ કેવળ ઈશ્‍વરનિષ્‍ઠ સનાતન પ્રભાતના ભાગ્‍યમાં છે.

આત્‍મચેતના જગાવનારું માસિક !

પરાત્‍પર ગુરુ પરશરામ પાંડે મહારાજનું અમૂલ્‍ય માર્ગદર્શન સનાતન પ્રભાતને સદૈવ મળતું રહે છે. તેમના કહેવાથી સનાતન પ્રભાતમાં, ‘આત્‍મચેતના પર રહેલું અજ્ઞાનરૂપી આવરણ દૂર કરનારું માસિક’, આ ઉદ્‌ઘોષવાક્યનો માસિકમાં સમાવેશ કરવામાં આવ્‍યો. ખરૂં જોતાં, આ કાર્ય ઘણું કપરું છે. કારણકે સંતો જ વ્‍યક્તિની આત્‍મચેતના પર આવેલું અજ્ઞાનનું આવરણ દૂર કરીને, તેને સદૈવ જાગૃત રાખી શકે છે. તેથી, તેમના આશીર્વાદથી આ ધ્‍યેય પૂર્ણ થવાનું છે ! રાષ્‍ટ્રહિત તેમજ ધર્મહિત સાધ્‍ય કરવા માટે ‘આત્‍મચેતના જગવવાની આવશ્‍યકતા શું છે’, આ પ્રશ્‍ન અત્રે ઉપસ્‍થિત થઈ શકે છે. તેનો ઉત્તર એમ છે કે ગત કેટલાક વર્ષોથી હિંદુ રાષ્‍ટ્રની માગણી તીવ્ર બની રહી છે. તે માટે હિંદુત્‍વનિષ્‍ઠો પણ પ્રયત્નોની પરાકાષ્‍ઠા કરી રહ્યા છે. પરંતુ, તેમના પ્રયત્નો અપેક્ષિત પ્રમાણમાં સફળ થતા નથી. આ વિશે વ્‍યાપક ચિંતન કરવાથી ધ્‍યાનમાં આવ્‍યું કે હિંદુઓમાં આત્‍મબળ ઘણું ઓછું છે. આત્‍મબળ વધારવા માટે તેમની આત્‍મચેતના જગવવી આવશ્‍યક છે. તે માટે સદર આપત્‍કાળમાં કઈ સાધના કરવી જોઈએ ? આ વિશે ‘સનાતન પ્રભાત’માં માર્ગદર્શક લેખ પ્રકાશિત કરવામાં આવે છે. ઇતિહાસમાં આવા છાપાં ભાગ્‍યેજ જોવા મળે છે, કે જે સમાજનો આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ કરવા માટે નિરંતર પ્રયત્નરત રહે છે. એવા સમાચારપત્રોમાં એક છે, ‘સનાતન પ્રભાત’ !

ઈશ્‍વરની યોજના અનુસાર સમાજમાં આત્‍મચૈતન્‍ય જાગરણનું કાર્ય કરવાથી હિંદુ રાષ્‍ટ્ર હાથવેંતમાં આવશે, તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.