ફેબ્રુઆરી મહિનામાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર !

ત્રિરંગા યાત્રાના વિરોધ તરીકે ધર્માંધ
વિદ્યાર્થીઓએ કરી ૩ હિંદુ વિદ્યાર્થીઓની મારઝૂડ !

અલીગઢ (ઉત્તરપ્રદેશ) – અહીં સ્‍થિત અલીગઢ મુસ્‍લિમ વિશ્‍વવિદ્યાલયમાં ૨૨ જાન્‍યુઆરીના દિવસે હિંદુ વિદ્યાર્થીઓ દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે વિશ્‍વવિદ્યાલયના પરિસરમાં મંદિર બાંધવાની માગણી કરવામાં આવી હતી. તેના વિરોધ તરીકે યાત્રામાં સહભાગી થયેલા ૩ હિંદુ વિદ્યાર્થીઓને ધર્માંધ વિદ્યાર્થીઓએ મારઝૂડ કરી. (આ બનાવનો કહેવાતા પુરોગામી, પોતાને કાયદાના રક્ષક સમજનારા અભિવ્‍યક્તિ સ્‍વતંત્રતાવાળા અને નિધર્મીવાદીઓ હવે મોઢું ખોલશે ખરાં ? તેમજ પ્રસિદ્ધિ માધ્‍યમો ક્યાં સૂઈ ગયા ? – તંત્રી) (૨૮.૧.૨૦૧૯)

મુંબ્રા અને સંભાજીનગરથી ધરપકડ કરેલા
જેહાદી આતંકીઓએ રમતના પ્રશિક્ષણ નિમિત્તે ષડ્‌યંત્ર રચ્‍યું !

મુંબઈ – મહારાષ્‍ટ્ર આતંકવાદ વિરોધી પથકે (એટીએસ્એ) મોહસીન સિરાજઉદ્દીન ખાન (વય ૨૦ વર્ષ), તેનો ભાઈ સલમાન ખાન, તેમજ નાનો ભાઈ મહંમદ તકી ઉર્ફે અબુ ખાલીદ સિરાજુદ્દીન ખાન (વય ૨૦ વર્ષ)ની ધરપકડ કરી છે. મહંમદ ફૂટબોલ ખેલાડી છે. તે મુંબ્રા અને કુર્લા ખાતે એક ક્લબમાં પ્રશિક્ષક હતો. ધરપકડ કરેલું જૂથ પ્રશિક્ષણ નિમિત્તે એકબીજાને મળીને ચર્ચા કરતું હતું. ક્લબમાં અન્‍ય આતંકીઓ પણ પ્રશિક્ષણ લેવા માટે આવતા હતા. પ્રશિક્ષણના નામ હેઠળ તેમણે ષડ્‌યંત્ર રચ્‍યું હોવાની જાણકારી ઉજાગર થઈ રહી છે. તેમાં ક્લબમાંના અન્‍ય કેટલાક યુવકોને ઉશ્‍કેરવાનો પ્રયત્નો થયા છે શું ? આ દિશામાં પણ એટીએસ્ તપાસ કરી રહી છે. (ભારતમાં ફેલાયેલા પાકપુરસ્‍કૃત આતંકવાદીઓનું મૂળ જ નષ્‍ટ કરીએ, તો જ ભારતમાંનો આતંકવાદ સમાપ્‍ત થશે ! – તંત્રી) (૨૯.૧.૨૦૧૯)

સ્‍થાનિકોના વિરોધને કારણે આખરે નન્‍સનું સ્‍થાનાંતર ચર્ચ દ્વારા રદ !

કોટ્ટયમ (કેરળ) – કેરળ ખાતેની નન પરના બળાત્‍કારના પ્રકરણમાં બિશપ ફ્રૅન્‍કો મુલક્કલની ધરપકડ કરવાની માંગણી કરનારી અને સાક્ષીદાર તરીકે આગળ આવનારી નન્‍સ પર ‘મિશનરીઝ ઑફ જીસસ’ દ્વારા કાર્યવાહી કરીને આ સર્વ નન્‍સનું કેરળથી દૂર રહેલી કૉન્‍વ્‍હેંટ શાળાઓમાં સ્‍થાનાંતર કરવામાં આવ્‍યું હતું. આ સ્‍થાનાંતર રોકવા માટે ‘સેવ અવર સિસ્‍ટર્સ’ સંસ્‍થાએ કેરળના મુખ્‍યમંત્રી પાસે માગણી કરી હતી. તેમજ સ્‍થાનિકોએ આંદોલન કર્યું હતું.

ઉપરોક્ત વિરોધને કારણે આ નન્‍સનું સ્‍થાનાંતર ચર્ચ દ્વારા આખરે રદ કરવામાં આવ્‍યું. જ્‍યાંસુધી આ પ્રકરણનો નિકાલ ન આવે ત્‍યાંસુધી આ સ્‍થાનાંતર રોકવામાં આવ્‍યું છે. (પીડિત નન અને તેને ટેકો આપનારી નન્‍સ પર જ કાર્યવાહી કરનારા ચર્ચના વિરોધમાં એક પણ ઢોંગી, નિધર્મીવાદી અને તેમને વેચાઈ ગયેલા પ્રસારમાધ્‍યમો મોઢું ખોલતા નથી, આ વાત ધ્‍યાનમાં લો ! – તંત્રી) (૧૧.૨.૨૦૧૯)

કુંભમેળામાં ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા બાયબલની
પ્રતિઓ વહેંચીને હિંદુઓનું ધર્માંતર કરવાનો પ્રયત્ન !

  પ્રયાગરાજ (કુંભનગરી) – કુંભમેળામાં ખ્રિસ્‍તી મિશનરીઓએ બાયબલની પ્રતિઓ વહેંચીને હિંદુઓનું ધર્માંતર કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો. ‘પંજાબી ખ્રિશ્‍ચન ગોલ્‍ડ’ વાહિની પરથી ખ્રિસ્‍તી મિશનરી બાયબલ વિશે જાણકારી કહેતા હોવાની ધ્‍વનિચિત્રચકતી ‘ભારત પુનરુત્‍થાન’ સામાજિક સંકેતસ્‍થળ પરથી પ્રસારિત કરવામાં આવી. તેમાં ૪ ખ્રિસ્‍તી મિશનરીઓ સાધુ અને ભક્તોને ‘ગીતા કરતાં બાયબલ વધારે સારું છે’, એમ કહેતા હોવાનું સ્‍પષ્‍ટ રીતે જોવા મળે છે. ‘ભારત પુનરુત્‍થાન’ આ ટ્‍વિટર ખાતા પરથી ખ્રિસ્‍તી મિશનરીઓ કેવી રીતે બાયબલનું વહેંચાણ કરીને હિંદુઓનું ધર્માંતર કરી રહ્યા છે, આ બાબત કહી છે. આ જોઈને અનેક જણે ખ્રિસ્‍તીઓના વિરોધમાં ટ્‍વિટર પરથી પ્રતિક્રિયાઓ વ્‍યક્ત કરી છે. તેમાંની એક આ પ્રમાણે છે.
આર્ચી : કુંભમેળામાંની સમિતિએ ખ્રિસ્‍તી અને મુસલમાનોને કુંભમેળામાં જરાય પ્રવેશ આપવો નહીં. કર્ણાટક ખાતે એક ખ્રિસ્‍તી મહિલાએ મંદિરના પ્રસાદમાં ઝેર ભેળવવાથી ૧૮-૧૯ હિંદુઓના મૃત્‍યુ થયા હતા. ખ્રિસ્‍તી મિશનરીઓ વિશે પોલીસમાં તરત જ માહિતી આપવી જોઈએ. (ક્યારે પણ ખ્રિસ્‍તીઓના ધાર્મિક મેળાવડામાં અથવા મુસલમાનોના કાર્યક્રમમાં હિંદુઓ ગીતાની પ્રતિઓ વહેંચતા હોવાનું સાંભળ્યું છે ખરૂં ? ખ્રિસ્‍તીઓને હિંદુઓનું ધર્માંતર કરવા બાબતે રોકનારો સક્ષમ કાયદો ભારત ખાતે અસ્‍તિત્‍વમાં નથી, તેમજ રાજ્‍યકર્તાઓ, પોલીસ અને પ્રશાસન પણ તેમને છૂટ આપે છે. તેથી વધારે ઉદ્દામ બનેલા ખ્રિસ્‍તીઓ હિંદુઓના સર્વોચ્‍ચ ધાર્મિક ઉત્‍સવમાં આવીને ત્‍યાં ધર્માંતરનું ષડ્‌યંત્ર રચવાનું સાહસ ખેડી શકે છે ! – તંત્રી) (૨૯.૧.૨૦૧૯)

શ્રી સિદ્ધીવિનાયક મંદિરમાં દર્શન પ્રવેશિકા હવે રૂ. ૫૦ને બદલે રૂ. ૧૦૦માં !

મુંબઈ (મહારાષ્‍ટ્ર) – અહીં પ્રભાદેવી સ્‍થિત સુપ્રસિદ્ધ દેવસ્‍થાન શ્રી સિદ્ધીવિનાયક મંદિરમાં અગ્રક્રમથી દર્શન મળે, એ માટે પ્રવેશિકા કાઢીને તે લેનારને સ્‍વતંત્ર રીતે દર્શન મળે તેવી સુવિધા દેવસ્‍થાન દ્વારા ચાલુ છે. પહેલાં તેનું મૂલ્‍ય રૂ. ૫૦ હતું, જે હવે ગત અઠવાડિયાથી રૂ. ૧૦૦ કરવામાં આવ્‍યું છે. સર્વ ભક્તો સાથે દર્શન લેવા માટે લગભગ ૧ કલાક હરોળમાં ઊભા રહેવું પડે છે, જ્‍યારે પ્રવેશિકા લઈને લગભગ અડધા કલાકમાં દર્શન થાય છે ! (મંદિર સરકારીકરણ અને ધર્મશિક્ષણના અભાવથી પૈસા ભરીને ભગવાનના દર્શન લેવાની ચાલુ કરવામાં આવેલી પ્રથા વ્‍યવહારિક હોવાને બદલે શ્રદ્ધાનો ‘બજાર’ ભરાયો હોય તેવી છે, એવું જો ભક્તોને લાગતું હોય, તો તેમાં ખોટું શું છે ? – તંત્રી) (૩૦.૧.૨૦૧૯)

મધ્‍યપ્રદેશ ખાતે પ્રજાસત્તાકદિન નિમિત્તે ‘ગદર’
ચલચિત્રના ગીત પર નૃત્‍ય કરનારા બાળકો પર ધર્માંધોનું સશસ્‍ત્ર આક્રમણ

‘ગદર’ ચલચિત્રમાં શીખ યુવક અને પાકિસ્‍તાની મુસલમાન યુવતીની પ્રેમકથા બતાવવામાં આવી છે. આ ચલચિત્રનો યુવક પ્રખર રાષ્‍ટ્રાભિમાની બતાવવામાં આવ્‍યો છે, તેથી પાકપ્રેમી ધર્માંધોનો આ ચલચિત્ર માટે વાંધો છે.
રાજગડ (મધ્‍યપ્રદેશ) – અહીં ખુજનેર શહેરમાં પ્રજાસત્તાકદિન સમયે આયોજિત કાર્યક્રમમાં શાળાના બાળકોએ ‘ગદર’ ચલચિત્રના ગીત પર નૃત્‍ય કર્યું. તેથી ત્‍યાં ઉપસ્‍થિત ધર્માંધોએ દેશવિરોધી ઘોષણા કરીને તેમના પર સશસ્‍ત્ર આક્રમણ કર્યું અને તેમને મારઝૂડ કરી. તેમજ ત્‍યાં તોડફોડ પણ કરી. તેમાં ઘણાં બાળકો ઘાયલ થયા છે. (કૉંગ્રેસની સત્તા આવ્‍યા પછી હિંદુઓની શી દશા થાય છે, આ વાત હવે તોયે હિંદુઓ ધ્‍યાનમાં લેશે ખરાં ? – તંત્રી) (૩૧.૧.૨૦૧૯)

‘રાષ્‍ટ્રીય મુસ્‍લિમ મંચ’ પછી હવે
રા.સ્‍વ.સંઘ ‘રાષ્‍ટ્રીય ઈસાઈ મંચ’ બનાવવાની તૈયારીમાં

નવી દેહલી – રા.સ્‍વ.સંઘ ગત વર્ષથી ખ્રિસ્‍તી સંગઠન સ્‍થાપન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એવા સમાચાર છે. આ પહેલાં તેઓ ‘રાષ્‍ટ્રીય મુસ્‍લિમ મંચ’ની સ્‍થાપના કરી ચૂક્યા છે. સંઘે વર્ષ ૨૦૧૬માં કેટલાક પાદરીઓ સાથે આ વિશે ચર્ચા કરી હતી, પણ કાંઈ મેળ પડ્યો નહીં. ત્‍યાર પછી વર્ષ ૨૦૧૭માં આગરા ખાતેના એક ખ્રિસ્‍તી પરિવાર સાથે ચર્ચા થઈ હતી. ત્‍યારથી પ્રયત્નો ચાલુ થયા છે. આ ચર્ચામાં સહભાગી થયેલા એક પદાધિકારીએ કહ્યું છે કે, જો ખ્રિસ્‍તીઓ સંઘ સાથે જોડાય તો તેમને સંઘની રાષ્‍ટ્ર-રચનાની ભૂમિકા સમજાવી શકાશે. (હિંદુઓ માટે કાંઈ નક્કર પગલા ભરવાને બદલે અન્‍ય પંથીઓની ચાપલૂસી કરનારો સંઘ હિંદુહિત શું સાધ્‍ય કરવાનો છે ? – તંત્રી) (૪.૨.૧૯)

વાસનાંધ મૌલવીએ શરીરસુખ માટે
વિરોધ કરનારી સગીર હિંદુ બાળાને સળગાવી દીધી

કર્નુલ (આંધ્રપ્રદેશ) – અહીં કર્નુલ જિલ્‍લાના બદિનેહાલ ગામમાં ૩૫ વર્ષનો મોહિઉદ્દીન સાહેબ નામક મૌલવી થોડા મહિનાથી બાળાને ત્રાસ આપતો હતો અને આ વિશે બાળાએ તેના વાલીઓને કહ્યું હતું. વાલીઓએ તે સમયે તેને બાળાથી દૂર રહેવાની સમજ આપી હતી. ત્‍યાર પછી આ છોકરી કરિયાણુ લાવવા પાસેના દુકાનમાં જતી સમયે મૌલવી એકાંતનો ફાયદો લઈને શરીરસુખની માગણી કરવા લાગ્‍યો. છોકરીએ ના પાડી ત્‍યારે ક્રૂર મૌલવીએ તેના પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દીધી અને પછી ત્‍યાંથી પલાયન કરી ગયો. બાળકીની સ્‍થિતિ ગંભીર છે. (આ વિશે મૌન રહેનારા સામ્‍યવાદીઓએ જો એકાદ હિંદુ વ્‍યક્તિએ મુસલમાન બાળા બાબતે આવું કર્યું હોત, તો આકાશ-પાતાળ એક કર્યું હોત ! – તંત્રી) (૬.૨.૨૦૧૯)

ગોશાળા માટે રૂ. ૨૪૮ કરોડ જ્‍યારે
મદરેસાઓના આધુનિકીકરણ માટે રૂ. ૪૫૯ કરોડની જોગવાઈ

  લક્ષ્મણપુરી (ઉત્તરપ્રદેશ) – અહીંની સરકારે ૭ ફેબ્રુઆરીના દિવસે અર્થસંકલ્‍પ પ્રસ્‍તુત કર્યો, તેમાં સરકારે રાજ્‍યમાંની ગોશાળા બાંધવી અને તેમની સારસંભાળ માટે ૨૪૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જ્‍યારે લઘુમતિમાં રહેલા વિદ્યાર્થીઓની શિષ્‍યવૃત્તિ માટે ૯૪૨ કરોડ રૂપિયાની અને મદરેસાઓના આધુનિકીકરણ માટે રૂ. ૪૫૯ કરોડ આપવામાં આવ્‍યા છે. (મદરેસાઓમાંથી રાષ્‍ટ્રવિરોધી શિક્ષણ આપવામાં આવતું હોવાનું વારંવાર ઉજાગર થયું હોવા છતાં પણ તેને તાળાં લગાડવાને બદલે તેમના પર કરોડો રૂપિયાનો વર્ષાવ કરનારી સરકાર રાષ્‍ટ્રઘાતકી જ છે ! – તંત્રી) (૮.૨.૨૦૧૯)

વિદ્યાપીઠમાં સરસ્‍વતીદેવીની પૂજા કરી શકાશે નહીં ! – કોચી વિદ્યાપીઠ

થિરૂવનંતપૂરમ્ (કેરળ) – અહીં ઉત્તર કટ્ટનાડ સ્‍થિત કોચી વિદ્યાપીઠના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન વિભાગના ઉત્તરભારતીઓએ ૮ ફેબ્રુઆરીના દિવસે વિદ્યાપીઠના પરિસરમાં સરસ્‍વતીપૂજન કરવા બાબતે પત્ર દ્વારા પૂછેલા પ્રશ્‍નનો ઉત્તર આપતી વેળાએ વિદ્યાપીઠના પ્રાચાર્યએ જણાવ્‍યું કે વિદ્યાપીઠ પરિસર ધર્મનિરપેક્ષ હોવાથી પરિસરમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ કરવા માટે પ્રતિબંધ છે. (દેશમાં ગમે ત્‍યાં દિવસમાં પાંચવાર નમાજપઠણ કરવામાં આવે છે; પણ તે સમયે કોઈને ધર્મનિરપેક્ષતાનું સ્‍મરણ થતું નથી, આ વાત ધ્‍યાનમાં લો ! – તંત્રી) (૮.૨.૨૦૧૯)

આસામ ખાતે ધર્માંધો દ્વારા હિંદુઓના
ઘરો સળગાવ્‍યાં અને મંદિર તેમજ મૂર્તિની તોડફોડ !

કરીમગંજ (આસામ) – અહીંની બરાક ખીણમાં દોહલિયા ભાગ ૧માં ધર્માંધોએ હિંદુઓના કેટલાક ઘરોને આગ ચાંપવા સાથે જ મંદિરોની તોડફોડ અને મૂર્તિઓનું ભંજન કરી હોવાનો બનાવ ઉજાગર થયો છે. તેથી ત્‍યાં તણાવપૂર્ણ સ્‍થિતિ છે.
આસામની પાથરકાંદી શાળાના અરબી શિક્ષક મૌલાના મહેબૂબે એક હિંદુ વિદ્યાર્થિની પર બળાત્‍કાર કર્યો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવને કારણે ધર્માંધોએ ઉપરોક્ત પ્રકાર કર્યા હોવાની શક્યતા વર્તવવામાં આવી રહી છે. (સત્તા કૉંગ્રેસની હોય કે ભાજપની, તેમાં કાંઈ ફેર ન હોવાથી હિંદુઓએ હવે ધર્માધિષ્‍ઠિત હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કટિબદ્ધ થવું ! – તંત્રી) (૧૩.૨.૨૦૧૯)

વિહિંપનો લોકસભા ચૂંટણી થાય ત્‍યાં સુધી
રામમંદિર આંદોલન સ્‍થગિત કરવાનો ધક્કાદાયક નિર્ણય

ધર્મસંસદમાં રામમંદિર બાંધવા બાબતે દિનાંક ઘોષિત ન થવાથી હિંદુત્‍વનિષ્‍ઠ અને સાધુઓની સંતપ્‍ત ઘોષણાબાજી !

પ્રયાગરાજ (કુંભનગરી) – વિહિંપ દ્વારા આયોજિત ૨ દિવસીય ધર્મસંસદમાં રામમંદિર વિશે કોઈપણ ઘોષણા થઈ નહીં. તેનાથી ઊલટું લોકસભા ચૂંટણી થાય ત્‍યાં સુધી રામમંદિર આંદોલન સ્‍થગિત રાખવાનો ધક્કાદાયક નિર્ણય વિહિંપ પરિષદે ધર્મસંસદમાં લીધો. ધર્મસંસદમાં આવેલા હિંદુત્‍વનિષ્‍ઠ કાર્યકર્તાઓને ‘રામમંદિર સૂત્ર પર વિહિંપ અને સરસંઘચાલક કાંઈક નક્કર નિર્ણય લેશે’, એવી અપેક્ષા હતી. તે પૂર્ણ ન થવાથી તેમની સહનશક્તિનો અંત આવ્‍યો અને ધર્મસંસદમાં પ્રચંડ હોબાળો મચી ગયો. (વિહિંપની ભૂમિકા એટલે કરોડો હિંદુઓની ભાવનાઓનો કરેલો ઉપહાસ છે ! હવે સંતમહંતોના આશીર્વાદથી ધર્મબળસંપન્‍ન હિંદુઓ જ અયોધ્‍યા ખાતે રામમંદિર બાંધશે ! હિંદુઓ, હવે વધારેમાં વધારે સાધના કરીને આધ્‍યાત્‍મિક બળ વૃદ્ધિંગત કરો, તો જ રામમંદિર બાંધવા માટે પ્રભુ શ્રીરામ તમને બળ આપશે ! – તંત્રી) (૨.૨.૨૦૧૯)

Categories News