પત્રકારત્‍વ વિશે અભ્‍યાસ ન કરેલા સનાતન પ્રભાતના સંવાદદાતાઓ અને સંપાદકોના લેખ દ્વારા રાષ્‍ટ્ર અને ધર્મ વિશે પ્રભાવી સમાજ-જાગૃતિ થવી

  ‘વર્તમાનમાં, સમગ્ર દેશમાં સમાચારપત્રો અને સમાચાર-વાહિનીઓની સંખ્‍યા ઘણી છે. તેમના માટે કાર્ય કરનારા મોટાભાગના સંવાદદાતાઓ અને સંપાદકો પત્રકારત્‍વ વિશે ભણ્‍યા પણ હોતા નથી. આવા લોકો હજી સુધી જનતાના મનમાં ન તો રાષ્‍ટ્ર અને ધર્મ વિશે પ્રેમ ઉત્‍પન્‍ન કરી શક્યા કે ન તો સમાજને સાધના ભણી વાળી શક્યા. તેમના પત્રકારત્‍વના સ્‍વરૂપ વિશેના વિચાર કરવાથી જાણવા મળે છે કે તેમાં ‘કયા સમાચાર છાપવાથી છાપાનું વેચાણ વધશે, વ્‍યક્તિગત સંબંધ કેવી રીતે જાળવી શકાય’, આ વાતોનો જ મુખ્‍યત્‍વે વિચાર કરવામાં આવ્‍યો હોય છે. પરંતુ ‘સનાતન પ્રભાત’ની સૂઝ તેનાથી વિપરિત છે. સત્ત્વગુણ પર આધારિત રાષ્‍ટ્રરચના, અર્થાત્ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનું ધ્‍યેય રાખીને કાર્ય કરનારા સનાતન પ્રભાતના સંવાદદાતાઓ અથવા તંત્રી, પત્રકારત્‍વ ભણ્‍યા વિના જ, રાષ્‍ટ્ર અને ધર્મનું હિત સાધ્‍ય કરવા માટે વિવિધ વિષયોનું અધ્‍યયન કરે છે તેમજ પ્રતિદિનની ઘટનાઓના સમાચાર આકર્ષક રીતે બનાવીને પ્રસ્‍તુત કરે છે. તેનો સારો પ્રભાવ પણ મોટાપાયે દેખાઈ રહ્યો છે. સનાતન પ્રભાતને ઈશ્‍વર અને સંતોના આશીર્વાદ પણ પ્રાપ્‍ત થયા છે. તેથી આ છાપું ચૈતન્‍યદાયી બની ગયું છે. આ ચૈતન્‍યના પ્રભાવને કારણે સનાતન પ્રભાત વાંચવાથી હિંદુઓમાં રાષ્‍ટ્ર અને ધર્મ વિશે જાગૃતિ થાય છે અને તેઓ ધર્માચરણ કરવા લાગે છે. આ રીતે હિંદુ જનજાગૃતિ સમિતિ, સનાતન સંસ્‍થા તેમજ અન્‍ય સમવિચારી સંગઠનો એકમેકના ધર્મકાર્યમાં સહભાગી થઈ રહ્યા છે. એ જ સનાતનના પત્રકારત્‍વની ગત ૧૯ વર્ષોના વ્‍યાપક કાર્યની ફળનિષ્‍પત્તિ છે.’ – (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે