સંતકૃપા પ્રતિષ્‍ઠાન વતી વડોદરામાં મંદિર સ્‍વચ્‍છતાનો ઉપક્રમ !

  વડોદરા (ગુજરાત) – અહીં દિનાંક ૨ ફેબ્રુઆરીના દિવસે સંતકૃપા પ્રતિષ્‍ઠાન વતી શ્રી મહારુદ્ર હનુમાન સંસ્‍થાન વાડીમાં મંદિર સ્‍વચ્‍છતાનો ઉપક્રમ આયોજિત કરવામાં આવ્‍યો. મંદિરો કે જે ચૈતન્‍યનાં સ્રોત છે, ત્‍યાંની ગંદકી દૂર કરીને લોકોને ફરીથી ઈશ્‍વરી ચૈતન્‍યનો લાભ થાય અને ત્‍યાંનું વાતાવરણ સાત્ત્વિક બને એવો પ્રયત્ન આ ઉપક્રમ દ્વારા કરવામાં આવ્‍યો. આ મંદિરના વિશ્‍વસ્‍ત શ્રી. ભાસ્‍કરભાઈએ સંપૂર્ણ સહકાર આપીને ધર્મકર્તવ્‍ય નિભાવ્‍યું.

૧. મંદિરની સ્‍વચ્‍છતા કરતી સમયે સાધકો

 

૨. મંદિરની સ્‍વચ્‍છતા કરતી સમયે સાધક