વડોદરા ખાતે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા સંપન્‍ન !

‘હિંદુ જનજાગૃતિ સમિતિના વ્‍યાસપીઠ પરથી બોલી રહ્યો છું
તેનું મને અભિમાન છે’ – પ.પૂ. ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજ

૧. સભાને સંબોધિત કરતી સમયે પ.પૂ.ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજ

વડોદરા (ગુજરાત) – અહીં ૩ ફેબ્રુઆરીના દિવસે વાડી વિસ્‍તારના શ્રી મહારુદ્ર મંદિરમાં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા સંપન્‍ન થઈ.

આ સભામાં પ.પૂ.ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજ, હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. નિખિલ દરજી તથા સનાતન સંસ્‍થાના સૌ. રેખા બર્વેએ ઉપસ્‍થિત ધર્માભિમાની અને હિન્‍દુત્‍વવાદીઓને સંબોધિત કર્યા. પ.પૂ. ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજે સમાજની દુઃસ્‍થિતી બતાવીને ‘સમાજમાં ધર્માચરણ, ધર્મશિક્ષણ, ગોરક્ષણ અને ધર્મરક્ષણની અત્‍યંત આવશ્‍યકતા છે’, તે સ્‍પષ્‍ટ કર્યું. હિંદુ જનજાગૃતિ સમિતિના ધર્મવિષયક કાર્યની પ્રશંસા કરતા તેમણે કહ્યું, ‘હિંદુ જનજાગૃતિ સમિતિના વ્‍યાસપીઠ પરથી બોલી રહ્યો છું તેનું મને અભિમાન છે’.
સનાતન સંસ્‍થાના સાધિકા સૌ. રેખા બર્વેએ ‘હિન્‍દુઓને ધર્મશિક્ષણ પ્રદાન કરનારી, બાળકો પર યોગ્‍ય સંસ્‍કાર કેળવીને આદર્શ યુવા પેઢી નિર્માણ કરનારી સનાતન સંસ્‍થા રાજકીય ષડ્‌યંત્રનો ભોગ બની છે’, એવો આરોપ કર્યો, જ્‍યારે હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. નિખિલ દરજીએ ‘હિંદુ રાષ્‍ટ્રની માંગણી કરવી એ અમારો બંધારણીય હક છે’, એવું પ્રતિપાદન કર્યું.
આ સભામાં સનાતન સંસ્‍થાના વિવિધ વિષયો પર ગ્રંથપ્રદર્શન લગાડવામાં આવ્‍યું હતું, જેનો લાભ સભામાં ઉપસ્‍થિત ૮૫ જિજ્ઞાસુઓએ લીધો.

ક્ષણચિત્રો –

ધર્મપ્રેમી શ્રી. પ્રણવ શિંદેએ ૧૦ દિવસ સભાનો ઉત્‍સ્‍ફૂર્ત સહભાગ લઈને પ્રચાર કર્યો. મંદિરના વિશ્‍વસ્‍ત શ્રી. ભાસ્‍કરભાઈ ગોડગસ્‍તેએ સંપૂર્ણ સહકાર આપ્‍યો.

૨. દીપપ્રજ્‍વલન કરતી સમયે શ્રી. નિખિલ દરજી અને સૌ. રેખા બર્વે
૩. વ્‍યાસપીઠ પર ડાબેથી શ્રી. નિખિલ દરજી, પ.પૂ.ગોસ્‍વામી પંકજકુમારજી મહારાજ, સૌ. રેખા બર્વે અને સભાને સંબોધિત કરતી સમયે શ્રી. સંતોષ આળશી