નવસારીમાં આયોજિત હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભામાં હિંદુઓનો ઉત્‍સાહપૂર્ણ પ્રતિસાદ !

  ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવી આ અમારો બંધારણીય અધિકાર છે.’
– હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. વિજય પાટીલ

૧. વ્‍યાસપીઠ પર શ્રી. વિજય પાટીલનું સન્‍માન કરતી વેળાએ નવસારીના શ્રી. નિતીન પાટીલ

  નવસારી (ગુજરાત) – અહીં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી દિનાંક ૧૦ ફેબ્રુઆરીના દિવસે હિંદુ રાષ્‍ટ્રજાગૃતિ સભા આયોજિત કરવામાં આવી. ‘‘વર્ષ ૧૯૭૬માં કટોકટીના સમયે ધર્મનિરપેક્ષતા (સેક્યુલર) શબ્‍દ ઉમેરીને ભારતને ધર્મનિરપેક્ષ રાષ્‍ટ્ર બનાવવામાં આવ્‍યું. જો સેક્યુલર શબ્‍દ ઘૂસવીને ભારત ધર્મનિરપેક્ષ થઈ શકે, તો પછી જે પ્રચીનકાળથી જ હિંદુ રાષ્‍ટ્ર છે, તે ભારત ‘‘હિંદુ રાષ્‍ટ્ર’ શા માટે થઈ શકે નહીં ? હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવી આ અમારો બંધારણીય અધિકાર છે’’, એવું વક્તવ્‍ય શ્રી. વિજય પાટીલે સદર ધર્માસભામાં હિંદુત્‍વનિષ્‍ઠોને માર્ગદર્શન કરતી સમયે કર્યું.

નવસારીના સુપ્રસિદ્ધ શ્રી રામજી મંદિરમાં સંપન્‍ન થયેલી આ સભા માટે નવસારી, સૂરત, સચીન, મહુવા, વાપી અને ઉમરગામના ધર્મપ્રેમીઓ તેમજ સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સભાનો આરંભ દીપ પ્રજ્‍વલન કરીને થયો. હિંદુ જનજાગૃતિ સમિતિના કાર્યનો પરિચય શ્રી. સંતોષ આળશીએ કરાવી આપ્‍યો. સનાતનના રાષ્‍ટ્ર, ધર્મ, અધ્‍યાત્‍મ અને આયુર્વેદ જેવા વિવિધ વિષયો પરનું ગ્રંથ-પ્રદર્શન લગાડવામાં આવ્‍યું હતું તેનો લાભ ૮૦ જિજ્ઞાસુઓએ લીધો.

૨. માર્ગદર્શન કરતી સમયે શ્રી. વિજય પાટીલ
૩. નવસારી સભામાં ઉપસ્‍થિત હિંદુ ધર્મપ્રેમીઓ