‘સૌરાષ્‍ટ્ર બૂક ફેર એન્‍ડ લિટરેચર ફેસ્‍ટીવલ’માં સનાતન સંસ્‍થાના ગ્રંથ પ્રદર્શનને ભવ્‍ય પ્રતિસાદ !

રાજકોટ (ગુજરાત) – અહીં દિનાંક ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી રેસકોર્સ મેદાન ખાતે ‘સૌરાષ્‍ટ્ર બૂક ફેર એન્‍ડ લિટરેચર ફેસ્‍ટીવલ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં સનાતન સંસ્‍થા દ્વારા પ્રકાશિત અધ્‍યાત્‍મ, ધર્મ, રાષ્‍ટ્રરક્ષણ, સાધના, દૈનંદિન જીવનમાં આચારપાલન, બાળસંસ્‍કાર, આયુર્વેદ જેવા વિવિધ વિષયો પરના ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા જેનો લાભ લગભગ ૬ વિદ્યાલયો, મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ તેમજ લગભગ સાત સહસ્ર જેટલાં વાચક જિજ્ઞાસુએ લીધો.

 

૧. ગ્રંથ પ્રદર્શનનો લાભ લેતી વેળાએ જિજ્ઞાસુઓ

 

૨. ગ્રંથ પ્રદર્શનના સ્‍થળે વિદ્યાર્થીઓ પાસેથી નમસ્‍કારની મુદ્રા કરાવી લેતી સમયે સૌ. શીલા દાતાર