ઉમરગામમાં રામમંદિર નિર્માણ માટે જપસંકીર્તન ફેરીનું આયોજન !

૧. જપસંકીર્તન ફેરીમાં સહભાગી થયેલા રામભક્તો

  ઉમરગામ (ગુજરાત) – અહીં કરોડો હિંદુઓના શ્રદ્ધાસ્‍થાન એવા પ્રભુ શ્રીરામજીનું અયોધ્‍યા ખાતે મંદિર નિર્માણ થાય તે માટે ૧૫૦ રામભક્તોએ મંદિર નિર્મિતિ માટે જયઘોષ કરીને તાત્‍કાલિક અધ્‍યાદેશ કાઢવાની માગણી કરી છે. અહીં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી શ્રીરામ મંદિર બંધાય તે માટે આયોજિત ‘શ્રીરામનામ જપસંકીર્તન ફેરી’, સ્‍વાક્ષરી લગત અને સરકારને નિવેદન આપવા જેવા વ્‍યાપક જન આંદોલનો ઉપાડવામાં આવ્‍યાં જેમાં હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનો અને રામભક્તોનો ઉત્‍સ્‍ફૂર્ત પ્રતિસાદ મળ્યો.

૨૭મી જાન્‍યુઆરીના દિવસે આયોજિત કરેલી સદર ફેરીનો આરંભ મંત્રોચ્‍ચાર અને પૂજનથી કરવામાં આવ્‍યો. ફેરીના અગ્રભાગમાં ધર્મધ્‍વજ હતો. આ ફેરીનું પ્રમુખ આકર્ષણ એટલે પ્રભુ શ્રીરામજીનો ચિત્રરથ હતો. ઠેર ઠેર સ્‍થાનિક હિંદુઓએ તેનું પૂજન કર્યું. હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. વિજય પાટીલે કહ્યું કે અયોધ્‍યા નગરી પ્રભુ શ્રીરામચંદ્રજીની જન્‍મભૂમિ છે આ સત્‍ય સ્‍વીકારીને વર્ષ ૨૦૧૪માં હિંદુઓના મતો મેળવીને બહુમતથી ચૂંટાયેલી ભાજપ સરકારે અધ્‍યાદેશ કાઢીને રામમંદિર બનાવવું જોઈએ. હિંદુ યુવા મંચના શ્રી. મનોજ ઝા એ કહ્યું કે હિંદુઓએ એકત્રિત થઈને રામ મંદિરની માગણી કરવી જોઈએ. દહાડ ગામના સરપંચ શ્રી. નરેંદ્ર નાયકે અન્‍ય ધર્મીઓ પાસેથી ધર્મપ્રત્‍યે જાગરૂકતા અને કૃતિપ્રવણતા શીખી લઈને આપણા ધર્મ માટે સંગઠિત થવાનું આવાહન કર્યું. ઉમરગામના શ્રી. ચંદુભાઈ શુક્લાએ સત્‍ય પરિસ્‍થિતિનું ચિત્ર સ્‍પષ્‍ટ કરીને કહ્યું કે કેવળ ભારત જ નહીં, જ્‍યારે સમગ્ર જગત્‌ના હિંદુઓની માગણી છે કે અયોધ્‍યામાં શ્રીરામજીનું મંદિર બંધાય. કેટલા દિવસ ભગવાન શ્રીરામને તંબુમાં રાખીશું ?

સ્‍વારક્ષરી અભિયાનમાં ૩૨૫ જેટલા હિંદુઓ જોડાયા અને મામલતદારને નિવેદન આપ્‍યું. ફેરીમાં સ્‍થાનિક સંગઠનો, મંડળોના પદાધિકારીઓનો ઉત્‍સ્‍ફૂર્ત સહભાગ હતો. ફેરીનું સમાપન શ્રીરામજીના જયજયકાર અને શ્રી. નરેંદ્ર નાયકના હસ્‍તે ધર્મધ્‍વજનું પુનઃ પૂજન કરીને થયું.
ક્ષણચિત્રો
૧. છ. શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈના પહેરવેશમાં સિદ્ધ થયેલાં બાળકો ફેરીની શોભા વધારતાં હતાં.

૨. શ્રીરામ મંદિરના નિર્માણ માટે જન આંદોલનની તૈયારીમાં શ્રીરામભક્તો