જાન્‍યુઆરી મહિનામાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર

કેરળમાં સ્‍થિત ચર્ચ દ્વારા નન પર શિસ્‍તભંગની કાર્યવાહી !
બળાત્‍કારી બિશપના વિરોધમાં આંદોલન કર્યું હોવાનો ઠપકો !

કોચી (કેરળ) – બળાત્‍કારનો આરોપ રહેલા માજી બિશપ ફ્રૅંકો મુલક્કલના વિરોધમાં આંદોલન કરનારી નન લૂસી કાલાપૂર પર ચર્ચે શિસ્‍તભંગની કાર્યવાહી કરી. કાલાપૂરે બિશપના વિરોધમાં કરવામાં આવેલા આંદોલનમાં સહભાગી થવું, તેમજ પોતાનો કવિતાસંગ્રહ પ્રકાશિત કરવો અને વાહન વેચાતું લેવું, આ વાતો ‘ધાર્મિક જીવનશૈલીના વિરોધમાં છે’, એમ કહીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચર્ચે કહ્યું છે. તેમને ચર્ચ દ્વારા ‘કારણ બતાવો’ નોટીસ આપવામાં આવી છે. માનંથવાડી ખાતેના સેંટ મેરી ચર્ચના પ્રશાસન હેઠળ સિસ્‍ટર લૂસી કાર્યરત છે.
(આ છે ખ્રિસ્‍તીઓનું ખરૂં સ્‍વરૂપ ! કહેવાતા આરોપ પરથી હિંદુઓના સંતો, તેમજ શ્રદ્ધાસ્‍થાનો વિશે નિરંતર ભૂંડું બોલનારા તેમજ વિદેશી ખ્રિસ્‍તીઓને વેચાઈ ગયેલા ભારતમાંના ‘નિધર્મી’ પ્રસારમાધ્‍યમો આ વૃત્ત કદીપણ બતાવશે નહીં, આ વાત ધ્‍યાનમાં લો ! શબરીમલા મંદિરમાં પ્રવેશ કરનારી નાસ્‍તિક અને હિંદુદ્વેષી મહિલા આ નનને ન્‍યાય મેળવી આપવા માટે ચર્ચમાં ઘૂસવાનું સાહસ બતાવશે ખરી ? – તંત્રી)

‘ધર્મ-પરિવર્તન પ્રતિબંધક કાયદો મહારાષ્‍ટ્રમાં પણ
લાગુ કરો !’ – હિંદુ જનજાગૃતિ સમિતિ સહિત સિંધી બાંધવોની માગણી !

ઉલ્‍હાસનગર (જિલ્‍લો થાણા, મહારાષ્‍ટ્ર ) – ‘વિભાજન પછી કેવળ ધર્મરક્ષણ માટે અમે સર્વસ્‍વ છોડીને ભારતમાં આવ્‍યા; પરંતુ આજે કેટલાક સિંધીઓ તે જ હિંદુ ધર્મનો ત્‍યાગ કરીને ખ્રિસ્‍તી બની રહ્યા છે, આ બાબત ખેદજનક છે. ઉલ્‍હાસનગર વેપારી શહેરના નામથી પ્રસિદ્ધ છે; પણ આજે તે ધર્મ-પરિવર્તન (ધર્માંતર) માટે કુપ્રસિદ્ધ બની રહ્યું છે’, ધર્મ-પરિવર્તન આતંકવાદ કરતાં પણ મોટું સંકટ છે, તેનો સંગઠિત થઈને વિરોધ કરો, એવો સ્‍પષ્‍ટ મત ઉલ્‍હાસનગરના નગરસેવક શ્રી. મનોજ લાસીએ વ્‍યક્ત કર્યો. તેઓ ઉલ્‍હાસનગર વિસ્‍તારમાં ધર્મ-પરિવર્તનના વિરોધમાં વિવિધ હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનો દ્વારા કરવામાં આવેલા આંદોલન સમયે બોલી રહ્યા હતા. ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા આમીષ બતાવીને ધર્માંતર કરવાની કાર્યવાહીઓ દિવસે-દિવસે વધતી જાય છે. ગરીબ, નિરાધાર અને દુઃખી હોવાનો ગેરલાભ ઊઠાવીને ખ્રિસ્‍તી મિશનરીઓએ હજી સુધી અહીંના ૧ લાખ કરતાં વધારે સિંધી અને અન્‍ય સમાજના હિંદુઓનું ધર્મ-પરિવર્તન કર્યું છે. દિવસે-દિવસે વધતા જતા ધર્માંતરના ભસ્‍માસુરના વિરોધમાં ઉલ્‍હાસનગરમાં આજે સ્‍થાનિક સિંધી અને હિંદુત્‍વનિષ્‍ઠોએ સંગઠિત થઈને આંદોલન કર્યું અને ખ્રિસ્‍તી મિશનરીઓને રોકવાનો એકઠા થઈને નિશ્‍ચય કર્યો. આ આંદોલનમાં ‘ધર્મ-પરિવર્તન પ્રતિબંધક કાયદો’ કરવાની માગણી કરવામાં આવી.

(કહે છે) ‘ગોશાળાને કારણે ઉપદ્રવ થાય છે અને આરોગ્‍ય
વિશેની સમસ્‍યાઓ નિર્માણ થાય છે’. – ‘અવર લેડી
ઑફ હેલ્‍થ’ ચૅપલના ફાધર લુઈસ આલ્‍વારિસ

વાસ્‍કો (ગોવા) – શંખવાળી (સાંકવાળ) ખાતે પુરાતત્‍વ ખાતાની જગ્‍યામાં (પહેલાં શ્રી વિજયાદુર્ગાદેવીનું મંદિર હતું, તે સ્‍થાન) ગેરકાયદેસર રીતે બાંધેલા ‘અવર લેડી ઑફ હેલ્‍થ’ ચૅપલના ફાધર લુઈસ આલ્‍વારિસે નજીકની ગોશાળાને કારણે ઉપદ્રવ થઈને આરોગ્‍ય વિષયક સમસ્‍યાઓ નિર્માણ થાય છે, એવી ફરિયાદ આરોગ્‍ય મંત્રી પાસે કરી છે તેમજ સંબંધિત અધિકારીઓએ ગોશાળાના માલિક મીલન નાઈકને લેખી પ્રત્‍યુત્તર આપવા માટે કહ્યું છે.
મીલન નાઈકે પ્રત્‍યુત્તરમાં કહ્યું કે, આ ગોશાળા વર્ષ ૧૯૫૦ થી અહીં અસ્‍તિત્‍વમાં છે અને તે અધિકૃત છે. ગોસેવા તરીકે છૂટા ફરતા ઢોરને આ ઠેકાણે સંરક્ષણ આપીને તેમનું સંગોપન કરવામાં આવે છે. ગોશાળાને અનુસરીને સ્‍થાનિક નાગરિકોએ કદીપણ ફરિયાદ કરી નથી. ખરૂં જોતાં ફાધર અલ્‍વારિસને પુરાતત્‍વ જગ્‍યામાં સભા, બેઠકો ઇત્‍યાદિ લેવા માટે પ્રતિબંધ હોવા છતાં પણ તેમણે અહીં પ્રાર્થના લેવી તે અનધિકૃત (ગેરકાયદેસર) છે. (આ છે ખ્રિસ્‍તીઓની સહિષ્‍ણુતા ! લઘુમતિ ધરાવનારા જ્‍યાં બહુમતિમાં હોય, ત્‍યાં તેઓ હિંદુઓને તગેડી મૂકવાનો પ્રયત્ન કરે છે અથવા ત્રાસ ગુજારે છે, કે જેથી કરીને તેમણે ત્‍યાંથી નાસી જવું. પોર્ટુગીઝોએ પહેલા ઇન્‍ક્વિઝિશનના નામ હેઠળ ગોવા-નિવાસી હિંદુઓ વિશે ક્રૂર કૃત્‍યો કર્યા છે, તેથી હિંદુઓને તેમની દેવતાઓની મૂર્તિસહ ભાગી જવું પડ્યું. તેમની જ ક્રૂર પરંપરા હવે સ્‍વતંત્ર ગોવા ખાતેના ચર્ચના ફાધર આગળ ધપાવી રહ્યા છે. મુખ્‍યમંત્રી કૃપા કરીને આની નોંધ લેશે ખરાં ? – તંત્રી)

ખ્રિસ્‍તી નવવર્ષની પૂર્વસંધ્‍યા પર મદ્યપાન કરીને
વાહન ચલાવવાના પ્રકરણમાં ૩૧૧ ગુનાઓ નોંધાયા

પણજી (ગોવા) – ખ્રિસ્‍તી નવવર્ષની પૂર્વસંધ્‍યા પર મદ્યપાન કરીને વાહન ચલાવવાના પ્રકરણમાં વાહન-વહેવાર પોલીસોએ ૩૧૧ ગુનાઓની નોંધ કરી છે, જેમાં મહિલા અને બાળકોને લઈ જતી બસનો સમાવેશ છે કે જેની નોંધ મહારાષ્‍ટ્રમાં છે. એક પત્રક દ્વારા જણાવ્‍યું છે કે, નવવર્ષની પૂર્વ સંધ્‍યા પર મદ્યપાન કરીને વાહન ચલાવવાથી અકસ્‍માત થતા હોય છે. તેને રોકવા માટે વાહન-વહેવાર સંભાળનારા પોલીસોએ આ સમયે જિલ્‍લામાં એક અભિયાન હાથ ધર્યું હતું. તેમાં ૩૧૧ ગુનાઓ નોંધાયા હતા. આ પ્રકરણો આગળની કાર્યવાહી માટે સંબંધિત ન્‍યાયાલયોમાં ઉપસ્‍થિત કરવામાં આવશે.
(એક બાજુ ૩૧મી ડિસેંબરે મદ્યાલયો, પબ ચાલુ રાખવાની અનુમતિ આપવાની, જ્‍યારે બીજી બાજુ મદ્યપી પર કાર્યવાહી કરવામાં આવે છે. મદ્યપાન કરનારાઓ પર કાર્યવાહી થવી જ જોઈએ, પણ તો પછી મદ્યાલયો બંધ કરવા જોઈએ ને ? ‘પોલીસ, સરકાર અને પ્રશાસનને પોતાની જ ભૂમિકા સ્‍પષ્‍ટ નથી’, એવું જ આના પરથી ધ્‍યાનમાં આવે છે ! – તંત્રી)

પર્યટકો દ્વારા સમુદ્રકિનારે મદ્યપ્રાશન કરીને ત્‍યાં જ
દારૂની બાટલી ફોડીને ખ્રિસ્‍તી નવું વર્ષ ઊજવ્‍યું !

પણજી (ગોવા) – આ વર્ષે ખ્રિસ્તી નવું વર્ષ અને નાતાળ ઊજવવા માટે મોટી સંખ્યામાં દેશી પર્યટકો ગોવા ખાતે આવ્યા હતા. આ પર્યટકોએ સમુદ્રકિનારે જ મદ્યપ્રાશન કરીને ત્યાં જ દારૂની બાટલીઓ ફોડી. આ બાટલીના કાચના લીધે પર્યટકોને સમુદ્રકિનારે ચાલવું પણ કઠિન થઈ ગયું. કેટલાક પર્યટકોએ વાહન મૂકવાની નિયોજિત જગ્યા પર જ ગૅસ સિલિંડર લગાડીને ત્યાં રસોઈ પણ કરી. આનાથી કાંઈ દુર્ઘટના પણ ઘડી શકે. ‘સમુદ્રકિનારે મદ્યપ્રાશન કરવાનું રોકવા માટે સરકારે અધ્યાદેશ કાઢવો જોઈએ !’ એવું ઉપસભાપતિ માયકલ લોબોએ કહ્યું. વખતે દરજ્જો ધરાવનારા પર્યટકોની સંખ્યા ૫૦ ટકાથી પણ ઓ થઈ ગઈ છે એવું તેમણે ઉમેર્યું. (આટલું બધું છડેચોક ચાલી રહ્યું હતું ત્‍યારે પોલીસ અને પ્રશાસન શું કરી રહ્યા હતા ? કે પછી તેઓ પણ નવું વર્ષ ઊજવવામાં પડી ગયા હતા ? – તંત્રી)

મધ્‍યપ્રદેશ ખાતે ભાજપ સરકાર ગયા પછી
કૉંગ્રેસીઓના રાજમાં ‘વન્‍દે માતરમ્’ પર પ્રતિબંધ !

નવી દેહલી – મધ્‍યપ્રદેશ ખાતે ભાજપની ૧૫ વર્ષની સત્તાનો અસ્‍ત થઈને ત્‍યાં કૉંગ્રેસ સરકારની સ્‍થાપના થઈ છે. ભાજપ સરકારે ૧૩ વર્ષોથી પ્રત્‍યેક મહિનાની પહેલી તારિખે મંત્રાલયની સામે સરકારી કર્મચારીઓએ ‘વન્‍દે માતરમ્’ ગાવાની પ્રથા ચાલુ કરી હતી, પણ આ ૧લી જાન્‍યુઆરીએ આ પ્રથાનું પાલન કરવામાં આવ્‍યું નથી. કૉંગ્રેસ રાજ્‍યમાં સરકારી કર્મચારીઓને વન્‍દે માતરમ્ ગાવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્‍યા હોવાનો આરોપ ભાજપે કર્યો છે. (આવા બનાવો રોકવા માટે હવે દેશભક્તોએ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કટિબદ્ધ થવું ! – તંત્રી)

શિર્ડી (મહારાષ્‍ટ્ર) ખાતે સાઈમંદિરમાં ખ્રિસ્‍તી નવું વર્ષ ઊજવ્‍યું !

શિર્ડી – અહીં દર્શનાર્થીઓ દ્વારા સાઈમંદિરમાં ખ્રિસ્‍તી નવું વર્ષ ઊજવવામાં આવ્‍યું. આ સમયે રાત્રે ૧૨ કલાકે ઉપસ્‍થિત લોકોએ સાઈબાબાનો જયઘોષ કર્યો. સાઈબાબાના સુવર્ણ કલશ પર આતશબાજી કરવામાં આવી. ઉપસ્‍થિતોએ એકબીજાને ખ્રિસ્‍તી નવા વર્ષની શુભેચ્‍છાઓ આપી. આ સમયે સાઈમંદિર પુષ્‍પોથી શણગારવામાં આવ્‍યું હતું. (આ છે મંદિર સરકારીકરણના દુષ્‍પરિણામ ! – તંત્રી)

સ્‍વયંસેવી સંસ્‍થાની ગોશાળામાંની ૭૮ ગાયોનાં મૃત્‍યુ

લક્ષ્મણપુરી (ઉત્તરપ્રદેશ) – ‘ધ ટેલીગ્રાફ’ નામક દૈનિકે આપેલા વૃત્ત અનુસાર અહીં અલીગઢ ખાતેના જટ્ટારી સ્‍થિત ‘શ્‍યામ પુરુષોત્તમ ગોશાળામાં’ કેવળ ૩ દિવસોમાં ૭૮ ગાયો મરણ પામી છે. થોડા દિવસો પહેલાં આ ગોશાળાને સરકાર દ્વારા અઢી લાખ રૂપિયા આપવામાં આવ્‍યા હતા. ગોશાળાના સચિવનું કહેવું છે કે ગાયો બીમાર હતી ત્‍યારે જ અહીં લાવવામાં આવી હતી. (એકજ સમયે આટલી મોટી સંખ્‍યામાં ગાયોનું થનારું મૃત્‍યુ સંશયાસ્‍પદ છે. ગોશાળાને અનુદાન આપનારી સરકારે તેનું અન્‍વેષણ કરવું જોઈએ ! – તંત્રી) જ્‍યારે બીજી બાજુ મથુરા ખાતેના એક ગામમાં ખેતરનું નુકશાન કર્યું હોવાના કારણસર ખેડૂતોએ ૧૫૦ ગોવંશોને એક શાળામાં ગોંધી રાખ્‍યા છે. તેમાંની ૬ ગાયોના ચારા-પાણીના અભાવથી મૃત્‍યુ થયાં છે. આ બન્‍ને પ્રકરણ અંગે કોઈપણ પર ગુનો નોંધવામાં આવ્‍યો નથી.

માજી સૈનિક જીવિત હોવા છતાં પણ તેની મૃત તરીકે નોંધ !

સિંધુદુર્ગ (મહારાષ્‍ટ્ર) – ‘હું જીવતો હોવા છતાં પણ ઇન્‍સુલી ગ્રામપંચાયતે મારી મૃત તરીકે નોંધ કરી છે.’ એવો આરોપ કરીને ‘આ પ્રકરણમાં મને ન્‍યાય મળવો જોઈએ’, એવી માગણી સાવંતવાડી તાલુકાના ઇન્‍સુલી ખાતેના માજી સૈનિક રાઘોબા ભાનુ પરબ-આમડોસકરે જિલ્‍લાધિકારી પાસે એક નિવેદન દ્વારા કરી છે.
સૈનિક રાઘોબાની ભૂમિની વંશપરંપરાની માલિકીની નોંધ છે; પણ કેટલાક લોકોએ સ્‍થાનિક લોકપ્રતિનિધિની સહાયતાથી તે ભૂમિ હડપ કરી. તે માટે ગ્રામસભામાં તે મરી ગયો હોવાનો ઠરાવ કરવામાં આવ્‍યો. તેથી તેનું નિવૃત્તિ વેતન (પેન્‍શન) પણ બંધ થઈ ગયું. આ વિશે તેણે ગ્રામપંચાયત, તહસીલદાર, પ્રાંતાધિકારી અને જિલ્‍લાધિકારી પાસે ઘણીવાર ન્‍યાય માગ્‍યો હોવા છતાં કાંઈ વળ્યું નથી.

‘શબરીમલા મંદિરમાં બે મહિલાઓને છાનોમાનો પ્રવેશ’
‘કેરળ બંધ’ના આંદોલનમાં એકનું મૃત્‍યુ

થિરુવનંતપૂરમ્ (કેરળ) – અહીંના માર્ક્સવાદી કમ્‍યુનિસ્‍ટ પક્ષની કાર્યકર્ત્રી ૫૦ વર્ષ નીચેની બિંદુ અને કેરળ નાગરી પુરવઠા વિભાગની કનકદુર્ગાએ ૨ જાન્‍યુઆરીના પરોઢિયે પોણા ચાર કલાકે કાળા રંગનું વસ્‍ત્ર પરિધાન કરીને પોલીસ-સંરક્ષણમાં શબરીમલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ૩ જાન્‍યુઆરીના દિવસે કેરળ બંધનું આંદોલન કરવામાં આવ્‍યું. આ સમયે રાજ્‍યમાં અનેક ઠેકાણે આંદોલનકર્તાઓ અને પોલીસમાં રમખાણો થયા, તેમાં ‘શબરીમલા કર્મ સમિતિ’ના ૫૫ વર્ષના કાર્યકર્તા ઉન્‍નીથન્‌નું મૃત્‍યુ થયું.

બૌદ્ધ કાયદો થવા માટે આપણા વિચારોના સાંસદો
લોકસભામાં મોકલો ! – ભીમરાવ આંબેડકર

સાતારા (મહારાષ્‍ટ્ર) – બૌદ્ધ કાયદો થવા માટે આગામી સમયમાં આપણા વિચાર ધરાવનારા સાંસદોને લોકસભામાં મોકલાવો, એવું આવાહન ભારતીય બૌદ્ધ મહાસભાના કાર્યાધ્‍યક્ષ ભીમરાવ આંબેડકરે કર્યું છે. કરાડ ખાતે આયોજિત પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. (અન્‍ય પંથના લોકો તેમના પંથીય લોકોને ચૂંટી લાવવા માટે પ્રયત્નરત રહે છે, જ્‍યારે બહુમતિ ધરાવનારા હિંદુઓ હિંદુ માટે કાંઈ ન કરનારાઓને ચૂંટી આપે છે. – તંત્રી)
કાશ્‍મીર ખાતે આતંકવાદીઓ દ્વારા પોલીસની તેના ઘરમાં ઘૂસીને હત્‍યા

પુલવામા (જમ્‍મુ-કાશ્‍મીર) – અહીંના હંસાન પાયીન વિસ્‍તારમાં જેહાદી આતંકવાદીઓએ સમીર મીર નામક પોલીસના ઘરમાં ઘૂસીને કરેલા ગોળીબારમાં તેનું મૃત્‍યુ થયું છે. આ બનાવ પછી સુરક્ષાદળે આ વિસ્‍તારમાં આતંકવાદીઓને શોધવા માટે અભિયાન હાથ ધર્યું છે. વર્ષ ૨૦૧૮માં આતંકવાદીઓના ગોળીબારમાં સુરક્ષાદળના સૈનિકો અને પોલીસ મળીને કુલ ૯૫ જણ હુતાત્‍મા થયા, તેમાં જમ્‍મુ-કાશ્‍મીર પોલીસદળના ૪૫ પોલીસોનો સમાવેશ છે.

શ્રી તુળજાભવાની મંદિરની પરંપરા નેવે મૂકીને પહેલી જ વાર  મહિલા દ્વારા દેવીનાં ચરણોનો સ્‍પર્શ !

શ્રી તુળજાભવાની મંદિરના ગર્ભગૃહમાં જઈને મંજુષા મગર નામક એક મહિલાએ ૫ જાન્‍યુઆરીની રાત્રે દેવીનાં ચરણોને સ્‍પર્શ કરીને પૂજા કરી. મંદિરના ગર્ભગૃહમાં જઈને દેવીને સ્‍પર્શ કરવાનો અધિકાર વિશિષ્‍ટ પૂજારી છોડતાં અન્‍યોને નથી; પણ એક મહિલાએ સદર પરંપરા ખંડિત કરવાથી શ્રદ્ધાળુ ભક્તોમાં અસંતોષ ફેલાયો છે. (હિંદુઓની પ્રથા-પરંપરાઓ સરકારીકરણ થયેલાં મંદિરોમાં જાળવવાનું શક્ય નથી, આ વાત આના દ્વારા ધ્‍યાનમાં આવે છે. મંદિરોમાંની પ્રથા-પરંપરાઓ જાળવવા માટે હવે મંદિરો ભક્તોને સ્‍વાધીન કરવા આવશ્‍યક છે ! – તંત્રી)

નરભક્ષક વાઘનું નામ ‘મુસ્‍તફા’ રાખવાથી મુસલમાનો રોષે ભરાયા

લખીમપૂર (ઉત્તરપ્રદેશ) – અહીં મુસ્‍તફાબાદ ગામમાં એક નરભક્ષક વાઘનું નામ ‘મુસ્‍તફા’ રાખ્‍યું હોવાથી મુસલમાન સંગઠનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ‘ખિરી એકતા પરિષદ’ના નેતૃત્‍વ હેઠળ મુસલમાનોએ એક નિવેદન આપ્‍યું છે, જેમાં લખ્‍યું છે કે, ઇસ્‍લામ ધર્મના પ્રવર્તક હજરત મહંમદ મુસ્‍તફાનું નામ નરભક્ષક વાઘને આપવાથી મુસલમાન સમાજની ભાવનાઓ દુભાઈ છે. તેમણે જિલ્‍લાધિકારી પાસે નિવેદન આપીને આ નામ પાલટવાની માગણી કરી છે. વનવિભાગના અધિકારીઓએ તેને વર્ષ ૨૦૧૬માં પકડ્યો હતો, તેણે ૬ જણને મારી નાખ્‍યા હતા. પછી તેને લક્ષ્મણપુરી-પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવ્‍યો હતો અને તેનું નામકરણ ‘મુસ્‍તફા’ કરવામાં આવ્‍યું હતું. (શું હિંદુઓ મુસલમાનો પાસેથી ધર્મપ્રેમ શીખશે ખરાં ? – તંત્રી)

હવે ‘યસ સર’ને બદલે ‘જય હિંદ’

કર્ણાવતી (ગુજરાત) – સરકારે શાળામાંના વિદ્યાર્થીઓને વર્ગમાં હાજરી પુરાવતી વેળાએ ‘યસ સર’ અથવા ‘યસ મૅડમ’ બોલવાને બદલે ‘જય હિંદ’ અથવા ‘જય ભારત’ બોલીને હાજરી પુરાવવાનો આદેશ આપ્‍યો છે. આ નિયમ ૧લી જાન્‍યુઆરીથી જ લાગુ કરવામાં આવ્‍યો છે. રાજ્‍યની સર્વ અનુદાનિત અથવા વિનાઅનુદાનિત શાળાઓમાં ૧લા ધોરણથી ૧૨મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ હશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે આના કારણે વિદ્યાર્થીઓના મન પર દેશભક્તિ અંકિત થશે.’ (ભાજપની હજી ૧૭ રાજ્‍યોમાં સત્તા છે. ત્‍યાં સદર નિયમ ક્યારે લાગુ કરવાનો છો ? અને કેંદ્રની ભાજપ સરકારે ગત સાડાચાર વર્ષોમાં આ નિયમ કેમ લાગુ કર્યો નહીં, આ વાત ભાજપા કહેશે ખરી ? કેવળ શબ્‍દ બોલવાથી દેશભક્તિ અંકિત નહીં થાય, પણ તેમના પર દેશભક્તિના સંસ્‍કાર કરવા પડશે અને તે માટે તેવું શિક્ષણ આપવું પડશે ! – તંત્રી)

સંચિત, અભિવચન છૂટ્ટી પર ગયેલા ૬૩૨ કેદીઓ પલાયન !

થાણા (મહારાષ્‍ટ્ર) – રાજ્‍યના ૧૩ કારાગૃહોમાંથી સંચિત (‘ફર્લો’), અભિવચન રજા (‘પૅરોલ’) સંમત થયેલા લગભગ ૬૩૨ કેદીઓ પલાયન થઈ ગયા છે. તેમાં સંચિત છૂટ્ટી પર ૩૩૬, જ્‍યારે અભિવચન છૂટ્ટી પર ગયેલા ૨૯૬ કેદીઓનો સમાવેશ છે. સર્વાધિક ૧૩૨ કેદીઓ અમરાવતી મધ્‍યવર્તી કારાગૃહમાંથી પસાર થઈ ગયા છે.
પ્રતિવર્ષ વધારેમાં વધારે ‘સંચિત’ (‘ફર્લો’)ની રજા ૨૮ દિવસ, જ્‍યારે ‘અભિવચન’ (‘પૅરોલ’)ની રજા ૯૦ દિવસ આપવાની જોગવાઈ કારાગૃહની નિયમાવલીમાં છે. શિક્ષા થયેલા અનેક કેદીઓ આ છૂટનો ગેરલાભ લેતા હોય છે. મોટા ભાગના કેદીઓ આ રજા માટે લાયક હોય છે. રજાનો સમયગાળો સમાપ્‍ત થયા પછી કેદીઓએ કારાગૃહમાં પાછું ફરવાનું હોય છે; પણ કેટલાક કેદીઓ પલાયન થઈ જાય છે. અનેક કેદીઓ વર્ષો સુધી પોલીસને હાથ આવતા નથી, જ્‍યારે કેટલાકને બળજોરીથી પાછા લાવવામાં આવે છે અને કેટલાક પોતાની મેળે કારાગૃહમાં પાછા ફરે છે. (સંચિત રજા કોને આપવી, એ પણ પ્રશાસનને સમજાતું નથી. આવા પલાયન થયેલા કેદીઓને શોધવામાં પોલીસોને શ્રમ લેવા પડે છે અને કેદીઓ દ્વારા ઘડેલા ગુનાઓ દ્વારા સમાજને પણ ત્રાસ થાય છે, આ વાત ગૃહવિભાગને ધ્‍યાનમાં આવતી નથી શું ? – તંત્રી)