આશ્રમમાં પધારનારા અતિથિઓને વિવિધ ધ્‍વનિચિત્ર-ચક્રિકાઓ બતાવવા માટે દૂરચિત્રવાણી સંચ (ટીવી)ની આવશ્‍યકતા !

સનાતનનો રામનાથી, ગોવા સ્‍થિત આશ્રમ પરશુરામ ભૂમિ પર આવેલી ચૈતન્‍યદાયી વાસ્‍તુ છે ! સંપૂર્ણ ભારતવર્ષના, તે સાથે જ વિદેશથી આવનારા અનેક અતિથિઓ તેમજ આશ્રમ-દર્શનાર્થે આવનારા જિજ્ઞાસુઓ સનાતનના કાર્ય વિશે જાણકારી લે છે. આ અતિથિઓને આશ્રમમાં તેમના નિવાસના સમયગાળામાં રાષ્‍ટ્ર અને ધર્મના કાર્ય વિશે ઉદ્‌બોધક લઘુચલચિત્રો, તે સાથે જ વિવિધ સંતોની ભેટ-વાર્તાઓ, સાધકોનો સાધના-પ્રવાસ, આશ્રમમાં થયેલા પરિવર્તનો વિશે કરવામાં આવેલા આધ્‍યાત્‍મિક સંશોધનોની ધ્‍વનિચિત્ર-ચક્રિકાઓ (સી.ડી.) બતાવવામાં આવે છે.

અતિથિઓની વધતી જતી સંખ્‍યાને કારણે આશ્રમમાં આજે ઉપલબ્‍ધ દૂરચિત્રવાણી સંચોની (ટીવી)ની સંખ્‍યા ઓછી પડી રહી છે. તેથી આ કાર્ય માટે LG કંપની દ્વારા બનેલા ૨૪ ઇંચ આકાર ધરાવનારા LED HD Ready TV આ મૉડેલના ૩ દૂરચિત્રવાણી સંચોની આવશ્‍યકતા છે. ભીંત પર લગાડવાની સુવિધાયુક્ત (‘વૉલ માઊંટેડ ફિચર’) તેમજ ‘બેઝ સ્‍ટેંડ’ની સુવિધાયુક્ત આ સંચનું લગભગ મૂલ્‍ય ૧૧,૧૦૦ રૂપિયા છે.જે વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ ઉપર્યુક્ત મૉડેલમાં સુસ્‍થિતિમાં રહેલા દૂરવાણી સંચ અર્પણ તરીકે આપી શકે છે અથવા તે વેચાતા લેવા માટે ધનના રૂપમાં યથાશક્તિ સહાયતા કરી શકે છે, તેમણે કૃપા કરીને સંપર્ક કરવો.
સંપર્ક ક્રમાંક : સૌ. ભાગ્યશ્રી સાવંત – ૭૦૫૮૮૮૫૬૧૦
સંગણકીય સરનામું (ઈ-મેલ) : [email protected]
ટપાલ માટે સરનામું : સૌ. ભાગ્યશ્રી સાવંત, દ્વારા સનાતન આશ્રમ, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧