વારાણસી અથવા પ્રયાગ ખાતે સનાતન આશ્રમના નિર્માણ માટે ૪-૫ સહસ્ર ચોરસ મીટર ભૂમિની આવશ્‍યકતા !

સનાતન સંસ્‍થા દ્વારા જનકલ્‍યાણ માટે આરંભ કરેલું રાષ્‍ટ્રરક્ષણ અને અધ્‍યાત્‍મ પ્રસારનું કાર્ય હવે દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. ઈશ્‍વરની કૃપાથી અનેક હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ પણ પૂર્ણકાલીન સાધના તેમજ ધર્મકાર્ય કરવા માટે ઇચ્‍છુક છે. સંસ્‍થાના ઉત્તર-ભારતના કાર્યની વધતી જતી વ્‍યાપકતા જોતાં વારાણસી અથવા પ્રયાગ (અલાહાબાદ) ખાતે ૪-૫ સહસ્ર ચોરસ મીટર ભૂમિની આવશ્‍યકતા છે.

  જે સાધકો, વાચકો, હિતચિંતકો અથવા
ધર્મપ્રેમીઓ વારાણસી અથવા પ્રયાગમાં તેમની ભૂમિ અર્પણ તરીકે
અથવા ઓછી કિંમતમાં આપી શકતા હોય, તેમણે કૃપા કરીને સંપર્ક કરવો.

વારાણસી અથવા પ્રયાગમાં આશ્રમ નિર્માણ માટે ભૂમિ ઉપલબ્‍ધ કરાવી આપવા માટે સાધકોના કુટુંબીજનો અથવા ઓળખીતાઓ સનાતન સંસ્‍થાની સહાયતા કરવા ઇચ્‍છુક હોય, તો તે રીતે પણ સૂચિત કરવું.

આશ્રમમાં પધારનારા અતિથિઓને વિવિધ
ધ્‍વનિચિત્ર-ચક્રિકાઓ બતાવવા માટે દૂરચિત્રવાણી સંચો (ટીવી)ની આવશ્‍યકતા !

‘સનાતનનો રામનાથી, ગોવા સ્‍થિત આશ્રમ પરશુરામ ભૂમિ પર આવેલી ચૈતન્‍યદાયી વાસ્‍તુ છે ! સંપૂર્ણ ભારતવર્ષના, તે સાથે જ વિદેશથી આવનારા અનેક અતિથિઓ તેમજ આશ્રમ-દર્શનાર્થે આવનારા જિજ્ઞાસુઓ સનાતનના કાર્ય વિશે જાણી લે છે. આ અતિથિઓને આશ્રમમાં તેમના નિવાસના સમયગાળામાં રાષ્‍ટ્ર અને ધર્મના કાર્ય વિશે ઉદ્‌બોધક લઘુચલચિત્રો, તે સાથે જ વિવિધ સંતોની ભેટ-વાર્તાઓ, સાધકોનો સાધના-પ્રવાસ, આશ્રમમાં થયેલા પરિવર્તનો વિશે કરવામાં આવેલા આધ્‍યાત્‍મિક સંશોધનોની ધ્‍વનિચિત્ર-ચક્રિકાઓ (સી.ડી.) બતાવવામાં આવે છે.
અતિથિઓની વધતી જતી સંખ્‍યાને કારણે આશ્રમમાં આજે ઉપલબ્‍ધ દૂરચિત્રવાણી સંચોની (ટીવી)ની સંખ્‍યા ઓછી પડી રહી છે. તેથી આ કાર્ય માટે LG કંપની દ્વારા બનેલા ૨૪ ઇંચ આકાર ધરાવનારા LED HD Ready TV આ મૉડેલના ૩ દૂરચિત્રવાણી સંચોની આવશ્‍યકતા છે. ભીંત પર લગાડવાની સુવિધાયુક્ત (‘વૉલ માઊંટેડ ફિચર’) તેમજ ‘બેઝ સ્‍ટેંડ’ની સુવિધાયુક્ત આ સંચનું લગભગ મૂલ્‍ય ૧૧,૧૦૦ રૂપિયા છે.

જે વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ ઉપર્યુક્ત મૉડેલમાં સુસ્‍થિતિમાં
રહેલા દૂરવાણી સંચ અર્પણ તરીકે આપી શકે છે અથવા તે વેચાતા લેવા
માટે ધનના રૂપમાં યથાશક્તિ સહાયતા કરી શકે છે, તેમણે કૃપા કરીને સંપર્ક કરવો.

સાધકો માટે મહત્ત્વપૂર્ણ સૂચના

હૃદયવિકાર અને અન્‍ય તીવ્ર શારીરિક ત્રાસ ધરાવનારા સાધકોએ નિમ્‍નલિખિત મંત્રજપ કરવો !

  ‘જે સાધકો હૃદયવિકાર અથવા અન્‍ય તીવ્ર શારીરિક કષ્‍ટથી પીડાય છે, તેમણે ચેન્‍નઈ નિવાસી ભૃગુ જીવનાડીવાચક શ્રી. સેલ્‍વમ ગુરુજીની આજ્ઞા પ્રમાણે આજથી ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી પ્રતિદિન ૨૧ વાર નીચે આપેલો મંત્રજપ ભાવપૂર્ણ રીતે કરવો તેમજ વધારેમાં વધારે ગુરુસ્‍મરણ કરવું.’
॥ ૐ શ્રી અગસ્‍ત્‍ય-લોપામુદ્રાભ્‍યાં નમઃ ૐ ॥’
(અર્થ : અગસ્‍તિ ઋષિ અને તેમનાં પત્ની લોપામુદ્રાને નમસ્‍કાર કરીએ છીએ !)
– (સદ્‌ગુરુ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, ગોવા.