ડિસેમ્બર મહિનામાં વિદેશમાં થયેલા હિંદુ ધર્મ પર પ્રહારો

બાંગલાદેશમાથીં ધર્માંધોએ ‘બાંગલાદેશ માયનૉરિટી
વૉચ’ના અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી રવીંદ્ર ઘોષને વિસ્‍થાપિત કર્યા !

ધારાશાસ્‍ત્રી ઘોષએ ખંડણી ન આપી હોવાનો બદલો લીધો !

  ઢાકા (બાંગલાદેશ) – અહીંના ધર્માંધોએ ત્‍યાંની ઇસ્‍લામી સરકારની સહાયતાથી ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ સંગઠનના અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી રવીંદ્ર ઘોષ અને તેમના કુટુંબીજનોની ભૂમિ બળજોરીથી પચાવી પાડીને તેમને વિસ્‍થાપિત કર્યા. ‘બાંગલાદેશ માયનૉરિટી વૉચ’ આ સંગઠન બાંગલાદેશમાંના લઘુમતિ ધરાવતા હિંદુઓના માનવાધિકાર માટે લડત આપનારી સંસ્‍થા છે.

બાંગલાદેશના અન્‍નપુરવઠા મંત્રીની સહાયતાથી કેટલાક ધર્માંધોએ ૩૦ ઑક્‍ટોબર ૨૦૧૮ના દિવસે ઢાકા મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલા ધારાશાસ્‍ત્રી શ્રી. ઘોષની ભૂમિ બળપૂર્વક નિયંત્રણમાં લઈને તેમને ત્‍યાંથી વિસ્‍થાપિત કર્યા. આ વિશે શ્રી. ઘોષે પોલીસ થાણામાં દાવો પ્રવિષ્‍ટ કર્યો; પરંતુ પોલીસે સદર ફરિયાદની સાદી નોંધ પણ લીધી નહીં. (બાંગલા દેશમાં સત્તાધારી પક્ષ, પોલીસ અને પ્રશાસન ત્‍યાંના હિંદુ ધર્મીય માનવાધિકાર કાર્યકર્તાની જો આ રીતે સતામણી કરતા હોય, તો ત્‍યાંના સામાન્‍ય હિંદુઓના કેવા હાલ થતા હશે, તેનો વિચાર પણ કરી શકાતો નથી. – તંત્રી)

આ વિશે શ્રી. ઘોષે કહ્યું કે, મારી માલિકીની ભૂમિ છે, સરકારની નથી, તેમજ ધર્માંધોની પણ નથી. મેં મારી ભૂમિ પર બાંધકામ કર્યું અને ત્‍યાં જ રહેવા લાગ્‍યો. તે માટે મેં ૩૦ લાખ રૂપિયા (બાંગલાદેશી ચલન) આપ્‍યા પણ નગરસેવકોએ મારી પાસેથી ૧૦ લાખ રૂપિયા રોકડ ખંડણી તરીકે માગ્‍યા. મેં તેમને આ રકમ ખંડણી તરીકે દેવાની ના પાડ્યા પછી મારી ભૂમિનો કોળિયો કરી ગયા અને મને ત્‍યાંથી કાઢી મૂક્યો.

ખલિસ્‍તાન નેતા સાથે છાયાચિત્ર પ્રસિદ્ધ
થયા પછી કૉંગ્રેસના નેતા નવજ્‍યોતસિંહ સિદ્ધુ પર ટીકાની છોળો

ઇસ્‍લામાબાદ (પાકિસ્‍તાન) – પાકના કરતારપુર માર્ગિકાની પાયાભરણી કાર્યક્રમ માટે ઉપસ્‍થિત રહેલા પંજાબના મંત્રી અને કૉંગ્રેસના નેતા નવજ્‍યોતસિંહ સિદ્ધુનું ખલિસ્‍તાન નેતા ગોપાળ ચાવળા સાથે છાયાચિત્ર પ્રસિદ્ધ થયું છે. તેથી સિદ્ધુ પર ચારેકોરથી ટીકાની છોળો ઉછળી રહી છે. ‘આ પ્રકરણ અંગે સિદ્ધુએ ત્‍યાગપત્ર આપવો’, એવી માગણી અકાલી દળ અને અન્‍ય વિરોધી પક્ષોએ કરી છે.’ (આ છે કૉંગ્રેસી-નેતાઓનું ખરું સ્‍વરૂપ ! આ પહેલાં પણ સિદ્ધુએ પાકના સૈન્‍ય પ્રમુખને આલિંગન આપ્‍યું હતું અને હવે ખલિસ્‍તાન-નેતા સાથે છાયાચિત્ર ! આ દેશદ્રોહ નથી તો બીજું શું છે ? – તંત્રી)

ઇંડોનેશિયામાંની મસ્‍જિદોમાંથી આપવામાં આવી રહી છે અમુસલમાનોના
વિરોધમાં હિંસા કરવાની શિખામણ ! – ઇંડોનેશિયાની ગુપ્‍તચર સંસ્‍થાનો ખળભળજનક આરોપ

જકાર્તા – ઇંડોનેશિયામાંની અનેક મસ્‍જિદોમાંથી કટ્ટરતાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને મસ્‍જિદોમાંથી અમુસલમાનોના વિરોધમાં હિંસા કરવાની શિખામણ આપવામાં આવી રહી છે, એવો આરોપ ત્‍યાંની ગુપ્‍તચર સંસ્‍થા ‘ઇંડોનેશિયા સ્‍ટેટ ઇંટેલિજન્‍સ એજન્‍સી’એ કર્યો છે.
થોડા મહિનાઓ પહેલાં ઇંડોનેશિયાના સુરબાયા શહેરમાં સ્‍થિત ચર્ચમાં રવિવારની પ્રાર્થના ચાલુ હતી ત્‍યારે આત્‍મઘાતી બૉંબ દ્વારા આક્રમણો કરવામાં આવ્‍યા હતા. તેમાં કેટલાક લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. તેથી જગત્‌ના સૌથી મોટા ઇસ્‍લામી રાષ્‍ટ્રમાં ધાર્મિક અસહિષ્‍ણુતા નિર્માણ થતી હોવાનું કહેવામાં આવ્‍યું હતું.

મસ્‍જિદોની તપાસમાં જકર્તા પાસેની ૪૧ મસ્‍જિદોમાં ઇમામ ત્‍યાં નમાજપઠણ માટે આવનારાઓમાં કટ્ટરતા ફેલાવી રહ્યા હોવાનું ઉજાગર થયું છે. મસ્‍જિદોમોંના ૧૭ મૌલાનાઓએ ઇસ્‍લામિક સ્‍ટેટને ટેકો આપીને તે વિશે સહાનુભૂતિ બતાવી છે. (હિંદુ બહુમતિ ધરાવતા ભારતની મસ્‍જિદોમાં શું ચાલી રહ્યું છે, તે જોવા માટે તેમની તપાસણી કરવામાં આવશે ખરી ? – તંત્રી)

ઇશુનો આદેશ છે, એમ કહીને મહિલાઓ પર બળાત્‍કાર

  સેઓલ (દક્ષિણ કોરિયા) – ઇશુનો આદેશ હોવાનું કહીને ચર્ચમાં આવનારી ૮ મહિલાઓ પર બળાત્‍કાર કરનારા ૭૫ વર્ષના પાદરીને ત્‍યાંના ન્‍યાયાલયે ૧૫ વર્ષની સજા આપી છે.
દક્ષિણ કોરિયા સ્‍થિત મેગાચર્ચમાં ૭૫ વર્ષનો પાદરી લી જે રૉક એ ‘મને ઇશુનો આદેશ છે અને મારી પાસે દૈવી શક્તિ છે’, એમ કહીને ચર્ચમાં આવનારી ૮ મહિલાઓનું લૈંગિક શોષણ કર્યું. વર્ષ ૧૯૮૨માં સ્‍થાપન થયેલા આ ચર્ચને કોઈપણ ખ્રિસ્‍તી સંસ્‍થા દ્વારા માન્‍યતા પ્રાપ્‍ત થઈ નથી, તો પણ સમગ્ર જગત્‌માં તેની ૧૦ સહસ્ર સંસ્‍થાઓ છે. પીડિત મહિલાઓ નાનપણથી જ આ ચર્ચમાં જતી હતી. ‘પોતાને સ્‍વર્ગપ્રાપ્‍તિ થશે’, એવી આશાથી આ મહિલાઓએ પાદરીનું કહેવું સાંભું’, એવું ત્‍યાંના ન્‍યાયાલયે કહ્યું છે. (કહેવાતી શાંતિનો પ્રસાર કરનારા ચર્ચમાંના પાદરીઓ દ્વારા થનારા અત્‍યાચારોનું ખરું રૂપ ઉજાગર થયું હોવા છતાં પણ ભારતના પ્રસારમાધ્‍યમો તેમનું વર્ણન ‘શાંતિદૂત’ તરીકે કરવા માટે ધમપછાડા કરતા હોય છે ! – તંત્રી)

લડાખમાંથી ૭ સહસ્ર ૬૬૪ રોહિંગ્‍યા મુસલમાન ગાયબ !

લડાખ ખાતે ૭ સહસ્ર કરતાં વધારે રોહિંગ્‍યા રહેતા હોવાની કેંદ્ર સરકાર અને તત્‍કાલીન રાજ્‍ય સરકાર દ્વારા જાણકારી, જ્‍યારે લડાખમાં એકપણ રોહિંગ્‍યા મુસલમાન ન રહેતો હોવાનો લડાખ પ્રશાસનનો દાવો !

નવી દેહલી – લડાખમાં ઘૂસેલા ૭ સહસ્ર ૬૪૪ રોહિંગ્‍યા મુસલમાન ગાયબ થયા હોવાના સમાચાર છે. તથાપિ કારગિલ અને લેહ પોલીસ, તેમજ લડાખ પ્રશાસને ‘લડાખ ખાતે રોહિંગ્‍યા મુસલમાન રહેતા નથી’, એમ કહ્યું.
થોડા દિવસો પહેલાં ગુપ્‍તચર યંત્રણાઓએ લડાખ ખાતે ૫૫ રોહિંગ્‍યા મુસલમાન ઘૂસ્‍યા હોવાની જાણકારી આપી હતી. પરંતુ કારગિલ, લેહ પોલીસ અને લડાખે તેમ ન હોવાનું જણાવ્‍યું હતું. તો પછી ‘૭ સહસ્ર ૬૪૪ ઘૂસખોર મુસલમાન ગયા ક્યાં ?’, એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થાય છે. (સંદર્ભ : ‘અમર ઉજાલા’ વૃત્તસંકેતસ્‍થળ)
* રાષ્‍ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દા પર એકવાક્યતા ન ધરાવતી સરકાર અને પ્રશાસન !
* ઘૂસણખોરો વિશે સંભ્રમ રહેલી સરકાર અને પ્રશાસન ક્યારેપણ ઘૂસખોરોને દેશમાંથી બહાર હાંકી કાઢશે ખરાં ?

ચર્ચમાંના પાદરીઓની સમલૈંગિકતાને કારણે હું ચિંતિત ! – પોપ ફ્રાંસિસ

વ્‍હેટિકન સિટી – ખ્રિસ્‍તી ધર્મીઓના સર્વોચ્‍ચ ધર્મગુરુ પોપ ફ્રાંસિસ પાદરીઓની સભલૈંગિકતાને કારણે ચિંતિત હોવાનું કહ્યું છે ! તેમણે કહ્યું કે, ‘વર્તમાનમાં ‘સમલૈંગિકતા’ એક ફૅશન બની ગઈ છે. સમલૈંગિકતાનું આ સૂત્ર અતિશય ગંભીર છે. પાદરીઓએ પોતે બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્‍યક છે. હવે પછીથી ‘કૅથૉલિક પાદરી’ તરીકે પસંદગી કરતી વેળાએ સંબંધિત વ્‍યક્તિ સમલૈંગિક નથી, તેની ખાતરી કરવારમાં આવશે. (જ્‍યારે જુઓ ત્‍યારે ગમે તે પ્રસંગમાં હિંદુઓના ધર્મગુરુ અને મંદિરોના વિરોધમાં હોબાળો કરનારાં અને ખ્રિસ્‍તીઓએ વેચાતા લીધેલા પ્રસારમાધ્‍યમો આ સમાચાર ક્યારેપણ પ્રસારિત કરશે નહીં, આ વાત જાણી લો ! – તંત્રી)