ભાજપના રાજમાં સંતોએ સંમેલન લઈને આવો આદેશ આપવો પડે, એ ભાજપ માટે લજ્જાસ્પદ !

ચૂંટણી પહેલાં રામમંદિર બાંધો ! – સમસ્ત સાધુ-સંતોનો ભાજપને ‘ધર્માદેશ’

  નવી દેહલી – કેંદ્રની ભાજપ સરકારે ચૂંટણી પહેલાં અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ કરવું, એવો ‘ધર્માદેશ’ સમસ્ત સાધુ-સંતોએ ભાજપ સરકારને આપ્યો. અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે સમગ્ર દેશના ૩ સહસ્ર કરતાં વધારે સાધુ-સંતોનું ‘ધર્માદેશ’ સંમેલન દેહલી ખાતે ૩ અને ૪ નવેંબરના દિવસે આયોજિત કરવામાં આવ્યું હતું.

બીજા દિવસના સત્રમાં ધર્માંતર વિશે પણ વ્યાપક ચર્ચા થઈ. રામમંદિર વિશે હવે કોઈપણ બાંધછોડ થશે નહીં. તેથી સરકારે વહેલામાં વહેલી તકે અધ્યાદેશ કાઢીને રામમંદિર બાંધવું, એવો ધર્માદેશ પણ સરકારને આપવામાં આવ્યો..

‘અખિલ ભારતીય સંત સમિતિ’ના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જિતેંદ્રનંદ સરસ્વતીએ કહ્યું, ‘‘રામમંદિર બંધાવું જોઈએ, એવું સરકાર જો કાંઈ કરશે નહીં, તો અમને અમારો માર્ગ ખુલ્લો છે. હવે મંદિર બંધાશે એટલે બંધાશે જ.’’
સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, ‘‘જો એક આતંકવાદી માટે રાત્રે સર્વોચ્ચ ન્યાયાલય ખૂલી શકે છે, તો પછી હિંદુઓના ધાર્મિક વિષય પર નિર્ણય દેવા માટે ટાળાટાળ શા માટે કરવામાં આવી રહી છે ? અમે ન્યાયાલયનું માન જાળવીએ છીએ; પણ રામમંદિર બાંધવું, એ અમારો અધિકાર છે.’’

૧ જાન્યુઆરીથી જો રામમંદિરના બાંધકામનો આરંભ નહીં થાય, તો દેહત્યાગ કરીશ !
– ભારતમાતા મંદિરના અધ્યક્ષ સ્વામી સત્યમિત્રાનંદ ગિરીની ચેતવણી

  રામમંદિર બાંધકામ વિશે સરકારે ગંભીરતાથી પગલાં ઉપાડ્યા હોવાનું દેખાતું નથી તેથી અહીંના પ્રખ્યાત સંત અને ભારતમાતા મંદિરના અધ્યક્ષ સ્વામી સત્યમિત્રાનંદ ગિરીએ રામમંદિર માટે ૬ ડિસેંબરથી હરિદ્વાર ખાતે ઉપોષણ કરવાના હોવાનું કહ્યું છે. (સંતોને આવી ચેતવણી આપવી પડે છે, આ ભાજપ અને મોટી હિંદુત્વનિષ્ઠ સંગઠનો માટે અત્યંત લજ્જાસ્પદ ! -તંત્રી)
અયોધ્યા ખાતે રામમંદિર બાંધો ! – કેંદ્રિય શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષનો વડાપ્રધાનને પત્ર

લખનઉ (ઉત્તરપ્રદેશ) – ‘કેંદ્રિય શિયા વક્ફ બોર્ડ’ના અધ્યક્ષ વસિમ રિઝવીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને ફરી એકવાર રામમંદિર બાંધવા માટેનો પ્રસ્તાવ મોકલાવ્યો છે, આ પ્રસ્તાવ દ્વારા તેમણે અયોધ્યા ખાતે રામમંદિર બાંધવું અને લક્ષ્મણપુરી (લખનઉ) ખાતે નિયોજિત સ્થાન પર મસ્જિદ બાંધવી, એમ કહ્યું છે. ‘આ મસ્જિદનું બાંધકામ ‘શિયા વક્ફ બોર્ડ પોતે કરશે’, તેમ પણ રિઝવીએ કહ્યું છે. (સમાજના સર્વ સ્તર પરથી રામમંદિર બાંધવા માટે અનુકૂળ વાતાવરણ નિર્મિતિ હોય તો પણ સરકારની ઇચ્છાશક્તિના અભાવથી તે કામ આગળ ધપતું નથી ! તંત્રી)

Categories News