ખ્રિસ્‍તી પંથપ્રચારકોનું ખરૂં રૂપ સમાજ સામે ઉજાગર !

‘બાળસંસ્‍કાર’ના નામે થતા ધર્માંતરના
ષડ્‌યંત્રનો જાગૃત હિંદુત્‍વનિષ્‍ઠો દ્વારા ઉલાળિયો !

બાળસંસ્‍કાર શિબિરાર્થી હિંદુ બાળકો દ્વારા દોરાવી લીધેલાં ચિત્રોમાંથી એક ચિત્ર. આ ચિત્રમાં ‘ૐ’ પર ‘ચોકડી’ મારીને ખ્રિસ્‍તીઓના ‘ક્રૉસ’ પર ખરાની નિશાની કરી છે. ક્રૉસની બાજુમાં ‘Commit to follow Jesus Because Jesus is always Right’ (જિસસને માનવા માટે કટિબદ્ધ થાઓ; કારણકે જિસસ હંમેશાં યોગ્‍ય છે !), (વર્તુળમાં જુઓ) એવું વાક્ય લખ્‍યું છે

કલ્‍યાણ (મહારાષ્‍ટ્ર) – અહીંના પૂર્વ વિસ્‍તારમાં સ્‍થિત ગાયત્રી પ્રાથમિક વિદ્યાલયના ૬ થી ૧૨ વયજૂથના હિંદુ બાળકોમાં ‘બાળસંસ્‍કાર’ શિબિરના માધ્‍યમ દ્વારા ખ્રિસ્‍તી પંથનો પ્રચાર કરવામાં આવતો હોવાનું હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનોના ધ્‍યાનમાં આવ્‍યું. ૯ નવેંબરના દિવસે બાળસંસ્‍કારના આયોજકો પર કોળસેવાડી પોલીસ થાણામાં ધર્માભિમાની શ્રી. સુભાષ મતેની ફરિયાદ પછી ભારતીય કલમ ૨૯૫(અ) અંતર્ગત ગુનાની નોંધ કરવામાં આવી છે. શ્રી. મતેએ ત્‍યાંના સ્‍થાનિક હિંદુઓને એકત્રિત કરીને હસ્‍તાક્ષર અભિયાન દ્વારા કાર્યક્રમની ફરિયાદ પોલીસ થાણામાં આપી હતી. શિબિરમાં ૧૦૦ જેટલાં બાળકો સહભાગી થયા હતા. શિબિરમાં શું ચાલી રહ્યું છે, તે જોવાની ઉત્‍સુકતા થઈને હિંદુત્‍વનિષ્‍ઠો શાળાના વર્ગમાં ગયા. તે સમયે હિંદુ બાળકો માટે ચિત્રકળા, સંગીત જેવી સ્‍પર્ધાઓ આયોજિત કરીને ઇનામની લાલચ આપીને બાળકોના મનમાં હિંદુ ધર્મ વિશે દ્વેષ નિર્માણ કરીને ખ્રિસ્‍તી પંથ સર્વશ્રેષ્‍ઠ હોવાના કેટલાક પુરાવા ત્‍યાં મળ્યા. તેમાં હિંદુઓના પવિત્ર ‘ૐ’ પર ‘ચોકડી’ મારીને ખ્રિસ્‍તીઓના ‘ક્રૉસ’ પર ખરાની નિશાની કરેલા ચિત્રો બાળકો દ્વારા દોરી લીધા હોવાનું જોવા મળ્યું. તેમજ ‘મોદી સરકાર ચોર છે’ આ હેતુથી દોરેલું એક ચિત્ર પણ તેમાં હતું.

કલ્‍યાણ ખાતે ધર્માંતરના છુપા હેતુથી આયોજિત કરેલો કાર્યક્રમ રદ કરવાની ફરજ પાડી !

 

‘સિટી ઑફ હોપ’એ છાપેલી નિમંત્રણપત્રિકા

કલ્‍યાણ (મહારાષ્‍ટ્ર) – અહીંના કલ્‍યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાના આચાર્ય અત્રે રંગમંદિરમાં ‘સિટી ઑફ હોપ’ પ્રસ્‍તુત ‘રાષ્‍ટ્રીય બાળદિન મહોત્‍સવ’નું ૧૪ નવેંબરના દિવસે આયોજન કરવામાં આવવાનું હતું. આ કાર્યક્રમની નિમંત્રણપત્રિકા કેટલાક હિંદુત્‍વનિષ્‍ઠોને હાથ લાગ્‍યા પછી તેમાં ખ્રિસ્‍તી પંથના પ્રસાર દ્વારા હિંદુઓનું ધર્માંતર થવાની બહોળી સંભાવના હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું. ત્‍યારે અહીંના સર્વ હિંદુત્‍વનિષ્‍ઠોએ એકત્રિત થઈને કલ્‍યાણ ખાતેના પોલીસ આયુક્ત અને કલ્‍યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાના આયુક્તને નિવેદન આપ્‍યું. આ પ્રકારના કાર્યક્રમ માટે કલ્‍યાણ (પૂર્વ) ખાતે ગુનાની નોંધ થઈ હોવાનું યંત્રણાઓને પુરાવા સહિત બતાવવામાં આવ્‍યું. પ્રશાસને તેની ગંભીર નોંધ લઈને કાર્યક્રમ લેવાનો આયોજકોને નકાર દીધો અને આ રીતે ધર્માંતરનો કાર્યક્રમ રદ થયો.

અંદમાન ખાતે અમેરિકાના ખ્રિસ્‍તી ધર્મપ્રચારકની હત્‍યા

અદિવાસીઓમાં ખ્રિસ્‍તી ધર્મનો પ્રચાર (અર્થાત્ ધર્માંતર) કરવાનું ષડ્‌યંત્ર

અંદમાન – અંદમાન દ્વીપ ખાતે આદિવાસીઓમાં ખ્રિસ્‍તી ધર્મનો પ્રચાર (અર્થાત્ ધર્માંતર) કરવા માટે ગયેલા જૉન એલન ચૌ નામક અમેરિકાના ધર્મપ્રચારકની હત્‍યા કરવામાં આવી.

અંદમાન-નિકોબારના સેંટિનેલિસ ટાપુ પર પ્રવેશ નિષિદ્ધ છે. ત્‍યાંના આદિવાસીઓ બહારની કોઈપણ વ્‍યક્તિને ટાપુ પર આવવા દેતા નથી. તેમ છતાં પણ ચૌ ખ્રિસ્‍તી ધર્મનો પ્રચાર કરવાના છુપા હેતુથી સેંટિનેલિસ ખાતેના આદિવાસીઓની જાણકારી મેળવવાના નામ હેઠળ ત્‍યાં ગયા હતા. ત્‍યાં તેમને ખ્રિસ્‍તી ધર્મનો પ્રચાર કરવા માટે સંથાલી સમાજના કેટલાક લોકોને મળવું હતું. તથાપિ તે ટાપુ પર પ્રવેશ ન હોવાથી એક મચ્‍છીમારે તેમને જવાની ના પાડી. ત્‍યારે તેમણે તે મચ્‍છીમારને પૈસાનો લોભ બતાવીને ટાપુ પર પ્રવેશ મેળવ્‍યો. ચૌ, ગત ૫ દિવસોથી સદર ટાપુ પર ફરતા હતા. પછી ૨૦ નવેંબરના દિવસે તેમની હત્‍યા થઈ. તેમની નોંધવહી મળી, તેમાં તેઓ ધર્મપ્રસાર કરવા માટે અહીં આવ્‍યા હોવાનું સ્‍પષ્‍ટ થયું છે. ચૌ, આ પહેલાં પણ ૫ વાર અંદમાન-નિકોબાર દ્વીપસમૂહો પર આવી ગયા હતા.

સેંટિનેલિસ આદિવાસીઓની માન્‍યતા !

ઉત્તર સેંટિનેલિસ દ્વીપ આદિવાસીઓનો અડ્ડો છે. આ સર્વ લોકો સ્‍વદેશી છે. તેમનામાં બહારની વ્‍યક્તિ સાથે સંપર્ક કરવાની માન્‍યતા નથી. તેમને કોઈ ટાપુ પર આવે, તો તે પણ માન્‍ય નથી. આ સમાજના લોકોને છાયાચિત્રો કાઢવાની પણ અનુમતિ ન હોવાથી તેમના વિશે ‘વ્‍હિડીઓ’ અને ‘ઇંટરનેટ’ પર બતાવવા માટે પ્રતિબંધ છે. મળેલી જાણકારી અનુસાર ત્‍યાંના આદિવાસીઓની સંખ્‍યા કેવળ ૫૦ થી ૧૦૦ જેટલી જ છે અને તે લોકો પૈસાનો વેપાર કરતા નથી.

Categories News