ડિસેંબર માસમાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર

વિહિંપ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ખ્રિસ્તીઓને માર માર્યો !

  આગરા (ઉત્તરપ્રદેશ) – અહીં ફતેહબાદ રસ્તા પરની હૉટેલ સમોમાં આયોજિત કરવામાં આવેલી ખ્રિસ્તીઓની પ્રાર્થનાસભામાં હિંદુ ધર્મ પર કરવામાં આવેલી ટીકાના પ્રકરણમાં વિહિંપ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ખ્રિસ્તીઓને સારો એવો માર માર્યો. આ પ્રાર્થનાસભામાં હિંદુઓના ધર્માંતરનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. તે પણ ઉલાળી પાડવામાં આવ્યું.

કાર્યકર્તાઓએ ૭ ખ્રિસ્તીઓને પકડીને પોલીસને સોંપ્યા, તેમજ ખ્રિસ્તીઓના વિરોધમાં ધાર્મિક ભાવનાઓ દુભાઈ હોવાની ફરિયાદ પણ કરી.. ખાસ એટલે ખ્રિસ્તીઓએ સદર કાર્યક્રમની કોઈપણ અનુમતિ લીધી નહોતી. આ બનાવ પછી પ્રાર્થનાસભાના આયોજકોએ પણ તાગડધિના કરીને હિંદુત્વનિષ્ઠ કાર્યકર્તાઓએ કથિત તોડફોડ કરી હોવાનો આરોપ કર્યો. આ પ્રકરણમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે. (ઉત્તરપ્રદેશમાં ભાજપની સત્તા હોવા છતાં હિંદુઓનું ધર્માંતર કરવા માટે ખ્રિસ્તીઓ છડેચોક આવો કાર્યક્રમ આયોજિત કરે છે, આ બાબત ભાજપ માટે લજ્જાસ્પદ !)

હિંદુઓના વિરોધ પછી પણ કર્ણાટક સરકાર દ્વારા ક્રૂરકર્મા ટિપૂ સુલતાન જયંતીની ઊજવણી

* શ્રીરામ સેના સહિત અનેક હિંદુત્વનિષ્ઠ સંગઠનો દ્વારા નિદર્શનો !
* ભાજપના નેતાઓની ધરપકડ !
* હિંદુઓ દ્વારા કોડગૂ ખાતે બંધ !

  બેંગળૂરુ – સમસ્ત હિંદુઓનો તીવ્ર વિરોધ પગ તળે રગદોળીને કર્ણાટકની કૉંગ્રેસ અને સંયુક્ત જનતાદળની ગઠબંધન સરકાર દ્વારા ૧૦ નવેંબરના દિવસે ક્રૂરકર્મા ટિપૂ સુલતાનની જયંતી ઊજવવામાં આવી.

આ સમયે પોલીસે ભાજપના અનેક નેતાઓને નિયંત્રણમાં લીધા છે. સાવચેતીના ઉપાય તરીકે પોલીસે રાજ્યના હુબળી અને ધારવાડ આ પ્રમુખ સંવેદનશીલ શહેરોમાં જૂથબંધી આદેશ લાગુ કર્યો હતો. આ જ બે શહેરોમાં ટિપૂની જયંતીનો સર્વાધિક વિરોધ થયો.
સરકાર સર્વ નિર્ણયો ‘નિધર્મી’ બંધારણ હેઠળ લે છે અને તેમાં હિંદુહિત કદાપિ સાધ્ય થઈ શકતું નથી, એવો ઇતિહાસ હોવાથી ભલે કોઈપણ પક્ષની સરકાર સત્તારૂઢ બને, તો પણ હિંદુઓને રઝળતા જ રાખે છે ! એ માટે હિંદુહિત સાધ્ય કરનારા બંધારણની (અર્થાત્ હિંદુ રાષ્ટ્ર)ની સ્થાપના કરવી, એ જ સર્વ સમસ્યાઓ પરનો ઉપાય છે, આ બાબત હિંદુઓએ જાણી લેવી અને સંગઠિત થવું !

ચલચિત્રમાં અભિનેતાને સાધુના વેશમાં ટૂંકા કપડાં પરિધાન કરેલી અભિનેત્રી સાથે બતાવ્યો !

  મુંબઈ (મહારાષ્ટ્ર) – દેશના વિવિધ અધિકોષમાંથી ૯ સહસ્ર કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશમાં પલાયન કરી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાના જીવન પર આધારિત નિર્દેંશક પહલાજ નિહલાનીના ‘રંગીલા રાજા’ નામક ચલચિત્રમાં અભિનેતા ગોવિંદા સાધુના વેશમાં ટૂંકા કપડાં પરિધાન કરેલી અભિનેત્રી સાથે એકત્રિત હોવાનું ચલચિત્ર ભીંતપત્રક સામાજિક પ્રસારમાધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે.

સદર ચલચિત્રની ચલચિત્ર પિરિનરીક્ષણ મંડળે ૨૦ ઠેકાણે કાપ મૂકી છે. તેમાં કેટલાક સંવાદ બીભત્સ અને કેટલાક સંવાદનો અર્થ સ્પષ્ટ થતો ન હોવાથી ચલચિત્રમાંના દૃશ્યોની કપાત કરવામાં આવી છે.

રાષ્ટ્રદ્રોહી અને હિંદુદ્રોહી ઘટનાઓનો સંયત માર્ગથી નિષેધ કરો !

હિંદુદ્રોહીઓનો નિષેધ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તેમનું વૈચારિક પરિવર્તન કરવું, એમ છે. તેને કારણે કોઈપણનો નિષેધ કરતી વેળાએ તાત્ત્વિક સૂત્રોના આધાર પર વૈચારિક સ્તર પર કરો ! ભૂલ કરનારી વ્યક્તિને તેની ભૂલ કહીને યોગ્ય માર્ગે વાળવી, આ વ્યાપક દૃષ્ટિકોણ નિષેધ વ્યક્ત કરવા પાછળ હોવો જોઈએ !

‘ચિત્રલેખા’ નામક મરાઠી સાપ્તાહિકના વિરોધમાં માનહાનિ ભરપાઈ માટે ન્યાયાલયમાં દાવો પ્રવિષ્ટ !

  ફોંડા (ગોવા) – ‘ચિત્રલેખા’ નામક મરાઠી સાપ્તાહિકના ૧૪ થી ૨૦ મે ૨૦૧૮ના સમયગાળામાં પ્રસિદ્ધ થયેલા અંકમાં પૃષ્ઠ ક્રમાંક ૨૪ થી ૨૬ પર ‘મુખપૃષ્ઠકથા’ આ લેખ અંતર્ગત ‘મહારાષ્ટ્રના આસારામ હજી પણ છૂટ્ટા કેમ ફરે છે ?,’ આ મથાળા હેઠળ અપકીર્તિકારી (બદનામી કરે તેવા) લેખ પ્રસિદ્ધ કરીને સનાતન સંસ્થાની માનહાનિ કરી. તેને કારણે સનાતન સંસ્થાની અપરિમિત હાનિ થઈ હોવાથી સંસ્થાના વ્યવસ્થાપકીય વિશ્વસ્ત શ્રી. વીરેંદ્ર મરાઠેએ ‘ચિત્રલેખા’ આ મરાઠી સાપ્તાહિકના સંપાદક, માલિક, મુદ્રક અને પ્રકાશકના વિરોધમાં, તેમજ અપકીર્તિકારી લેખ લખનારા લેખકના વિરોધમાં ૧૦ કરોડ રૂપિયાની હાનિભરપાઈ માગણીનો દિવાણી દાવો અહીંના દિવાણી ન્યાયાલયમાં પ્રવિષ્ટ કર્યો છે.

દેશદ્રોહી ધર્માંધ મહિલાઓ દ્વારા સૈનિક અને પત્રકારો પર પથ્થરબાજી

  શ્રીનગર – બડગામ સ્થિત ઝાગૂ અરિજલ વિસ્તારમાં ૨ આતંકવાદીઓને મારી નાખ્યા પછી શોધ-અભિયાન હાથ ધરેલા સૈનિક, તેમજ ત્યાં વૃત્તાંકન કરનારા પત્રકારો પર સ્થાનિકોએ મોટા પ્રમાણમાં પથ્થરબાજી કરી. વિશેષ એટલે પથ્થરબાજી કરનારાઓમાં દેશદ્રોહી ધર્માંધ મહિલાઓ મોટા પ્રમાણમાં સહભાગી થઈ હતી. આ દેશદ્રોહીઓએ પથ્થરબાજી કરતાં કરતાં ભારત-વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. આ વિશેની ચિત્રફીત વર્તમાનમાં સામાજિક પ્રસારમાધ્યમોમાં પ્રસારિત થઈ છે. (ક્યાં ધર્મ માટે થઈને સીધા જ રસ્તા પર ઉતરીને હાથમાં પથ્થર લેનારી મુસલમાન મહિલા, જ્યારે ક્યાં ‘હું અને મારું કુટુંબ’માં રમમાણ થયેલી હિંદુ મહિલા ! – તંત્રી)

ભાજપશાસિત રાજસ્થાનમાં ભાજપ નેતાની ધોળે દિવસે હત્યા

પ્રતાપગઢ (રાજસ્થાન) – અહીંના ભાજપના નેતા સમરથ કુમાવતની અજ્ઞાતોએ તલવારથી ગળું કાપીને કરપીણ હત્યા કરી. ૩ નવેંબરના દિવસે દ્વિચક્રી પર આવેલા લગભગ ૩-૪ આક્રમણકર્તાઓએ પહેલા કુમાવત પર ગોળીબાર કર્યો અને પછી તલવારથી ગળું કાપીને કરપીણ હત્યા કરી. આ સમયે કુમાવત તે સ્થાન પર જ મૃત્યુ પામ્યા.

આંધ્રપ્રદેશ ખાતે ધર્માંધો દ્વારા મંદિરના પૂજારીની હત્યા

વારંગળ (આંધ્રપ્રદેશ) – અહીં સાદિક હુસેન નામક ધર્માંધએ શ્રી સાઈબાબા મંદિર પર આરતી માટે લગાડેલા ધ્વનિક્ષેપક (માઈક)ના અવાજને કારણે તેની માતાને ત્રાસ થતો હોવાનું કારણ કહીને મંદિરના પૂજારી શર્મા સાથે ૨૬ ઑકટોબરના દિવસે ચડભડ કરી અને પછી તેમના પર હુમલો કર્યો જેમાં તેમનું મૃત્યુ થયું.

મસ્જિદો પરનાં ભૂંગળાંનો દિવસરાત્ર ત્રાસ થવા છતાં પણ હિંદુઓ આ ભૂંગળાંના વિરોધમાં ન્યાયાલયીન માર્ગ અપનાવે છે, જ્યારે મંદિર પરના ધ્વનિક્ષેપકનો કથિત ત્રાસ થાય છે; તેથી ધર્માંધ હિંદુઓની સીધી હત્યા જ કરે છે ! આ વિશે હવે પુરોગામીઓ, પ્રસારમાધ્યમો કેમ કાંઈ બોલતા નથી ?

દિવાળીના દિવસે ધર્માંધો દ્વારા હિંદુઓની વસતી પર પથ્થરબાજી !

જળગાવ (મહારાષ્ટ્ર) – જામનેર તાલુકાના પહુર પેઠ ગામમાં બરાબર લક્ષ્મીપૂજનના દિવસે ગામના કેટલાક ધર્માંધો મદ્યના નશામાં અહીંની શેરીમાં ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે કેટલાક યુવકોએ તેમને ફટાકડા ફોડવાની ના પાડી. તે સમયે ધર્માંધોએ હિંદુ યુવકોને ગાળો ભાંડી.
ખીજાયેલા હિંદુ યુવકોએ તેમનો પ્રતિકાર કર્યો. તેની દાઝ મનમાં રાખીને આ ધર્માંધોએ શેરીમાં જઈને અન્ય સહકારીઓને બોલાવીને હિંદુ વસતી પર લાકડીથી હુમલો કર્યો. તેમનો પ્રતિકાર કરતી સમયે રાજુ વામન કલાલ નામક યુવકને ધર્માંધોની ટોળીએ ઘણો માર મારીને પુષ્કળ દુખાપત કરી.

હરિયાણા ખાતે મંદિરના મહંતની કરપીણ હત્યા

  રોહતક (હરિયાણા) – અહીંના બાબા ગોરખનાથ મંદિરના મહંત વિજયની અજ્ઞાત વ્યક્તિઓ કરપીણ હત્યા કરી. એક વ્યક્તિ રસ્તા પરથી જતી વેળાએ તેણે એક વેરાન જગ્યામાં લોહીના ખાબોચિયામાં એક મૃતદેહ પડ્યો હોવાનું જોયું. તેણે પોલીસને તરત જ તેની માહિતી જણાવી અને પોલીસે ઘટનાસ્થળ પર જઈને મૃતદેહ ઓવાનો પ્રયત્ન કર્યો, તે સમયે તે મહંત વિજયનો હોવાનું સમજાયું. તેમના પર ધારદાર શસ્ત્રોથી વાર કર્યો હોવાની માહિતી પોલીસોએ આપી. મહંત વિજય, બાબા ગોરખનાથ મંદિરમાં એકલા જ રહેતા હતા. તેઓ એક વર્ષથી મંદિરના મહંત હતા.

રાહુલ ગાંધી દ્વારા સ્વાતંત્ર્યવીર સાવરકરનું અપમાન

 મુંબઈ – જગદલપુર (છત્તીસગઢ)ની એક જાહેરસભામાં રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્યવીર સાવરકર વિશે ‘સાવરકરે બ્રિટીશોની હાથ જોડીને ક્ષમા માગી હતી’, એવું અપકીર્તિકારી વક્તવ્ય કર્યું. તેના વિરોધમાં સ્વાતંત્ર્યવીર સાવરકરના પૌત્ર અને ‘સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક’ના કાર્યાધ્યક્ષ રણજીત સાવરકરે શિવાજી પાર્ક (મુંબઈ) ખાતે પોલીસ થાણામાં લેખિત દાવો પ્રવિષ્ટ કરીને તરત જ કાર્યવાહી કરવાની માગણી કરી છે.

૨૦૦ વર્ષ પ્રાચીન મંદિરમાંની મૂર્તિઓની તોડફોડ

જેવર (ઉત્તરપ્રદેશ) – અહીં નગલા ગણેશ ગામ નજીક આવેલા ૨૦૦ વર્ષ જૂનાં મંદિરમાં પ્રભુ શ્રીરામ અને સીતાજીની મૂર્તિઓની અજ્ઞાતો દ્વારા બરાબર દિવાળીના દિવસોમાં જ તોડફોડ કરવામાં આવી. કેટલાક ગ્રામવાસીઓએ જેવર ગામમાં ‘રસ્તો બંધ’ આંદોલન કર્યું, ત્યારે ગામમાં પોલીસોની મોટી ફોજ સજ્જ રાખવામાં આવી હતી. પોલીસોએ અજ્ઞાતોના વિરોધમાં ગુનાની નોંધ કરી છે. આ બનાવ પછી પ્રશાસને તરત જ નવી મૂર્તિ લાવીને મંદિરમાં સ્થાપના કરી છે.

આ છે રોહિંગ્યા મુસલમાનોને સમયસર તગેડી ન મૂકવાનું પરિણામ !

મદરેસામાં સગીર બાળા પર લૈંગિક અત્યાચાર

શ્રીનગર (કાશ્મીર) – અહીંની રોહિંગ્યા મુસલમાનોની વસાહતમાં આવેલા મદરેસામાંના મૌલવીએ ત્યાં શિક્ષણ લઈ રહેલી એક ૧૧ વર્ષની બાળા પર લૈંગિક અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના ઉજાગર થઈ છે. મૌલવીનું નામ મહંમદ યુસુફ છે અને તે મ્યાનમારનો રહેવાસી છે. પોલીસે યુસુફની ધરપકડ કરી છે. તેના પર ‘પોસ્કો’ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. (સંદર્ભ : ‘અમર ઉજાલા’ વૃત્તસંકેતસ્થળ)

Categories News