નવેંબર મહિનામાં વિદેશમાં હિંદુ ધર્મ પર થયેલા પ્રહાર !

‘જાગતિક ધર્મસંસદ’ના ઉદઘાટન કાર્યક્રમમાંથી હિંદુ ધર્મના પ્રતિનિધિને બાદ કર્યો !

ટોરૅન્‍ટો (જર્મની) – અહીં આયોજિત ‘જાગતિક ધર્મસંસદ’ના ઉદઘાટન કાર્યક્રમમાંથી હિંદુ ધર્મના પ્રતિનિધિને પડતો મૂકવામાં આવ્‍યો હોવાનો પ્રકાર ઉજાગર થયો છે. સ્‍વામી વિવેકાનંદે ‘જાગતિક ધર્મસંસદ’માં જ અત્‍યંત પ્રભાવી ભાષણ કરીને હિંદુ ધર્મનું મહત્ત્વ જગત્‌ના ગળે ઉતાર્યું હતું. તેને ૧૨૫ વર્ષ પૂર્ણ થયા હોવાનું નિમિત્ત કરીને વર્ષ ૨૦૧૮માં ટોરૅન્‍ટો ખાતે ૧ થી ૭ નવેંબર ૨૦૧૮ના સમયગાળામાં ‘જાગતિક ધર્મસંસદ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. સદર કાર્યક્રમના ઉદ્‌ઘાટન સમારંભમાં હિંદુ ધર્મના પ્રતિનિધિને પડતો મૂકવામાં આવ્‍યો હોવાનો નિષેધ અનેક હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનોએ કર્યો છે. આ પ્રકરણમાં ટોરૅન્‍ટો ખાતેનાં હિંદુત્‍વનિષ્‍ઠ ડૉ. રાગિણી શર્માએ આ ધર્મસંસદના આયોજક પાસે નિષેધ વ્‍યક્ત કર્યો.

ઇંગ્‍લેંડ ખાતે બિયરનું ‘ગણેશ’ આ રીતે નામકરણ

હિંદુઓના વિરોધ પછી આસ્‍થાપનાએ ક્ષમા માગી !

લંડન – ઇંગ્‍લેંડની ‘વિશબોન બ્રુઅરી લિમિટેડ’ નામક મદ્યનિર્મિતિ કરનારી આસ્‍થાપનાએ મૅનચેસ્‍ટર ખાતે આયોજિત કરેલા બિયરના એક કાર્યક્રમમાં ભારતીય નાગરિકોને આકર્ષિત કરવા માટે ફળો અને શાકભાજીમાંથી બનાવેલી બિયરને ‘ગણેશ’, એવું નામ આપ્‍યું. તેથી હિંદુઓ રોષે ભરાયા. આ વિશે અમેરિકાની ‘યુનિવર્સલ સોસાયટી ઑફ હિંદુઇઝમ’ સંસ્‍થાના અધ્‍યક્ષ રાજન ઝેદ અને અન્‍ય સદસ્‍યોએ પણ વાંધો ઉઠાવ્‍યો. અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ હોવાનું ધ્‍યાનમાં આવ્‍યા પછી આસ્‍થાપનાના મુખ્‍ય અડ્રીયન ચૅપમેને હિંદુ નાગરિકોની જાહેરમાં ક્ષમા માગી.