સાધકો સંકટોનો સ્થિર રહીને સામનો કરી શકે, તે માટે કુટુંબીજનો દ્વારા સાધનાના બળ પર કરેલા પ્રયત્નો વીર સાવરકરના કારાવાસ-જીવનનું સ્મરણ કરાવનારી લેખમાળા !

મડગાંવ વિસ્ફોટ પ્રકરણમાં નિર્દોષ છૂટેલા
સનાતનનાં સાધકો અને તેમના કુટુંબીજનોના કડવા અનુભવ !

  વર્ષ ૨૦૦૯માં મડગાંવ ખાતે એક દ્વિચક્રી ગાડીમાં વિસ્ફોટ થવાથી તેમાં સનાતન સંસ્થાના બે સાધકોનું મૃત્યુ થયું હતું. તેમ હોવા છતાં પણ સનાતન સંસ્થાની અપકીર્તિ (બદનામી) કરવાના હેતુથી કૉંગ્રેસના ઇશારા પર કઠપૂતળીની જેમ નાચનારી પોલીસ દ્વારા કોઈ પૂર્વસૂચના આપ્યા વિના જ સાધકોની ધરપકડ કરી લેવી, તેમના પર લાદવામાં આવેલી અનેક ભયાનક કલમો, જૂઠ્ઠાં સાક્ષીદારો અને જૂઠ્ઠાં પ્રમાણો, સાધકોને આપવામાં આવેલા અસહનીય શારીરિક અને માનસિક કષ્ટ તેમજ તેમને જે નરક જેવી યાતનાઓ ભોગવવી પડી, તે અમે અત્રે ક્રમશ: પ્રકાશિત કરી રહ્યા છીએ. આ વાંચીને વાચકો સમજી શકશે કે કઠિન પરિસ્થિતિમાં સાધના કરવાથી કેટલું બળ મળે છે. આ લેખમાળામાં હવે આપણે જોઈશું કે, સાધકો નિર્દોષ છૂટ્યા પછી તેમના કુટુંબીજનોને થયેલો આનંદ અને તેમણે વ્યક્ત કરેલી કૃતજ્ઞતા તેમજ સાધકો નિર્દોષ છૂટ્યા પછી રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં તેમનું કેવી રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું !
સંકલનકર્તા : પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે

૧. સાધકો નિર્દોષ મુક્ત થયા પછી તેમના કુટુંબીજનોની થયેલી મન:સ્થિતિ

૧ અ. ‘૩૧ ડિસેંબરના દિવસે નિર્ણય થવાનો છે, આ વાત જાણ્યા પછી અમે વધારેમાં વધારે પ્રાર્થના કરવા લાગ્યા. તે પહેલાં પણ શ્રીકૃષ્ણજીને પ્રાર્થના થતી હતી કે બધા નિર્દોષ છૂટી જાય. બધા છ ધર્મવીરોને આનંદપૂર્વક પાછા લઈ આવો. ‘કેવળ બે જ સાધકો છૂટે’ એવી પ્રાર્થના કદી પણ થઈ નહીં. આ બન્ને નિર્દોષ છૂટ્યા હોવાની વાત દૂરભાષ પર સાંભળી, તે સમયે મેં શ્રીકૃષ્ણજીની પ્રતિમા પાસે જઈને મનથી કૃતજ્ઞતા વ્યક્ત કરી. હવે હું બધાને ગર્વ સાથે કહી શકું છું કે સનાતનનું કાર્ય કેટલું સારું છે. તમે આ છોકરાઓને મહેણાં માર્યાં; પરંતુ તેઓ હવે નિર્દોષ મુક્ત થયા છે. એમ પણ સાંભળ્યું કે આ સર્વેને પ્રથમ આશ્રમમાં લઈ જવાના છે. તે સમયે એમ લાગ્યું કે આશ્રમમાં પ.પૂ. ગુરુદેવજી સાથે ભેટ કરાવીને ઘરે મોકલશે. પછી જાણવા મળ્યું કે વાહનફેરી (સરઘસ) કાઢવાના છે. એક ક્ષણ એવું લાગ્યું કે અમારા જીવનમાં કેવી સોનેરી ક્ષણ આવી છે ! હું તેને શબ્દોમાં વર્ણવી શકતી નથી. – સૌ. કવિતા અષ્ટેકર (શ્રી. પ્રશાંત અને શ્રી. ધનંજયનાં માતા)
૧ આ. દીકરાને નિર્દોષ છોડશે, એમ જાણીને દશેરાને દિવસે શ્રીરામજીએ રાવણને હરાવીને કાઢેલા સરઘસનું દૃશ્ય આંખો સામે તરવરી રહ્યું હતું. શ્રીરામજીના ભક્તો વિજયી થઈને પાછા ફરી રહ્યા હોવાનું દૃશ્ય આંખો સામે આવતું હતું. પ.પૂ. ગુરુદેવ સર્વશક્તિમાન છે એની જાણ થઈ. ભાવિ ઘોર સંકટકાળમાં તેમણે કહેલી સાધના કરવાની આવશ્યકતા સમજમાં આવી, તેમજ સાધના કરવાનો નિશ્ચય થયો. – શ્રી. હેમંત જુવેકર (શ્રી. પ્રશાંતના પિતા)
૧ ઈ. ‘નિર્ણય થવાનો હતો તે દિવસે સવારે નામજપ કરવા બેઠી હતી, તે સમયે ૧૦૦ ટકા નિર્દોષ એવા શબ્દો (સૂક્ષ્મમાંથી) સંભળાયા, તેમજ જોવા મળ્યું કે શ્રીકૃષ્ણજીએ સાધકોને પોતાના ખોળામાં બેસાડ્યા છે’. – સૌ. ક્ષિપ્રા જુવેકર (શ્રી. પ્રશાંતનાં પત્ની)

૨. નિર્દોષ મુક્ત થયા પછી સાધકોને સમાજના લોકો વિશે થયેલા અનુભવ

‘અમારા જમાઈ શ્રી. દિલીપ માણગાંવકર કારાગૃહમાં હતા, તે સમયે અમારા વિશે ખરાબ બોલનારા તેમજ વિરોધ કરનારા લોકો, સાધકો નિર્દોષ મુક્ત થયા પછી અમારી સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા.’ – સૌ. ગુણવંતી ચ્યારી (શ્રી. દિલીપ માણગાંવકરનાં સાસુજી)

૩. સાધક અને તેમના કુટુંબીજનોનો સાધના પ્રવાસ

૩ અ. ‘માતા-પિતાએ નાનપણમાં કરેલા સુસંસ્કારોને કારણે મનમાં સાધનાનું બીજ વવાઈ ગયું. ભ્રષ્ટાચાર બાબતે મનમાં પહેલેથી જ ચીડ હતી. અમારા પર એવા સંસ્કાર હતા કે ‘જો એવું કાંઈક કરીશું તો તેનું ફળ ભોગવવું જ પડશે’. નોકરી કરતી વેળાએ જો મેં પદોન્નતિ લીધી હોત અને તેમાં જ અટવાઈ પડ્યો હોત, તો હું સાધના કરી શક્યો ન હોત. સાધના કરવા માટે મેં પદોન્નતિનો ત્યાગ કર્યો. મેં સાધનાનો આરંભ કર્યો, ત્યારે પ.પૂ. ડૉ. આઠવલેજીએ એક દિવસ કેવળ ૫ વાર નામસ્મરણ કરવા માટે કહ્યું અને આજે અખંડ નામજપ કરવા માટે કહે છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ મને સાધનામાં રાખ્યો અને સાધનાના પ્રયત્નો તેમણે જ કરાવી લીધા.’ – શ્રી. કેશવ અષ્ટેકર (શ્રી. પ્રશાંત અને શ્રી. ધનંજયના પિતા)
૩ આ. ભ્રષ્ટાચાર પ્રત્યે ચીડ હોવી
૧. ‘અમારા ગામમાં એક આરટીઓ કર્મચારી હતો. તે લોકોનું કામ કરવા માટે પૈસા લેતો હતો. તેને પૈસા લેતો જોઈને મારા મનમાં વિચાર આવતો કે, ‘પૈસા શા માટે લે છે ? તેને પગાર મળતો નથી શું ?’
૨. ‘ચિત્રકાર એમ.એફ. હુસેને દેવતાઓનાં નગ્ન ચિત્રો દોર્યાં. તેને કારણે મારા મનમાં અત્યંત ચીડ નિર્માણ થઈ હતી. મેં મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને એકઠાં કર્યા. તેમને આ ચિત્રો વિશે જાણકારી આપી. હિંદુ ધર્મ પર થનારા પ્રહારોના વિરોધમાં લડવા માટે અમે ‘હિંદુ એકતા યુવા સંઘ’ સંગઠનની સ્થાપના કરી. આ સંગઠનમાં સો કરતાં વધારે મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ જ હતા. અમે મહાવિદ્યાલયમાં સરઘસ કાઢ્યું.’
– શ્રી. ધનંજય અષ્ટેકર

૪. સાધકો કારાગૃહમાંથી મુક્ત થયા પછી તેમનું ગોવા સ્થિત
સનાતનના રામનાથી આશ્રમમાં થયેલું ભવ્ય સ્વાગત !

૪ અ. ‘જયતુ જયતુ હિંદુરાષ્ટ્રમ્ । હર હર મહાદેવ’ નો જયઘોષ !
૪ આ. ‘આ છોકરાઓ નિર્દોષ છૂટી ગયા પછી આ રીતે તેમનું સ્વાગત થશે’, એવો વિચાર પણ કદી મનમાં આવ્યો નહોતો. આ રાજ્ય અધર્મનું રાજ્ય છે તેમજ અધર્મના આ રાજ્યમાં આટલું ભવ્ય સ્વાગત થવું, એ તો ઈશ્વરના હાથમાં જ છે, જે અન્ય કોઈના હાથની વાત નહોતી. પ.પૂ. ડૉક્ટરજીએ જ આપણને આ જીવન પ્રદાન કર્યું છે. આજે હું જે કાંઈ છું, તે કેવળ તેમના આશીર્વાદને કારણે જ ! તેમની સાથે મુલાકાત થવાથી અમને નવી દિશા મળી. આગળ પણ આ રીતે જ પ્રયત્નો કરીને સાધના કરવી છે. – શ્રી. કેશવ અષ્ટેકર (શ્રી. પ્રશાંત અને શ્રી. ધનંજયના પિતાજી)
૪ ઇ. મડગાવ વિસ્ફોટ પ્રકરણમાં ૬ સાધકો નિર્દોષ મુક્ત થયા પછી તેમને ભગવા ફેંટા બાંધીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. અંતમાં રામનાથી આશ્રમમાં ચારચક્રી વાહનમાં તેમનું આગમન થયું, તે સમયે આશ્રમના પ્રવેશ દ્વારાની બન્ને બાજુએ સાધક-સાધિકાઓએ ઊભા રહીને ‘જયતુ જયતુ હિંદુરાષ્ટ્રમ્ ।’ની ઘોષણા આપી. એ સાથે જ છત્રપતિ શિવાજી મહારાજના વીર સૈનિકોનું વર્ણન કરનારા ‘શૂર આમ્હી સરદાર આમ્હાલા, કાય કુણાચી ભીતી…’ આ ગીત ધ્વનિવર્ધક (માઈક) પર વગાડવામાં આવી રહ્યું હતું. તે જ સમયે આ ૬ સાધકો પ્રવેશદ્વારથી આશ્રમમાં આવ્યા. આ રીતે આ એક ઉત્સવ જ ઊજવવામાં આવ્યો. આ ૬ સાધકોને મુક્ત થવાનો આનંદ તેમને બદલે આશ્રમના બધા જ સાધકોને વધુ થયો હતો તેમજ આ સાધકો છૂટી જવા પાછળ સાધકોની સાધના તેમજ સંતોના આશીર્વાદ જ કારણભૂત હોય તેવી પ્રતીતિ થઈ.
૪ ઈ. મેં જે સમયે મારા પતિને આશ્રમમાં જોયા, તે સમયે એમ લાગ્યું કે હવે તેઓ ખરેખર જ છૂટીને આવ્યા છે. બીજા દિવસે અમે પ.પૂ. ગુરુદેવની મુલાકાત લીધી, તે સમયે વિશ્વાસ થયો કે આ લોકો મુક્ત થયા છે.’ ત્યારે ‘ઈશ્વરે જ તેમને મુક્ત કર્યા છે, અમારા લગ્ન હમણા જ થયા છે અને હમણા જ અમારી મુલાકાત થઈ રહી છે’ એવું લાગ્યું.
– સૌ. ક્ષિપ્રા જુવેકર (શ્રી. પ્રશાંતનાં પત્ની)

૫. કુટુંબીજનો સાથે પ.પૂ. ડૉક્ટરજીની ભેટ

૫ અ. પ.પૂ. ડૉક્ટરજી સાથે જ્યારે મુલાકાત થઈ, ત્યારે એમની સાથે શું બોલવું તે મને સૂઝતું નહોતું. તેમની સાથે મુલાકાત થવા પહેલાં લાગતું હતું કે ‘તેમને આ કહેવું છે, તે કહેવું છે.’; પણ ત્યાં ગયા પછી કાંઈ સૂઝતું નહોતું. તે સમયે પ.પૂ. ડૉક્ટરજી જ કહેવા લાગ્યા, “હવે આપણે બધા જ ગર્વથી કહી શકીએ કે આપણે વિજયી થયા. સનાતન સંસ્થા એવું કાંઈ કરી શકે નહીં.” તેમણે ઉમેર્યું, “તમે બધાયે ૪ વર્ષ સુધી કેવી રીતે સહન કર્યું ?” તે સમયે લાગ્યું કે અમે કાંઈ જ કર્યું નથી. તમે જ (પ.પૂ. ડૉક્ટરજીએ) બધું સહન કરીને અમને સંભાળ્યા. તમારા કારણે જ આ બધા છોકરાઓ ત્યાં આનંદી વાતાવરણમાં હતા. – સૌ. કવિતા અષ્ટેકર (શ્રી. પ્રશાંત અને શ્રી. ધનંજયનાં માતા)
૫ આ. અમે પ.પૂ. ડૉક્ટરજીને મળ્યા, તેમની સાથે વાતો કરી, તે સમયે પ્રત્યક્ષ ઈશ્વર જ અમારી સામે હતા; પણ ત્યારે મેં તેમને નમસ્કાર કર્યા નહીં. તેમની સાથે વાતચીત કરતી વેળાએ માતા-પિતાજીએ તેમને નમસ્કાર કર્યા, સાથે જ મારી દીકરીએ પણ તેમને નમસ્કાર કર્યા. ત્યારે મને ભાન થયું કે ‘મેં તેમને નમસ્કાર નથી કર્યા.’ ઘરે ગયા પછી મને તેનું ઘણું ખરાબ લાગ્યું.’ – સૌ. કવિતા દિલીપ માણગાવકર (શ્રી. દિલીપ માણગાવકરનાં પત્ની)
૫ ઇ. અમારા વિવાહ થયા પછી અમારે બન્નેને સજોડે ગુરુદેવના દર્શન કરવાની ઇચ્છા હતી; પણ તે પૂર્ણ થઈ શકી નહીં. તે દિવસે તેમની કૃપાથી જ અમે બન્ને તેમને આશ્રમમાં મળ્યા. તે સમયે ત્યાં અન્ય સાધકોના કુટુંબીજનો પણ ઉપસ્થિત હતા. તેઓ પોત-પોતાના અનુભવ કહી રહ્યા હતા. તેમના અનુભવ સાંભળીને એમ લાગ્યું, ‘આ સમયગાળામાં અમને જે ત્રાસ થયો, તે ઘણો હતો. ‘સાધનાના બળ પર અમે આ બધું કેવી રીતે સહન કર્યું ?’, આ બાબત અન્યોને નહીં સમજાય. મેં ગુરુદેવને કહ્યું, ‘મારા પર એવું કાંઈ વીત્યું જ નથી તેમજ તમારી કૃપાથી આ પ્રસંગ પણ સારી રીતે વીતી ગયો.’ તે સમયે લાગ્યું, ‘અમારા પ્રારબ્ધ ઓછા કરવાની ક્ષમતા કેવળ ગુરુદેવમાં છે. તે અન્ય કોઈ ઓછું કરી શકે નહીં. અમારા પ્રારબ્ધમાં ઘણું બધું હતું; પણ તેમની કૃપાથી તે ઓછું થઈ ગયું. તેમની કૃપાથી જ અમારા જીવનમાં આ પ્રસંગ વહેલા જ આવી ગયો.’ – સૌ. ક્ષિપ્રા જુવેકર (શ્રી. પ્રશાંતનાં પત્ની)