રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં ‘સૌરયાગ’ સંપન્ન !

સૂર્યદેવતાની પ્રતિમા

રામનાથી (ગોવા) – શ્રી સૂર્યનારાયણની કૃપાથી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને આરોગ્યપૂર્ણ દીર્ઘાયુષ્ય મળે, હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના કાર્યમાંની સર્વ અડચણો દૂર થાય અને આ કાર્યમાં સહભાગી થયેલા સર્વ સાધકો સહિત સર્વ હિંદુત્વનિષ્ઠોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસ દૂર થાય, તેમજ સહુકોઈની આયુષ્યવૃદ્ધિ થાય, એવો સંકલ્પ કરીને મહર્ષિ ભૃગુની આજ્ઞા અનુસાર અહીંના સનાતનના આશ્રમમાં ૨૧ ઑકટોબર ૨૦૧૮ના દિવસે ‘સૌરયાગ’ ભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.

યાગની પૂર્ણાહુતિ સમયે ડાબેથી પુરોહિત શ્રી. સિદ્ધેશ કરંદીકર, શ્રી. દામોદર વઝે, સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ, પૂર્ણાહુતિ આપતી સમયે શ્રી. અમર જોશી, પુરોહિત શ્રી. ઈશાન જોશી અને શ્રી. ચૈતન્ય દીક્ષિત

આ યાગનો સંકલ્પ સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળે કર્યો. યાગ સમયે સૌરસુક્તનું પઠણ પણ કરવામાં આવ્યું. સૌરસુક્તમાં સૂર્યદેવતાની સ્તુતિ અને કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. યાગમાં સમિધા, ઘી અને ચરૂ (ભાત)ની આહુતિ આપવામાં આવી. સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળે અષ્ટદિક્પાળોની પૂજા કરી. તેમાં ૮ દિશાઓ (૪ મુખ્ય અને ૪ ઉપદિશાઓ) ઇંદ્ર, અગ્નિ, યમ, નિઋતિ, વરુણ, વાયુ, સોમ અને ઈશાન આ ૮ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. સનાતનના સાધક-પુરોહિત શ્રી. દામોદર વઝે સહિત અન્ય પુરોહિતોએ ધાર્મિક વિધિમાં સહભાગ લીધો. યાગ સમયે સાધકોએ ‘ૐ શ્રી સવિતૃ સૂર્યનારાયણાય નમો નમઃ ॥’ એવો નામજપ કર્યો.

પૃથ્વીપરની જીવસૃષ્ટિનું નિયમન કરનારા શ્રી સૂર્યનારાયણ !

નવગ્રહોમાં સૂર્ય પ્રમુખ દેવતા છે. જેવી રીતે શ્રીવિષ્ણુ બ્રહ્માંડનું નિયમન કરે છે, તેવી જ રીતે સૂર્ય ભગવાન પૃથ્વીનું નિયમન કરે છે; તેથી સૂર્યને ‘સૂર્યનારાયણ’ કહે છે, તેમજ શરીરમાંની ઊર્જાનું નિયમન પણ સૂર્યનારાયણ કરે છે. સૌરયાગ એટલે શ્રી સૂર્યનારાયણની ઉપાસના છે. શ્વસનરોગ, નેત્રરોગ, હૃદયરોગ ઇત્યાદિ શારીરિક વ્યાધિ (રોગ) દૂર થઈને આરોગ્યપૂર્ણ દીર્ઘાયુષ્યનો લાભ થાય, તેમજ સૂર્યનારાયણની કૃપા થાય, એ માટે સદર યાગ કરવામાં આવે છે.

યજ્ઞકર્મ સમયે ભૂલથી થયેલી કૃતિને કારણે પ્રાયશ્ચિત્ત લેવાની તક આપનારો મહાન વૈદિક હિંદુ ધર્મ !

‘સૌર યાગમાં આહુતિ આપ્યા પછી પુરોહિતોએ પ્રાયશ્ચિત્ત હોમ કર્યો. આ વિધિ પ્રત્યેક યાગ સમયે કરવામાં આવે છે. યજ્ઞની જ્વાલામાં અજ્ઞાનથી કૃમિ, જીવાણુ, માખીઓ કીડી અથવા અન્ય જીવ-જંતુ મરી જવાથી લાગેલા પાપનું ક્ષાલન થવા માટે, તેમજ યજ્ઞના મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય રીતે ન થયું હોવાથી અજાણતા ભૂલભરેલા મંત્રો બોલવાથી અથવા મંત્રો આગળ-પાછળ બોલવામાં આવ્યા હોય તો, તેનું પણ પાપ ન લાગે અને સંકલ્પ સફળ થવામાં અડચણો આવે નહીં, એ માટે પણ પ્રાયશ્ચિત્ત હોમ કરવામાં આવે છે.

વૈદિક હિંદુ ધર્મએ માનવી પ્રકૃતિ અને તેના સ્વભાવના મૂળ સુધી જઈને અભ્યાસ કર્યો હોવાથી માનવી દ્વારા અજાણતા થનારી ભૂલોને કારણે તેની હાનિ થાય નહીં, તેની પણ કાળજી લીધી છે. તે માટે યજ્ઞકર્મમાં પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ વિધિ કરવાનું પણ કહ્યું છે. તેના પરથી હિંદુ ધર્મની મહાનતા ધ્યાનમાં આવે છે.

સૌરયાગનું જ્યોતિષશાસ્ત્રીય મહત્ત્વ

‘રવિવાર, આસો સુદ પક્ષ બારસ (૨૧.૧૦.૨૦૧૮)ના દિવસે સનાતનના રામનાથી આશ્રમમાં ‘સૌરયાગ’ સંપન્‍ન થયો. જ્‍યોતિસ્‍ત્રમાં સૂર્યને જગત્‍પિતા કહ્યા છે; કારણકે સૂર્ય સર્વ ગ્રહો અને પૃથ્‍વીનું પોષણ કરે છે. સૂર્ય બીજોત્‍પાદક, બીજપોષક અને બીજસંવર્ધક છે. વેદશાસ્‍ત્રમાં આત્‍માને ‘સૂર્ય’ કહ્યું છે. સર્વ ચરાચર જગત્‌નો આત્‍મા ‘સૂર્ય’ છે.

૧. તુલા રાશિમાં રવિ ભ્રમણકાળમાં સૌરયાગ કરવાનું મહત્ત્વ

ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૧૭ ઑકટોબરથી ૧૬ નવેંબરના સમયગાળામાં રવિ તુલા રાશિમાં હોય છે. તુલા રાશિમાં રહેલા રવિને અશુભ માનવામાં આવે છે. રવિ એક રાશિમાં એક માસ રહે છે. તેમાંથી પ્રથમ પાંચ દિવસ તે ફળ આપે છે. ૧૭.૧૦.૨૦૧૮ના દિવસે સાંજે ૬.૪૪ કલાકે રવિ ગ્રહએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો. ‘સાધકો પર તુલા રાશિમાં રહેલા રવિગ્રહનું પ્રતિકૂળ પરિણામ થાય નહીં’, તે માટે રવિ ગ્રહના પુણ્યકાળમાં પરાત્પર ગુરુદેવજીએ ૧૭.૧૦.૨૦૧૮ થી જપનો આરંભ કર્યો. જપ ૪૦ દિવસ કરવાનો છે. તુલા રાશિમાં રવિએ પ્રવેશ કર્યા પછી ૨૧.૧૦.૨૦૧૮ના દિવસે સનાતનના રામનાથી આશ્રમમાં ‘સૌરયાગ’ સંપન્ન થયો.

૨. સૌરયાગને કારણે થનારા લાભ

રવિ ગ્રહના પ્રતિકૂળ કાળમાં રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાંના સાત્ત્વિક વાતાવરણમાં સદગુરુ અને સંતોની ઉપસ્થિતિમાં, તેમજ સાત્ત્વિક પુરોહિતોના હસ્તે ‘સૌરયાગ’ કરવાથી સાધકોને રવિ ગ્રહની પ્રતિકૂળતાનો ત્રાસ થશે નહીં.
– સૌ. પ્રાજક્તા જોશી, જ્યોતિષ ફલિત વિશારદ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, રામનાથી, ગોવા. (૨૧.૧૦.૨૦૧૮)