પ્રયાગરાજ ખાતે કુંભપર્વના સમયગાળામાં ધર્મપ્રસારની સેવામાં યથાશક્તિ સહભાગી થાવ !

સર્વત્રના વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને પ્રયાગરાજ ખાતે
કુંભપર્વ નિમિત્તે વ્‍યષ્‍ટિ-સમષ્‍ટિ સાધના, તેમજ ધર્મસેવા કરવાની અમૂલ્‍ય તક !

પ્રયાગરાજ ખાતે કુંભપર્વના સમયગાળામાં કરેલી સાધનાનો
૧ સહસ્ર ગણો લાભ થતો હોવાથી ધર્મપ્રસારની સેવામાં તન-મન-ધનથી યથાશક્તિ સહભાગી થાવ !

  ૧.૧.૨૦૧૯ થી ૨૮.૨.૨૦૧૯ના સમયગાળામાં પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતે કુંભમેળો હશે. આ સમયગાળામાં સંપૂર્ણ ભારતના ૩ કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે આવે છે. આ પર્વના સ્‍થાન પર અને આ કાળમાં કરેલી સાધનાનું ફળ અન્‍ય સ્‍થળ-કાળની તુલનામાં ૧ સહસ્ર ગણું વધારે મળે છે. આ કાળમાં સર્વ દેવતા, સર્વ તીર્થો, સંતસમુદાય ઇત્‍યાદિ પ્રયાગ ક્ષેત્રમાં ઉપસ્‍થિત હોય છે. આવા સમયમાં વધારેમાં વધારે સમય સાધના માટે આપવાથી આ સહુકોઈના આશીર્વાદનો લાભ મળીને આપણું કાર્ય ઓછા સમયગાળામાં પૂર્ણ થાય છે.
આ પર્વના સમયગાળામાં પ્રયાગરાજ ખાતેના કુંભક્ષેત્રમાં ધર્મપ્રસાર અને ‘હિંદુ રાષ્‍ટ્ર-જાગૃતિ અભિયાન’ વ્‍યાપક સ્‍તર પર હાથ ધરવામાં આવશે. તેના અંતર્ગત ૪ મોટા હિંદુ રાષ્‍ટ્ર-જાગૃતિ કરનારા ફલક પ્રદર્શનો અને અધ્‍યાત્‍મ વિશેના ગ્રંથપ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. તેમજ આ સમયગાળામાં વિવિધ ધાર્મિક માંડવાઓમાં હિંદુ રાષ્‍ટ્ર વિશેના વ્‍યાખ્‍યાનો લેવા, પત્રકોનું વિતરણ કરવું, સમવિચારી સંતોને સંપર્ક કરવો, સંતસંમેલનોનું આયોજન કરવું ઇત્‍યાદિ ઉપક્રમો આયોજિત કરવામાં આવશે.

કુંભમેળાની સેવામાં સહભાગી થવા માટે સનાતન સંસ્‍થાના જિલ્‍લાસેવક
અને હિંદુ જનજાગૃતિ સમિતિના સમન્‍વયકના માધ્‍યમ દ્વારા નામ નોંધાવશો !

કુંભપર્વના ધર્મપ્રસાર અંતર્ગત સેવાની પૂર્વસિદ્ધતાનો ૨૫.૧૨.૨૦૧૮ના દિવસથી પ્રયાગરાજ ખાતે આરંભ થવાનો છે. વાસ્‍તવિક રીતે ધર્મપ્રસારની સેવા માટે ૧.૧.૨૦૧૯ થી ૨૮.૨.૨૦૧૯ સુધી માનવીબળની મોટા પ્રમાણમાં આવશ્‍યકતા છે. આ ધર્મપ્રસારની સેવામાં જે વાચકો, હિતચિંતકો, ધર્મપ્રેમીઓ અને હિંદુત્‍વવાદી કાર્યકર્તાઓ સહભાગી થવા માટે ઇચ્‍છુક છે, તેમણે પોતાના જિલ્‍લાના સનાતન સંસ્‍થાના જિલ્‍લાસેવક અથવા હિંદુ જનજાગૃતિ સમિતિના સમન્‍વયક સાથે સંપર્ક કરવો. નોકરી કરનારાઓએ બને ત્‍યાં સુધી કાર્યાલયમાં રજા મૂકીને આ સેવાનો વધારેમાં વધારે લાભ કરી લેવો. આ સમયગાળામાં પ્રયાગરાજ ખાતે કકડતી ઠંડી પડે છે. આવા સમયે ત્‍યાંના વાતાવરણ સાથે મેળ બેસાડવા માટે કાર્યકર્તાઓને ૨-૩ દિવસ લાગે છે. તે માટે કુંભમેળામાં સેવા કરવા માટે આવનારાઓએ ઓછામાં ઓછું ૧૫ દિવસો માટે સેવામાં સહભાગી થવું આવશ્‍યક છે. આ દૃષ્‍ટિએ સનાતન પ્રભાતના વાચકો, હિતચિંતકો, ધર્મપ્રેમીઓ અને

હિંદુત્‍વવાદી કાર્યકર્તાઓ આગળ જણાવ્‍યા પ્રમાણે સહભાગી થઈ શકે છે.

અ. ૧ જાન્‍યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ આ રીતે બે મહિના પૂર્ણકાલીન સહભાગી થવું.
આ. ૧૦ થી ૩૦ જાન્‍યુઆરી અને ૧ થી ૨૦ ફેબ્રુઆરી, આ રીતે ૨૦ દિવસોના કોઈપણ જૂથમાં સામેલ થવું
ઇ. ૧૦ થી ૨૫ જાન્‍યુઆરી, ૨૬ જાન્‍યુઆરી થી ૧૧ ફેબ્રુઆરી, ૧૧ થી ૨૫ ફેબ્રુઆરી આ રીતે ૧૫ દિવસોના કોઈપણ જૂથમાં સહભાગી થવું
આ વિશે સનાતન સંસ્‍થાના જિલ્‍લાસેવક અથવા હિંદુ જનજાગૃતિ સમિતિના સમન્‍વયક દ્વારા નિર્ણય મળ્યા પછી વહેલામાં વહેલી તકે રેલ્‍વેનું આરક્ષણ કરવું અપેક્ષિત છે. આ સમયે ઘણી ભીડ હોવાથી છેલ્‍લી ઘડીએ આટલી દૂરના પ્રવાસ માટે રેલ્‍વે-ટિકિટ ઉપલબ્‍ધ થતી નથી, એવો પૂર્વાનુભવ છે.
નામ નક્કી થયેલાઓને [email protected] આ સંગણકીય સરનામા પરથી ‘kumbhmela_2019_Sevak_Sankhya’ નામક રજિસ્‍ટ્રેશન ફૉર્મ મોકલવામાં આવશે. રેલ્‍વેની ટિકિટ કાઢ્યા પછી સંબંધિતોએ આ ‘ગૂગલ ફૉર્મ’ ભરીને નોંધણી કરવી. કુંભક્ષેત્રે પોતાનો નિવાસ, સેવા-નિયોજન અને ભોજન પરેજી ઇત્‍યાદિ માટે નોંધ કરવી આવશ્‍યક છે.

કુંભપર્વ કાળમાં ધન અથવા વસ્‍તુ સ્‍વરૂપમાં અર્પણ કરવાની અમૂલ્‍ય તક !

આ કુંભપર્વના કાળમાં ‘સત્‍પાત્રે દાનમ્’ પ્રમાણે દાનધર્મ કરવાથી તેનો સાધના માટે ૧ સહસ્ર ગણો લાભ થાય છે. આ ધર્મપ્રસાર સેવામાં સમગ્ર ભારતમાંથી વાચકો, હિતચિંતકો, ધર્મપ્રેમીઓ અને હિંદુત્‍વનિષ્‍ઠ કાર્યકર્તાઓ સહભાગી થવાના છે. આ સહુકોઈના નિવાસ, ભોજન ઇત્‍યાદિ સહિત અન્‍ય અનેક બાબતોની વ્‍યવસ્‍થા કરવી પડશે. તે માટે સનાતન પ્રભાતના વાચકો, હિતચિંતકો, ધર્મપ્રેમીઓ, હિંદુત્‍વનિષ્‍ઠો અને અર્પણદાતાઓએ સદર ધર્મપ્રસારના કાર્યમાં યથાશક્તિ દાન (અર્પણ) કરવું, એવું આવાહન સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિએ કર્યું છે. તે માટે આપણે સનાતનના સાધકો અથવા હિંદુ જનજાગૃતિ સમિતિના સમન્‍વયક, તેમજ વાચકોએ સનાતન પ્રભાતના વિતરકો સાથે સંપર્ક કરવો. કુંભપર્વ માટે કઈ કઈ વસ્‍તુઓની આવશ્‍યકતા છે, તેની સૂચિ સંબંધિતો પાસેથી આપણને ઉપલબ્‍ધ થશે.