ગણેશોત્સવ વિશે કરેલા પ્રબોધનથી ગણેશોત્સવ મંડળોના પ્રમુખોએ લીધેલો સ્તુત્ય નિર્ણય !

શ્રી. પંકજભાઈ રામી

૧. કર્ણાવતીના ૩૧ ગણેશોત્સવ મંડળોના પ્રમુખોએ સાત્ત્વિક શ્રી ગણેશમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને આદર્શ ગણેશોત્સવ ઊજવવાનો નિર્ધાર કરવો : હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. પંકજ રામીએ વર્ષ ૨૦૧૭માં કર્ણાવતી (અમદાવાદ), ગુજરાત ખાતેના સાર્વજનિક ‘અમદાવાદ ગણેશોત્સવ એસોસિએશન’ના સદસ્યોને ‘શાસ્ત્ર અનુસાર શ્રી ગણેશમૂર્તિ કેવી હોવી જોઈએ’? અને ‘આદર્શ ગણેશોત્સવ કેવી રીતે ઊજવવો ?’ આ વિશે માર્ગદર્શન કર્યું હતું. તેને કારણે આ સંગઠનના પ્રમુખ શ્રી. ગણેશ ક્ષત્રિય અને અન્ય સદસ્યો પ્રભાવિત થયા હતા.
ગત વર્ષે પ્રસ્તુત કરેલો આ વિષય સ્મરણમાં રાખીને આ વર્ષે કર્ણાવતી ખાતેના ૩૧ ગણેશોત્સવ મંડળોના પ્રમુખોએ ચીકણી માટીની સાત્ત્વિક શ્રી ગણેશમૂર્તિની શાસ્ત્રોક્ત પદ્ધતિથી પ્રાણપ્રતિષ્ઠા કરીને આદર્શ ગણેશોત્સવ ઊજવવાનો નિર્ધાર કર્યો છે.

૨. સર્વત્રના ગણેશોત્સવ મંડળોના પ્રમુખોએ કર્ણાવતી ખાતેના ગણેશોત્સવ મંડળોના પ્રમુખોનો આદર્શ રાખવો ! : શ્રી ગણેશ ચતુર્થીના દિવસે, તેમજ ગણેશોત્સવ દરમિયાન ગણેશતત્ત્વ હંમેશની તુલનામાં પૃથ્વી પર ૧ સહસ્ર ગણું કાર્યરત હોય છે. ગણેશોત્સવ આદર્શ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઊજવવાથી શ્રી ગણેશજીની કૃપા સંપાદન થઈને ગણેશભક્તોને વધારે લાભ થાય છે, તેમજ ધર્મશાસ્ત્ર અનુસાર સાત્ત્વિક મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી એક રીતે ધર્મસેવા પણ થાય છે. કર્ણાવતીના ગણેશોત્સવ મંડળના પ્રમુખોએ કરેલા સદર પ્રયત્નો સહુકોઈ માટે જ પ્રેરણાદાયી છે. સર્વત્રના ગણેશોત્સવ મંડળોના પ્રમુખોએ પણ તેવા જ પ્રયત્નો કરવા જોઈએ.
– (સદગુરુ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૭.૮.૨૦૧૮)