‘સ્પિરિચ્યુઅલ સાયંસ રિસર્ચ ફાઉંડેશન’ના પૂ. સિરિયાક વાલે સદગુરુપદ પર બિરાજમાન !

સદગુરુ સિરિયાક વાલેની ભાવમુદ્રા

ફોંડા (ગોવા) – સ્પિરિચ્યુઅલ સાયંસ રિસર્ચ ફાઉંડેશનના (એસએસઆરએફ ના) વિદેશ સ્થિત સાધકો માટે આધારસ્તંભ, સાધકો પર પિતૃવત પ્રેમ કરનારા એસએસઆરએફ ના પૂ. સિરિયાક વાલે (વય ૪૭ વર્ષ) સદગુરુપદ પર બિરાજમાન થયા હોવાની આનંદવાર્તા ૪ ઑગસ્ટના દિવસે રામનાથી (ગોવા) સ્થિત સનાતનના આશ્રમમાં આરંભ થયેલા એસએસઆરએફ ના શિબિરમાં આપવામાં આવી. આ શિબિરમાં સંગણકીય પ્રણાલી દ્વારા ‘ઑનલાઈન’ ઉપસ્થિત એસએસઆરએફનાં સંત પૂ. (સૌ.) ભાવના શિંદે-હર્લીએ સદર આનંદદાયી સમાચાર બધાને કહ્યા. આ સમયે સર્વ સાધકોની ભાવજાગૃતિ થઈ. સદગુરુ સિરિયાક વાલે એસએસઆરએફ ના પ્રથમ સદગુરુ છે. પૂ. સિરિયાક વાલેનું સન્માન તેમનાં ધર્મપત્ની એસએસઆરએફનાં સંત પૂ. (સૌ.) યોયા વાલેએ કર્યું.