૨૦૧૮ સપ્ટેમ્બર મહિનામાં વિદેશમાં થયેલાં હિંદુ ધર્મ પરના પ્રહાર

પાક ખાતે હિંદુ મહિલા પર અત્યાચાર કરીને હત્યા

ઇસ્લામાબાદ (પાકિસ્તાન) – પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંના મોરો શહેરમાં અજ્ઞાતો દ્વારા એક હિંદુ મહિલા પર અત્યાચાર કરીને તેને જીવે મારી નાખવામાં આવી અને પછી તેનો મૃતદેહ રસ્તાના છેડે ફેંકી દેવામાં આવ્યો. આ બનાવની જાણકારી પાકના એક પત્રકારે ટ્વીટ દ્વારા આપી છે. આ બનાવ પછી સ્થાનિક નાગરિકોએ રસ્તા પર ઉતરીને આંદોલન કર્યા પછી પોલીસોએ તેમના પર લાઠીમાર કર્યો. હાલમાં પોલીસ આ હત્યાની તપાસ કરી રહ્યા છે.

યેમેન ખાતે ૧૦ વર્ષના છોકરા પર લૈંગિક અત્યાચાર કરીને
તેની હત્યા કરનારા ત્રણ જણને શરીયા કાયદા અનુસાર છડેચોક ફાંસી !

સાના (યેમેન) – અહીં ૧૦ વર્ષના છોકરા પર લૈંગિક અત્યાચાર કરીને તેની હત્યા કરનારા ૩ વાસનાંધોને છડેચોક ફાંસી દેવામાં આવી. તેમજ ફાંસી પહેલાં તે ત્રણેય પર બંધૂકથી ગોળીબાર કરવામાં આવ્યો.
આવા ગુના કરવાનું કોઈ ધાડસ કરી ન શકે, તે માટે યેમેન ખાતે આવી શિક્ષા કરવાની જોગવાઈ હોવાનું સ્થાનિક માધ્યમોએ કહ્યું છે.

બાંગલાદેશ ખાતેના અજ્ઞાતો દ્વારા હિંદુ મંદિરમાંની
દેવતાની મૂર્તિની તોડફોડ પોલીસો દ્વારા તકરાર નોંધાવી લેવા માટે નકાર

ઢાકા (બાંગલાદેશ) – અહીંના મુશીગંજ જિલ્લાના ૪ બિશ્વનાથ ગામના ધર્મદેવ અને રાધા મંદિરમાં થોડા દિવસો પહેલાં રાત્રે ૨ થી પરોઢિયે ૫ સુધીના સમયગાળામાં અજ્ઞાતોએ પ્રવેશ કરીને મંદિરના ધર્મદેવની મૂર્તિનું માથું ધડથી જુદું કર્યું અને અન્ય સામાનની ઉથલપાથલ કરી. આ સમયે મંદિરના પૂજારી મંદિરની બહાર સૂતાં હતા. બનાવ બન્યા પછી પોલીસ ઘટનાસ્થળે ગયા; પણ પૂજારી અજ્ઞાતોને ઓળખી શક્યા ન હોવાથી તકરાર નોંધવાની ના પાડી. ‘ધર્માંધો જ હિંદુઓની મૂર્તિની તોડફોડ કરી શકે છે’, એવું મંદિરના સચિવ શ્રી. દિલીપ મોંડલ બાબુએ સેરાજાદિખાન પોલીસથાણાના પોલીસોને કહેવા છતાં પણ તેમણે તે સ્વીકાર્યું નહીં.