ધગધગતા કાશ્મીરની વાસ્તવિકતા – કશ્યપ ઋષિની ભૂમિના રાજનીતિક બલિ !

જમ્મુ-કાશ્મીરમાં ધર્માંધતાના બળ પર અનિયંત્રિત આતંકવાદ
મચાવવાનું ષડ્યંત્ર અને સરકારની પ્રાણઘાતક તેમજ વિરોધાભાસી નીતિઓ

‘જમ્મુ-કાશ્મીરમાં કેંદ્ર સરકારની પરસ્પર વિરોધી નીતિઓ દિન-પ્રતિદિન ઉઘાડી પડી રહી છે. ‘જમ્મુ-કાશ્મીરની ભાજપા-પીડીપી ગઠબંધન સરકાર શાંતિ પ્રસ્થાપિત કરશે’, એવી અપેક્ષા હતી; પરંતુ ત્યાં રાજ્ય અને કેંદ્ર સરકારની કાયર ભૂમિકાને કારણે નાગરિકોના ભાગ્યમાં દુ:ખ જ આવ્યું.

ડૉ. અજયકુમાર ચ્રોંગૂ

૧. જમ્મુ-કાશ્મીરની સમસ્યા કેવળ આતંકવાદ હોવાને બદલે ઇસ્લામિક ધર્મયુદ્ધ છે !

જમ્મુ-કાશ્મીર રાજ્યોના પૃથ્થકતાવાદી મુસલમાનોનું માથાભારે વલણ સમજવામાં ભારત સરકાર નિષ્ફળ નિવડ્યું છે. કાશ્મીરનું પૃથ્થકતાવાદી અભિયાન ‘તકફિરી ’ વિચારસરણી પર આધારિત છે. (‘તકફિરી’ અર્થાત્ અશુદ્ધ માનવામાં આવતા હોવાથી ધર્મત્યાગ કરેલા મુસલમાનોએ અન્ય મુસલમાનો પર આરોપ મૂકવો) બહારથી ઘુસેલા આ રોગે રાજ્યમાં અડ્ડો જમાવી લીધો છે. પાકિસ્તાની પત્રકાર સલીમ શહજાદે પોતાનું જીવન વૈચારિક મંથન કરવા માટે, મુસલમાનોનું ધ્રુવીકરણ, અલ-કાયદાવાદીઓની તકફિરી વિચારસરણી તેમજ દેશમાં ચાલી રહેલી આતંકવાદીઓની આંતરિક ગતિવિધિઓને ઉઘાડી પાડવા માટે સમર્પિત કર્યું હતું. તેને કારણે સલીમ શહજાદને કટ્ટરતાવાદીઓએ મારી નાખ્યો. તેમણે તે વિશે કહ્યું છે કે કટ્ટર મુસલમાનો ધર્મના આધાર પર ‘શ્રદ્ધા અને પ્રથા’ના નામ પર મુસલમાનોનું ધ્રુવીકરણ કરીને, સમાજમાં ફૂટ નિર્માણ કરે છે. તે ‘મુસલમાનોના વિરોધમાં આસ્તિક મુસલમાન’ અને ‘ઇસ્લામના વિરોધમાં પશ્ચિમી’ એવી લડાઈ લડી રહ્યા છે. અલ-કાયદા (તકફિરી) વિચારસરણીના કટ્ટરતાવાદીઓએ મુસલમાન બહુસંખ્ય અને પશ્ચિમીઓના દેવતાવાદ સામે અર્થાત્ સંપૂર્ણ ગેરમુસલમાન જગત્નો સામનો કર્યો છે. આ વિચારસરણી પ્રમાણે ભલે નિરપેક્ષ રાજ્ય હોય, પરંતુ મુસલમાન બહુસંખ્ય રાજ્યમાં ગેરમુસલમાન સમાજને કાફિર અર્થાત્ ધર્મભ્રષ્ટ માનીને અત્યલ્પ દંડ અર્થાત્ મૃત્યુદંડ આપવામાં આવે છે.

૨. ગેરમુસલમાનોને નષ્ટ કરવા માટેની વિચારસરણી દ્વારા લોકતાંત્રિક
માર્ગથી નગરજનો, પ્રશાસન અને સેનાદળને લક્ષ્ય બનાવવું

જમ્મુ-કાશ્મીર રાજ્યના તકફિરી રોગ સામે રાજ્ય અને કેંદ્ર સરકારે આંખ આડા કાન કર્યા, તેથી ત્યાં ભારતીય નાગરિકોનું ભવિષ્ય સંકટમાં આવી ગયું છે. તે રાજ્યમાં તકફિરીએ કાયદેસર માર્ગથી મૂળિયા જમાવી દીધા છે. તેણે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે સદર વિચારસરણી નગરીય, પ્રશાસકીય અને સૈન્ય સેવાઓને લક્ષ્ય કરી રહી છે. આ વિષવલ્લીએ ઘણું ભયાનક અને વિશાળ રૂપ ધારણ કર્યું છે.

હિજબુલ મુજાહિદીન આતંકવાદી જૂથના પ્રમુખ જાકિર મૂસાએ પૃથ્થકતાવાદી નેતાઓને ધમકી આપી છે કે કાશ્મીરની સમસ્યા રાજનીતિક નહીં, જ્યારે ઇસ્લામ ધર્મ સાથે સંબંધિત છે. તેથી ત્યાં ખલીફા રાજ્ય લાવવાથી જ આ સમસ્યા ઉકેલી શકશે. આ કેવળ પ્રસિદ્ધિ પામવા માટે હતું કે શાબ્દિક ધમકી હતી, તેનો વિચાર કદાચ ન પણ કરીએ, તો પણ એ તો સ્પષ્ટ જ છે કે ધર્મભ્રષ્ટ ગેરમુસલમાનોને તેઓ નષ્ટ કરવા જ માગે છે.

૩. જેહાદના નામ પર ચાલી રહેલી ગતિવિધિઓ વિશે સરકારના આંખ આડા કાન !

વર્ષ ૧૯૮૦ના આરંભમાં ઇસ્લામના અધ્યયનકર્તાઓમાં અગ્રણી અધિકારીઓમાંના એક જૉન લેફિને ‘પવિત્ર યુદ્ધ’ વિશેનો ઉલ્લેખ કર્યો છે કે જેહાદની ગંભીરતા અને તીવ્રતા અવગણવી, વિનાશને આમંત્રિત કરવા જેવું છે. તેમણે રશિયાના ટુકડા થવા પહેલાં લખી રાખ્યું હતું, ‘સામ્યવાદી-નાસ્તિકવાદી પૂર્વ, તેમજ લોકતંત્રવાદી-ખ્રિસ્તીઓનું પશ્ચિમ, તેમનું રાજસત્તા અને ધર્મસત્તા પર પરિણામ થાય છે, આ ન સમજી લીધું હોવાથી બધા અસુરક્ષિત છે.’

જેહાદના નામ હેઠળ પોતાના દેશમાં શું ચાલી રહ્યું છે, તેની કલ્પના આપણા રાજનીતિક દળો અને સરકારને નથી. સરકાર આતંકવાદીઓની ધમકીને ઉશ્કેરી રહી છે. તકફિરી વિચારસરણીના આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર રાજ્યને લક્ષ્ય કરીને, અસુરક્ષિતતા નિર્માણ કરી છે; તો પણ તેના વિશે ગંભીરતાથી વિચાર કરવાની સરકારની માનસિકતા નથી. ‘સામાન્ય અથવા પર્યટક યાત્રીઓની બસનું અપહરણ કરવું અથવા સંપૂર્ણ સરકારી મકાનમાં સહ-ધર્મીઓને બંધક બનાવી રાખવા’, આ કોઈ કલ્પના નથી, જ્યારે પ્રત્યક્ષમાં છડેચોક તેવું બની રહ્યું છે.

૪. જેહાદી યુદ્ધ માટે શાસન અને પૃથ્થકતાવાદી મુસલમાનો
દ્વારા જાગતિક સ્તર પર અશાંતિ ફેલાવવાનું ષડ્યંત્ર !

મુસલમાનોની આર્થિક સહાયતા કરીને, તેમનો સામાજિક સ્તર સુધારવા માટે ભારત સરકારની નીતિ અર્થશૂન્ય અને કાલબાહ્ય છે, આ વાત પુરવાર થઈ રહી છે. અમરનાથ યાત્રીઓએ સ્થાનિક લોકોને થનારા આર્થિક લાભને બદલે તકફિરીઓ દ્વારા ત્યાં આક્રમણ કરીને, આતંકવાદ ફેલાવવો વધારે મહત્ત્વપૂર્ણ છે, આ સત્ય સમજી લેવાનો સમય પાકી ગયો છે. સર્વસામાન્ય રીતે અમરનાથ યાત્રીઓને યાત્રાના સમયગાળામાં અડચણ આવ્યા વિના જવા દેવા, તકફિરી આતંકવાદીઓને માન્ય નથી. આર્થિક લાભ-હાનિ અથવા શાસનની સ્થિરતા સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. વાસ્તવમાં તેમને જેહાદી યુદ્ધ માટે શાસન અને પૃથ્થકતાવાદી મુસલમાન, તેમનામાં જાગતિક સ્તર પર અશાંતિ ફેલાવીને આતંકવાદ વૃદ્ધિંગત કરવો છે.

૫. કાશ્મીરમાં સ્થિતિ વિકટ થવા ઉપરાંત પણ પ્રસારમાધ્યમોને તે સામાન્ય લાગે છે, એવું કહેવું આત્મઘાતી !

જમ્મુ-કાશ્મીરમાં ભાજપા ગઠબંધનના રાજમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે લશ્કર-એ-તોયબા, ઇસિસ ઇત્યાદિના નામ હેઠળ થનારા આક્રમણો પ્રચારની લાલસા છે. તેમણે પ્રસારમાધ્યમોને સૂચવ્યું હતું કે રાજ્યમાં સામાન્ય સ્થિતિ નિર્માણ થઈ રહી છે, તે સમયે કેવળ પ્રસિદ્ધિ માટે વાતાવરણને અગ્રક્રમ ન આપવો; નહીંતર પછી સ્થાનિક લોકો દેશના મુખ્ય પ્રવાહથી દૂર થઈ જશે. થોડા સમય પછી રાજ્યની બીજી ભેટ સમયે તેમણે આ નીતિનો પુનરુચ્ચાર કરીને કહ્યું, ‘હવે કાશ્મીરના દક્ષિણી ભાગની વિસ્ફોટક સ્થિતિ એક પડકાર છે, બાકીના ભાગોમાં ઓછા-વત્તા પ્રમાણમાં સ્થિતિ સામાન્ય બનતી જાય છે.’

૬. આતંકવાદી આક્રમણો થતા હોવા છતાં પણ આતંકવાદ સાથે બે હાથ કરવાની શાસનની ઘોષણા !

જમ્મુ-કાશ્મીરની ભયાનક વાસ્તવિકતા નકારવી એટલી જ ભાજપાની નીતિ હોવાને બદલે તેના પર સરખો બુરખો ઓઢીને અતિઆત્મવિશ્વાસનો ઢોંગ ભરવામાં આવી રહ્યો છે. તેમની આ વિરોધાભાસી ભૂમિકા પ્રાણઘાતી સિદ્ધ થઈ રહી છે. ડૉ. જેટિંદર સિંહે ઘોષિત કર્યું કે રાજ્યમાં આતંકવાદ વિરોધી લડાઈમાં જીતથી અમે કેટલાંક ડગલાં દૂર છીએ. આ પ્રકારે રાજ્ય અને કેંદ્રની ભાજપા સરકારના અતિઆત્મવિશ્વાસને કારણે તેઓ પોતાને જ છેતરી રહ્યા છે.

૭. જમ્મુ-કાશ્મીરમાં જેહાદી આતંકવાદનું નેતૃત્વ કરનારી સંગઠનાઓનું વધી રહેલું કાર્ય ધક્કાદાયક

જમ્મુ-કાશ્મીર રાજ્યના માજી પોલીસ મહાસંચાલક એમ.એમ. ખજુરિયા લાંબા સમયથી અહલ-એ-હદીસના બેનર હેઠળ રાજ્યમાં કાર્યરત સલફીના દ્રૂત ગતિથી વધતા પ્રભાવ વિશે સરકારને ચેતવણી આપી રહ્યા છે. તેઓ કહે છે, ‘રાષ્ટ્રીય અને સ્થાનિક, આ ભિન્ન સ્રોતો દ્વારા પ્રાપ્ત ધન અને મુજાહિદોના બંદૂકના આધાર પર અહલ-એ-હદીસે રાજ્યમાં સ્થિર, દ્દઢ અને તીવ્ર વેગથી પ્રગતિ કરી છે’.
થોડા વર્ષો પહેલાં જમાત અહલ-એ-હદીસના પ્રમુખ સચિવ અબ્દુલ રહેમાન ભટે કહ્યું, ‘સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ તે દ્રૂત ગતિથી વૃદ્ધિંગત થઈ રહી છે. દસ વર્ષ પહેલાં અમારી પાસે ૧૫૦ મસ્જિદો અને ૩૦ પાઠશાળાઓ હતી. સંસ્થાના સદસ્ય ૨૦૦૦-૩૦૦૦ હતા. આજે અમે ૭૦૦ મસ્જિદો અને ૧૫૦ પાઠશાળાઓનો પ્રબંધ કરીએ છીએ અને સદસ્યોની સંખ્યા ૧ લાખ ૫૦ સહસ્ર થઈ ગઈ છે. અહલ-એ-હદીસ, લશ્કર-એ-તોયબાને જન્મ દેનારી સંસ્થા છે. તે જમ્મુ-કાશ્મીરના આતંકવાદી જેહાદનું નેતૃત્વ કરી રહી છે. જમાત-એ-ઇસ્લામી અથવા અલ્લા વૉલિસની મૂળભૂત સુવિધાઓ વધવી અને તેનો પ્રસાર થવો, ધક્કાદાયક છે.

૮. સરકાર દ્વારા આતંકવાદ-નિર્મૂલનનો દેખાડો !

જમ્મુ-કાશ્મીર વિશે સરકારની નીતિ, અન્ય રાજ્યોના લોકોના મનમાં એવી પ્રતિમા બનાવવી છે કે ‘આ સરકાર આતંકવાદ વિરોધી અને પૃથ્થકતાવાદીના વિરોધમાં છે.’ કેંદ્રના સત્તાધારી દળ પૃથ્થકતાવાદીઓ વિશે સંવેદનશીલતા જાળવવા માટે કૉંગ્રેસ કરતાં વધારે અનુકૂળ છે, એવું બહુસંખ્ય લોકોને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કેંદ્ર સરકાર કરી રહી છે. આ સમયે તે અન્ય દેશવાસીઓ સામે કઠોર, સુલેહ ન કરનારી, સક્રિય, સૌમ્ય અને નિષ્પક્ષ છે, એવું વિરોધાભાસી ચિત્ર નિર્માણ કરી રહી છે.

૯. સરકારની કાર્યવાહી કેવળ તેમની વિરોધી નીતિઓનું પ્રદર્શન

રાષ્ટ્રીય અન્વેષણ અભિકરણ દ્વારા (એનઆયએ દ્વારા) પૃથ્થકતાવાદીઓનું આર્થિક સ્રોત રોકવાની કાર્યવાહીનો રાજ્યના તત્કાલિન શાસને વિરોધ કર્યો. શું આના દ્વારા સરકારના વિરોધાભાસનું પ્રદર્શન થતું નથી ? સરકારની સમાન નીતિઓને ક્રિયાન્વિત કરવામાં બે વિરોધાભાસી પ્રક્રિયા છે. એક બાજુ આતંકવાદી સંગઠનાઓ પર કઠોર કાર્યવાહી કરવાની અને બીજી બાજુ તેમની સાથે સૌહાર્દ્ર જાળવવાની ભૂમિકા નિભાવવામાં આવે છે. કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ નિર્માણ થવી, એવી ઇચ્છા છે; જ્યારે કાશ્મીર તો એક યુદ્ધભૂમિ બની ગયું છે, આ વાસ્તવિકતા છે.
– ડૉ. અજય ચ્રોંગૂ, અધ્યક્ષ, પનૂન કશ્મીર, જમ્મુ-કાશ્મીર

Categories News