કાશ્મીરનું વિવિધાંગી મહત્ત્વ

 

શંકરાચાર્ય ટેકડી
હિમાલય પર્વત

અ. ભૌગોલિક દૃષ્ટિએ

કાશ્મીરનો ઉલ્લેખ હિંદુ ધર્મના અનેક પ્રાચીન ગ્રંથોમાં આવે છે. શક્તિ-સંગમતંત્ર ગ્રંથમાં કાશ્મીરની વ્યાપ્તિ આગળ જણાવ્યા પ્રમાણે આપી છે.

शारदामठमारभ्य कुडःकुमाद्रितटान्तकम् ।
तावत्काश्मीरदेशः स्यात् पन्चाशद्योजानात्मकः ॥

અર્થ : શારદામઠથી કેસર પર્વત સુધી ૫૦ યોજન (૧ યોજન = ૪ કોસ) સુધીનો વિસ્તૃત પ્રદેશ, કાશ્મીર દેશ છે.

મહાભારતમાં તેનો ઉલ્લેખ કાશ્મીરમંડલ તરીકે કર્યો છે. (ભીષ્મ. ૯.૫૩)

આ. ઐતિહાસિક દૃષ્ટિએ

૧. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ આ બન્ને મહાત્માઓએ કાશ્મીરની માટીને પદસ્પર્શ કરીને પાવન કરી છે, તેવો ઉલ્લેખ છે. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક સમયે કાશ્મીરના રાજા ગોનંદ ઉપસ્થિત હતા.

તેના દ્વારા કાશ્મીર હિંદુ સંસ્કૃતિ સાથે એકરૂપ છે, આ વાત સહેજે ધ્યાનમાં આવે છે.

૨. ઇશુ ખ્રિસ્ત પહેલાં ૨૭૩-૨૩૨ સમયગાળામાં સમ્રાટ અશોકે શ્રીનગરી આ રાજધાનીની સ્થાપના કરી હતી. એ જ આ શ્રીનગર ! આજે જ્યાં શ્રીનગરનું વિમાનઘર છે, તેની બાજુમાં સમ્રાટ અશોકના પૌત્ર દામોદરનો ભવ્ય મહેલ હતો.

કાશ્મીરના સર્વ સ્થાનોનાં નામ પરિવર્તિત કરવામાં આવ્યા અથવા તેનું ઇસ્લામીકરણ કરવામાં આવ્યું; પરંતુ આજે પણ શ્રીનગરનું નામ પરિવર્તિત કરી શક્યા નથી, આ સત્ય ધ્યાનમાં રાખો ! જે કાશ્મીરની રાજધાની જ શ્રીનગર છે, તે રાજ્ય પોતાનું હિંદુત્વ કેવી રીતે સંતાડી શકે ?

૩. ઇશુ-જન્મના ૩૦૦૦ વર્ષો પહેલાં કાશ્મીરનું અસ્તિત્વ હતું, એવું પુરાતત્વ ખાતુ કહે છે. તે સમયે ઇસ્લામના કોઈ પ્રતિનિધિનું અસ્તિત્વ નહોતું; પણ ઓમરનો કોઈ પૂર્વજ તે સમયે નક્કી જ કાશ્મીરમાં રહેતો હશે. તેને પૂછીશું, તો કહેશે કે, કાશ્મીર ઘણા સમયથી ભારતમાં વિલીન થઈ ગયું છે.

ઇ. ધાર્મિક દૃષ્ટિએ

૧. હિંદુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોનું વિશેષ મહત્ત્વ છે. ઉપનયન સંસ્કાર પછી છોકરાને ૭ ડગલાં ઉત્તર દિશામાં, અર્થાત્ કાશ્મીરની દિશામાં ચાલવા માટે કહેવામાં આવે છે. આના પરથી કાશ્મીરનું હિંદુ સંસ્કારોની દૃષ્ટિએ મહત્ત્વ ધ્યાનમાં આવે છે.
૨. હિદુ સંસ્કૃતિ મંદિર સંસ્કૃતિ છે. સંપૂર્ણ કાશ્મીર ખીણ ક્યારેક ભવ્ય-દિવ્ય અને ઐશ્વર્યશાળી મંદિરો માટે સુપ્રસિદ્ધ હતી. ઇસ્લામી વક્રષ્ટિ પડવાથી, આજે સર્વત્ર આ મંદિરોના ખંડેર જોવા મળે છે. કાશ્મીર ખાતેના ગરૂરા નામક ગામમાં ‘ઝિયાન-માતન’ નામક દૈવી સરોવર હતું. તેના કિનારે ૬૦૦ વર્ષ પહેલાં ૭ મંદિરો હતાં. સિકંદર ભૂશિકન નામક કાશ્મીરી મુસલમાન રાજાએ તેમાંના ૬ મંદિરો તોડી પાડ્યા. સાતમું મંદિર બચ્યું હતું, ત્યારે આ સરોવરમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને સિકંદર ભૂશિકન અચંબો પામી ગયો અને ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. આ રીતે સાતમું મંદિર તે ક્રૂરકર્માના કુકૃત્યોથી બચી ગયું. તે આજે પણ છે.

તે મંદિર આજે ત્યાં શા માટે છે ? કાશ્મીરમાં હિંદુ સંસ્કૃતિ છે, તેની સાક્ષી પૂરાવવા માટે જ !

ઈ. આધ્યાત્મિક દૃષ્ટિએ

૧. શ્રીવિષ્ણુ-લક્ષ્મી અને શારદાદેવી એકત્ર કદી પણ રહેતા નથી, એવું કહેવામાં આવે છે; પરંતુ કેવળ કાશ્મીરમાં જ લક્ષ્મીજી અને શારદાદેવી એકત્રિત રહે છે. અહીં એક સ્થાન પર શારદાદેવી અને બીજા સ્થાન પર શ્રીલક્ષ્મીજીનું સ્થાન છે.
૨. કાશ્મીરની નાગપૂજક સંસ્કૃતિ : નાગપૂજન હિંદુ ધર્મનું અવિભાજ્ય અંગ છે. કાશ્મીરમાં પ્રાચીનકાળથી નાગપૂજા પ્રચલિત છે. તેથી અનેક તળાવ અને સરાવરોને નાગદેવતાનાં નામ પાડ્યાં છે. ઉદા. નીલનાગ, અનંતનાગ, વાસુકીનાગ, તક્ષકનાગ ઇત્યાદિ. નાગ તેમના સંરક્ષક દેવતા હતા. અબુલ ફઝલે આયને અકબરીમાં કહ્યું છે કે તે પ્રદેશમાં અનુમાને ૭૦૦ ઠેકાણે નાગની આકૃતિ કોરવામાં આવેલી મળી આવે છે. શ્રીવિષ્ણુએ વાસુકીનાગને અહીં સપરિવાર રહેવાની આજ્ઞા આપી હતી અને કોઈએ તેને હણવો નહીં, એવું અભય પણ આપ્યું હતું. તમે જ કહો, શું અરબસ્તાનમાં નાગપૂજન થાય છે ? ત્યાં તો મૂર્તિપૂજા પણ થતી નથી; તો નાગની આકૃતિઓ દોરવાની તો વાત જ ક્યાં છે ?

ઉ. સાંસ્કૃતિક દૃષ્ટિએ

પ્રાચીન કાળથી કાશ્મીરમાં ઉચ્ચ સંસ્કૃતિનું સંરક્ષણ કરવામાં આવ્યું. વિદ્યા-કલાનો ઉત્કર્ષ અહીં બે સહસ્ર વર્ષથી ચાલી રહ્યો છે.
૧. સંસ્કૃત ભાષા હિંદુ સંસ્કૃતિનો સારાંશ છે. આ દેવવાણીમાં સર્વ ધાર્મિક વિધિઓની રચના થઈ છે. આ બધી ધાર્મિક વિધિઓ કાશ્મીરથી કેરળ સુધી કેવળ સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવે છે.

તેના દ્વારા કાશ્મીરનો કેવળ કેરળ સાથે જ નહીં, જ્યારે સંપૂર્ણ ભારતવર્ષ સાથે જોડાયેલો ભાષિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધ ધ્યાનમાં આવે છે.

૨. ક્ષેમેંદ્ર, મમમ્ટ, અભિનવગુપ્ત, રુદ્રટ, કલ્હણ જેવા પંડિતોએ અનેક વિદ્વત્તાપૂર્ણ સંસ્કૃત ગ્રંથોનું નિર્માણ કર્યું છે. ધર્મ અને તત્ત્વજ્ઞાન આ બન્ને ક્ષેત્રોમાં કાશ્મીરી લોકોએ પ્રશંસનીય કામગીરી કરી હતી.

પંચતંત્ર નામક સુબોધ પ્રદાન કરનારો હિંદુ સંસ્કૃતિનો ગ્રંથ કાશ્મીર ખાતે લખવામાં આવ્યો છે, આ બાબત કેટલા લોકો જાણે છે ?

૩. કેટલાક સહસ્રો વર્ષો સુધી કાશ્મીર સંસ્કૃત ભાષા અને વિદ્યાનું સૌથી મોટું અને શ્રેષ્ઠ અધ્યયન કેંદ્ર હતું. દસમા શતક સુધી ભારતના સર્વ ભાગથી વિદ્યાર્થીઓ અહીં અધ્યયન કરવા જતા હતા. તત્ત્વજ્ઞાન, ધર્મ, ચિકિત્સા, જ્યોતિર્શાસ્ત્ર, શિલ્પ, અભિયાંત્રિકી, ચિત્રકલા, સંગીત, નૃત્ય ઇત્યાદિ અનેક વિષયોમાં કાશ્મીર નિષ્ણાત હતું.

હિંદુઓના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગ્રંથોમાં તેનો ગૌરવભેર ઉલ્લેખ છે; પરંતુ આજે આ ગૌરવશાળી ઇતિહાસને ભીષણ વર્તમાને ભૂંસી નાખ્યો છે. આપણે આ પરિસ્થિતિ પરિવર્તિત કરવાની છે.

૪. કાશ્મીરી ક્રિયાપદમાં ભારતીય આર્ય વિશિષ્ટતાઓ સ્પષ્ટ રૂપથી મળી આવે છે. કાશ્મીરી સાહિત્યનો જે વિકાસ થયો છે, તે પણ તેની ભારતીય આર્ય પરંપરાનું દ્યોતક છે.

આ ભાષા અરબી અથવા જંગલી ઉર્દૂ શૈલી જેવી નથી, જ્યારે દેવવાણી સંસ્કૃતની કન્યા છે, આ વાત ધ્યાનમાં રાખો !

ઊ. પ્રાકૃતિક દૃષ્ટિએ

સર વાલ્ટર લારેન્સે કહ્યું છે કે, કોઈક સમયે કાશ્મીરમાં એટલી સુદૃઢતા અને નિરામયતા હતી કે ત્યાં સ્ત્રીઓ સૃજનશીલતામાં જાણે કેમ ભૂમિ સાથે સ્પર્ધા ન કરતી હોય ! ભૂમિ જે રીતે વિપુલ અન્નસંપદા આપે છે, તેવી સુદૃઢ સંતતિને તે જણતી હતી.

પણ આજે શું થઈ રહ્યું છે ? આ કાશ્મીર ખીણમાં ૩૦ વર્ષની વયે સદર મહિલાઓનો માસિક ધર્મ બંધ થઈ રહ્યો છે. આ બધું દુર્ભાગ્યપૂર્ણ છે !