કાશ્મીરી હિંદુઓએ ભોગવેલી નરકયાતના અને તેની વિદારકતા

ભારતના અન્ય ભાગોમાં કાશ્મીરી હિંદુઓએ ધર્મ માટે કરેલા વિલક્ષણ ત્યાગની અને ભોગવેલી નરકયાતનાઓની જાણકારી જ નથી; તેથી વર્ષ ૨૦૦૭માં હિંદુ જનજાગૃતિ સમિતિએ ફ્રેંચ પત્રકાર ફ્રાન્સુઆ ગોતીએની ‘ફૅક્ટ’ સંગઠનાએ બનાવેલું ‘આતંકવાદનું ભીષણ સત્ય’ આ છાયાચિત્ર પ્રદર્શન, તેમજ આપણા ‘પનૂન કાશ્મીર’ સંગઠનાએ બનાવેલું ‘સત્યનો સાક્ષાત્કાર’ ચિત્રપ્રદર્શન મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ ઇત્યાદિ રાજ્યોમાં આયોજિત કર્યું. લગભગ ૧૨૦૦ ઠેકાણે પ્રદર્શન લગાડીને સમિતિએ લગભગ ૧ કરોડ હિંદુ સમાજમાં જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો.

હિંદુઓ, છાયાચિત્ર પ્રદર્શન જોઈને અંતર્મુખ બનો !

આ પ્રદર્શન લગાડ્યા પછી કેટલાક ઠેકાણે અમને પ્રશ્નો પૂછવામાં આવ્યા કે, આ છાયાચિત્ર પ્રદર્શન ઇત્યાદિ શા માટે લગાડો છો ? શું આવશ્યકતા હોય છે ? ઇત્યાદિ… તમે છાયાચિત્ર પ્રદર્શન જુઓ ! પછી આ પ્રશ્ન પોતાને પૂછી જુઓ. જો આપણે આ છાયાચિત્ર પ્રદર્શન જોઈને અંતર્મુખ બની શકતા ન હોઈએ, તો ક્યાંક તોયે આપણી આંખોમાં આંસુ આવવા, ક્યાંક તોયે અંદરથી હિલચાલ થવી, ક્યાંક તોયે અંદર ખૂત્યું હોય, એમ લાગવું, એમ જો થાય, તો આ ચિત્રપ્રદર્શનનો હેતુ થોડા પ્રમાણમાં સાધ્ય થયો, એમ કહેવું પડશે અને જો તેમ થાય નહીં, તો ઘણી ચિંતા કરવા જેવી સમસ્યા છે, એવું ચોક્કસ કહી શકાશે. આજે જરાક અમે અંતર્મુખ થઈએ, પ્રામાણિક થઈને પોતાનું પરીક્ષણ કરવું કે, આ પરિસ્થિતિ મારી આંખો સામે મારી હયાતીમાં મારે શા માટે જોવી પડે છે ? તેનું કારણ શું ? તેને ઉત્તરદાયી કોણ છે ? આ કારણો હું નિર્ભય થઈને સમાજમાં પ્રસ્તુત કરી શકું છું ખરો ? શા માટે નહીં ? મારામાં જો નિર્ભયતા નહીં હોય, તો મારે હજી કાંઈક સાધ્ય કરવું જોઈએ. આ સમાજમાં પ્રસ્તુત કરીને આ પરિસ્થિતિ પલટાય તે માટે હું કાંઈ કરું છું ખરો ? આ પ્રશ્નોના ઉત્તરો, સદર છાયાચિત્ર પ્રદર્શનો જોતી વેળાએ આપણે અંદરથી શોધવું જોઈએ. ‘છાયાચિત્ર પ્રદર્શન શા માટે લગાડો છો’, એવું કેટલાક લોકો પૂછે છે. સમગ્ર જગત્માં આવા પ્રકારના ‘હોલોકૉસ્ટ’ જેને કહી શકાય, નાઝીએ ‘જ્યૂ’ લોકોનાં હત્યાકાંડો કર્યા, તેના પ્રદર્શનો સમગ્ર જગત્માં લગાડ્યા છે. અમો હિંદુઓને કદાચ દુ:ખદાયી સ્મરણો જોઈતા નથી હોતા, અમે તેને ઝાટકી નાખવાનો પ્રયત્ન કરીએ છીએ, જવા દો તે સ્મરણો, આ બાબત ભૂલભરેલી છે.

છાયાચિત્ર પ્રદર્શન જોઈને તેનું સ્મરણ રાખો !

આ પ્રદર્શન જોયા પછી આપણને પણ લાગવા દો કે, આ પ્રદર્શન કાયમ અમારી આંખો સામે તરવરી ઊઠવું જોઈએ. જો તેમ થાય, તો જ આપણા દ્વારા હિંદુ ધર્મનું રક્ષણ થવાની થોડી ઘણી શક્યતા છે. તેવું જો આપણા સ્મરણમાં કાંઈ રહેશે નહીં, તો આ સમાજ નષ્ટ થવાની જ લાયકાત ધરાવે છે, તેની ખાત્રી આપણે રાખવી જોઈએ.
—–

કાશ્મીરી હિંદુઓ પરના અત્યાચારોનું છાયાચિત્ર પ્રદર્શન
આયોજિત કરવા પાછળનો હિંદુ જનજાગૃતિ સમિતિનો ઉદ્દેશ !

  કાશ્મીરી હિંદુઓની ભયાનક વાસ્તવિકતા વિશે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી લગાડવામાં આવનારા પ્રદર્શનનો ઉદ્દેશ –
૧. રાજકીય પક્ષ, પ્રસારમાધ્યમોએ હિંદુઓથી છુપાવી રાખેલું કાશ્મીરી હિંદુઓ પરના અત્યાચારોનું ભીષણ સત્ય ઉઘાડું પાડવું !
૨. વધી રહેલા જેહાદી આક્રમણોનું હિંદુઓને ભાન થઈને તેમનામાં ક્ષાત્રતેજ વૃદ્ધિંગત કરવું અને ધર્મબાંધવોના રક્ષણ માટે આગેવાની કરવી !
૩. રાજ્યકર્તાઓની ભૂલોને કારણે નિર્માણ થયેલી કાશ્મીરની સમસ્યા વિશે હિંદુઓમાં જાગૃતિ થઈને તેઓ વિસ્થાપિત હિંદુઓનું કાશ્મીરમાં પુનર્વસન થવા માટે કૃતિપ્રવણ બને !