૧૪ સપ્ટેંબરના દિવસે રહેલા કાશ્મીરી હિંદુ બલિદાન નિમિત્ત…

શારદાદેશ કાશ્મીર વિશેષ અંક

એક આંસુ કાશ્મીરી પંડિતો માટે !
——

કાશ્મીર વર્ષ ૧૯૪૭ થી જ ચર્ચાનો અને ચિંતાનો વિષય રહ્યો છે. આપણને ત્યાંના સૃષ્ટિસૌંદર્યની જ ચિંતા છે કે આપણા જ દેશમાં નિર્વાસિત જેવું જીવન જીવનારા કાશ્મીરી પંડિતો વિશે પણ કાંઈ પ્રેમ લાગે છે ?, આ પ્રશ્ન સર્વ ભારતીઓએ પોતાને પૂછવો જોઈએ. કાશ્મીરી પંડિતો વિશે કાંઈ લખીએ કે બોલીએ તો તરત જ ધર્મનિરપેક્ષતાની કાચને તિરાડ પડે છે કે શું ? આજ સુધી જુદી જુદી વિચારસરણી ધરાવતી સરકારો આવી; પરંતુ કોઈ પણ સરકાર પંડિતોને તેમના મૂળ ઘરે મોકલી શકી નથી. ઘરો, ભૂમિ, નોકરીઓ અપાવવાની વાતો ચગાવી; પરંતુ પ્રત્યક્ષમાં બહુકાંઈ થયું નથી.

સદર લેખમાં કાશ્મીરી પંડિતોની આ સર્વ વ્યથાઓ સાથે તેમની હજી સુધી કાશ્મીર ભણી રહેલી ખેંચ પાછળનાં કારણો, તેમજ કાશ્મીરનું ધાર્મિક, ઐતિહાસિક, પૌરાણિક ઇત્યાદિ દૃષ્ટિએ મહત્ત્વ આ વિશે ઊહાપોહ કર્યો છે.

કાશ્મીરી પંડિતોની દૈન્યાવસ્થા દૂર કરવી એ હિંદુઓનું કર્તવ્ય !

હિંદુઓના ઘરના અવશેષ જ્યારે મસ્જિદ માત્ર સુરક્ષિત

૧. સમગ્ર જગત્માંના નિર્વાસિતો વિશે પ્રેમનો ઉમળકો
બતાવનારા ભારતીઓ દ્વારા વિસ્થાપિત કાશ્મીરી પંડિતો તો દુર્લક્ષિત જ !

આપણે કાશ્મીર વિશે અજ્ઞાની છીએ. આપણે સમગ્ર જગત્ના નિર્વાસિતો વિશે પ્રેમ બતાવીએ છીએ, તેમના વિશે સહાનુભૂતિ અને કરુણા દર્શાવીએ છીએ; તો પછી આપણા જ દેશના આ રાજ્યમાંના વિસ્થાપિત કાશ્મીરી પંડિતો વિશે આપણને કાંઈ જ કેમ લાગતું નથી ! તેમનું જીવન ત્રાસદાયક કરીને, તેમના પર વિવિધ પ્રકારના દબાણો લાવીને તેમને કાશ્મીર ખીણ છોડવા માટેની ફરજ પડાવાની પ્રક્રિયા અનેક વર્ષોથી ચાલુ હતી જ. ‘તે’ એટલે ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ની રાત્રે કાશ્મીરી પંડિતોને જીવિત રહેવા માટે ભાગી જવું આવશ્યક હતું. ઘરબાર છોડીને રાતોરાત ભાગી જવું પડ્યું અને અપણે સાવ નિરાંત રાખીને શાંત રહ્યા. હવે તો આપણે ચર્ચા પણ કરતા નથી. કાશ્મીર ખીણમાંથી લાખો લોકો વિસ્થાપિત થયા. આપણે કદી પણ તેમની વિસ્થાપના પાછળનાં કારણો જાણી લીધાં ખરાં ?

૨. ‘હિંદુ’ હોવાથી જ કાશ્મીરી પંડિતોને તગેડી મૂક્યા !

જાન્યુઆરી ૧૯૯૦માં શું થયું ? ‘કાશ્મીર અમારું (એટલે મુસલમાનોનું) છે. અમને અમારું પાકિસ્તાન જોઈએ. તમે અહીંથી ચાલ્યા જાવ. કેવળ તમારા બૈરાં અહીં રાખો’, એવી અપમાનાસ્પદ અને માનહાનિકારક ધમકીઓ અને ઘોષણાઓથી વાતાવરણ દૂષિત બની ગયું હતું. સર્વત્ર એવા અર્થના ફલકો, ઘોષણા લખવામાં આવી હતી. પોતાનું ઘરબાર, વાડવડીલોની ભૂમિ, વ્યવસાય, નોકરીઓ છોડીને શા માટે અને ક્યાં જવાનું ? પરિસ્થિતિ દિવસે-દિવસે વિકટ થતી ગઈ. એક પછી એક હિંદુ પંડિતોના ઘર પર આક્રમણો ચાલુ થયા. કોઈપણ સરકારી યંત્રણા તેમની સહાયતા કરવા માટે નહોતી. આ બધું શા માટે થતું હતું ? તો તેઓ હિંદુ હતા એટલા માટે જ ! આ સત્ય સર્વધર્મસમભાવવાળાઓ (સેક્યુલરવાદીઓ) પણ નકારી શકશે નહીં.

૩. પેઢીથી પડોશમાં રહેનારા થયા જન્મના વેરી !

‘અમારો ગુનો શું ?’ આ કાશ્મીરી પંડિતોના પ્રશ્નનો ઉત્તર છે કોઈ મુખ્યમંત્રી પાસે ? આ પ્રશ્ન તેમને આજે ૨૭ વર્ષ પછી પણ કનડી રહ્યો છે. તે રાત્રે શું થયું, તેનું સ્મરણ કરીએ, તો પણ આજે તેમના રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ‘અમારા પેઢીથી રહેતા પડોશીઓ અમારા વેરી બની ગયા’, એવી તેમની ભાવના છે. 15 ઑગસ્ટને દિવસે ‘બ્લૅક આઉટ’, સિનેમાઘરોમાં સ્ત્રીઓને જવા પર પ્રતિબંધ ઇત્યાદિને કારણે સહજીવનની ખુલ્લી હવા રૂંધાવા લાગી હતી. અનંતનાગ અને અન્ય ઠેકાણોના મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા હતા. મંદિરો, ઘરો, મઠ ઇત્યાદિને આગ ચાંપવામાં આવતી હતી. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ આ રાત્રિ જગત્નો અંતિમ દિવસ હોય, તે પ્રમાણે લાગતી હતી. કકડતી ઠંડીમાં પહેરેલા કપડે પંડિતો પોતાની પત્ની-બાળકો સાથે જીવ બચાવતા જમ્મુ ખાતે અને અન્ય સ્થાનોએ ગયા. અનેક વર્ષો તેમણે છાવણીઓમાં વીતાવ્યાં. તેમના કથળેલા જીવન વિશે કોઈપણ રાજકીય પક્ષને કાંઈ જ લેવા-દેવા નહોતા.

૪. કાશ્મીરના ઇતિહાસથી ભારતીઓ જ અજ્ઞાત !

કાશ્મીરી પંડિતોનો ઇતિહાસ અને કર્તૃત્વ શું છે ? તેમને પોતાના પૂર્વજો વિશે અભિમાન લાગવું, પોતાની માતૃભૂમિ વિશે ખેંચ લાગવી, એવું ત્યાં (કાશ્મીરમાં) શું છે ?, એ આપણે જાણી લેવું જોઈએ. મૂળમાં કાશ્મીરનું મહત્ત્વ શું ? તેના ભૌગોલિક સ્થાનને કારણે તેમનું જીવન, રહેણી-કરણી અને સંસ્કૃતિ પર થયેલા પ્રહાર ત્યાંના લોકોએ કેવી રીતે પચાવ્યા ? આ પ્રદેશનો ઇતિહાસ શું છે ? આ વિશે સર્વસામાન્ય ભારતીઓને કેટલી જાણકારી છે ? આ માહિતી જાણી લેવાની આવશ્યકતા આજ સુધી કોઈને લાગી નહીં ?

૫. કાશ્મીરની વિદ્વતાની પરંપરાનો નીલમત પુરાણમાં ઉલ્લેખ !

આ બધા પ્રશ્નોના ઉત્તરો શોધતી વેળાએ એક પ્રાચીન સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ એટલે ‘કાશ્મીર’ પ્રદેશનું અસ્તિત્વ ! કાશ્મીર પ્રદેશ ભારતના અન્ય કોઈપણ રાજ્ય કરતાં જૂનો પ્રદેશ છે. વૈભવશાળી અને વિદ્વતાની પરંપરા ધરાવતું એવું આ રાજ્ય છે. તેનો પુરાવો મહાભારતમાં મળે છે. તેમના નીલમત પુરાણમાં મળે છે. આ પુરાણ કાશ્મીર વિશે મહત્ત્વની જાણકારી આપે છે.

૬. શ્રીકૃષ્ણ અને બલરામે ગોનંદ અને દામોદર રાજાઓનો વધ કાશ્મીરમાં જ કર્યો !

રાજા જનમેજય અને ઋષિ વૈશંપાયનના સંવાદ દ્વારા કાશ્મીર વિશે માહિતી મળે છે. જનમેજય એટલે અર્જુનનો પૌત્ર, પરીક્ષિતનો દીકરો અને વૈશંપાયન એટલે વેદવ્યાસના શિષ્ય. આ પુરાણ અનુસાર ‘કુરુક્ષેત્રના યુદ્ધમાં આર્યાવર્તમાંના અનેક રાજાઓએ પોતાનું સૈન્ય મોકલ્યું હતું; પણ કાશ્મીરના રાજાએ શા માટે ન મોકલાવ્યું ?’, એવો પ્રશ્ન રાજા પૂછે છે. ત્યારે ઋષિ કહે છે, “ત્યાંનો રાજા ઓછી વયનો હોવાથી તે ‘કોના પક્ષમાં લડવું ?’, આ નિર્ણય લેવા જેટલો પરિપક્વ નથી; તેથી તેને પૂછ્યું નહીં.” તેની પાછળ જરાસંધ, ગોનંદ, દામોદર આ રીતે કંસના પક્ષમાંના કાશ્મીરના રાજાનો, કૃષ્ણના સગાંઓનો સંબંધ છે. તે સમયે કાશ્મીર આ એક જિલ્લો હતો. ગાંધારમાં વિવાહ માટે જતી વેળાએ (કૃષ્ણએ કંસને મારી નાખ્યો તેથી) ગોનંદે તેને આવાહન કર્યું. બલરામે દ્વંદ્વમાં ગોનંદનો વધ કર્યો અને તેના પુત્ર દામોદરને કૃષ્ણએ મારી નાખ્યો. તેને કારણે ત્યાંનુ રાજ્ય રાજાવિહીન બની ગયું. ત્યારે કૃષ્ણએ દામોદરનાં પત્નીને રાજ્યકારભાર કરવાનો અધિકાર આપ્યો. તેની કૂખનો પુત્ર ગોનંદ દ્વિતીય મોટો થાય ત્યાં સુધી તે રાજ્યકારભાર કરતી હતી. આ બધું કાશ્મીરની ભૂમિમાં બન્યું છે. તે કદાચ રાજ્ય કરનારી જગત્ની પ્રથમ સ્ત્રી હશે. ત્યાર પછી દીદા અને કોટારાની આ ૨ કાશ્મીરી પ્રશાસક સ્ત્રીઓએ કાશ્મીરને એક રાખવાનું અને હુમલાખોરોથી બચાવવાનો પ્રયત્ન કર્યો. તે વિશે પણ ઇતિહાસ મૂંગો છે !

૭. કાશ્મીરમાં વિક્રમસંવત અને શકસંવત કરતાં પણ જૂના
એવા કાલગણનાની પ્રાચીન અને શાસ્ત્રશુદ્ધ પરંપરા અસ્તિત્વમાં !

કાશ્મીર પ્રદેશની પુરાતનતા સમજી લેતી વેળાએ જાણી લેવું જોઈએ કે, ત્યાં પ્રચીન કાળથી કાલગણનાની શાસ્ત્રશુદ્ધ પરંપરા છે. ત્યાં પંચાંગનું 5093મું વર્ષ ચાલુ છે. તે માટે પ્રતિવર્ષે જ્યોતિષી ભેગા થઈને ચોકસાઈથી કાળ, તિથિ, તહેવાર, પરંપરા ઇત્યાદિની નોંધ કરે છે. વિક્રમસંવત અને શકસંવત કરતાં આ જૂનું પંચાંગ છે. જેને તેઓ ‘જંત્રી’ કે ‘સપ્તર્ષીસંવત’ કહે છે.

૮. ‘વિદ્વાનોનું પિયર’ એવી ખ્યાતિ રહેલો કાશ્મીર પ્રદેશ !

કાશ્મીર નામ ‘કેશરા’ આ નામ પરથી પડ્યું છે. બન્નેનો અર્થ એકજ છે. કાશ્મીરની પ્રાચીનતા કેટલી છે, તે જોતી વેળાએ ધ્યાનમાં આવે છે કે, આ પ્રદેશની ‘વિદ્વાનોનું પિયર’ તરીકે ખ્યાતિ હતી.
અ. કાશીનો દીક્ષાપાત્ર વિદ્યાર્થી પણ કાશ્મીરના શારદાપીઠની માન્યતા તે દિશામાં ચાર ડગલાં ચાલીને કરતો હતો ! કાશીમાં શીખ્યા પછી શીખવાનું થાય, તો શારદાપીઠનું મહત્ત્વ હતું. દક્ષિણના શંકર ત્યાં આવીને જ આચાર્ય થયા. તેથી જ ત્યાંના વિદ્વાન ‘નમોસ્તુતે મહાશારદે કાશ્મીરપૂર નિવાસિની’, એમ કહીને તે પીઠ સામે નતમસ્તક થાય છે.
આ. કાશ્મીરના વિદ્વત્તાની ધ્વજા અનેક બુદ્ધિવંતોએ ફરકતી રાખી છે. ભરતમુનિઓનું ‘નાટ્યશાસ્ત્ર’ આ ગ્રંથ ‘પાંચમો વેદ’ સમજવામાં આવે છે. તેના પરનું ‘અભિનવગુપ્ત’ આ કાશ્મીરી પંડિતોની મીમાંસા અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. આ પ્રકાંડ પંડિતોના 47 ગ્રંથ વિદ્વત્તાનું પ્રમાણ માનવામાં આવે છે. તેમણે લખેલો ‘તંત્રાલોક’ આ ‘કાશ્મીરી શૈવિઝમ’ પરનો પ્રમાણગ્રંથ માનવામાં આવે છે. તેમણે લખેલી અભિનવગીતા અને વ્યાકરણ પરના ગ્રંથોની આજે પણ ચર્ચા થાય છે. અભિનવગુપ્તનું લખાણ જગત્ના ૮૦ વિદ્યાપીઠોમાં ભણાવવામાં અને અભ્યાસવામાં આવે છે.
ઇ. તેવી જ રીતે ‘શારંગદેવ’ આ સંગીતજ્ઞ ‘હિંદુસ્તાની અને કર્ણાટક સંગીતના ઉદ્ગાતા’ તરીકે પ્રસિદ્ધ છે.
ઈ. આ સિવાય કાશ્મીરમાં ભટ્ટ લોલક, ક્ષેમેંદ્ર, અવંતીવર્મન, એવા અનેક વિદ્વાન થઈ ગયા.
ઉ. પાણિની પોતે સ્વાત ભાગમાં રહેનારા અષ્ટાધ્યાયીના પ્રવર્તક અને મહાન વ્યાકરણકાર પણ કાશ્મીરના જ હતા.

૯. કાશ્મીર અનેક પંથોની જનની !

કાશ્મીરમાં હિંદુ, ઇસ્લામ અને બૌદ્ધ ધર્મીઓ સહજીવન જીવતા હતા. ત્યાં બૌદ્ધ સંગીત પર ચર્ચા, તેમજ ધર્મચર્ચા થતી હતી. ૬- ૬ મહિના દેશવિદેશમાંથી ભિખ્ખૂ આવતા હતા. પોતપોતાના પંથ, દેશ, ધર્મવિચાર પર વાદવિવાદ કરતા હતા. કાશ્મીર ‘મહાયન’ પંથની ‘જનની ભૂમિ’ પણ છે. અહીંથી જ આ પંથ દક્ષિણ એશિયા, ચીન, કોરિયા ઇત્યાદિ દેશોમાં વિસ્તાર પામ્યો. બૌદ્ધ વિચારોનો પ્રસાર વિદેશમાં કરનારા કુમારજીવ અને પદ્મસંભવ પણ કાશ્મીરી જ હતા.
અહીંનો બૌદ્ધિક વારસો આજના કાશ્મીરી યુવકોને કેટલોક ખબર છે અને દેશવાસીઓને પણ કેટલોક માહિત છે ભગવાન જાણે !

૧૦. કાશ્મીરી પંડિતો પરના પ્રહારોના ઇરાનમાં પુરાવા !

૬૯૯-૭૫૦ શતક આ એક મહાન ઇતિહાસકારની પરંપરાનો સમય કહેવો પડશે. કલ્યાણે ‘રાજતરંગિણી’ ગ્રંથમાં કાશ્મીરના રાજવંશના નોંધની અને કાર્યની મુહૂર્તમેઢ કરી.

ત્યાર પછી જોનરાજ, શ્રીવર એવા ઇતિહાસકારો ત્યાંના રાજવંશની કથાઓનું આબેહુબ વર્ણન કરે છે. તેમાંથી આ પ્રદેશનો સાંસ્કૃતિક અને રાજકીય વૈભવ અભ્યાસકો સામે તરવરે છે. તેમાં વર્ણિત પરકીય આક્રમણો દ્વારા કાશ્મીર પ્રદેશનો ચહેરો જ પાલટી નાખવાની પ્રક્રિયાનો ઉગમ દર્શાવે છે. તેને ટેકો મળે છે તે તેહરાનના વાઙ્મય દ્વારા. ડૉ. કાશીરાજ પંડિતને તે મળ્યો. ત્યાંના ગ્રંથભાંડારમાં ‘કાશ્મીરના લોકોને વટલાવ્યા, તેમનો ધર્મ ડૂબાડ્યો, ત્યાંના મંદિરો પાડીને ધર્મકાર્ય (?) કર્યું’, તેની પ્રતો મળી છે. તે ડૉ. કાશીરાજ પંડિતે અનુવાદિત કરી છે. તે અત્રે લખાયેલા ઇતિહાસ સાથે મેળ ખાય છે. સદર આક્રમણો સાંસ્કૃતિક અસ્મિતાનું હનન કરવા માટે કરવામાં આવ્યા. આજે પણ તે જ બની રહ્યું છે. પોતાનો પ્રદેશ અને પરિસર છોડીને પારંપારિક ભાષા, તહેવાર, સમારંભ, અન્ન, ભવતાલ ઇત્યાદિના અભાવથી કાશ્મીરી પંડિતોનો પરિચય કેવળ રંગરૂપ પૂરતો જ મર્યાદિત છે કે શું, એવું લાગવા માંડ્યું છે.

૧૧. ધાર્મિક વસાહતવાદના નામ હેઠળ નામો પાલટ્યા !

કાશ્મીરી પંડિતોનું ‘સતીસર સરોવર’ (જ્યાં સતી પાર્વતી સ્નાન કરતાં હતાં, એવું માનવામાં આવે છે), તેમનું ‘શંકરાચાર્ય પર્વત’ પર સ્થિત દેવાલય, શરીકા દેવીનું મંદિર ઇત્યાદિ વાસ્તુ એટલે તેમનો હૃદયસ્પર્શી વારસો છે. શ્રદ્ધા, વસાહતવાદ (ધાર્મિક વસાહતવાદ ?) નામના વાદથી કાશ્મીરમાંના અનેક પરિસરોના નામ પણ બદલાઈ ગયા છે. ‘રાજતરંગિણી’માંનો ઘણોખરો ભાગ મુસલમાન રાજાઓના સમય વિશે લખવામાં આવ્યો છે. તે રાજાના આશ્રયથી રહેલા લેખકે લખ્યો છે. તેની અનુમતિથી લખ્યો છે. તેને કારણે ‘કાશ્મીરમાંના લોકોને તેમનું સ્વત્વ છોડવા માટે શું શું ઉપાય કરવામાં આવ્યા હશે ?’, તેનું રૂંવાડાં ઊભા થાય તેવું વર્ણન તેમાં આવે છે. ડંફાસ હાંકતા હાંકતા તેણે કહેલી ઘટનાઓ એટલે ‘સ્થાનિકોને સીધાદોર કરવા માટે શું શું કરવામાં આવ્યું ?’, એવું તેમાં લખ્યું છે. તે ‘રાજતરંગિણી’ના વર્ણન સાથે ભળે છે. ‘રાજતરંગિણી’માં પછીથી જોનરાજ, શ્રીવરે ઉમેરા કર્યા.

૧૨. વર્ષ ૧૩૩૯ થી કાશ્મીર ખાતે ઇસ્લામ ઘૂસ્યો !

વર્ષ ૧૩૩૯ થી ઇસ્લામે કાશ્મીરમાં પ્રવેશ કર્યો તે ‘શાહમીર’ નામક રાજપુત્ર દ્વારા. તેણે ઉદયરાજા પાસે રાજાશ્રય માગ્યો હતો. ઉદયરાજાએ તે આપ્યો. ત્યાર પછીના સમયમાં ત્યાં મુસલમાન રાજાઓએ રાજ્ય કર્યું; પણ વર્ષ ૧૪૫૦ સુધી તેમનો રાજ્યાભિષેક રાજતિલક મંત્રોચ્ચારથી કરવામાં આવતો હતો. ત્યાર પછી ત્યાંની સ્થિતિ પલટાતી ગઈ.

૧૩. અનેક ઇસ્લામી પંથીઓના પૂર્વજ હિંદુ જ !

અનેક ઇસ્લામ ધર્મીઓ તે પોતાના હિંદુ પૂર્વજોની ભૂમિમાં જઈને ત્યાંના દેવતા સામે નતમસ્તક થયા હોવાનું લખી રાખ્યું છે. ડૉ. ફારુખ નાઝકીના ૧૪ પેઢીઓ પહેલાંના વંશજ શારિકા મંદિરના રક્ષક હતા. ‘તે સ્થાનની ભેટ લીધા પછી શું લાગશે ?’, તે તેમણે લખી રાખ્યું છે.

૧૪. લોકો, કાશ્મીરી પંડિતોના હક માટે માનસિક બળ ઊભું કરો !

કાશ્મીરી પંડિતોને પોતાનો પ્રદેશ છોડવો પડ્યો. સ્વખુશીથી નહીં જ્યારે બળજબરાઈથી ‘તેમનું સાંસ્કૃતિક જીવન, ખાણુંપીણું, પરિસર, ભાષા, તહેવાર-સમારંભ, મંદિર સંસ્કૃતિ ઇત્યાદિ દૂર થઈ છે. તેની જીવલેણ ખંત તેમની નવી-જૂની પેઢીને છે. આપણે કાશ્મીર ભણી એક સુંદર પર્યટન સ્થળ તરીકે જોઈએ છીએ. વર્તમાનમાં ત્યાં રહેનારાઓની વ્યથા આપણને દેખાય છે; પણ શાંતિપ્રિય, બંધૂકો ન પકડેલા, અનાગ્રહી, સમૃદ્ધ, સંપન્ન અને જાજ્વલ્યમાન કાશ્મીરી પંડિતોની માતૃભૂમિની ખેંચ, તાલાવેલી શા માટે દુર્લક્ષિત રહે છે ? કાશ્મીરી પંડિતો આટલા વર્ષો પરાગંદા અવસ્થામાં રહે છે. ઓછામાં ઓછું આપણે તેમની સંસ્કૃતિ, સંચિત, ઇતિહાસ ઇત્યાદિનો પરિચય કરી લઈને તેમના હક માટે તેમને માનસિક સ્તર પર ટેકો આપવામાં શું વાંધો છે ?
– સંજીવની ખેર (સંદર્ભ : ‘દૈનિક લોકસત્તા’, ૨૦.૧.૨૦૧૭)