અરુણાચલ પ્રદેશની ભાજપ સરકાર ધર્માંતર વિરોધી કાયદો રદ કરશે

* ‘હિંદુઓને મુર્ખ બનાવવામાં અને તેમના પર અન્યાય કરવામાં કૉંગ્રેસ કરતાં અમે શ્રેષ્ઠ છીએ’ એ જ ભાજપે બતાવી દીધું છે ! આવા ભાજપને આગામી ચૂંટણીમાં હિંદુઓ તેની જગ્યા બતાવી દે તો આશ્ચર્ય લાગવું જોઈએ નહીં !
* હિંદુહિતના ગપગોળા હાંકનારા ભાજપનો હિંદુદ્રોહી અને ખ્રિસ્તીપ્રેમી ચહેરો ઉઘાડો પડ્યો !

ઇટાનગર (અરુણાચલ પ્રદેશ) – ધર્મનિરપેક્ષતા ટકાવી રાખવા માટે ભાજપના નેતૃત્વ હેઠળ અરુણાચલ પ્રદેશ સરકારે ૪૦ વર્ષોથી કાર્યવાહિત રહેલો ધર્માંતર વિરોધી કાયદો રદ કરવાનું નક્કી કર્યું છે, એવી ઘોષણા મુખ્યમંત્રી પેમા ખાંડૂએ કરી છે. અરુણાચલ પ્રદેશમાં અર્ધા કરતાં વધારે લોકસંખ્યા ખ્રિસ્તી લોકોની છે.

ખંડૂએ કહ્યું કે, આ કાયદો ધર્મનિરપેક્ષતા માટે જોખમકારક પુરવાર થઈ શકે છે અને તે ખ્રિસ્તી લોકોને લક્ષ્ય બનાવી શકે છે.
જનગણના અહેવાલ અનુસાર, વર્ષ ૧૯૫૧માં ઈશાન ભારતમાં એક પણ ખ્રિસ્તી નહોતો. વર્ષ ૨૦૦૧ સુધી અરુણાચલ પ્રદેશ ખાતે ખ્રિસ્તી લોકસંખ્યા ક્રમાંક ૩ પર (૧૮.૭ ટકા) આવી. ત્યારે હિંદુઓ ૩૪.૬ ટકા અને ‘અન્ય’ ખાસ કરીને ડોની-પોલો ૩૦.૭ ટકા જેટલા થયા.
વર્ષ ૨૦૧૧ની જનગણના અનુસાર, અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મીઓએ હિંદુ ધર્મીઓને પાછળ રાખીને પ્રથમ ક્રમાંકની સરસાઈ મેળવી.
(ધર્માંતર વિરોધી કાયદો હોવા છતાં આ સ્થિતિ હતી, તો પછી તે રહિત કર્યા પછી શું થશે ?, એ જુદું કાંઈ કહેવાની આવશ્યકતા નથી ! – તંત્રી)