કર્ણાવતી (ગુજરાત) ખાતે પોલીસ દ્વારા બળાત્કાર પીડિત મહિલાની તકરાર લેવા માટે નકાર

 પોલીસ તકરાર લેવાની ટાળાટાળ કરે છે, એ કાંઈ નવું નથી અને
શાસનકર્તાઓ પણ તેમના પર કઠોર કાર્યવાહી કરતા નથી,
એ પણ વસ્તુસ્થિતિ છે ! આ સ્થિતિ લોકશાહી નિરર્થક ઠેરવે છે !

  કર્ણાવતી (ગુજરાત) – અહીં એક ચાલુ ચારચક્રી વાહનમાં એક ૨૨ વર્ષીય યુવતી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ વિશે પીડિત યુવતીએ અને તેના પિતાએ પત્રકાર પરિષદ લઈને ગુના શાખાના વિશેષ પોલીસ આયુક્ત જે.કે. ભટ્ટ પર આરોપ કર્યો. ભટ્ટ આરોપીઓની સહાયતા કરી રહ્યા છે, તેમજ તેમણે અપમાનજનક પ્રશ્નો પૂછ્યા. ‘ગુપ્તાંગમાં લાકડું નાખવું એટલે બળાત્કાર નથી’, એમ પણ તેમણે કહ્યું હોવાનો આરોપ પીડિતાએ કર્યો. ‘ પ્રકરણના ગુનાને ફસામણીની તકરારમાં પાલટવા માટે દબાણ કર્યું’, એવો આરોપ પણ તેમણે કર્યો. ‘પોલીસના પ્રશ્નોને કારણે આત્મહત્યા કરવાનો વિચાર મનમાં ઘર કરી ગયો હતો’ એવું પણ પીડિતાએ કહ્યું. ‘બળાત્કાર પ્રકરણની પૂછપરછ મહિલા અધિકારી દ્વારા થવી જોઈએ’, એવી માગણી પીડિતાએ કરી. શહેર પોલીસ આયુક્ત એ.કે. સિંહએ ‘સદર આરોપની તપાસ કરવામાં આવશે’, એમ કહ્યું છે.

Categories News