ટાઇમ્સ સમૂહના ઇંદુ જૈન, વિનીત જૈન અને ૨ પત્રકારોને ન્યાયાલય દ્વારા દંડ !

સનાતન સંસ્થાની માનહાનિનું પ્રકરણ

મુંબઈ (મહારાષ્ટ્ર) – સનાતન સંસ્થા અને સંસ્થાના વ્યવસ્થાપકીય વિશ્વસ્ત વીરેંદ્ર મરાઠે વિશે અજુગતું લખાણ છાપીને પ્રતિષ્ઠા પર કાદવફેંક કરી હોવા વિશે ભરપાઈ માગનારો દાવો ધારાશાસ્ત્રી વિવેક ભાવેએ કલ્યાણના દિવાની ન્યાયાલયમાં ઑગસ્ટ ૨૦૧૬માં પ્રવિષ્ટ કર્યો હતો. લગભગ દોઢ વર્ષ ખટલાનો ઉત્તર દેવા માટે પ્રતિવાદી ઇંદુ જૈન (ટાઇમ્સ સમૂહના સંચાલક), સંચાલક વિનીત જૈન, તેમજ પત્રકાર અલકા ધૂપકર અને ધર્મેંદ્ર તિવારીએ ટાળાટાળ કરી. ‘બચાવની તક હવે પૂર્ણ થઈ ગઈ છે અને તેથી દાવામાંના આરોપી નક્કી હોવાનું માની લઈને એકતરફી નિવેડો આપવામાં આવશે’, એવું ન્યાયાલયે ધમકાવ્યા પછી પ્રતિવાદીઓએ ક્ષમાયાચના કરી અને દાવાનો ઉત્તર પ્રસ્તુત કરવા માટે સમય માગી લીધો. પ્રતિવાદીઓનું વર્તન ધ્યાનમાં લઈને ન્યાયાલયે તેમને અઢી સહસ્ર રૂપિયાનો દંડ ફટકાર્યો.

સર્વોચ્ચ ન્યાયાલયના એક માજી ન્યાયમૂર્તિની માનહાનિ કરવા વિશે પુના ખાતેના ન્યાયાલયે ટાઇમ્સ સમૂહમાંની એક કંપનીને ૧૦૦ કરોડ રૂપિયાની હાનિભરપાઈ દેવાનો આદેશ આપ્યો છે. સદર આદેશ પર કરેલી અપીલ ઉચ્ચ ન્યાયાલયમાં પ્રલંબિત છે. હમણા જ સગવડિયા રાજકીય સમાચાર છાપવા માટે જાહેરખબર તરીકે લાંચ (મલીદો) આપવાની લાલચ બતાવીને કેટલાક મોટા વૃત્તસમૂહોનું ‘સ્ટીંગ ઑપરેશન’ કરવામાં આવ્યું. તેના દ્વારા પણ પત્રકારત્વમાં ઘૂસી ગયેલી ખીસું ભરવાની વિકૃતિ ઉઘાડી પડી. ‘સનાતન સંસ્થાના વિરોધમાં સનસનાટી વૃત્ત આપ્યા પછી વૃત્તપત્રોનું વેચાણ વધે છે અને વધુ જાહેરખબરો મળે છે’ એવા વિચાર દ્વારા સનાતનની અપકીર્તિ (બદનામી) કરવાની પ્રવૃત્તિ પૂરપાટ ચાલુ છે. એ જ સનાતને પ્રવિષ્ટ કરેલા ખટલાનું રહસ્ય છે ! – તંત્રી)

Categories News