માનવતાનું વેચાણ !

  રાંચી (ઝારખંડ) ખાતે ‘નિર્મળ હૃદય’ નામક અનાથાલયમાંના નવજાત બાળકોનું વેચાણ કર્યું હોવાના પ્રકરણમાં ૨ ‘નન્સ’ની રાંચી પોલીસે કરેલી ધરપકડ, એ ખ્રિસ્તીઓના સમાજસેવાનું ઢોંગ ઉઘાડી પાડનારી ઘટના છે. ‘નિર્મળ હૃદય’ આ અનાથઆશ્રમ મધર ટેરેસાની ‘મિશનરીઝ ઑફ ચૅરિટી’ સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જે ટેરેસાએ સમાજસેવાનો બુરખો ઓઢીને પોતાનું સમગ્ર આયખું હિંદુઓના ધર્માંતર માટે વ્યતીત કર્યું, તે જ છળકપટની પરંપરા તેમના ધર્મવંશજ આવી સંસ્થાઓના માધ્યમ દ્વારા આજે પણ ચોકસાઈથી આગળ ધપાવી રહ્યા છે.

પોલીસોએ ‘નિર્મળ હૃદય’ અને ‘શિશુ ભવન’ અનાથાલયો પર ધાડ પાડીને સમાજદ્રોહનું ભારે મોટું કૌભાંડ ઉઘાડું પાડ્યું છે. આ પ્રકરણ કેવળ એક-બે બાળકો પૂરતું મર્યાદિત હોવાને બદલે સદર નિષ્ઠુર સમાજસેવિકાઓએ અનેક જીવોનું વેચાણ કર્યું હતું; તેથી આ ઘટનાની ગંભીરતા વધુ છે. ‘વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં સદર અનાથાલયોમાં ૪૫૦ ગર્ભવતી મહિલાઓની સુવવાડ થઈ હતી; પણ તેમાંના કેવળ ૧૭૦ બાળકોની નોંધ કરવામાં આવી, જ્યારે બાકીના ૨૮૦ બાળકોની નોંધ જ કરવામાં આવી નહીં’, એવું પોલીસે કરેલી પ્રાથમિક તપાસના અંતે ઉઘાડું થયું. આ બાળકોનું ઉત્તરપ્રદેશ, બંગાળ, કેરળ ઇત્યાદિ રાજ્યોમાં વેચાણ કરવામાં આવ્યું હોવાની પોલીસની શંકા યોગ્ય છે. આ પ્રકરણ આ તબક્કા સુધી જ સીમિત નથી, જ્યારે બાલકલ્યાણ સમિતિએ કરેલી તપાસમાં અનાથાલયે આપેલી જાણકારી પ્રમાણે ‘ આ બાળકોને જન્મ દેનારી મોટાભાગની માતાઓ અવિવાહિત છે !’ સરવાળે જોતાં આ પ્રકાર અત્યંત ગંભીર છે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

પુરો(અધો)ગામી ટોળી મૂંગી શા માટે છે ?

અમસ્તી હિંદુઓની સંસ્થા અથવા સંત પરના કહેવાતા આરોપ પરથી હોબાળો મચાવનારી પુરો(અધો)ગામી ટોળી, ‘નિધર્મી’ પ્રસારમાધ્યમો, કહેવાતા માનવતાવાદી પ્રતિષ્ઠિતો ઇત્યાદિ હવે કયા દરમાં સંતાઈ ગયા છે ? થોડા વર્ષો પહેલાં એક હિંદુ સંતના આશ્રમમાં બાળકની હત્યા થઈ હોવાના આરોપસર આ જ પુરોગામી ટોળીએ ધમપછાડા કર્યા હતા. હવે આ જ ટોળી રાંચી ખાતેના અર્ભક-વેચાણ અંગે મોઢામાં મગ ભરીને મૂંગી શા માટે બની ગઈ, એ કાંઈ સમજાતું નથી. જો કોઈપણ હત્યા ક્રૂર જ છે, તો પછી પૈસા માટે જીવિત અર્ભકોનું વેચાણ કરવું, આ કઈ જાતની સમાજસેવા છે ? ખ્રિસ્તીઓનાં કુકૃત્યો પ્રત્યેક ક્ષેત્રમાં જોવા મળે છે. કેરળ સ્થિત કોટ્ટાયમ ખાતેની એક ‘નને’ તેના પર ૫ પાદરીઓએ બળાત્કાર કર્યો હોવાનો આરોપ કર્યો. આ પ્રકરણમાં પોલીસે ૪ પાદરીઓના વિરોધમાં બળાત્કારના ગુનાની નોંધ કરી છે.

જો રાંચી ખાતેના દંપતીએ તકરાર કરી જ ન હોત, તો સદર વ્યવસાય હજી વધારે તેજીમાં ચાલ્યો હોત અને બીજી બાજુ ન કરે નારાયણ ‘અનાથોની સારસંભાળ લીધી’ તેથી આવી સંસ્થાઓને સરકાર દ્વારા સમાજસેવાનો સર્વોત્કૃષ્ટ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હોત ! આના પરથી આપણી સરકાર અને સરકારી યંત્રણા કેટલી નિદ્રિસ્ત છે, એ પ્રકર્ષથી ધ્યાનમાં આવે છે. દેશાંતર્ગત આટલી મોટી માનવીતસ્કરી થવા છતાં પણ જે સરકારને તેનો પત્તો પણ લાગતો નથી, તેને વળી આતંકવાદીઓની ઘૂસણખોરી વિશે કદી પણ જાણકારી મળી શકે ખરી ? અને તેની સામે તેઓ આપણું કદી પણ રક્ષણ કરી શકે ખરાં ?, ખરો પ્રશ્ન તો આ છે.

પૈસા આપીને બોલાવનારા શોધો !

પોલીસે કોઈપણ રાજકીય દબાણને બલિ ચડ્યા વિના આ ઘટનાની જડમૂળથી તપાસ કરવી જોઈએ. તે માટે ‘બાળકોનું વેચાણ કરવાના આ ધંધા ક્યારથી ચાલુ છે ? તેના બદલામાં ખ્રિસ્તીઓને કેટલા પૈસા મળ્યા ? આ સંગઠિત ગુનેગારીમાં હજી કોનો કોનો સમાવેશ છે ? આ ‘નન્સ’ કોના ઇશારા પર આવું કુકૃત્ય કરે છે ?’ આ બધાની જાણકારી મેળવીને તે ઉઘાડી પાડવી જોઈએ. જે ખ્રિસ્તીઓએ સમાજમાં કાયમ માનવતા, સેવા ઇત્યાદિની ગળથૂથી પાઈ છે, તે જ ખ્રિસ્તીઓ માનવતાનું વેચાણ કેવી રીતે કરી રહ્યા છે, આ બાબત રાંચી ખાતેના અર્ભકવેચાણ પ્રકરણ પરથી સમગ્ર જગત્ સામે ઉઘાડું પડ્યું છે. જનતાનો માનવતા પરનો વિશ્વાસ ઉડી ન જાય; એટલા માટે તોયે આવા ખ્રિસ્તીઓ પર કઠોર કાર્યવાહી કરવી જોઈએ, એવી અપેક્ષા !