હિંદુઓનાં મંદિરોનું સરકારીકરણ

હિંદુઓનાં મંદિરો નિયંત્રણ હેઠળ લેનારી સરકારમાં અન્ય ધર્મીઓના પ્રાર્થનાસ્થળો તાબામાં લેવાનું સાહસ છે ખરું ?

જે કામ સરકારે કરવું જોઈએ, તે કામ હિંદૂ વિધિજ્ઞ પરિષદને કરવું પડે છે, આ બાબત ભાજપ સરકાર માટે લજ્જાજનક !

શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં વધારાના
કર્મચારીઓની નિયુક્તિનું નવું કૌભાંડ ઉઘાડું પડ્યું !

મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ પાટીલ વિશે ગંભીર તકરારો

  સરકારે નિમણૂક કરેલા મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ પાટીલના વિરોધમાં વર્તમાન અને માજી વિશ્વસ્તોએ જ શાસન પાસે તકરારો કરી છે. સદર ગંભીર તકરારોમાંથી કેવળ કેટલીક તકરારો આ પ્રમાણે –
અ. નોટબંધીના સમયગાળામાં મંદિરમાંથી નોટ પાલટી લેવામાં આવી !
આ. મહિલા ભક્તોને હાથથી ખેંચીને તેમની સાથે અપશબ્દો બોલવામાં આવ્યા !
ઇ. દેણગી દેનારાઓને મૂર્તિઓ સીધી જ વેચાતી લઈને આપવામાં આવી !
ઈ. વાહનભત્તું મળતું હોવા છતાં પણ શાસકીય વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો !
ઉ. દેણગીદારો દ્વારા સીધા જ ૧૦ લાખ રૂપિયા લેવામાં આવ્યા અને તે મંદિરમાં જમા કરવામાં આવ્યા નહીં !

આ તકરારો અત્યંત ગંભીર સ્વરૂપની છે અને તેના પર સરકારે હજી સુધી કોઈપણ કાર્યવાહી કરી નથી. સરકારે નિમણૂક કરેલા વિશ્વસ્તોનું જ જો પ્રશાસન કાંઈ સાંભળતું ન હોય, તો તે ભક્તોનું તે શું સાંભળતું હશે ?, એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વિધિ અને ન્યાય ખાતું મુખ્યમંત્રી પાસે હોવા છતાં પણ તેમણે સંજીવ પાટીલ પર કાર્યવાહી શા માટે કરી નહીં ?, એવો પ્રશ્ન આ સમયે ધારાશાસ્ત્રી ઇચલકરંજીકરે ઉપસ્થિત કર્યો.

સરકારમાં અન્ય ધર્મીઓના પ્રાર્થનાસ્થળો નિયંત્રણ હેઠળ (તાબામાં) લેવાનું સાહસ છે ખરું ?
– ધારાસભ્ય ભરતશેઠ ગોગાવલે, શિવસેના

નાગપૂર (મહારાષ્ટ્ર) – મંદિરમાંનું ઉત્પન્ન, આવક-જાવક જોઈને સરકારની આંખો પહોળી થઈ ગઈ છે. તેમના પગલાં હવે મંદિરની સંપત્તિ ભણી વળવા લાગ્યા છે. અન્ય ધર્મીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડ્યા વિના સરકારની આંખ હવે કેવળ હિંદુઓનાં દેવસ્થાનો પર ઠરી છે. હિંદુઓનાં મંદિરો નિયંત્રણ હેઠળ લેનારી સરકારમાં અન્ય ધર્મીઓના પ્રાર્થનાસ્થળો તાબામાં લેવાનું સાહસ છે ખરું ?, એવો સજ્જડ પ્રશ્ન રાયગડ ખાતેના શિવસેનાના ધારાસભ્ય શ્રી. ભરતશેઠ ગોગાવલેએ ઉપસ્થિત કર્યો છે. શનિશિંગણાપૂર સ્થિત શ્રી શનૈશ્વર મંદિરનું સરકારીકરણ કરવાનો શાસને લીધેલો નિર્ણય પાછો લેવો, તેમજ શાસને આ પહેલાં નિયંત્રણ હેઠળ લીધેલા હિંદુઓનાં મંદિરો ફરીવાર ભક્તોના હાથમાં સોંપવા, આ માગણી માટે હિંદુ જનજાગૃતિ સમિતિના રાજ્ય પ્રવક્તા શ્રી. અરવિંદ પાનસરેએ ધારાસભ્ય શ્રી. ગોગાવલેની નાગપૂર ખાતે ચોમાસા-અધિવેશન નિમિત્ત ભેટ લઈને તેમને આ વિશે નિવેદન આપ્યું. આ સમયે તેમણે સજ્જડ ભૂમિકા પ્રસ્તુત કરી.

મંદિર સરકારીકરણનો સંત-મહંતો દ્વારા વધી રહેલો વિરોધ !

દેવધન પચાવી પાડનારાઓની ભૂલોને ઢાંક-પિછોડી કરવાનો દયનીય પ્રયાસ દેવસ્થાનના સરકારીકરણ દ્વારા થઈ રહ્યો છે ! – મહંત સુધીરદાસ મહારાજ, નાશિક

નાશિક (મહારાષ્ટ્ર) – જે પદ્ધતિથી મઠ-મંદિરો નિયંત્રણ હેઠળ લેવાનો સરકારે ઝપાટો લગાવ્યો છે, તે જોતાં કૉંગ્રેસ સરકાર સારી હતી. પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાનની જગ્યામાં પહેલાં કાકડ આરતી થતી હતી, તેમજ ગાયો ચરવા માટે જગ્યા, જેમને છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ, પેશવા અને બ્રિટીશોના સમયગાળામાં પણ કોઈએ તેને હાથ અડાડવાનું સાહસ ખેડ્યું નહીં, તે સમયથી તેને સંબોધવામાં આવે છે. આજે તે જ દેવધન, ત્યાંની જમીન રાજકીય લોકોએ પચાવી પાડી છે અને ત્યાં ગેરકાયદેસર બાંધકામો કર્યા છે. તે જગ્યાઓ હડપ કરીને ત્યાંના લોકોને તગેડી મૂક્યા. તેમની જમીનો પચાવી પાડી. આવું કરનારા લોકોની ભૂલો પર ઢાંક-પિછોડી કરવાનો દયનીય પ્રયત્ન સદર દેવસ્થાનોનું સરકારીકરણ કરવાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ત્ર્યંબકેશ્વર (નાશિક) ખાતેના કોલંબિકાદેવી
દેવસ્થાનની ૧૮૪ એકર ભૂમિ ગેરકાયદેસર રીતે હસ્તાંતરિત

નાગપૂર (મહારાષ્ટ્ર) – નાશિક જિલ્લા સ્થિત ત્ર્યંબકેશ્વર ખાતેના કોલંબિકાદેવી દેવસ્થાનના માલિકીની ૨૦૦ કરોડ રૂપિયા મૂલ્ય ધરાવતી ૧૮૪ એકર ભૂમિ ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિને હસ્તાંતરિત કરવાના પ્રકરણ અંગે ત્યાંના તત્કાલિન તલાટી, મંડળ અધિકારી અને તહસીલદાર પર શિસ્તભંગની કાર્યવાહી કરવાની પ્રક્રિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, તેમજ આ ત્રણેય જણે પદનો દુરુપયોગ કર્યો હોવાના પ્રકરણ અંગે ત્ર્યંબકેશ્વર પોલીસ થાણામાં ફેબ્રુઆરી ૨૦૧૮માં ‘એફ્.આય.આર્.’ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા અન્વેષણ ચાલુ છે, એવી જાણકારી રાજ્યના મહેસૂલમંત્રી ચંદ્રકાંત પાટીલે ૬ જુલાઈના દિવસે વિધાન પરિષદમાં તારાંકિત પ્રશ્નાવલી સમયે લિખિત સ્વરૂપમાં આપી છે. (દેવસ્થાનની સંપત્તિનો પોતાના અધિકાર હેઠળ દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરનારાઓ પર સરકારે તત્કાળ અતિ કઠોર કાર્યવાહી કરવી, એ જ સશ્રદ્ધ હિંદુઓને અપેક્ષિત છે ! – તંત્રી)
—————————-

Categories News