મંદિર સરકારીકરણના દુષ્પરિણામ !

પંઢરપૂર સ્થિત મંદિર સમિતિની ગોશાળામાં ચારાના
અભાવથી પ્લાસ્ટિક ખાવું પડતું હોવાથી ગાયોનું આરોગ્ય જોખમમાં !

હિંદુઓની ધાર્મિક ભાવના દુભાઈ હોવાથી સંબંધિતો પર ગુનાની નોંધ કરવા વિશે પોલીસમાં તકરાર પ્રવિષ્ટ

પંઢરપૂર (મહારાષ્ટ્ર) – શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર સમિતિ એ મંદિર, પરિવાર દેવતા અને મંદિર સમિતિની ગોશાળાનું વ્યવસ્થાપન સંભાળે છે. ૨ વર્ષ પહેલાં ગોશાળામાં ગાયોનું ભૂખમરાને કારણે અને પ્લાસ્ટિક, કપડું, તાર, ચંપલ ખાવાથી મૃત્યુ થયું છે. મૃત ગાયોના શવવિચ્છેદન દ્વારા સદર માહિતી ઉઘાડી પડી છે. વર્તમાનમાં પણ તે જ પરિસ્થિતિ છે અને ગોશાળાની ગાયો કપડું, કાગળ, પ્લાસ્ટિક ખાતી હોવાનું ચલચિત્ર વૃત્તવાહિનીઓ પર પ્રસિદ્ધ થયું છે. ગોમાતા હિંદુ ધર્મીઓ માટે પૂજનીય હોવાથી અને હિંદુઓની ધાર્મિક ભાવનાઓ દુભાવી હોવાથી ભારતીય દંડ વિધાન કલમ ૨૯૫ અને કલમ ૪૨૯ હેઠળ ગોશાળાના પ્રમુખ, સંબંધિત કર્મચારી, તેમજ સામૂહિક દાયિત્વ ધરાવનારા મંદિર સમિતિના અધ્યક્ષ, કાર્યકારી અધિકારી, વિશ્વસ્ત પર ગુનો પ્રવિષ્ટ કરવો જોઈએ. (આ પહેલાં પણ મંદિર સમિતિની ગોશાળામાંની ગાયોનું પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ થયું છે. તે વિશેનો શવવિચ્છેદન અહેવાલ આ પહેલાં હિંદુ વિધિજ્ઞ પરિષદે માહિતી અધિકાર હેઠળ મેળવીને તેવી રીતે ઉઘાડું પાડ્યું હતું. તે સંદર્ભમાં વારકરી સંપ્રદાય, વિવિધ હિંદુ સંગઠનાઓ અને હિંદુ જનજાગૃતિ સમિતિએ મંદિર સમિતિના વિરોધમાં આંદોલન કરીને નિવેદન આપ્યું હતું અને સંબંધિતો પર કાર્યવાહી કરવાની માગણી કરી હતી. તે વિશે કાંઈજ કાર્યવાહી ન થવાથી આજે પણ તેવી જ સ્થિતિ ઉદભવી છે. તેને કારણે હિંદુત્વનિષ્ઠો અને ગોપ્રેમીઓએ પોલીસમાં તકરાર કરી છે. – તંત્રી)

Categories News