કાશ્મીર ખાતે આતંકવાદીનાં માતા દ્વારા ભારતીય સૈનિકોને ઉદ્ધત ઉત્તર

મારો દીકરો દેવ-માર્ગ પર ચાલી રહ્યો હોવાથી તે જીવતો પાછો આવે, તો હું જ તેનો શિરચ્છેદ કરીશ !

* દેશની કેટલી હિંદુ માતાઓ તેમના દીકરાઓને ધર્મ અને દેશ માટે પ્રાણત્યાગ કરવાનું કહે છે ?

  શ્રીનગર (કાશ્મીર) – ભારતીય સૈનિક કાશ્મીરના એક આતંકવાદીના ઘરે જઈને તેમના વાલીઓને વિનંતિ કરે છે કે, તેમણે તેમના દીકરાને શરણાગતિ સ્વીકારવા માટે કહેવું; પણ આતંકવાદીના વાલી તેમ કહેવા માટે ના પાડી રહ્યા છે એવી એક ચિત્રફીત વર્તમાનમાં સામાજિક માધ્યમ દ્વારા સર્વત્ર પ્રસારિત થઈ રહી છે.

સદર ચિત્રફીતમાં સૈનિક અને આતંકવાદીના વાલીમાંનું સંભાષણ

સૈનિક : જો તે ક્યારેક અમારી કાર્યવાહીમાં ગૂંચવાશે, તો અમે તમને બોલાવીશું અને તમે તેને શસ્ત્ર નીચે મૂકવાનું કહેજો.
આતંકવાદીનાં માતા : અમે તેને શરણ આવવા માટે કહેશું નહીં. તેને લાગે છે કે તે સારા માર્ગ પર ચાલી રહ્યો છે, તો તે સારું જ છે. હવે અમે તેનું મોઢું ત્યારે જ જોઈશું કે, જ્યારે તે હુતાત્મા થઈને ઘરે આવે. જીવતો આવશે, તો હું જ તેનું ગળું ચીરી નાખીશ.

Categories News