મોઢે તલાક પછી હવે ‘નિકાહ હલાલા’ આ પ્રથાનો કેંદ્ર સરકાર વિરોધ કરશે !

  નવી દેહલી – મુસલમાનોના મોઢે તલાક પદ્ધતિને વિરોધ કર્યા પછી કેંદ્રની ભાજપ સરકાર હવે તેમનામાં પ્રચલિત રહેલી ‘નિકાહ હલાલા’ આ પ્રથાનો સર્વોચ્ચ ન્યાયાલયમાં વિરોધ કરવાની છે. બહુવિવાહ અને નિકાહ હલાલા પ્રથાની ઘટનાત્મક વૈધતા પર સર્વોચ્ચ ન્યાયાલયનું ઘટનાપીઠ વહેલાં જ સુનાવણી ચાલુ કરવાનું છે. સરકારના મતમાં નિકાહ હલાલા લૈંગિક ન્યાયના વિરોધમાં છે. આ વિશે સરકારે સર્વોચ્ચ ન્યાયાલયમાં તેમનો મત વ્યક્ત કર્યો છે.

નિકાહ હલાલાના વિરોધમાં જનહિત યાચિકા
પ્રવિષ્ટ કરનારી મુસલમાન મહિલાને મારી નાખવાની ધમકી

બહુવિવાહ અને નિકાહ હલાલાના વિરોધમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં જનહિત યાચિકા પ્રવિષ્ટ કરનારાં સમીના બેગમને તેમના પર બળાત્કાર કરીને હત્યા કરવાની ધમકી આપવામાં આવી છે. સમીના બેગમને પહેલા પતિએ તલાક આપ્યા પછી તેમણે વિવાહિત મુસલમાન સાથે બીજા વિવાહ કર્યા. તેણે પણ પછી તેમને તલાક આપ્યો. વર્તમાનમાં તે તેમના ૩ બાળકો સાથે રહે છે.

નિકાહ હલાલા એટલે શું ?

એકાદ મુસલમાન પતિએ પત્નીને તલાક આપ્યા પછી જો તે ફરીવાર તેની સાથે વિવાહ કરવાને ઇચ્છુક હોય, તો પત્નીએ અન્ય મુસલમાન પુરુષ સાથે વિવાહ કરીને સંબંધ નિર્માણ કરવા પડે છે અને ત્યાર પછી તે તેને તલાક આપે છે. ત્યાર પછી તે ફરીવાર પહેલા પતિ સાથે વિવાહ કરી શકે છે. આ પ્રથા માટે સરકારનો વિરોધ છે.

Categories News